સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગની દહીંવાલા


કવિ-ધર્મ, ફૂલદાની, મેઘાણી (પદ્યરચનાઓ) – ગની દહીંવાલા 4

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. આજે એમની ત્રણ સુંદર રચનાઓ પ્રસ્તુત કરી છે. મેઘાણી માટે એ કહે છે,

‘અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!’

તો કવિ-ધર્મ વિશે વાત કરતા એ કહે છે,

ભેટ દુનિયાની રહી દુનિયા સુધી પહોંચાડવી
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!

આશા છે વાચકમિત્રોને શ્રી ગનીચાચાની આ ત્રણેય રચનાઓ રસતરબોળ કરી દેશે.


બે ગઝલો.. – ગની દહીંવાલા 3

૧૯૦૮માં સૂરતમાં જન્મેલ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની’ દહીંવાલા ગઝલ કવિ. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન ચલાવી. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી તથા ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય થયા. ‘ગાતાં ઝરણાં’, ‘મહેક’, ‘મધુરપ’ અને ‘ગનીમત’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત બે ગઝલો જયન્ત પાઠક દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા 5

આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની મશહૂર ગઝલ ‘દીવાનો બની જા સમજદાર જેવો’ જે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કોડીયા’ માંથી લેવામાં આવી છે..

દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો…


બે ગીત.. – ગની દહીંવાલા 5

ગની દહીંવાલા માટે અમૃત ઘાયલ કહે છે, “ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતી કવિતાનું સમગ્રતયા મૂલ્યાંકન થશે ત્યારે ઈતિહાસે ગનીભાઈની સચ્ચાઈ અને શક્તિની નોંધ નાછૂટકે લેવી પડશે. શેર કહેવાની અને સમજવાની એનામાં ગજબની સૂઝ છે.” ગનીભાઈની ગઝલથી તો મોટાભાગના ગઝલરસિકો સુપેરે પરિચિત હશે જ પરંતુ તેમના બે ગીત આજે પ્રસ્તુત કર્યા છે. આંગણે ઝડપથી ઉગે એવો છોડ વાવવાની વાત વાલમને કહીને નાયિકા કયો અર્થ સારે છે એ સમજવું મુશ્કેલ નથી. તો બીજું ગીત તો જાણે લોકગીતની કક્ષામાં આવે… મીઠો અને મઘમઘતો રણકો કેટકેટલા સ્વરૂપોમાં અભિપ્રેત થઈ શકે છે તેનું અનોખું ઉદાહરણ આ ગીત આપે છે.


બે સદાબહાર ગઝલો.. – ગની દહીંવાળા 2

આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની બે સદાબહાર ગઝલો…

હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું બહુ સારું થયું.

અને

અલગારી મન આસવ પીધો
કોઈ નયનથી સીધે સીધો
પગ લથડ્યા તો કોઈ રૂપાળી
કેશલતામાં વળ થઈ જાવું.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૨) 3

ગઈકાલે કેટલાક વર્ષાકાવ્યો મૂક્યા હતા જેને આપ સર્વે મિત્રોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. આજે પ્રસ્તુત છે બીજા પાંચ એવા જ મનોહર વર્ષાકાવ્યો. આશા છે આપને આ વરસાદ ભીંજવતો હશે, સ્મરણોના – પ્રેમના – વહાલના – આનંદના – મિત્રતાના એમ વિવિધરંગી વરસાદમાં રસતરબોળ કરતો હશે. આજે પ્રસ્તુત છે શ્રી અવિનાશ વ્યાસ, ગની દહીંવાલા, બાલમુકુન્દ દવે, ઝવેરચંદ મેઘાણી અને ત્રિભુવન વ્યાસની વર્ષાકૃતિઓ. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશું પાંચ વધુ વર્ષાકાવ્યો એકત્ર કરીને પ્રસ્તુત કરવાનો.


ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. ગનીભાઈની ગઝલો તેમના ગીતો કરતાં વધુ પ્રચલિત થઈ, પરંતુ તેથી તેમના રચેલા ગીતોનું મૂલ્ય જરાય ઓછુ આંકી શકાય તેમ નથી. ભિખારણનું પ્રસ્તુત ગીત તેમના ઋજુ હ્રદય અને ઉંડી સહ્રદયતાની સાથે સાથે જમીનથી જોડાયેલ, વિટંબણાઓ વચ્ચેથી પસાર થઈને સર્જનની સરિતા વહેતી રાખનાર રચનાકાર તરીકેની તરીકેની તેમની છબીને વધુ પુષ્ટ કરે છે. ભિખારણની આંખના ઝળઝળીયાં અને તેના મુખેથી નીકળતાં ગીતના અમૃતનું સાયુજ્ય સુમ્દર ભાવચિત્ર ઊભું કરી આપે છે. એક બાજુ ભિખારણનું દારિદ્રય છે તો બીજી બાજુ ચિત્તનું સૌંદર્ય છે, એક તરફ ગરીબાઈની વાસ્તવિકતા છે તો બીજી તરફ ગગનગામી કલ્પનાનું ઉડ્ડયન છે. કવિએ બંને તથ્યોને જોડાજોડ મૂકીને આ ગીત રચ્યું છે.


પ્રયત્નો કરે છે… – ગની દહીંવાલા 2

શ્રી ગની દહીંવાલાની ગઝલ વિશે કવિશ્રી નયન દેસાઈ કહે છે, ‘ગની’ ભાઈની ગઝલોમાં કાફિયા અને રદીફનું ચયન ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે. ગઝલોમાં અપેક્ષિત એવી ભાવની પુષ્ટતા, કાફિયા અને રદીફનું શેરમાં બરાબર રીતે ઓગળી જવું અને વાતચીતની જીવંતતા દર્શાવવા સંબોધનની યોજના કરવી પણ ‘ગની’ ભાઈની વિશેષતા છે. ક્યાંય પણ છીછરા કે સસ્તા થયા વગર, વાહવાહીના તૂંકા રસ્તા લીધા વગર તેમણે લાંબા સમય સુધી વિદ્વાનો કે સામાન્ય જનતાના હ્રદયમાં અમિટ સ્થાન જમાવ્યું છે. પ્રસ્તુત ગઝલ તેમની આ વાતની ખાત્રી દરેક શેરમાં સુપેરે કરાવી જાય છે.


જીવનની રમત – ગની દહીંવાલા 5

જીવનના અનેકવિધ સંજોગોને એક રમત્તના રૂપમાં રજૂ કરવા જેટલી હિંમત અને નિખાલસતા તો ગની સાહેબ જેટલા સિધ્ધહસ્ત કલાકાર જ દર્શાવી શકે. ખૂબ સરસ રમતોના રૂપમાં તેમણે જીવનના કેટકેટલાં અઘરા સંજોગોને સરળતાથી, એક રમતની જેમ પસાર કરવાનાં રસ્તાઓ બતાવ્યાં છે. મારી મનપસંદ ગઝલોમાં અગ્રસ્થાને બિરાજતી આ ગઝલનો મત્લા હોય, મક્તા કે આખે આખી ગઝલ, એકે એક શબ્દે વાહ! વાહ! અચૂક નીકળે.   સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી, આવળ બાવળ રમીએ. બાળ-સહજ હોડી જેવું કાંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ. માંદા મનને દઈએ મોટુ માદળિયુ પહેરાવી, બાધાને પણ બાધન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છળનાં રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ. હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ, પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ. ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ, મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ. હુંય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ, અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.  – ‘ગની’ દહીંવાલા