ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ 2
શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે’રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.