Daily Archives: January 11, 2012


વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત 2

આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ ચારેય વાચકમિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ…. મીઠા ઝઘડા પ્રેમ વધારે છે… પહેલી રચનાનું શીર્ષક ‘સંવાદ તો કર’ કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા ‘પંખી તડપતુ મળ્યું’ માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.