શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast) 6

વિચારપ્રેરક અને ચોટદાર, પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ દવે દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. આ ભક્તિ રચના હકીકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરાઈ છે. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ – ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે. અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.

[audio:http://aksharnaad.com/images/idpd/Shyam%20tame%20aavo.mp3]

શ્યામ તમે આવો શમણામાં, (૨)
રાધાના શ્યામ તમે, ક્યાં રે ખોવાણા..! (૨)
તમે આવો, શ્યામ આવો,
શ્યામ તમે આવો શમણામાં. (૨)

મથુરાની વાટે બેઠી ગોપીઓ રોવે
કલકલ યમુનાના નીર પણ રોવે,
કદંબના વૃક્ષ રોવે,
ભોજલતાઓ રોવે

ગોકુળની આ ગાયો રોવે,
જશોદા રોવે, રાધા રોવે
બાંવરી પગલી ભયી રે…
તમે આવો, શ્યામ આવો,
શ્યામ તમે આવો શમણામાં. (૨)

ઇત ઉત રાધા બાંવરી રોવે,
ઇક ઇક જનસે શ્યામ કો પૂછે
કહાં હૈ મેરો શ્યામ
શ્યામ… શ્યામ… શ્યામ
અરે બાંવરી, તેરા શ્યામ તો તેરે હ્રદયમેં બસા હૈ

મને છેડોના ઓ રે ગિરધારી,
દેખો રોવેગી તોરી રાધા રાની
બૈયાં પકડોના છોડો ગિરધારી,
દેખો રોવેગી તોરી રાધા રાની.

સાંજ સકારે જમુના કિનારે
ઠિઠોલી કરત હૈ તોરે સખા રે,
તું હી છેડે હૈ મોહે જાની જાની,
દેખો રોવેગી તોરી રાધા રાની.

બૈયાં પકડોના છોડો ગિરધારી,
દેખો રોવેગી તોરી રાધા રાની (૨)

પનિયા ભરન કો જાઉં કહાં રે,
નટવર ફોડે હૈ ગગરી હમારી
મેં તો હુઇ રે શરમ સે પાની પાની,
દેખો રોવેગી તોરી રાધા રાની.

Advertisement

બૈયાં પકડોના છોડો ગિરધારી,
દેખો રોવેગી તોરી રાધા રાની (૨)

– માર્કંડ દવે.

વિચારપ્રેરક અને ચોટદાર, પ્રસંગોચિત બ્લોગપોસ્ટ – ઇમેલ માટે આપણા સૌના માનીતા એવા માર્કંડભાઈ દવે દ્વારા લખાયેલી ‘રાધાશ્યામ’ એ શિર્ષકની રચના તેમના દ્વારા જ સ્વરબદ્ધ તથા સંગીતબદ્ધ કરાઈ છે. આ ભક્તિ રચના હકીકતમાં કોઈપણ શાળા અથવા સોસાયટીના કાર્યક્રમમાં ભજવી શકાય તે માટે “રાધાકૃષ્ણ નૃત્યનાટિકા” તૈયાર કરાઈ છે. અગાઉ આ બૅલે બાળકો દ્વારા ભજવાયેલ પણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારબાદ જશોદા મૈયા – રાધા – ગાયો તથા ગોપ – ગોપીના વિરહભાવનું આ ગીતમાં વર્ણન છે. અક્ષરનાદ તથા સર્વે ભાવકો સાથે આ ગીત વહેંચવા બદલ માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.

આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શ્યામ તમે આવો શમણાંમાં – માર્કંડ દવે (Audiocast)