રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ – જગદીશ જોશી 5
આંખ બંધ કરી તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હ્રદયનો કોઈ છેડો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે ગળામાં શ્વાસ અટકી ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય છે. એમાં કોઈ લેતી દેતીનો વ્યવહાર નથી, બન્ને પક્ષોએ બસ આપવાનું જ છે. આ જોડાણ – સંબંધ એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માંનો પ્રેમાળ હાથ બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની મીઠાસની અપેક્ષા વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતીક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મૂકાયેલો મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભૂતિ છે…..