પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે 1


નવો રસ્તો શોધનારા શ્રી પ્રદીપ કુમાર દાશ ‘દીપક’ હાઈકુના પ્રકારોની શોધમાં રેંગા કાવ્યના સંપર્કમાં આવ્યા અને જાપાનથી તેને ભારતના હિન્દી સાહિત્યમાં લઇ આવ્યા. હિન્દીમાં તેમને પોતાના વોટ્સએપ ગ્રુપના હાઈકુ કવિઓને શ્રુંખલા સ્વરૂપની આ કવિતાઓ લખાવી અને તેમને સંપાદિત કરીને હિન્દી કાવ્ય જગત સમક્ષ પીરસી. નામ આપ્યું ‘કસ્તૂરી કિ તલાશ’. હિન્દી કાવ્ય વિશ્વને તેમનો આ પ્રયત્ન એક અનુપમ ઉપહાર છે.

દીપકજીએ પુસ્તકની પોતાની પ્રસ્તાવનામાં જાપાની કાવ્ય પ્રકાર, ‘રેંગા’ નો સુગમ પરિચય કરાવ્યો છે. તેની વિગતમાં જવાની જરૂર નથી. ટૂંકમાં કહીએ તો રેંગા એક એકત્રિત કરેલ શ્રુંખલાબદ્ધ કાવ્ય છે. આ બે કે બેથી વધારે સહયોગી કવિઓ દ્વારા રચાયેલી એક કવિતા છે. રેંગા કવિતામાં જે રીતે બે અથવા બેથી વધારે સહયોગી કવિ હોય છે તે જ રીતે તેમાં બે અથવા બેથી વધારે છંદ પણ હોય છે. પ્રત્યેક છંદનું સ્વરૂપ એક ‘વાકા’ (અથવા ‘તાંકા’) કવિતા જેવું હોય છે. આ રીતે રેંગા કેટલાયે (ઓછામાં ઓછા બે) કવિઓ દ્વારા રચિત વાકા કવિતાઓના સંચયનું સાધારણ સંયોજન કરીને બનાવવામાં આવેલી એક શ્રુંખલાબદ્ધ કવિતા છે.

રેંગા કવિતાની આંતરિક માનસિકતા અને વિષયગત ભૂમિકા કવિતાના પ્રથમ છંદ (એ તાંકા કે જેનાથી કવિતાની પ્રથમ પંકિત બની હોય છે) દ્વારા નક્કી થાય છે. દરેક તાંકાના બે ખંડ હોય છે. પહેલો ખંડ ૫-૭-૫ વર્ણ-ક્રમમાં લખેલું એક ‘હોક્કુ’ હોય છે. (આ હોક્કુ હવે સ્વતંત્ર બનીને ‘હાઈકુ’ તરીકે ઓળખાવા લાગ્યું છે). હકીકતમાં આ હોક્કુ જ રેંગાની મનોદશા અને વિષયવસ્તુની ભૂમિકા તૈયાર કરે છે. કોઈ એક કવિ એક હોક્કુ લખે છે. એ હોક્કુને આધાર બનાવીને કોઈ બીજો કવિ તાંકા પૂર્ણ કરવા માટે તેમાં ૭-૭ વર્ણની બે પંક્તિઓ જોડે છે. એ બે પંક્તિઓને આધાર બનાવીને કોઈ બીજા બે કવિ રેંગાનો બીજો છંદ (તાંકા) રચે છે. કવિતાના અંત સુધી આ ક્રમ જળવાઈ રહે છે. રેંગાને સમાપ્ત કરવા માટે સામાન્ય રીતે અંતે ૭-૭ વર્ણ ક્રમની બે વધારે પંક્તિઓ પણ રચીને જોડવામાં આવે છે. રેંગા આમ એક કરતા વધારે કવિઓ દ્વારા રચિત એક કરતા વધારે તાંકાઓની બનેલી અને એકત્રિત કરેલી શ્રુંખલાબદ્ધ કવિતા છે.

‘કસ્તૂરી કિ તલાશ’ રેંગા કવિતાઓનું હિન્દીમાં પ્રકાશિત થયેલું પ્રથમ સંકલન છે. દીપકજીએ તેનું ખૂબ જ પરિશ્રમ અને સમજપૂર્વક સંપાદન કર્યું છે. એક પૂરી કવિતા સંપાદિત કરવા માટે તેઓ જે જે સહયોગી કવિઓને, એક પછી એક એમ પ્રત્યેક ચરણ માટે પ્રેરિત કરી શક્યા તે અદભુત છે. કવિઓને ખબર જ ન પડી કે તેઓ રેંગા કવિતાઓ રચી રહ્યા છે! તેઓએ આ રચનાત્મક કાર્ય માટે પોતાના સહીત ૬૭ કવિઓને જોડ્યા. તેમના એક સહયોગી કવિનું કથન છે કે: ‘એકલા ચલો’ સિદ્ધાંતને અપનાવી પ્રદીપજીએ ચુપચાપ પોતાના લક્ષ્યને જે સુંદર રીતે પૂર્ણ કર્યું તે અત્યંત પ્રશંસનીય છે. ખરેખર, ‘એકત્રિત કરેલી’ કવિતાઓને આકાર આપવા માટે તેમણે સાવ ‘એકલા’ જ મહેનત કરી અને સફળ થયા. ‘કસ્તૂરી કી તલાશ’માં તેમની લગની, શ્રમ અને ધૈર્યની પ્રતિભા વંદનીય છે.

આપણે આગળ જોઈ ગયા તેમ કોઈપણ રેંગા કવિતાની શરૂઆત એક હોક્કુથી થાય છે. સંકલનમાં સંપાદિત બધી જ રેંગા કવિતાઓના ‘હોક્કુ’ સ્વયં પ્રદીપજીના છે. કવિતાના શેષ ચરણો અન્ય કવિઓએ રચેલી પંક્તિઓને જોડવાથી રેંગા કાવ્યો બનેલાં છે. અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગની રેંગા કવિતાઓ ૬ તાંકાઓને જોડીને બનેલી છે.

અંતે હું આ રેંગા કવિતાઓમાંથી કેટલીક ઉત્તમ પંક્તિઓનો આસ્વાદ તમે માણી શકો તે માટે અત્રે પ્રસ્તુત કરું છું:

* * *

જીવનરેખા/રેત રેત હો ગઈ/નદી ની વ્યથા// નારી સમ થી કથા /સદીયોં કી અવ્યવસ્થા (રેંગા – ૧)

નાજોં મેં પલી/ અધખિલી કલી/ ખુશી સે ચલી//ખિલને સે પહલે/ગુલદાન મેં સજી (રેંગા-૧૧)

બરસા પાની/નાચે મન મયૂર/મસ્તી મેં ચૂર//પ્યાસી ધરા અઘાઈ/છાયા નવ ઉલ્લાસ (રેંગા-૨૧)

ગૃહ પાલિકા/સ્નેહ મયી જનની/કષ્ટ વિમોચની//જીવન કી સુરભિ/શાંત વ તેજસ્વની (રેંગા-૩૦)

રંગ બિરંગે/જીવન કે સપને/આશા દૌડાતે//સ્વપ્ન છલતે રહે/સદા હી અનકહે (રેંગા- ૪૦)

હરિત ધરા/રંગીન પેડ પૌધે/મન મોહતે//માનીએ ઉપકાર/ઉપહાર સંસાર (રેંગા-૭૧)

પાણી કી બૂંદ/સ્વાતી નક્ષત્ર યોગ/ બનતે મોતી//સીપી ગર્ભ મેં મોતી/સિંધુ મન હર્ષિત/(રેંગા-૬૧)

પીત વસન/વૃક્ષ હો ગઈ ઠૂંઠ/હવા બૈરન//જીવન કી તલાશ/પુનઃ હોગા વિકાસ (રેંગા-૭૧)

દેહરી દીપ/રોશન કર દેતા/ઘર બાહર// દિયા લિખે કહાની/કલમ રૂપી બાતી(રેંગા-૮૧)

માતા સાવન/હો રહી બરસાત/ઝૂલોં કી યાદ// મહકતી મેંહદી/નૈન બસા માયકા (રેંગા-૯૦)

પૌધે ઉગતે/ઊંચાઈયોં કા અબ/સ્વપ્ન દેખતે//ઈતિહાસ રચતે/પૌધે આકાશ છૂતે (રેંગા-૧૮)

(ઉપરોક્ત પંક્તિઓ જે સહયોગી કવિઓએ રચી છે તેમના નામ છે: પ્રદીપ કુમાર દશ, ચંચલા ઇન્ચુલકર, ડૉ.અખિલેશ શર્મા, રમા પ્રવીર વર્મા, નીતૂ ઉમરે, ગંગા પાંડેય, કિરણ મિશ્રા, રામેશ્વર બંગ, દેવેન્દ્ર નારાયણ દાસ, મધુ સિંધી અને સુધા રાઠૌર)

હું ચોક્કસપણે કહી શકું કે હિન્દી કાવ્ય જગત દીપકજીના આ પ્રયત્નને સહર્ષ વધાવશે અને તેમને રેંગા-પથ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે