શૃંગાર, શૈયા અને શ્યામા.. – કંદર્પ પટેલ 3
શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌદ્ધિક ચર્ચા સંકળાયેલ છે.
શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”