ડીસેમ્બર ૨૦૩૦ – વિશાલ ભાદાણી 3


એમ્પ્લૉઇ કોડ ૧૧૭ : સાંભળ્યું?

એમ્પ્લૉઇ કોડ ૩૨૮: શું?

૧૧૭ : એમ્પ્લૉઇ કોડ ૨૩૧ કંપની છોડીને ચાલી ગયા.

૩૨૮: રીઅલી? પણ કેમ છોડી દીધી?

૧૧૭ : ખબર નઈ. બીજી કોઈ કંપનીમાં સારી ઓફર હશે.

૩૨૮: પણ અહીંયા એમને સારું પેકેજ તો હતું.

૧૧૭ : હા. પણ મેં એવું સાંભળ્યું છે કે એની મા બહુ બીમાર હતી.

૩૨૮: એમ?

૧૧૭ : હા. તે દિવસે એમ્પ્લૉઇ કોડ ૩૪૦ મને વાત કરતા હતા. એક વાત એવી પણ છે કે એણે એમ્પ્લૉઇ કોડ નંબર ૩૧૫ને પર્સનલ ઈ-મેઈલ કરેલો.

૩૨૮: ઓહ નો! એને નઈ ખબર હોય કે આપણા બધા જ મેઈલ્સ વંચાય છે.

૧૧૭ : આઈ ડોન્ટ નો! એમ્પ્લૉઇ કોડ નંબર ૩૪૦ એવું કહેતા હતા કે કોડ નંબર ૨૩૧નો એ પર્સનલ મેઈલ ઈમોશન-ડિટેકશન-સોફ્ટવેરમાં રન કરવામાં આવ્યો અને તરત જ સિસ્ટમે “યુ આર ફાયર્ડ”  એવો ઓટો જનરેટેડ મેઈલ મોકલી દીધો.

૩૨૮: ઓહ! તમે એમને ક્યારેય જોયેલા.

૧૧૭ : ના. પણ ગઈ કાલે રાતે મેં એમનું ઈ-મેઈલ હેક કર્યું’તું. એમનો ફોટો જોયો. ૨૫ વરસનો યુવાન લાગ્યો.

૩૨૮: તો તો તમે પેલો પર્સનલ મેઈલ પણ જોયો હશે.

૧૧૭ : હા.

૩૨૮: શું હતું એમાં? મને કહેશો?

૧૧૭ : શ્યોર, બટ કીપ ઇટ અ સિક્રેટ.

૩૨૮: પ્રોમિસ.

૧૧૭ : એમાં તેણે એમ્પ્લૉઇ કોડ ૩૧૫ને પોતાની બિમાર મા વિશે કહેલું. અને કહેલું કે તેની માને ૩૧૫ને એક વખત જોવી છે.

૩૨૮: એટલે એમ્પ્લૉઇ કોડ ૩૧૫ ફેમેઈલ છે?

૧૧૭ : હા. અને એ પણ ખુબ સુંદર. મેં એનો પણ ફોટો જોયો.

* * * *

બીજે દિવસે એમ્પ્લૉઇ કોડ નં ૧૧૭,  ૩૪૦ અને ૩૨૮ના ઇન્બોક્સમા એક ઈમેઈલ આવે છે.

કંપનીના એમ્પ્લૉઇ / ઈમેઈલ્સ / ઈમોશન્સ બારીંગ /December-૨૦૩૦ નિયમ વિરુદ્ધ તમે પર્સનલ / ઈમોશનલ વાતો શેર કરી છે. યુ આર ફાયર્ડ..

– વિશાલ ભાદાણી

ડૉ. વિશાલ ભાદાણી અંગ્રેજીમાંં પી.એચડી થયેલા છે અને રંંઘોળા ખાતે આવેલી ઓમકાર ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં એજ્યુકેશન ડાયરેક્ટર છે. તેમણે આ ફ્યૂચરિસ્ટિક વાર્તા અક્ષરનાદને પ્રસ્તુત કરવા માટે મોકલી છે એ બદલ તેમનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ડીસેમ્બર ૨૦૩૦ – વિશાલ ભાદાણી