કૉપી પેસ્ટની કવિતા – જિજ્ઞેશ અધ્યારૂ 14


આજ ક્યાં કંઈ આગવું દેખાય છે!
જે લખો કૉપી તરત થઈ જાય છે.

કેશ કર્તન વસ્ત્ર નર્તન ઠીક છે,
સદવિચારોની અછત વર્તાય છે.

સાવ કઠપૂતળી બનીને ચાલતાં,
પારકે દોરે બધા ટીંગાય છે.

ફેસબુકે જે મળે તે મૂકવા
શિષ્ટતાની હદ બધી વિસરાય છે.

લોહીમાં ફરતું નકલનું ઝેર જો,
વાહવાહી આપણી થઈ જાય છે.

હો વિરહની વાત કે હો પ્રીતની
પારકા શબ્દે બધું કે’વાય છે.

– જિજ્ઞેશ અધ્યારૂ

આજની ફેસબુક પર કાંઈક સ્ટેટસ અપડેટ મૂકવા માટે ઝૂરતી, ટ્વિટર પર 140 શબ્દોમાં ગીતાસાર સમાવવા મથતી પેઢીને અને તેની ઝડપથી મજેદાર અને ચટાકેદાર એવા વિધાનો – રચનાઓ શોધી કૉપી પેસ્ટ કર્યા કરવાની, લાઈક પામવાનેી, કૉમેન્ટ પામવાની, રિટ્વિટ મેળવવાની ઘેલછાને ઉપરોક્ત ગઝલ – કાવ્ય સાદર.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “કૉપી પેસ્ટની કવિતા – જિજ્ઞેશ અધ્યારૂ

  • meena

    સાચ્ચે જ્.હું તો આને નકલ્નું ઝેર નહિ કહું. વચન નો આનન્દ કહિશ જે વહેંચવાથી દ્વિગુણીત થાય છે

  • Gaurang patel

    ચહાર ચીજ જે દિલ ગમ બુરદ-કુદામ ચહાર? શરાબ, સબ્જઃ ઓ આબે રવાં બરુએ-નિગાર.

    છે ચાર ચીજ કઈ જે દૂર કરે હૃદયનું દુખ? શરાબ, હરિયાળી, નદીનો પ્રવાહ, સુંદર મુખ….

  • Vjoshi

    wonderful reflection of modern “instant” society and its frailty. Very vivid naration of
    today’s ills.
    Being copy cat seems to be in vogue today.

    This reminds me what great lexicographer Samuel Johnson famously said to an aspiring writer who had sent his new book for review…
    Mr Johnson wrote back……….” Your book is both original and good, regret the original part is not good and the good part is not original.”

  • Suresh Shah

    માનવહજાતને ડહાપણની ડાઢ ક્યારે ફુટશે?
    માનવ સિવાયની બીજી કોઈ પ્રાણિજાતિમાં એક પશુ પોતની જાતિના બીજા પશુની હત્યા નથી ક્રરતું. વાઘ બીજા વાઘની હત્યા નથી કરતો. હાથી બીજા હાથી ને નથી મારતો. સિંહ બીજા સિંહની હત્યા નથી કરતો. કેવળ મનુષ્યજાતિમાં જ એક માણસ બીજા માણસને મારી નાખતા અચકાતો નથી.
    મહાભારતનું યુધ્ધ, કલિંગનુ યુધ્ધ, બે વિષ્વયુધ્ધ હિટલર સ્ટેલીન માઓ ઝે ડોંગનુ કલ્ચરલ રેવોલ્યુશન, કમ્બોડિયા વિયેતનામ, ઈરાક અફઘાનિસ્તાન, કે પછી હિંદુસ્તાન-પાકિસ્તાન.
    તદપરાંત ૯/૧૧ ની દુર્ઘટના, મુંબઈ નો આતંકી હુમલો ક્યાં જઈ અટકશે?
    મોતના વાવેતર ક્યારે ટળશે?
    – ગુણવંત શાહ – ચિત્રલેખા

  • Heena Parekh

    પારકા શબ્દે વાહવાહી મેળવવાના અમુક લોકોને અભરખા હોય છે. જે બધા નીતિ-નિયમો મૂકીને કોપી-પેસ્ટમાં રચ્યાપચ્યા રહે છે. સરસ કવિતા.

  • Ashok Vaishnav

    ગામને ગાંગડે સુંઠના આંતરરાષ્ટ્રીય વેપારી થવું કે પારકે તુંબડે ઇન્ટરનૅટ પર સર્જનની વૈતરણી પાર કરવી.

  • Nitin Vyas

    There are many negative effects of Facebook. You have very correctly and humorously depicted here.
    Facebook has been criticized for many things, but mostly for source of destruction that can turn Facebook users into real social network addict.
    Nitin Vyas
    Sugar Land TX

  • urvashi parekh

    હ, એક્દમ સાચ્ચી વાત છે.
    બહુ સરસ રીતે શબ્દો માં મુકી શક્યા છો.
    હો વીરહ ની વાત કે પ્રીતની પારકે શબ્દે બધુ કહેવાય છે.
    સરસ.

  • Suresh Shah

    Jigneshbhai,
    Very happy to meet you – what you say in Copy Paste is true. this is the age of speed. we may not create; but can copy and paste – ગમતા નો ગુલાલ કરીએ …. I agree with Hemalbhai that many can claim ownership of somebody elese’s work. that will be always there; IP and Copyrights are also breached. Look at Facebook – doing same thing.
    Well, કવિતા ગમી – પારકા શબ્દે બધુ કેવાય છે.