ક્રોધને જીતવો.. – સુમિત્રાબેન નિરંકારી 6
ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે, જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે.