પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2
કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..