‘કઈંક ઢીંચાક’ – એક સંગીતમય અવસરમાં જોડાવાનું આમંત્રણ… 1


અવસર પરિવાર તે ગુજરાતી સંગીત, સાહીત્ય અને ગુજરાતી હોવાપણાનો મંચ છે. એક એવું ગ્રૂપ કે જેનો મુળ હેતુ માત્ર ‘મોજ’ કરવાનો છે. ગુજરાતી સાહીત્ય તથા ગુજરાતી સુગમ સંગીતની મોજ; અવસરની બેઠકોમાં સંગીતમાં રુચિ ધરાવનારા તમામ મિત્રો સાથે મળીને મઝા માણે છે. આપ પણ અવસરમાં જોડાઇ શકો છો. અહીં જોડાવા માટે કોઇ પણ પ્રકારની ફી કે નાણાંકીય યોગદાનની જરૂર નથી. અવસરની ફી માત્ર એ જ છે કે મોજ કરો અને કરાવો.

જો આપ એક ગાયક, કવિ, વાદક, કોમ્પોસર કે ગુજરાતી સંગીતનાં શોખીન છો તો અવસર આપનો પરિવાર છે. કોઈ પણ પ્રકારનાં આર્થિક લાભાલાભ વિના ફક્ત નિજાનંદ માટે ભેગા મળતાં સંગીત રસિયાઓનું આ ગ્રુપ અમદાવાદથી શરૂ થઇ હવે સંસ્કારી નગરી વડોદરા સુધી વિસ્તર્યું છે.

“અવસર” ગુજરાતી સુગમસંગીતથી મઢેલું પોતાનું પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) “કઈંક ઢીંચાક” બહાર પાડવા જઈ રહ્યું છે. તો જે કોઈ કવિ મિત્ર આ અનેરા પ્રયત્નનો ભાગ બનવા ઇચ્છતા હોય તેમણે પોતાની છંદોબદ્ધ રચનાઓ સત્વરે avsarpoetries@gmail.com ઉપર મોકલી આપવા વિનંતી.

આલ્બમની રચનાઓની પસંદગી માટે “અવસર પરિવાર”ની સંગીત ટીમનો નિર્ણય આખરી રહેશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો – www.avsarparivar.com
avsarparivar@gmail.com

તાહા મન્સૂરીઃ
૯૯૨૪૬ ૨૩૨૪૯ (સાંજે ૭:૦૦ થી સવારે ૧૦:૦૦ ની વચ્ચે)

કાંક્ષિત મુનશી
98795 42505


આપનો પ્રતિભાવ આપો....

One thought on “‘કઈંક ઢીંચાક’ – એક સંગીતમય અવસરમાં જોડાવાનું આમંત્રણ…