હિન્દુસમાજની રચના હજારો વર્ષ પહેલા મહર્ષિ મનુએરચેલા ધારાધોરણ મુજબ થયેલી છે. એક રીતે કહી શકાય કે મનુસ્મૃતિ એ હિંદુ સમાજનું બંધારણ છે. મૂળ મનુસ્મૃતિમાં સ્થળ-કાળ અનુસાર ફેરફારો થતા રહ્યાં છે. આજની સમાજ રચના એ મૂળ સમાજરચનાનાનિયમોનું વિકૃત સ્વરૂપ છે.
મનુવાદ વિષે સેંકડો ભાષ્ય લખાયા છે, પણ એમાના મોટા ભાગના, સામાન્ય માણસને સમજાય એવા નથી. આ લેખમાં મેં રોજીંદા વપરાશના શબ્દોમાં, બહુ ટુંકાણમાં મનુવાદ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
મનુએ મુખ્યત્વ મનુષ્ય જીવનના ત્રણ ક્ષેત્રો વિષે નિયમો બનાવ્યા છે.
(૧) જીવનમાં અલગ અલગ વયે અલગ અલગજવાબદારીઓ અને ફરજો. આને મનુ આશ્રમો કહે છે.
(૨) સમાજમાં અલગ અલગ જુથ માટે અલગ અલગ સામૂહિક જવાબદારીઓ. આને મનુ વર્ણ કહે છે.
(૩) જન્મથી મૃત્યુ સુધીના અલગ અલગતબક્કાઓ માટેની વિધિઓ. આને મનુ સંસ્કાર કહે છે.
હવે આપણે પ્રત્યેક વિભાગ ટુંકમાં સમજવાની કોશીશ કરીએ.
(૧) આશ્રમો
એ સમયે કદાચ માણસ એવરેજ ૧૦૦ વર્ષ જીવતો હશે, એટલે મનુએ ૨૫-૨૫ વર્ષના ચાર આશ્રમો બનાવ્યા છે, પણ ક્યાંયે એવું કહ્યું નથી કે બે-પાંચ વર્ષ આગળ-પાછળ ન કરી શકાય.
આશ્રમોની વાત કરૂં તે પહેલા મનુષ્યજીવનની ચાર મુખ્ય જરૂરીઆતો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઉપર થોડી નજર કરી લઈયે. અહીં ધર્મનો અર્થ હું યોગ્ય વ્યવહાર એવો કરૂં છું. અંગત ફાયદા માટે કોઈને છેતરવું એ ધર્મ વિરૂધ્ધનું કામ કહેવાય. એકબીજા સાથે વ્યવહાર-વિનિમય કરવાનું એક સાધન એટલે અર્થ. તમારા કામના બદલામાં તમને જે વળતર મળે, એમાંથી ખર્ચ કર્યા પછી જે સંચય કરો તે અર્થ. કામ એટલે માત્ર SEX નહીં, પણ જીવનના વિવિધ ક્ષેત્રમાંથીમેળવેલો આનંદ. અને મોક્ષ એટલે મૃત્યુ પછીની પરિસ્થિતિ નહીં, પણ પાછલી વયમાં નિવૃતિ.
હવે આશ્રમની વાત કરીએ.
પહેલા ૨૫ વર્ષને મનુ બ્રહ્મચર્ય આશ્રમ કહે છે. સમય જતાં આને SEX સાથે જોડી દઈને લોકો એનો મૂળ અર્થ જ ભૂલી ગયા છે. આ સમય મનુષ્યે જ્ઞાન પ્રાપ્તિ માટે વાપરવોજોઈયે, જેથી બાકીની પોણી જીંદગી સુખચેનમાંગુજારી શકાય. વિદ્યાભ્યાસ, સમાજ રચના, ધર્મ, કુટુંબ અને જીવનના અન્ય પાસાં સમજવા માટે શરૂઆતની પા જીંદગી વાપરવાની આ વાત છે. આજે લોકો બ્રહ્મચર્યનો અર્થ માત્ર કુંવારા રહેવું, સેક્સથી દૂર રહેવું એટલો જ કરે છે.
ત્યારબાદની પા જીંદગીનેમનુએગ્રહસ્થાશ્રમ નામ આપ્યું છે. આ સમય તમારૂં કુટુંબજીવન છે. તમે અર્થ ઉત્પાદન કરો, લગ્ન કરો, બાળકોને જન્મ આપો અને તમારા માતા-પિતા સહિત તમારી પત્ની અને બાળકોનું ભરણપોષણ કરો અને એમના સર્વાંગી હિતનું ધ્યાન રાખો. સૃષ્ટિના ક્રમને ચાલુ રાખવા આ કાળ સૌથી અગત્યનો છે.
અરધી જીંદગી પૂરી કર્યા પછી વારો આવે વાનપ્રસ્થાશ્રમ. અહીં તમારી પછીની પેઢી તૈયાર થવા આવી હોય તો તમારે તમારી જવાબદારી ધીમે ધીમે નવી પઢીનેસોંપવીજોઈયે. કુટુંબની રોજીંદીમેનેજમેન્ટમાંથી રસ ઓછો કરી, સમાજના કાર્યોમાં સમય આપવો જોઈયે. સમાજ સ્વસ્થ હશે તો જ તમે અને તમારૂં કુટુંબ નિર્ભય રહી જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકશો. વાનપ્રસ્થાશ્રમમાં જંગલમાં જવાની જરૂર નથી, સમાજ જંગલ ન બની જાય એના માટે કામ કરવાની જરૂર છે.
જીવનના અંતિમ તબ્બકાનેમનુએસન્યાશ્રમ નામ આપ્યું છે. તમારે સાધુબાવા થઈ, હિમાલય ચાલ્યા જવાની કોઈ જરૂર નથી. તમારી શારીરિક શક્તિ ઘટી હશે, તમને શાંતિપૂર્વકછેવટનાવરસો પસાર કરવા મંદિરો, ભજન-કીર્તનના કાર્યક્રમો, વાંચનપ્રાવૃતિ વગેરે માટેનો આ સમય છે, જેમાં તમને શ્રમ પડ્યા વગર આનંદમાં સમય પસાર કરવાનું પ્રાવધાન છે.
મનુએ જે કહ્યું છે એને મારી-મચડી એમાંથી ઊંધા અર્થ કાઢીને આપણે મનુવાદનેવખોડિયે તેનો કશો અર્થ નથી.
(૨) વર્ણ
મનુએકલ્પેલી વર્ણ વ્યવસ્થાનોકાળક્રમેઆપ્ણેકચરો કરી નાખ્યો છે, અને એટલે જે ડો.આંબેડકર, કાંશીરામ અને માયાવતીએ પ્રચંડ આંદોલનો દ્વારા મનુવાદનો વિરોધ કર્યો છે. મનુની મૂળ કલ્પનામાં ઊંચનીચ, છૂત-અછૂત વગેરે ક્યાંપણ ન હતા. સ્વાર્થી લોકોએ અને વિજ્ઞસંતોષી લોકોએ આવા વિચારો મનુના નામે ઘૂસાડી દીધા. મનુએક્યાંયેવર્ણો જન્મજાત છે એવું કહ્યું નથી. વર્ણો માત્ર એમના કાર્યક્ષેત્રનું લેબલ જ હતું.
મનુની કલ્પનાના વર્ણો આ પ્રમાણે હતા.
બ્રાહ્મણઃમનુએ જીવનમાં શિક્ષણને સૌથી વધારે મહત્વ આપેલું. બ્રાહ્મણોનું મુખ્ય કામ સમાજને શિક્ષણ આપવાનું, સારા સંસ્કાર ફેલાવવાનું, દયા, ધર્મ, ઈશ્વર ભક્તિ વગેરે સમજાવવાનું હતું. એનો અર્થ એવો ન હતો કે બીજા વર્ણો કરતાં એ ઊંચા લોકો છે. સ્વાર્થી બ્રાહ્મણોએ ખોટા તર્ક કરી સમાજના મોટા પદો કબજે કરી લીધા. ખોટા ક્રિયાકાંડ બનાવી કાઢી ધન કમાવવાનું શરૂ કરી દીધું. શિક્ષા માટે, પૂજાપાઠ માટે દક્ષિણા ઉઘરાવવાનું શરૂ કરી દીધું. કદાચ એ વર્ણના લોકોએ જ છૂત અછૂતનો તર્ક દાખલ કરી દીધો.
ક્ષત્રિયઃ કોઈપણ સમાજ, ગામ કે રાજ્યને હુમલાખોરોથીબચાવવા સશક્ત અને બહાદૂર લોકોની જરૂર પડવાની. ઉપરાંત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવાનું, એના માટે જરૂરી ટેક્ષ વસૂલ કરવાનું, ન્યાય વ્યવસ્થા જાળવવાના વગેરે કામો જે વર્ગ કરે એને ક્ષત્રિય નામ આપવામાં આવ્યું. પ્રજાને આગેવાની આપવા આ વર્ગમાંથી જ રાજાઓ અને સેનાપતિઓની વરણી થતી.
વૈશ્યઃ વેપાર, અન્ન ઉત્પાદન અને વિતરણ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓનુંવિતરણનું કામ કરતા લોકોને વૈશ્ય નામ આપવામાં આવ્યું. હિસાબ-કિતાબમાં કાબેલિયત, સપ્લાય અને ડિમાન્ડની સમજ, વધારાના માલની અન્ય પ્રદેશોમાં નિકાશ, અછતવાળી ચીજોની અન્ય સ્થાનોથી આયાત વગેરે કામો આ વર્ણના લોકોને સોંપવામાં આવ્યું.
શુદ્ર : શુદ્ર શબ્દનો અર્થ ક્યાંયે અછૂત કે હલકી જાત એવું કરવામાં આવ્યું નથી. મોચી, લુહાર, સુથાર, કુંભાર, સફાઈ કામદાર, અને આવા અન્ય નાના નાનાઉત્પાદનના કામો કરતા લોકો લોકોને આ વર્ગમાં મૂકવામાં આવ્યા. આજે આપણે એને Small Scale Industries કહીયેછીયે. લોકો ખુલ્લા ખેતરોમાંહાજતે જતા, તો માથે મેલું ઉપાડવાનો પ્રશ્ન જ ક્યાં હતો. સમાજમાં એક પ્રકારની હૂંસાતુસી અને અદેખાઈ અને વિવાદને લીધે હલકા લોકો અને ઊંચા લોકો એવા નામ આપવામાં આવ્યા. હિંદુ સમાજ છોડીને બીજા કોઈ ધર્મમાં આવું ગાંડપણ દાખલ થયું નથી. હું અમેરિકામાં જોઉં છું કે આપણી હિન્દી ફિલ્મમાં કામ કરતી હીરોઇનોથી પણ રૂપાળી છોકરીઓ અહીં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે, અને છતાં ખૂબ ઊંચા હોદેબેઠેલા લોકો સાથે તેમની દોસ્તી હોય છે.
(૩) સંસ્કાર
મનુએગર્ભધારણનીસંભાવનાથી માંડીને મૃત્યુ સુધીના સોળ સંસ્કારો વર્ણવ્યા છે. આ સંસ્કારોમાં હરેક પ્રસંગે કરવાની વિધિનું વર્ણન છે. તે સમયે લોકોનેએની સમજણ હશે, આજે એની સમજણ અને જરૂર ઓછી થઈ જતાં આમાનાં મોટાભાગના સંસ્કારો બંધ થઈ ગયા છે. લેખ આમ પણ થોડો લાંબો થઈ ગયો છે, એટલે અહીં હું માત્ર સંસ્કારોના નામ અને ક્યારે કરવાના હોય છે, તેનો જ ઉલ્લેખ કરીશ.
[૧] ગર્ભાધાન સંસ્કાર : લગ્ન પછી સારૂં મુહૂર્ત જોઈ આ વિધી કરવામાં આવે છે. આમાં બ્રાહ્મણો અને વડીલો પાસેથી ગર્ભવતી થવા માટે આશીર્વાદ લેવામાં આવે છે.
[૨] પુંસવન : ગર્ભાધાન પછી બીજા કે ત્રીજા મહિને.
[૩] સીમંત : ગર્ભાધાન પછી સાતમે કે આઠમે મહિને
[૪] જાતકર્મ : બાળકના જન્મ પછી બે-ત્રણ દિવસમાં
[૫] નામકરણ: બાળકના જન્મ પછી ૧૩ દિવસ રહીને.
[૬] નિષ્ક્રમણ : બાળકના જન્મ પછી ૪૦ દિવસ રહી પહેલી વાર ઘરની બહાર લઈ જતી વખતે.
[૭] અન્નપ્રસન્ન : બાળકને પહેલીવારરાંધેલો ખોરાક ખવડાવતી વખતે.
[૮] મુંડન : બાળકના પહેલીવાર વાળ કાપતી વખતે
[૯] કર્ણવેધ : બાળક બે-ત્રણ વર્ષનું થાય ત્યારે એના કાન વીંધતી વખતે.
[૧૦] ઉપનયન : ૭-૮ વર્ષની વયે, જ્યારે બાળકને શિક્ષણ માટે ગુરૂકૂળમાંમુકવામાં આવે ત્યારે.
[૧૧] વિદ્યારંભ : બાળક જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે દૂર જતો હોય ત્યારે.
[૧૨] સમાવર્તન : બાળકનું શિક્ષણ પુરૂં થાય ત્યારે.
[૧૩] વિવાહ : લગ્ન
[૧૪] વાનપ્રસ્થ : ૫૦ વર્ષ પછી ગમે ત્યારે
[૧૫] સંન્યાસ : વેપાર ધંધા અને કુટુંબની સારસંભાળમાંથીનિવૃતિ લેતી વખતે
[૧૬] અંત્યેષ્ટિ : મૃત્યુ પછી.
મનુસ્મૃતિ વિષે મારી જીજ્ઞાશાને લીધે મેં એનો થોડો અભ્યાસ કર્યો અને એ જ મિત્રો સાથે વાંટવા કોશિશ કરી છે. આમા જો કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ મારી છે.
– પી. કે. દાવડા
ખુબ સરસ માહિતી
મનુસ્મ્રુતિને થડમાંથી ઉખેડો
હિંદુ સનાતન ધર્મના મુલ્સ્વરૂપ્નુ આન્ક્લન કરી તેમાથી સારા તથ્યો તારવવા જે આજના યુગ સાથે મેળ ખાતા હોય તથા નવા તથ્યો વિચારસરણી જે ધર્મને વધુ મજબૂતી આપતુ હોય તે રીતે નવેસરથી ધર્મગ્રંથ લખાવવો જોઇઍ. તેમા વર્ણવ્ય્વ્સ્થા સદંતર નાબૂદ કરવી જોઇએ. ઊપરાંત, શિખ ધર્મ, જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ ના સારાં તત્વો ને પણ તેમા વણી લેવા જોઇએ. ખોટી માન્યતાઓ, ડર વગેરે ને દૂર કરવાંમાં આવે. જો આ શક્ય ન હોય તો આપણે
સર્વેએ હિન્દુસ્તાન ના ઉજ્જલ ભવિષ્ય માટે sarvsheshtya બૌધ્ધ ધર્મ જે આપણાં દેશની દેન છે, તે સ્વીકારી લેવો જોઇઍ.
મોહનલાલ રાજાભાઈ મકવાણા
Nice explanation of complex terms .
I like to provide here my understanding of the word “Shudra”. Lord Manu had easy time with Brahmin, Kshatriya and Vaishaya, however, when he realized that a lot of other activities, commencing with the planning of the river courses, planning of palaces and temples, civil and municipal supervisors, small industries, animal husbandry and, of course, maintaining the villages and towns clean, tidy and healthy. The word Shudra simply meant any activity other than the three above. There is a Gujarati word ‘Kshudra’ which actually means ‘very small’ or ‘not worth’. I appreciate your article.
દાવડા સાહેબ આપનો ખુબ ખુબ આભાર
Well explained
મનુવાદની સરળ શબ્દોમા બહુ સુન્દર છણાવટ કરી છે. હવે પછી કોઇ લેખમા સોળ સંસ્કારોની વીસ્તૃત ચર્ચા કરશો તો પણ બધાને ઘણુ જાણવા મળશે.
ફુલવતિ શાહ.
આણીઍણ્ટ્–જુનિ વતો ને બહેલવવ નો સો અર્થ્ જમનો બદલતો રહ્યો તેમ મનુ વદ બદ્લવો જોયયે.અજનિ વિસ્મિ સદિમા નવ મનુ નો જનમ થ્વો જોઇયે., નવા ભગવન નો જનમ થવો જોઇયે. કે જેથિ સ્વર્ગ ધર્તિ પર આવે.
ચુથન પિન્જન ઝોદો ને, , ધર્મ ને ઝોદો કોઇક નવુ સર્જન આ કમ્પુતઅર જમામનામા આવે એવિ દિશા નક્કિ થાય તો સારુ
ઘણું જાણવાનું મળ્યું. ખૂબ ખૂબ આભાર.
આપણે કદાચ સોળ સંસ્કારમાંના ઘણાં ભૂલી ગયા હોઇએ તો સંશોધન, આપણા માટે સંસ્કારોને સજીવન કરવા માટે માર્ગદર્શક બની શકે.
બહુ સુંદર લેખ બન્યો છે. હજુ યે વિસ્તૃત બન્યો હોત તોયે વાંચવાનો આનંદ એટલો જ રહેત. બીજા ભાગની ઉત્સુકતાપૂર્વક રાહ જોઉં છું. હરનીશજીની સાથે મને પણ આખા લેખની એક અલગ ફાઇલ મોકલશો.
દાવડાસાહેબ,
ખૂબ જ લાઘવમાં છતાં અત્યંત સમજણ ધરાવતો મનુસ્મૃતિ વિષેનો લેખ આપી ન્યાલ કરી દીધા. હંમેશાં એક પ્રશ્ન સતાવે છે કે — આપણા બધા જ ગ્રંથો આટલા બધા અટપટા અને જનસાધારણને ” ન સમજાય ” તેવા જ કેમ હોય છે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
I had no knowledge of Manu Bhagawan’s precepts on social mores, except having read only in its criticism.
Basics are explained with so much of simplicity. Thanks.
respected Davdaajji,
Small & Sweei I am extremly thankful to you and Akshrnaad Simply learned in simple language.
may i request Aksarnaad to improve the saftwear to write in gujarati becomrs easier .
thanking
ketan
,
ભાઈ શ્રી દાવડા એ સરળ શબ્દોમાં મનુસ્મૃતિ ની સમજણ આપી તદુપરાંત તેઓએ સોળ સંસ્કાર વિષે સંક્ષિપ્ત માં જણાવ્યું તે ગમ્યું. ખરેખર આપણા સમાજે ક્યાંક ભૂલ કરી છે અને ખાસ કરીને આપણા શાશનકારો એ વ્યવસ્થા માટે કરેલા નિયમોનું ઉલંઘન થતી વખતેજ તેને અવગણીને મોટું પાપ કર્યું અને આપણે ભોગવવાનો વારો આવ્યો છે. આજ પણ વોટ બેંક ની રાજનીતિ ચાલુજ છે. રાજકારણીઓ સમાજને હજી પણ ગેર માર્ગે દોરી રહ્યા છે.
“વાનપ્રસ્થાશ્રમ માં જંગલ માં જવાની જરૂર નથી પણ સમાજ જંગલ ન બની જાય એના માટે કાર્ય કરવાની જરૂર છે” તે વાક્ય હ્રદય સ્પર્શ કરી ગયું.
દાવડા સાહેબને અભિનંદન અને આભાર
Laghathhi ane saral shailima vishayne spasht karyo chhe. MANUVAD kahi, upeksha ke utari padavani vrutti mate ek vidheyatmak prayas.
દાવડા સાહેબ બહુ સરસ.આની પીડીએફ મળે ખરી? આપની જિજ્ઞાશાને વંદન. મને ઘણું લાણવા મળ્યું ધન્યવાદ.