મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણી 11


ભારતે પાકિસ્તાનની સામે શાનદાર પ્રદર્શન કરીને મેચ જીત્યા પછી મહુવામાં જલસાઓને લીધે શોરબકોર ખૂબ વધી ગયો. મહુવાના હાર્દ સમા વિસ્તાર એવા ગાંધીબાગની પાસે જ મારું ઘર હોવાથી મેચ પછીના પ્રેઝન્ટેશન વખતે ટીવીનો અવાજ પણ ન સંભળાય એટલી હદે મોટરબાઈક્સના હોર્ન, ફટાકડાના અવાજો અને લોકોની “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” સંભળાઈ. હું પણ એ જલસામાં જોડાવા ત્યાં પહોંચ્યો. લોકલ ટીવી ચેનલોના કેમેરામેન અને સભ્યો માઈક લઈને બધાને “તમારે શું કહેવું છે” પૂછતા ફરી રહ્યાં હતાં. મેં એમને કહ્યું, “આજે ઉજવણીનો ઉત્સવ છે, પ્રશ્નોત્તરીનો નહીં.” લગભગ ૫૦૦ થી ૭૦૦ જેટલા લોકો એક સાથે ખૂબ જ જોશ અને ઉત્સાહથી જે રીતે આ વિજયને ઉજવી રહ્યાં હતાં, ફટાકડા ફોડી રહ્યા હતાં, નાચતા હતા, બૂમો પાડતા હતા એ જોઈને ખરેખર થાય કે પાકિસ્તાન સામેની મેચ જીત્યા પછી જ આપણને ભારતીયતાનો સાચો અર્થ, સાચું સ્વરૂપ પ્રત્યક્ષ જોવા મળે. કાશ ! આ ભારતીયતા અને જાગૃતિ સામાન્ય દિવસોમાં પણ જળવાઈ રહે. પોલીસની ત્રણ ગાડીઓ ખડેપગે ત્યાં ઉભી હતી, પણ સમ ખાવા પૂરતુંય પોલીસોએ આ બાબતમાં કોઈને હેરાન કર્યા નથી, ઉલટું એ લોકો પણ આ ઉજાણીનો એક ભાગ બની રહ્યાં, સ્મિત આપી ઉભા રહેલા તેમને જોઈને પણ ઘણાંયનો બાકી રહેલ ખચકાટ નીકળી ગયો. એક અદના મહુવાવાસીની માફક મેં પણ મિત્રો સાથે “મસાલા સોડા” પીધી.

જો કે, આવા પ્રસંગોએ ઉજવણી માટેનું મારુ સૌથી વધુ પસંદગીનું સ્થળ છે વડોદરાના ફતેહગંજ વિસ્તારના સેફ્રોન કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પાસેના ખૂણાની પાર્ક કરેલા બાઈક્સ ઉપરની બેઠક, એ જગ્યાએ અનેક ઉજાણી મિત્રો સાથે કરી છે, કારણ વગર પણ ત્યાં કલાકો વિતાવ્યા છે. એ જગ્યાની ખોટ મેં આજે ઘણી અનુભવી, પણ મહુવામાં બૂમો પાડવાની, નાચવાની અને ફટાકડા ફોડવાની મજા રાત્રે ૧૨ વાગ્યા સુધી માણી. જીવનમાં આવા પ્રસંગો યાદગાર બની રહે છે, આશા છે કે આવી વધુ ઉજાણી કરવાનો અવસર શનિવારે પણ મળે જ્યારે ભારત શ્રીલંકાને હરાવી વિશ્વકપ પર ફરીથી કબજો કરવા સ્પર્ધામાં ઉતરશે. આ વિચારો સાથે પ્રસ્તુત છે મહુવાની ઉજાણીના કેટલાક ફોટાઓ. જો કે આ મેચ સાથે સાથે સૌથી વધુ રસપ્રદ રહી ટ્વિટરસફર, કેટલાક શાનદાર / મજેદાર ટ્વિટ્સ પણ માણવા મળ્યા.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણી

 • kapil dave

  વાહ મહુવા વિશે જાણીને ખુબજ આંનદ થયો….
  હું પણ મહુવાનો છું…..
  પણ એ જીત ની ઉજાણી મે દુબઈ માં કરી હતી…
  દુબઈ મીના બજારમાં પણ આવોજ માહોલ હતો ત્યાંની પોલીસે ૩ કલાક માટે છુટ આપી હતી….

 • JATIN BHATT

  આપે ભારત /પાકીસ્તન મેચ જીતયા ની ઊજવણી વીશે લ્ખ્યુ પણ તમે ભદ્રોડ જાપે મુસલિમભાઈઑ એ ઇંન્ડીયા જીત્યા ની ઊજવાણી બેંન્ડ વાજા વગડી ને ઊજવેલૉ અને ઇંન્ડીયા જીંદાબાદ ના નારા પણ લાગાવેલા, પાહેલા ના વખત મા જો ઇંન્ડીયા જીત્યા તો પણ ભદ્રોડ જાપે વાતવરણ તંગ રહતુ હતુ આ એક મહુવા મા નવુ પરિવતન છે

 • Raj Parikh

  Jigneshbhai, nice to got appricaiton from Aksharnaad for Sports also. u had proved that Aksharnaad site is the website where sports is also a part of art and the combination of arts and sports will put all colours to the Aksharnaad.com in future also.

  Lovely….

 • જયેન્દ્ર ઠાકર

  મેચ જિતાણી મોહાલીમાં અને તેનો રંગ ગયો ગુજરાતરે…….અક્ષરનાદને પણ ક્રિકેટેનો નાદ છે તે જોય આનંદ થયો. This match was a CUP within the CUP! All the best for the final on Saturday.
  From USA

 • Ankita Solanki

  કઈ વાંધો નહી અધ્યારુ ભાઈ તમારી એ ઈચ્છા અમે પૂરી કરી દીધી, ગઈકાલે બરોડા ના ફતેગંજ વિસ્તાર ના સેફ્રોન ટાવર પાસે તમે જે જગ્યા દર્શાવી છે ત્યાં બેસી ને અમે ખુબ ધમાલ કરી કોલેજ મિત્રો સાથે, ગઈકાલે ની મેચ નું તો એવું છે કે બસ કહી સકાય એમ જ નથી. બસ ઈશ્વર ને પ્રાથના કરીશ કે ટીમ ઇન્ડિયા ૧૯૮૩ નું પુનરાવર્તન કરીને દેશ ને ગર્વ અપાવે. દે ઘુમા કે …

 • PRAFUL SHAH

  THIS IS A SEMI-FINAL BUT IT IS MORE IMPORTANT THAN FINAL AS IT WAS BETWEEN INDIA AND PAKISTAN. THE WHOLE NATION CELEBRATED IT AT MID-NIGHT,JUST THE SAME WAY IT WAS CELEBRATED ON 15TH AUGUST 1947, I AS YOUNG OF 24 YEARS.ENJOYED THAT DAY AND TO-DAY AT 88 YRS WITH SAME SPIRIT IN USA. INDIA IS INDIA. I LOVE MY INDIA..BHARAT MERA MAHAN. WE WELCOME PAKISTAN TO PLAY IN OUR COUNTRY AND ITS PRIME MINISTER TO WITNESS. WELL BEHAVED BOTH. HOPE ONE DAY THE WALLS BETWEEN PAKISTAN-INDIA-BANGLADESH WILL BE OUT OF ORDER JUST LIKE EAST AND WEST GERMANY. GOD BLESS GREATER INDIA.LEAVE AND LET LEAVE FOR SAKE OF GOD AND ITS WORLD.