નૃત્યનિનાદ ૪ : અભિનય એટલે શું? 41
પ્રાચીન મંદિરોમાં કંડારાયેલા સુંદર શિલ્પો જોઈને ક્યારેય વિચાર આવ્યો છે કે એ નાયક કે નાયિકા ચોક્કસ મુદ્રા અને અંગસ્થિતિમાં જ કેમ ઊભા છે? એમ જ કોઈ ચિત્રકાર પણ કૃતિ બનાવે ત્યારે એ ભાવ પણ નિપજાવવા યોગ્ય હસ્તમુદ્રા તથા અંગસ્થિતિનો ઉપયોગ કરે છે. આ બધાં કલાકારો શેના આધારે આટલી પ્રમાણિત રચના કરતા હશે?