વાંચે ગુજરાત કે ગુજરાતીનું વાંચન! (?) – અશોક વૈષ્ણવ 11


ગત સપ્તાહમાં અલગ અલગ જ્ગ્યાએ અલગ અલગ સંદર્ભમાં ‘વાંચન’ અને ‘ગુજરાતી’વિષે વાંચવાનો યોગ થયો.

  • ગુજરાતી ઈકૉનૉમિક ટાઇમ્સની સાઇટ પર શ્રી કેયુર કોટકના ‘ગુજરાતી વાચકોમાં મેઘાણી કરતાં અંબાણીની બોલબાલા’ લેખ માં નોંધ્યું છે કે ગુજરાતી વાચક હવે સાહિત્યલક્ષી (નાગરીક) ને બદલે સ્વવિકાસ / નેતૃત્વ (વ્યાવસાયિક) કે શૅરબજાર (રોકાણકાર) પુસ્તકો તરફ વધારે ઢળેલા અનુભવાય છે. તદુપરાંત આ લેખમાં અનુવાદીત પુસ્તકોનો પ્રસાર પણ બહુ વધ્યો છે તેમ પણ જણાવાયું છે. લેખમાં નોંધેલ ગુજરાતી લેખકોની આ વલણ પ્રત્યેની નારાજગીની નોંધ લેતાં આપણે બે વાત નોંધવી જોઇએ – એક તો એ કે ગુજરાતી વાચકનું વાંચન ફલક હવે વિસ્તર્યું છે અને બીજું કે અન્ય ભાષાઓ, ખાસ કરીને અંગ્રેજીમાં બીન-સાહિત્ય લેખનમાં જે વૈવિધ્ય, સંશોધન અને અનુભવનું સંયોજન તેમ જ તેની સાથે સાંપ્રત વિચારસરણી સાથે જે સાયુજ્ય જોવા મળે છે તે (કદાચ) ગુજરાતીમાં નથી જોવા મળતું.
  • જયપુર સાહિત્ય ઉતસવની મુલાકાતપરનાં અવલોકનોને વાગોળતાં દિવ્ય ભાસ્કર,અમદાવદની આવૃતિમાંના એક ઇન્ટરવ્યુમાં ઍસ્થર ડૅવીડ એક સચોટ વિધાનને યાદ કરે છે, “આપણે લખતાંતો શીખવાડ્યું પણ વાંચતાં નથી શીખવાડ્યું.”
  • એક સમાચાર મુજબ ડીસેમ્બર ૨૦૧૧ના અંતમાં જૂનાગઢમાં મળેલ સાહિત્ય પરીષદમાં ગુજરાતી ભાષાનો વિલય રોકવાના પ્રયાસોને લગતા કેટલાક ઠરાવો કરવામાં આવ્યા હતા.

આમ ગુજરાતીઓ “વાચે” છે, વાંચનપ્રત્યેની તેમની આગવી અભિરૂચીઓ પણ છે અને આ વર્ગ સંખ્યાબળમાં સાવ નગણ્ય તો નથી જ તેમ તો જણાય જ છે. એટલે હવે તો ગુજરાતને વાંચતુ કરવા માટે શ્રી નરેન્દ્ર મોદીનાં ‘વાચે ગુજરાત’ આદર્શને ગુજરાત સરકારની સિધ્ધિઓની જાહેરખબરમાંથી બહાર લાવી ને, તેને ‘સરકારી’ મુદ્દામાંથી ‘આવામ’ના અભિગમમાં કેમ ફેરવી કાઢવો તે અંગે જ વિચારવાનું રહે છે.

આ અંગે વિચાર કરતાં પહેલાં ગુજરાતી ભાષાને અન્ય ભાષામાં પણ વંચાતી કરવા બાબતે વિચારીએ. આને સાવ તઘલખી તુક્કો ન ગણવો જોઇએ. આપણા જ ગુજરાતમાં જન્મેલા, ગુજરાતમાં જ મોટા થયેલ, ગુજરાતમાં જ સાહિત્યકાર તરીકે સુપ્રસિધ્ધ થયેલ શ્રી દીનકર જોષીની ૧૧ (કે કદાચ ૧૩) નવલકથાઓના ૭ (સાત) અન્ય ભાષાઓમાં અનુવાદ પ્રસિધ્ધ થવા બદલ તેમને ગીનૅસ બુકમાં સ્થાન મળી શકે, તેને હાલના તબક્કે આપણે એક સુખદ અપવાદ ગણી લઇ શકીએ. પરંતુ આ વિચાર પણ વિચારધીન થાવાને લાયક તો જરૂર છે.

આમ આપણે એટલું તો હામી ભરીને કહી શકીએ કે ગુજરાતીઓ વાંચે છે અને ગુજરાતી અન્ય ભાષાઓમાં વંચાય પણ છે. આપણે – મારા તમારા જેવા મુક્ત આકાશમાં વિચરનારાઓ, ગુજરાતી ભાષામાં વિવિધ સ્વરૂપોમાં પ્રકાશનના વ્યવસાયકારો અને તેમાં જોડાયેલા વ્યાવસાયિકો, ગુજરાતી ભાષામાં લખતા લેખકો, વાંચનની જેમને ભૂખ પેદા થઇ ચૂકી છે તેવા વાંચકો – સહુના ઉદ્દેશ્ય હોઇ શકેઃ

૧. દરેક ગુજરાતી ગુજરાતી વાંચતો થાય;

૨. દરેક ગુજરાતી વાંચકને વાંચનની શક્ય હોય તે બધી જ તકો અને સગવડો પરવડી શકે તેમ હાથવગી બને;

૩. ગુજરાતી વાંચનમાં વૈશ્વસ્તરીય વૈવિધ્ય, વિશ્વકક્ષાની ગુણવતા હોય જેથી કરીને ગુજરાતની, ગુજરાતીની અને ગુજરાતી ભાષાની અસ્મિતા ભવિષ્યના પડકારો વચ્ચે પણ સદા પલ્લવિત રહે.

આ સાધ્યોને સિધ્ધ કરવા માટે આપણી પાસે ડીજીટલ ટૅક્નૉલૉજીની શક્યાતાઓના સફળ પ્રયોગો – જેવા કે ઇ-પુસ્તકો, સિડી-રૉમ્સ, શ્રાવ્ય-પુસ્તકો, વ્યાવસાયિક ધોરણે પરવડે તેવાં બહુ-વિધ જાહેર માધ્યમ સાધનો, વ્યાવસાયિક અને સાર્વજનીક ક્ષેત્રનાં સફળ ઍમૅઝોન અને કેટલાંય ઑન-લાઇન પુસ્તકાલયો તેમજ વાચનાલયોનાં મૉડૅલ -ઉપલબ્ધ છે.

કોઇપણ પ્રકાશનની સાઈટ પર જઇને કે નજદીકનાં વાંચનાલયમાં જઇ ને કે પછી ક્રૉસવર્ડ જેવા સ્ટૉરમાં જઇને કે પછી પોતાનાં કોપ્યુટર કે ટૅબ્લૅટપર ઉતારીને સહેલાઇથી જે ઇચ્છો તે વાંચી શકો તેવી સગવડ હાથવેંત થવી જોઇએ. ગુજરાતી બાળકને નાનપણ અને કિશોરાવસ્થાથી જ, અન્ય સ્પર્ધાત્મક પ્રવૃતિઓની સરખામણીમાં વાચનનું આકર્ષણ થાય તો તે વયથીજ વાંચનની ટેવ વિકસે. તે માટે ખાસ પ્રયત્નોપણ કરવા જોઇએ.

મૉઝિલા, ગૂગલ, વર્ડ્પ્રેસ, વિન્ડૉઝ જેવાં સોફ્ટ્વૅર તો હવે મશીન અનુવાદની મદદથી ગુજરાતીમાં ભાષાંતરણની સગવડ આપતાં થયાં છે. તે બધી સાઈટ્સ (અને વીકીપીડિયા કે TED જેવી જ્ઞાન સાથે જોડાયેલ સાઇટ્સ) પર જો આપણે ગુજરાતીમાં અનુવાદને બહોળા પ્રમાણમાં પ્રચલિત કરીએ તો તે મશીન અનુવાદનાં સોફ્ટ્વૅરને પણ વધારે સક્ષમ બનાવશે.

આમ, આપણી પાસે વનરાજીમાં રૂપાંતરીત કરી શકાય તેવા થોડા પાંગરી ચૂકેલ તો થોડા અંકુરીત થયેલ છોડવા તો છે. આપણે સૌએ ગુજરાતીના ઉપયોગને વ્યાપક અને સમૃધ્ધ કરવાનો સમય પાકી ગયો છે. આ દશકાના અંત સુધીમાં ગુજરાતી જાણનારાને અંગ્રેજી વાંચવાની જરૂર એ શોખ બની રહે તેમ ઇચ્છીએ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “વાંચે ગુજરાત કે ગુજરાતીનું વાંચન! (?) – અશોક વૈષ્ણવ

  • Ashok Vaishnav

    This is what Tadatmya Vaishnav has written o me directly on my e-mail:
    Regarding the topic of the article, since I started reading English non-fiction, I have always felt Gujarati non-fiction articles, especially those appearing in supplements of Gujarati dailies, as very poor cousins. This is due to the lack of depth and of originality in such articles. The advent of a new set of writers who can write masterfully in the language, and also add depth and originality in their writing, would be most welcome.”

  • Prakash Panchal

    Dear Sir Praful Shah,
    Your comment itself is inspiring. and I am sure everyone reading your commet will feel the intext strong willpower. Yet, Availability of Resorces and Lack of encoragement are truly weak side in some part of our society.

    However, Now the online resources like AksharNaad and many other blogs and websites are providing very good articles and readable which improving easy approch to Readers.

    Your rich exposure of reading, will surely directing us to get more readable on your identified resources. If possible, pl. forward weblinkage of such collective literature and Readable. We are collecting such weblinks at http://www.vanchanvishesh.com, a small effort to get Daily Vanchan and More Readable at one place click.

    We remain Thankful for your kind direction to the Mission for welfare of Gujarat and Nation and for Life Living statement.

    Once again, Thanks to AksharNaad for the nice “Chintan Nibandh” on “Vanche Gujarat ke Gujarati nu Vanchan! (?)”

    Namaste,
    http://www.vanchanvishesh.com

  • PRAFUL SHAH

    SORRY TO COMMENT IN ENGLISH,HARD TO TYPE IN GUJARATI,AT 88 YEARS. I THANK FOR ARTICLE AND COMMENTS EACH ONE. MY EXPERIENCE IS THAT,
    IWAS NOT ALLOWED TO READ AT NIGHT AS KEROSEN WAS IN RATION, BUT SINCE CHILDHOOD IN SPITE OF NO ENCOURAGEMENT, ON THE CONTRARY I WAS BANNED TO BORROW BOOK FROM MAIN LIBRARY, BUT I TOOK CHARGE OF MY LIBRARIAN TEACHER TO HELP AND WAS HAPPY TO READ, ALL BOOKS, AND TILL THAN I READ AND READ BOOKS, PAPERS AND PERIODICALS IN JOB AND NOW IN THIS LIFE. I ENJOY IN USA READING EVAN ON COMPUTER AND READ MANY BLOGGS DAY AND NIGHT. AND IT GIVES ME PLEASURES, NO EYES TROUBLE. I ONLY SAY KEEP ON AS RATIKAK CHANDESRIA, AND MANY FRIENDS ARE DOING GOOD JOB,I ONLY THANK AND CONGRATULATE FOR GIVING ME FACILITY TO READ AND KNOW AND LEARN.
    AGAIN HELP MODY IN HIS MISSIONS FOR THE WELFARE OF GUJARAT AND NATION. LIVE AND LET LIVE..LIFE IS SHORT NEED PEACE TO ALL.

  • YOGESH CHUDGAR

    અમે બાળપણમાં ઝગમગ,બાલસંદેશ,રસરંજન અને એવા બાળ સામયિકોની કાગડોળે રાહ જોતા અને રસપૂર્વક વાંચતા,મિંયા ફુસકી,બકોર પટેલ અમારાં પ્રિય પાત્રો હતા, એવા બાળ સામયિકો અત્યારે ગુજરાતિ સાહિત્યમાં ઉપલબ્ધ છે ખરાં ?

    માત્ર ઉકળાટ વ્યક્ત કરવાથી નહિં ચાલે, અત્યારની બાળ પેઢીને ગુજરાતિમાં વાંચી શકે તેટલું જ નહિ પણ ર તરબોળ કરી દે તેવું વાંચન ગુજરાતિ સાહિત્યકારોએ આપવું પડશે. તો જ વાંચે ગુજરાત અને વાંચે ગુજરાતિ
    શક્ય બનશે.

  • Harshad Dave

    બાળકો વાંચે કેવી રીતે ? શિક્ષકો માત્ર અભ્યાસક્રમ લક્ષી અભ્યાસ કરાવે છે. ઈતર વાચન માટે પહેલા બાળકો ઝગમગ, રસરંજન, બાલસંદેશ જેવા સામયિકોમાં જીવરામ જોશીની મિયા ફૂસકી અને છેલ છબાની વાર્તાઓ વાંચી હશે તેઓ જાણતા હશે કે માત્ર સ્વાસ રોકી શકવાની એક જ ચમત્કારી આવડતને લીધે તે હેરી પોટરને પણ મ્હાત કરી શકે. ટારઝન, મેન્ડ્રેક વ.ની દુનિયામાં પણ તેઓ ડોકિયું કરતાં. બંગાળી કથા સાહિત્યમાં શરદબાબુ અને ટાગોર ઉપરાંત પણ જરાસંઘ, બિમલ મિત્ર જેવા અનેક કથાકારોએ સમાજમાં પરિવર્તન આવે તેવી વાર્તાઓ આપી છે જે વ્યક્તિગત સ્તરે પણ સુધારો લાવે છે. નવી પેઢીના શિક્ષકોને એવો રસ અને સમય ઓછો હોય છે. હવે ઉપર લેખમાં જણાવ્યું તેમ રોજગારલક્ષી અભ્યાસ અને તેમાં પણ સ્પર્ધાત્મકતાનુ નકારાત્મક પાસુ અવગણી શકાય તેવું નથી રહ્યું. સારું શિક્ષણ સસ્તું નથી રહ્યું. ભ્રષ્ટાચારીઓ વધવાનું કારણ એકલી મોંઘવારી નથી, માનસિકતા અને વિચાર અને ચિંતનપ્રેરક લખાણ વાંચવાનો અભાવ. અમારી વિરાણી સ્કૂલના આચાર્ય સાહેબ કહેતા ‘ભણતવ્યમ તો ભી મરતવ્યમ અને ન ભણતવ્યમ તો ભી મરતવ્યમ, તો પછી ખાલી માથાકૂટ કાયકુ કરતવ્યમ?’ આવું વલણ હોય તેણે બદલવા માટે સહિયારો પ્રયાસ જરૂરી છે. એકલા અક્ષરનાદી પ્રયત્નોથી ઘણો સમય પસાર થઇ જાય. આ પડકાર કોણ ઝીલશે એ પ્રશ્ન નથી, હું અને તમે એ ઝીલવા તૈયાર છીએ કે નહિ તે મહત્વનું છે. ઘણું કહી શકાય. શેષ પછી.(હદ)

    • Ashok Vaishnav

      મારા અભિપ્રાય અને જાત અનુભવથી હું એવું માનું છું કે બાળકની ટેવો ઘરથી સરૂ થાય છે અને તેનો વ્યાપ અને વિકાસ તેના ઘરની બહારના સંસર્ગથી થાય છે. એટલે, ઘરમાં ‘વાચન’ અનુભાવું જોઇએ, દેખાવુ જોઇએ તેમ જ હાથવગું હોવું જોઇએ.
      ઉદાહરણ તરીકેઃ બાળકને વ્યસ્ત રાખવા માટે પરંપરાગત કે હાલની ડીજીટલ રમતો, બહાર ફરવા જવું જેવા વિકલ્પોની સાથે સાથે પુસ્તકોમાંથી વાંચી સંભળાવવું એ પ્રવૃતિને પણ મહત્વનું સ્થાન આપી શકાય.ઘરમાં પુસ્તકો, સામયિકો – ભલે ને તે પુસ્તકાલયમાંથી લાવેલાં હોય-ની હાજરી ‘દેખાવી’ જોઇએ.
      આપે પણ ઘણાં ઉપલબ્ઘ માધય્મો અને પ્રકારો ગણાવ્યાં જ છે.
      જો દરેક ઘર અને કુટુંબ પોતા પૂરતી શરૂઆત કરે તો કારવાં બનતાં વાર ન લાગે.

  • Prakash Panchal

    અક્ષરનાદ પર મુકેલ રસપ્રદ માહિતી અને વાંચન નો બહુ સરસ લાભ મળી રહે છે, વાંચીએ છીએ ને વંચાવતા રહીએ છીએ.

    વાંચન શબ્દ થી શરુ થતા આ લેખ પરથી યાદ આવેલ ઘણા ટાઈમથી મુંજવતી તકલીફ લખું છું.

    વાંચનના અભ્યાસ માટે હાથવગી વિષય વેબસાઈટ મળી રહે એ હેતુ થી, એક નાના પ્રયાસરૂપે વાંચન વિશેષ (www.vanchanvishesh.com) નામથી વેબ લિન્કેજ એકત્રિત કર્યાં છે. અહિયાંથી વિવિધ વાંચનની વેબસાઈટ અને બ્લોગ પર સરળ રીતે એક ક્લિકથી પહોચી શકાય એવી કોશિશ કરેલ છે. ભાષાની અડચણ ના પડે એ માટે ગૂગલ નું લેન્ગવેજ ટ્રાન્સલેટર મુકેલ છે જેથી કોઈ પણ ભાષાનો જાણકાર જરૂરી વિષય વેબસાઈટ પર પહોચી શકે, પરંતુ તેમાં ગુજરાતી ભાષા નથી આવતી, વિનંતી છે કે એવું કોઈ લેન્ગવેજ ટ્રાન્સલેટર બતાવશો જેથી અંગ્રેજી નું લખાણ સીધ્ધું ગુજરાતી માં વાંચવા મળે.

    એક વિચાર આવે છે કે આપણી ગુજરાતી ભાષામાં લખાતા બ્લોગ અને વેબસાઈટ પર પણ આવું મલ્ટી લેન્ગવેજ ટ્રાન્સલેટર હોઈ તો વિશ્વભરના વાંચકો ને ગુજરાતી ભાષામાં લખેલ અદભુત વાંચન નો લાભ મળે.

    સાથે એ પણ તકલીફ છે કે ગૂગલ નું લેન્ગવેજ ટ્રાન્સલેટર શબ્દો ને આગળ પાછળ કરી નાખે છે જેથી ભાવાર્થ બદલાઈ જાય છે, એનો શું ઉપાય હોઈ શકે?

    કૃપા કરી માહિતી આપશો અથવા તો ક્યાંથી મળી રહેશે તે જણાવશો.

    • Ashok Vaishnav

      આપના વિચારો અને સુઝાવો આ વિષયપર કામ કરતા ટેક્નીકલ ગુજરાતીઓ વધારે સારી રી તે આપી શકે.
      તમે જણાવેલી મુશ્કેલીઓ મેં પણ અનુભવી છે, જો કે હાલ ના તબક્કે થોડી મહેનત પડે, પરંતુ, થોડાં વર્ષો પહેલાં અંગ્રેજી સિવાય કંઇ થઇ જ ન શકતું તેમ સાવ નથી રહ્યું તે જ ગુજરાતીઓના વધતા જતા રસનું પ્રતિક ગણી શકાય.
      જેમ ઉપયોગ વધશે અને જેમ જેમ મારા તમારા જેવા ઉપયોગકારો તેમના પ્રતિભાવો સ્વેચ્છાએ કામ કરી રહેલા ટૅક્નીકલ ગુજરાતીઓને આપતા રહેશે તેમે તેમ પરિસ્થિતિ સુધરતી જશે. કંપ્યુટર ક્ષેત્રે તો જ્ઞાન દર વરશે બમણું થાય, એટલે હાલ અનુભવાતી મુશ્કેલીઓ તો બહુ થોડા સમયમાં દૂર થઇ જવી જોઇએ.
      આશા કરીએ કે ત્યાં સુધી ગુજરાતીમા વપરાશ કરનારાઓ, વિષયોનું વૈવિધ્ય તેમ જ રજૂઆત્ના પ્રકારમાં પણ તેનાથી વધારે ઝડપથી વધારો થતો રહે.