ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ 2


ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,
જોતી રહી બજાર અમે ચાલતા થયાં.

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત,
હરપલ દરેક હાલ અમે ચાલતા થયાં.

ઉલ્લેખ માત્ર થાય ને તોયે નશો રહે,
એ પી લીધી શરાબ અને ચાલતા થયાં.

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી,
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયાં.

કોઈ અજાણી રાત પરિચિત સ્થળે જડી,
ત્યાંથી જડ્યે સવાર અમે ચાલતા થયાં.

આ હાથની લકીર હજી રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયાં

ચર્ચા કશેય પહોંચવાની ક્યાં કરી હતી?
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયાં.

– ધ્રુવ ભટ્ટ

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે’રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.

બિલિપત્ર

એક પળ કે લાખ ચોરાશી જનમની છે શરત,
એ ખબર રાખું ને જીતાયા કરું તો યે ગઝલ.

શબ્દને સાધી શકું એવી ક્ષણે આવી જજે,
એકતારો સાધ સંધાયા કરું તો યે ગઝલ.

– ધ્રુવ ભટ્ટ્


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

2 thoughts on “ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ

 • La' kant, 'KAINK'

  પ્રતિભાવમાન્…..ઃ-.ચલાતાન્ થવુ પડ્શે ત્યારે…”કૈન્
  કરેી શકાશ્ઍ ખરુન્?

  મેં તો બસ ચાલવાનો મનસૂબો કરી ચાલવા માંડ્યું,
  પળપળ પોતાની મેળે પંથ ઊઘડતો,કહેતો:”કઈં કરવું”
  છેવટે કઈં ના બને તો ચાલતાંરે’વું,બસ ગતિમાં રહેવું
  નવું કઈં નઝરે પડશે,મળશે લોક મજાના,મળતારહેવું.
  એમ મળતા મળતા ઊઘડતા રહેવું,હસતાં-રમતાં રહેવું,
  ક્રમ-નિયમ,બદલાવ,કુદરતી છે,અસહજથી અળગા રહેવું.
  કરવાની છે પ્રતીક્ષા માત્ર! ઇન્તેઝાર જેવું કઈં કરતાં રે’વું,
  અહીંથી તહીં,આંટાફેરા,ચકરાવા,ચલકચલાણુંરમતારે’વું.
  ——————————————————————–
  હા, “શબદ્દને સાધવાનુ…..” કરવા જેવુન્….થાય તો કરવુ જ ….
  લા’કાન્ત્…..”કૈન્ક્ “—ThanQ! Congrats…