ગાંધી વર્સિસ મોહનીયો (શૉર્ટ ફિલ્મ) 8


અક્ષરનાદ પર આ પહેલા – ગત વર્ષે મારા અખતરારૂપ એક શૉર્ટ ફિલ્મમાં અભિનય કરવા અને ‘ગાંધીજી’નું પાત્ર ભજવતા અભિનેતાના પાત્રને ન્યાય આપવાના યત્ન વિશે લખેલું. એ જ ઘટનાક્રમને આગળ વધારતા ફિલ્મ ‘ગાંધી વર્સિસ મોહનીયો;, ફ્લોરન્સ, ઈટાલીના રિવર ટુ રિવર ફિલ્મ ફેસ્ટીવલમાં વિશેષ પ્રદર્શન રૂપે વનટેકમિડીયા તરફથી રજૂ થઈ હતી. અને હવે એ યૂટ્યૂબ તથા ડેઈલીમોશન પર ઉપલબ્ધ છે જે આપ અહીં જોઈ શક્શો.

http://youtu.be/UAI9adMs7GI

(Gandhi Versus Mohanio Short Film)

અને


Short Film – Gandhi Versus Mohanio by 1takemedia

શોર્ટ ફિલ્મની એક અનોખી, કલાત્મક, મહેનત અને ધગશ માંગી લેતી અને રચનાત્મક દુનિયા છે. શોર્ટ ફિલ્મ માટે વિષયપસંદગી જેટલી અગત્યની છે એટલું જ અગત્યનું પાત્રાલેખન, પાત્રો માટે વિવિધ અદાકારોની પસંદગી અને સમગ્ર શૂટિંગ દરમ્યાનની નાની નાની કાળજીઓ રાખવી વગેરે જેવી અનેક અગત્યની બાબતો શામેલ છે. આ ફિલ્મમાં અદાકારી કરતા અને અન્ય બાબતોને લઈને એ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો પ્રોફેશનલ નહોતા. એટલે અને પ્રથમ પ્રયત્ન હોઈને અનેક નાની ભૂલો અથવા નજર ચૂકવીને છટકી ગયેલી બાબતોને અવગણીએ તો આખી ફિલ્મ એકધારી વહે છે. આ ફિલ્મ લગભગ બારેક મિનિટની બનશે એવી મારી ધારણા હતી પરંતુ તે કપાઈને – એડિટ થઈને ફક્ત પાંચ મિનિટથી થોડી વધુ રહી. અને એક નાનકડી ભૂલને લીધે બદનસીબે એક ખૂબ મોટી સીક્વન્સ આખી કપાઈ ગઈ. જો કે વાર્તાની ઝડપ અને પ્રવાહિતાને લીધે ફિલ્મમાં કશુંય ખૂટતું હોય તેવું અનુભવાતું નથી. વાર્તાને પૂરેપૂરો ન્યાય મળે છે અને સચોટ અસર ઉપજાવવામાં પણ તે સફળ રહે છે.

આ ફિલ્મે મને પરોક્ષ રીતે ઘણી પ્રેરણા આપી છે. શૉર્ટફિલ્મના ભાગ બનવું કે ફિલ્મ બનાવવી એવું સ્વપ્ને પણ કદી નહિં વિચારેલું, પણ હવે આવતા એકાદ મહીનામાં ફરીથી હું એક શૉર્ટ ફિલ્મનો ભાગ બનવા ધારું છું, અને અન્ય એક શૉર્ટ ફિલ્મ બનાવવાની પ્રારંભિક તૈયારીઓ થઈ રહી છે આમ ફરી નવી કસોટી માટે તૈયાર થઈ રહ્યો છું.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ગાંધી વર્સિસ મોહનીયો (શૉર્ટ ફિલ્મ)