ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૧ 58


“भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा”

સંસ્કૃત અને સંસ્કૃતિ એ ભારતીય પ્રતિષ્ઠાના આધરસ્તંભ છે. આપણે આપણી સંસ્કૃતિનો આદર કરીએ છીએ તેમજ તેનુ જતન પણ કરીએ છીએ, સંસ્કૃતભાષા પ્રત્યેનો પ્રેમ આપણા હ્રદયમા અનન્ય સ્થાન ધરાવે છે. સંસ્કૃતમા ઉચ્ચરિત થતા મંત્રો આપણા સૌના માનસીક સંવેદનને આકર્ષે છે તેમજ હ્રદયને શાન્તિ અર્પે છે. સંસ્કૃતમાં પારંપરિક રાગ – ઢાળ સાથે ગવાતા શ્લોકો મનને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. વ્યાસ, ભાસ કે કાલિદાસ રચિત ગ્રંથો, મહાકાવ્યો કે નાટકો પ્રત્યે આપણે ખૂબજ આદર ધરાવીએ છીએ. આપણું બાળક હજુ તો પોતાનું નામ પણ બરાબર બોલતા ના શીખ્યું હોય ત્યાર થી આપણે “त्वमेव माता च पिता त्वमेव…” શીખવવાનું શરૂ કરી દઇએ છીએ. સંસ્કૃતભાષા એ આપણી ભાષા છે, તેના પ્રત્યેનો પ્રેમ આપણને તે પ્રત્યે સદાય આકર્ષે છે. સંસ્કૃત આર્યભાષા, દેવભાષા, ગિર્વાણભાષા તરીકે ઓળખાય છે, સંસ્કૃત અનેક ભાષાઓની જનની પણ ગણાય છે. અક્ષરનાદ પર “ચાલો સંસ્કૃત શીખીએ…” એ શૃંખલા શરૂ કરવાની યોજના ઘણાં વખતથી હતી, પરંતુ અમુક કારણોસર એ ઠેલાતું રહ્યું. અંતે આજની રળીયામણી ઘડીથી એ શરૂ કરાઈ રહ્યું છે. આશા છે આ લાંબી શૃંખલાને અંતે ગીતા, રામાયણ કે મહાભારત વાંચી તેના અર્થ સંસ્કૃતમાંથી સ્વયં સમજી શકે.

આ શૃંખલા લાંબી થવાની છે એ ચોક્કસ, કારણકે તેનું ક્ષેત્ર વિશાળ છે, એક આખી ભાષા શીખવાનો અને એ પ્રક્રિયા વહેંચવાનો પ્રયત્ન કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અનેક મિત્રોની સહાયની જરૂર પડવાની. સંસ્કૃતમાં પી. એચ.ડી.ની પદવી માટે અભ્યાસ કરી રહેલા અને વડોદરાની દિલ્હી પબ્લિક સ્કૂલમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી શૌનકભાઈ જોશી એ આ શૃંખલામાં માર્ગદર્શન આપવા અને એ માટે પધ્ધતિસર માર્ગદર્શિકા તથા લેખો બનાવી આપવાનું કાર્ય સહર્ષ સ્વીકાર્યું છે તે ઘણા અહોભાવ અને આનંદની વાત છે, અક્ષરનાદ તથા સર્વે વાંચકમિત્રો તરફથી આ શિક્ષણસરિતા માટે ગુરુભાવે તેમનો ખૂબ આભાર.

સંસ્કૃતભાષા જેટલી વૈજ્ઞાનિક છે તેટલીજ સરળ પણ છે, સાહિત્યિક છે તેટલીજ મધુર પણ છે. આપણે સૌ સંસ્કૃતભાષા ને વ્યવહારિક ભાષા બનાવીએ……………

ચાલો સંસ્કૃત શીખીએ…………..

તો આજે શરુઆત “स्व परिचय” થી કરીએ………

પ્રથમ વાંચીને અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.

• अहं शौनकः अस्मि ।
• मम नाम शौनकः अस्ति ।
• अहं शिक्षकः अस्मि ।
• मम पितुः/जनकस्य नाम शैलेषः अस्ति।
• मम मातुः/जनन्याः नाम ज्योत्सना अस्ति।
• मम भ्रातुः नाम हार्दिकः अस्ति।
• मम भगिन्याः नाम बिन्दिया अस्ति।
• मम नगरस्य नाम नदियाद अस्ति।
• मम राज्यस्य नाम गुजरात अस्ति।
• मम देशस्य नाम भारतः अस्ति।

સહાયક કોષ્ઠક

कर्ता / सर्वनाम / संज्ञा –
अहम् (હું),
शिक्षकः (શિક્ષક)

सम्बन्ध –
मम (મારુ,મારા,મારી….)
पितुः/जनकस्य (પિતાનું)
मातुः/जनन्याः(માતાનું)
भ्रातुः(ભાઇનું)
भगिन्याः(બહેનનું)
नगरस्य(શહેરનું)
राज्यस्य(રાજ્યનું)
देशस्य(દેશનું)

क्रिया –
अस्मि (છું),
अस्ति (છે)

નોંધઃ કોઇ પણ અકારાન્ત શબ્દ ને “સ્ય” પ્રત્યય લગાડવાથી તે સંબંધ દર્શાવે છે. જેમ કે, नगर- नगरस्य, राज्य- राज्यस्य, देश- देशस्य

આપણે સૌ પોતાનો પરિચય સંસ્કૃત મા આપીશું ? સંસ્કૃતમાં ટાઇપ કરવા અક્ષરનાદ પરના શ્રી વિશાલભાઇ મોણપરાના ટાઇપપેડનો ઉપયોગ કરી શકો છો.


આપનો પ્રતિભાવ આપો....

58 thoughts on “ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૧

    • Sanjay Ravji gala

      હું સંજયભાઈ ગાલા મને સંસ્કુત શીખવું છે તો આ એપ્લિકેશન થી. હું શીખીશ

  • Paresh Patel

    अहं प्रसन्नोस्मि अयं संस्कृत पाठान् प्रयासः दृष्ट्वा।
    अयं link अस्ति मम मित्रेण प्रेषितम्।
    एतेषु दिनेषु संस्कृत प्रचार प्रशारः बहु प्रचलति मीडिया द्वारा अपि,
    संस्कृतभारती बहु सम्यक् कार्यं करोति न केवलं देशे, विदेशे अपि बहु प्रभावः अस्ति तस्य।
    सर्व भाषानां जननी संस्कृत भाषायाः कार्याय बहु अभिनंदनानि।
    … परेश पटेल, मुम्बई

  • DILIPKUMAR JAGANNATH RAUT

    મને સંસ્કૃત શીખવાની ઘણી ઈચ્છા હતી પરંતુ નોકરી ની સાથે સંસ્કૃત શીખવાનો કોઈ મેળ પડતો ન હતો।
    આજે ગૂગલ પર ગુજરાતી સાહિત્ય સર્ચ કરતા આ પેજ પર આવી પહોંચ્યો। આજે હું ખુબજ ખુશ છું। વર્ષોનો સંસ્કૃત શીખવાની ઈચ્છા હવે પુરી થશે એવું લાગેછે।
    ધન્યવાદ “અક્ષરનાદ” અને શ્રીમાન શૌનક્ભાઈ જોશી। ..

  • Pooja

    मुझे संस्कृत सीखने का बहुत शौक है आपकी साइट देख कर बहुत खुशी हुई

  • Ansuya Dessai

    દેવ ભાષા શીખવવા માટે નું સરસ પ્રશંશાપાત્ર કાર્ય

  • डॉ॰ निशीथ ध्रुव

    आखुं लखाण कॉपी पेइस्ट थतुं नथी. जो तैयार लखाण मारा इ-मेइल पर मोकली आपी शको तो आखुं नवेसरथी लखवानी झंझट मटी जाय.

  • डॉ॰ निशीथ ध्रुव

    उत्तम प्रयास. पण गुजराती तथा संस्कृत बन्ने लखाणोमां जोडणीनी असंख्य भूलो देखाय छे. अवश्य सुधारी लेवा विनन्ति. एक एक प्रकरण मारी नजरे चडेली भूलो मुजब सुधारीने मोकली आपुं? योग्य लागे तो जणावजो. शुभाशय छे, कोई उतारी पाडवानो इरादो नथी. अनुमति आपशो तो मोकलीश.

  • kishore patel

    अहम् नाम किशोर पटेल अस्ति.
    Jigneshbhai, I am very happy to see that you have started this series to teach Sanskrit. A big Thank you to you as well as to Shaunakbhai Joshi.

  • Hasit Adhvaryu

    ખુબ જ સરસ, બાળપનથિ જ આ દેવભાશા શિખવાનુ ખુબ જ મન હતુ. ખુબ ખુબ આભાર………

  • dushyant dalal

    શ્રેી શૌનક્ભાઇ નો પ્રયાસ પ્રસશ નિય અને અદ્ ભુત્ છે.

    દુશ્યન્ત દલાલ્
    વડૌદરા

  • VALLABHDAS RAICHURA

    ઘણુ જ સુન્દર કામ તમે હાથ ધર્યુ ચ્હે આપશ્રેીએ. અને અમે આપના રુણેી સદાય માટે રહેીશુ.

    મામા માટે ” માતુલ” એવો શબ્દ સન્સ્ક્રુતમા હશે એમ માનુ ચ્હુ પણ મામી (મામાની પત્ની) માટે શુ શબ્દચ્હે તે ક્રુપા કરેીને જણાવશો અને અાભારેી કરશો એ વિનન્તિ કરુ ચ્હુ.

    દા. વલ્લભદાસ રાયચુરા

    નોર્થ પટોમેક્
    મેરિલેન્ડ્
    (યુ. એસ્. એ.)

    લ.તા. જાન્યુઅરેી ૨૯, ૨૦૧૫.

  • kartik gabani

    નમસ્કાર્ શૌનક સર ,
    મારુ નામ કર્તિક ગાબાણી છે.વ્યવ્સાય થી હુ કોસ્ટ ઍકઉન્ટન્ટ છુ. અને સન્સ્ક્રુત શિખવુ એ મારો માત્ર શોખ જ નહિ પણ પ્રેમ પણ છે. તેથી મને આપના શિશ્ય તરિકે સ્વિકારવા નમ્ર નિવેદન છે.

    આભાર સહ્
    કર્તિક ગાબાણી.

  • Chiman N Antala

    Shaunakbhai,
    Bravo !!!
    I am from the States, and I like your simple approach for THIS GREAT LANGUAGE OF ALL LANGUAGES. I learned SANSKRIT in high school @ 3 years. It was my favorite subject and still it is. Only drawback was and is, is due to busy life style that keeps many things you like, and want to do something @ that, can not do. Pease keep doing this GOOD AND NOBLE work to REVIVE THIS GREAT LANGAUGE, like Jews did and revived their HEBREW. Why our countryman do not show respect to this GREAT VEDIC LANGAUGE ? Congrat. To you again and again.

  • Rajesh Bhat

    The responses (both numbers & emotions) show that Sanskrit is not only popular but also close to the heart of Indians. And why shpuld it not be? It is the mother of all (or most) Indian languages. It is even stategically important to teach Sanskrit. However, sadly, our policy makers are insensitive about this and have uprooted the mother of all languages from schools and colleges. We must also start a campaign to save Sanskrit. Thanks for your Herculean task to teach Sanskrit.

  • Dilip A Shah

    Yor are doing a great service to Gujarat and its community.Please keep it up.
    Ilove to write in Gujarati but experienced some difficulty and hence my respoonse in English.
    All the Best

  • Abhishek Kamdar

    Awesome is the word.

    અહમ અભિષેક કામદાર અસ્મિ.
    મમ નામ અભિષેક અસ્તિ.
    મમ જનકસ્ય નામ અશોકભાઈ અસ્તિ.
    મમ જનન્યા નામ ઉષાબેન અસ્તિ.
    મમ નગરસ્ય નામ મુમ્બઇ અસ્તિ.

  • Pranav Sheth from Saudi Arabia

    Sanskrit is the only logical language in the world and mother of languages! To use Sanskrit will increase memory power, concentration and creativity! It’s only divine language of Indian great heritage. Your work cannot be appreciated by words! Many congrats! Keep it up!

  • Dharmeshkumar R Prajapati

    આપણી સંસ્કૃતિના મહાન આદર્શોના સોપાન પર ચલાવી આપણી મૂળભૂત ભાષાના સંસ્કૃતમંદિરના ગર્ભાગારમા ભારતીઓને લઈ જવાના આ મહાન પ્રયાસમાં સંડોવાયેલા સર્વને અભિનંદન ! આચારસંહિતાને પાને પૂરાતી આ સંસ્કૃત આદર્શોની રંગોળીને અંતરથી આવકારીએ.

  • Mukti

    अहं मुक्ति अस्मि ।
    मम नाम मुक्ति अस्ति ।
    अहं प्रोफेसर अस्मि ।
    मम जनक्स्य नाम भरतभाइ अस्ति ।
    मम मातुः/जनन्या नाम दक्षा अस्ति ।
    [I have no siblings…now i dont know how to say this 🙁 ]
    मम नगरस्य नाम नवसारी अस्ति ।
    मम राज्यस्य नाम गुजरात अस्ति ।
    मम देशस्य नाम भारतः अस्ति ।

  • sur

    Thank you !, infect I was searching for some sites to learn Sanskrit, there are many, basically design to teach western individual in mind. None had the touch of, or feeling of ‘this is mine’. and I was mentally preparing to drop the idea and here is your first lesson – like a God send – thanks once again. and thanks to all the individual involved in doing this great job. Once again thanks and all the best for marathon task
    with love and regards

    Sur

  • AksharNaad.com Post author

    નેધરલેન્ડ્સથી શ્રી ચંદ્રકાંતભાઈએ ઈ-મેલ મારફત મોકલેલ પ્રતિભાવ.

    • अहं चंद्रकान्त: अस्मि ।
    • मम नाम चंद्रकान्त: अस्ति ।
    • अहं (प्रवरत) निवरत: अस्मि ।
    • मम पितुः/जनकस्य नाम सवजी: अस्ति।
    • मम मातुः/जनन्याः नाम दूधि: अस्ति।
    • मम भ्रातुः नाम मणिलाल: अस्ति।
    • मम भगिन्याः नाम लीलावंती: अस्ति।
    • मम नगरस्य नाम नेयमेगन: अस्ति।
    • मम राज्यस्य नाम खेलडरलान्ड: अस्ति।
    • मम देशस्य नाम नेधरलेन्डस: अस्ति।

    चांदसूरज
    नेधरलेन्डस

    • Rameshchandra Joshi

      શૌનકભાઈ, નૈમિષારણ્ય છોડીને આ વેબસાઈટના જંગલમા અમારા જેવા મુમુક્ષોને દેવભાષા શિખવવા પધાર્યા તે માટે હું આપનો ખુબ ખુબ આભર માનુ છુ. જિગ્નેશભાઈને પણ ધન્યવાદ મને ૬૬ વર્ષ ની વયે સંસ્ક્રુત શિખવાની તક મળી.

  • Atul Jani (Agantuk)

    • अहं अतुल: अस्मि ।
    • मम नाम अतुल: अस्ति ।
    • अहं सोफ्टवेर एंजिनियर: अस्मि ।
    • मम पितुः/जनकस्य नाम नटवर: अस्ति।
    • मम मातुः/जनन्याः नाम ईन्दु अस्ति।
    • मम भगिन्याः नाम हेमा अस्ति।
    • मम नगरस्य नाम भावनगर अस्ति।
    • मम राज्यस्य नाम गुजरात अस्ति।
    • मम देशस्य नाम भारतः अस्ति।

  • Devendra Mishra

    Its really a fentastic work wich is going on this website. For this I would like to thank to Mr. JigneshBhai & special Thanks to Mr. Shounak Joshi who is spending his time for this great work. I also thanks to all the reader’s by which they are on the way to learn the most scientific language in world.
    thank You
    thanks to u all.

  • kiran mehta

    જિગ્નેશભાઈ, તમારા પ્રયત્નને બિરદાવુ છુ. વર્ષો પહેલા સ્કુલમા સન્સ્ક્રુત શીખી હતી, ત્યાર પછી ભુલાઈ ગયુ હતુ તે તમારા પ્રયત્નોથી વાગોળી શકીશ. ખુબ ખુબ આભાર……….

  • shirish dave

    ” मम मातुः/जनन्याः नाम ज्योत्सना अस्ति।”
    It is not “ज्योत्सना” it is “ज्योत्स्ना” i.e. jyotsna
    Please correct.

  • રૂપેન પટેલ

    જીગ્નેશભાઈ સંસ્કૃત ભાષા જાણવાથી શ્લોક વધુ ગહન રીતે સમજવામાં મદદરૂપ બનશે . હવે કેટલાંક બ્લોગર સંસ્કૃત ભાષામાં બ્લોગ પણ લખે છે .સરસ સંસ્કૃત ભાષા આવા પ્રયાસો થી જીવંત બની રહેશે તેની ખાતરી છે .

  • himanshu patel

    સંસ્કૃત અને સંસ્કૃતિ એ ભારતીય ડાયાસ્પોરાનુ ઓળખ વિધાન છે.આ લેખમાળા ખૂબ ઉપયોગી નીવડશે તે અપેક્ષા.

  • PH Bharadia

    પિય શૌનક,

    સંસ્ક્રુત શિખવાનો આ પ્રયોગ તમે યોજીને આપણી ‘ સન્સ્કારી’ ભાષાને ઉત્તેન્જન મળશે,જે લોકો
    ઉત્સુક હશે તેમેને પણ સંસ્ક્રુતના પ્રાથમિક શિક્ષણની જાણ થશે. આ યોજના ઘણી આવકારદાયકા છે.

  • ચાંદસૂરજ

    આપણી સંસ્કૃતિના મહાન આદર્શોના સોપાન ચડાવી ભારતીયોને સંસ્કૃતમંદિરના ગર્ભાગારમાં દોરી જવાનો આપ સૌનો આ મહાન ફાળો આપણી આચારસંહિતાની સંસ્કારિતાના રંગો પૂરે છે ત્યારે એના ઘડતરના સૌ શિલ્પીઓને અભિનંદન ! આપ સૌ સંસ્કૃતિની પાલખીને ઉપાડનારા કહારોનો અંતરથી આભાર કે એને ઘેર ઘેર લઈ જવાનો આપનો પ્રયાસ છે ! મંગલ કામનાઓ અને શુભ ભાવનાઓ સદાય આવા યજ્ઞોમાં સાથે જ હોય છે ! આભાર.

  • ચાંદસૂરજ

    આપણી સંસ્કૃતિના મહાન આદર્શોના સોપાન પર ચલાવી આપણી મૂળભૂત ભાષાના સંસ્કૃતમંદિરના ગર્ભાગારમા ભારતીઓને લઈ જવાના આ મહાન પ્રયાસમાં સંડોવાયેલા સર્વને અભિનંદન ! આચારસંહિતાને પાને પૂરાતી આ સંસ્કૃત આદર્શોની રંગોળીને અંતરથી આવકારીએ.

  • SANJAY C SONDAGAR

    હર્દિક અભિનન્દ શોનક ભાઈ, ખુબ સરસ પર્યોગ , સસ્ક્રુત ભાષા શીખવાથી
    હવે ગીતા ,રામયણ , મહાભારત વાચવાની મજા આવશે ને આનન્દ પણ થશે કેમ ક હવે તેનો અર્થ પણ સમજાશે.

  • Nikhil N. Trivedi

    સંસ્ક્રુત ના શિક્ષણની અત્યંત જરુર હોવાથી આપના પ્રયોગને પ્રેમ પુર્વક આવકારું છું.

  • hardik

    જીગ્નેશભાઇ…
    સંસ્ક્રુતીનુ જતન અને માવજતની વાતો કરવાવાળા લોકોની આપણા દેશમા કોઇજ અછત નથી…પણ આ રીતે ચરીતાર્થ કરવાવાળા બહુ ઑછા હોય છે.
    તમારા અને સૌનક માંટે શુ લખુ તે વિચારતો હતો અને મનમા શબ્દો સરી પડ્યા….

    “હશે ઘણૂ બધુ જગતમા પણ ઍમા મારો ફાળો શુ?
    જો ન થાય મનમા આવુ તો જીવવાનો અર્થ શુ?””

    વ્હાલ અને વંદન
    હાર્દિક

  • PRAFUL SHAH

    I SALUTE YOU AND ALL WHO ARE HELPING YOU TO START THIS GIGENTIC WORK ,MAKING EASY TO LEARN.
    YOU ALL ARE DOING GREAT WORK FOR UP-KEEPING OF SANSKRUTI AND SANSKAR, NOT ONLY, BUT WILL REVIVE AND
    OPEN THE KNOWLEDGE DOORS OF OUR GREAT PAST AND NEW GENERATION CAN ENJOY THE BEAUTY OF SANSKRIT AND ALL THAT ARE GOING TO BE LOST. CONGRATULATIONS. I VALUE YOUR EFFORTS,AND ENJOY EVERY DAY, MEANWHILE THANKING YOU ALL PRAFUL SHAH