આજે #WorldPoetryDay વિશ્વ કવિતા દિવસ છે. એ ઉપલક્ષ્યમાં અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે વડોદરાના યુવા કવિ શ્રી બ્રિજ પાઠકનું કાવ્ય આસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’
વડોદરામાં કવિસંગત દ્વારા તા. ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ની સાંજે શ્રેયસ વિદ્યાલયના ઑડીટોરીયમમાં સાત કવિઓના આઠ કાવ્યસંગ્રહોનું એકસાથે લોકાર્પણ થયું. ભાવકોથી ભરચક ઑડીટોરીયમમાં ગઝલોની રમઝટ થઈ અને કવિઓની કેફિયત સાંભળવાનીય મજા આવી. આદરણીય શ્રી ખલિલ ધનતેજવી, શ્રી ભાગ્યેશ જ્હા, શ્રી મીનાક્ષી ચંદારાણા સહિત અનેક સર્જકો અહીં ઉપસ્થિત હતા. એ અંતર્ગત બ્રિજભાઈનું પુસ્તક ‘કવિતા.કોમ’ પણ લોકાર્પણ પામ્યું. અનેક કલમકારોના કાવ્યોનો આસ્વાદ કરાવતું આ સુંદર પુસ્તક તેમની લોકસત્તામાં એ જ નામે પ્રસ્તુત થયેલી કૉલમમાં ૨૬ અઠવાડીયા સુધી દર બુધવારે મૂકાયેલા કાવ્ય આસ્વાદનો સંચય છે, એ ઉપરાંત પણ કૉલમના આશયે લખાયેલા કાવ્યઆસ્વાદ આ પુસ્તકમાં તેમણે મૂક્યા છે. અક્ષરનાદને આ સુંદર પુસ્તક પ્રસ્તુત કરવાની તક આપવા બદલ બ્રિજભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. આજના વિશ્વ કવિતા દિવસ નિમિત્તે અક્ષરનાદના વાચકોને આ ભેટ ચોક્કસ ગમશે.
પુસ્તકમાં જે કવિઓની કાવ્યકૃતિઓનો આસ્વાદ છે તેઓ છે સર્વશ્રી શ્રી અનંત રાઠોડ, અલ્પેશ કળસરિયા, અશોક ચાવડા, આશા પુરોહિત, ઉર્વીશ વસાવડા, કલ્યાણી મહેતા, કિશોર મોદી, કૌશિક પરમાર, ચતુર્ભુજ અગ્રાવત, ચંદ્રેશ મકવાણા, જૈમિન ઠક્કર, તખ્તસિંહ સોલંકી, તેજસ દવે, ત્રિલોક મહેતા, દિના શાહ, ધ્રુવ જોશી, નયના જાની, નરેન્દ્ર જોશી, નિનાદ અધ્યારૂ, નીરવ વ્યાસ, પંકજ વખારિયા, પિયૂષ ચાવડા, બેદાર લાજપુરી, ભરત વિંઝુડા, ભરતકુમાર ગોહિલ, મનહર ગોહિલ, મહેશ રાવલ, મંગેશ પાડગાંવકર, મિત્તલ રાજગોર, મિલિંદ ગઢવી, મુકેશ દવે, રંજન પંડ્યા, રાજેન્દ્ર પાઠક, રાજેશ મહેતા, રાઝ નવસારવી, વિનોદ જાની, સુરેશ પરમાર, હરજીવન દાફડા, હર્ષદ પંડ્યા તથા હિમલ પંડ્યા.
પુસ્તક અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાંથી કોમ્પ્યુટર ઉપરાંત મોબાઈલ / ટેબલેટ / આઈપેડ જેવા બધા જ ડિવાઈસમાં એક ક્લિકે નિઃશુલ્ક પી.ડી.એફ સ્વરૂપે ડાઊનલોડ કરી શકાશે.
ખુબ જલસાવાળી રીતે ઉજવવામાં આવ્યો વિશ્ર્વ કવિતા દિન ૨૦૧૮ અક્ષર નાદ મારા આસ્વાદ નાં પુસ્તક ની ભેટ વાંચકો ને ધરે અે મારી સાથે તેમા વણાંયેલા બધા સજેૅકો માટે દિવાળી છે.ફરીવાર જિગ્નેષ અધવર્યુનો આભાર .ડોક્ટર પ્રદીપ પંડ્યાઅે જો મારી આંગળી પકડી ને લોકસત્તા સુધી ન લઇ ગયા હોત અને સંજય શાહઅે મને બુધવારી માં ન સમાવિષ્ટ કર્યો હોત તો અા શકય ન બન્યું હોત . જોરદાર ભાવકો વાંચકો નો પ્રતિસાદ મળ્યો અે માટે આપનો આભારી છું -બ્રિજ પાઠક pathakbrij_hr@yahoo.co.in M.9904466161