સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દિનેશ જગાણી


ભગવત્તાની ક્ષણોમાં.. – દિનેશ જગાણી 8

આમ તો આ લેખની લંબાઈ ખૂબ ઓછી છે પણ પોતાના આ સર્જન વિશે દિનેશભાઈ કહે છે, ‘આ સાથે એક નાનકડુ ડાયરીના પાના જેટલું લખાણ મોકલી આપું છું. એ ક્ષણો ખુબ અલૌકિક હતી. લાંબુ લખવા બેઠો હતો પણ અકસ્માતે લખાણ અધૂરું છોડવું પડ્યું. ત્યાર બાદ ન સમય મળ્યો કે ન મનમાં એવો ભાવ આવ્યો એટલે એ જ સ્થિતિમાં લખાણ મોકલી આપું છું.’


જગતજનની પંથે… (અંબાજી) – દિનેશ જગાણી 11

પ્રવાસ વર્ણનનું નામ આવે એટલે મનમાં કેવા સુંદર દ્રશ્યો સર્જાય, ન જોયેલા ન જાણેલા માર્ગ પર પગરવ કરવાનો હોય કે વર્ષોથી જાણીતા માર્ગ પર વધુ એક યાત્રા, આપણા સાહિત્યમાં અનેક પ્રકારના અને સુંદર પ્રવાસ વર્ણનો ઉપલબ્ધ છે. આજે દિનેશભાઈ જગાણી તેમના ‘અંબાજીના પથ પર…’ ના અનુભવને પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને સ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બે અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 6

દિનેશભાઈ જગાણીના સર્જન સ્વરૂપ અનેક અછાંદસ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજના તેમના બે અછાંદસ આજકાલના વરસાદી ‘ફ્રેન્ડશીપ ડે’ ના વાતાવરણને અનુરૂપ રચનાઓ છે. ફ્રેન્ડશીપ ડે ની નિરર્થકતા અને વરસાદી સાંજે એકલતાના ઓછાયામાં પ્રિયતમની યાદમાં ખોવાયેલ કવિ તેમની વ્યથા આ રીતે વ્યક્ત કરે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ આભાર, શુભકામનાઓ.


બે પદ્યરચનાઓ.. – દિનેશ જગાણી ‘અલિપ્ત’, હેમલ વૈષ્ણવ 7

આજે બે પદ્યરચનાઓ પ્રસ્તુત છે, બે કવિમિત્રો દિનેશ જગાણી ‘અલિપ્ત’ અને હેમલ વૈષ્ણવ તેઅની રચનાઓ સાથે ઉપસ્થિત થયા છે. દિનેશભાઈનુ અછાંદસ અને હેમલભાઈની પદ્યરચના – એ બંને પોતપોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરે છે. બંને મિત્રોનો પોતાની રચના અક્ષરનાદને પાઠવવા બદલ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ચાંદની (લઘુનિબંધ) – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 3

દિનેશભાઈની અક્ષરનાદ પર આ પહેલા અછાંદસ કાવ્યરચનાઓ પ્રસ્તુત થઈ છે. આજે તેઓ એક અનોખો લઘુનિબંધ અથવા કહો કે વિચારવિસ્તાર લઈને ઉપસ્થિત થયા છે. ‘ચાંદની’ વિશેની તેમની આ નાનકડી કૃતિ સુંદર છે, અલગ છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 8

આ પહેલા પ્રસ્તુત થયેલ ચાર અછાંદસ કાવ્યો બાદ આજે દિનેશભાઈ બીજી વાર તેમના અછાંદસ સાથે ઉપસ્થિત થયા છે. પાલનપુર, બનાસકાંઠાના દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા બે વિરહી અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ચાર અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 12

પાલનપુર, બનાસકાંઠાના શ્રી દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા ચાર અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. ચારેય અછાંદસ સુંદર અને અર્થસભર છે. શહેરમાં અનુભવાતા નિરસ ઋતુપરિવર્તનની વાત હોય, જીવનમાં પ્રિય પાત્રની અનુપસ્થિતિના વિચાર હોય, વિચારોના ઝાંઝવાને જોવાનો પ્રયત્ન હોય કે રણની વ્યથાના માર્ગે માણસની એકલતાને વાચા આપવાનો પ્રયત્ન હોય, ચારેય અછાંદસ માણવાલાયક સર્જાયા છે. અક્ષરનાદ પર દિનેશભાઈની આ પ્રથમ કૃતિ છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.