મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ : માણસ બની ગયેલા પ્રાણીની વાત : જિજ્ઞેશ અધ્યારૂ 2
કેટલીક ફિલ્મો એવી તો અસરકારક અને સજ્જ હોય કે એ શરૂ થાય ત્યારથી, એની પહેલી ફ્રેમથી પ્રેક્ષક તરીકે આપણને સતત એની સાથે જકડી રાખે અને આપણે એમાં ઊંડા ને ઉંડા ઊતરતા જઇએ, જાણે રીતસર ખૂંપી જઈએ. એ ફિલ્મની સફર પડદા પર ચાલી રહેલા દ્રશ્યો નહીં પણ જાણે આપણે ખરેખર જીવતા હોઈએ એવી રીતે એની સાથે તાદાત્મ્ય સધાઈ જાય. લીજો જોઝ પેલિસરી દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ આવી જ એક અસરકારક, દંગ કરી દેતી સિનેમેટિક સુંદરતાથી ભરેલી અદભુત ફિલ્મ છે.