હીરામંડી – સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ 5
એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી, એના વિચાર પણ તકલીફ આપતા. મંટોની વાર્તા ‘બૂ’ કે ‘ખોલ દો’ પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું. સાહિત્ય જો માણસની પીડાને પ્રયત્નથી માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે. સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે.
#heeramandi #sanjayleelabansali #Netflix