તું મેરા નસીબા ઢોલના.. – મીરા જોશી 2
આજની સવાર રોજ કરતાં કંઈક અલગ ઊગી હતી. ગઈ રાતે તે કહેલું, ‘સવારે તું જાગે ત્યારે મને જગાડજે..’ અને પોણા પાંચે તને જગાડીને ‘ગુડ મોર્નિંગ’ કહું ને તું કહે, ‘બસ પાંચ મિનીટ લાલી..’ ને તારું પાંચ મિનીટના બદલે ફરીવાર ઘસઘસાટ સૂઈ જવું!