અક્ષરનાદ + ન્યૂઝહન્ટ = મોબાઈલ સાધનો પર નિઃશુલ્ક ગુજરાતી ઈ-પુસ્તકો 7


હા! અક્ષરનાદ ઈ-પુસ્તકોના વાચકો માટે ખુશખબર છે! હવે ન્યૂઝહન્ટ એપ્લિકેશનના માધ્યમથી તમે કોઈ પણ ઑપરેટીંગ સિસ્ટમ ધરાવતા ફોન પર અક્ષરનાદના ઈ-પુસ્તકો નિઃશુલ્ક વાંચી શક્શો.

શીર્ષક સ્પષ્ટ કરે છે તેમ, એક મહીનાની લાંબી, ટેસ્ટીંગની કસરત, વિગતે અનેક વખત ચર્ચાઓ અને એટલા જ લાંબા સમયના બીટાટેસ્ટ પછી હવે અક્ષરનાદના ઈ-પુસ્તકો ન્યૂઝહન્ટની મોબાઈલ તથા ટેબ્લેટ માટેની એપ્લિકેશન પર, એક પછી એક – પરંતુ બધાં જ મોબાઈલ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ થવાની શરૂઆત થઈ છે.

પ્રથમ પગલા રૂપે અમે પાંચ નિઃશુલ્ક ઈ-પુસ્તકો મૂક્યા છે, તેમના અનેક વખત ટેસ્ટ થયા, ન્યૂઝહન્ટ ટેકનીકલ ટીમ સાથે વિગતે અનેક ચર્ચાઓ અને અધધધ ઈ-મેલની આપ-લે થઈ, એક મહીના સુધી આ સમગ્ર પ્રક્રિયાનું પ્રાયોગિક ટેસ્ટીંગ થયું અને ત્યાર બાદ પ્રાથમિક શરૂઆત રૂપે આ પાંચ ઈ-પુસ્તકો અહીં ઉપલબ્ધ કરાવ્યા છે. અક્ષરનાદ ન્યૂઝહન્ટની બહુભાષી પ્રસ્તુતિમાં ગુજરાતી ઈ-પુસ્તકો આપતી પહેલી વેબસાઈટ છે…

અક્ષરનાદના ઈ-પુસ્તકો ન્યૂઝહન્ટ પર વાંચવા

  • તમારા મોબાઈલના કોઈ પણ બ્રાઊઝરથી જાઓ કડી http://newshunt.com પર અને મોબાઈલની ઑપરેટીંગ સિસ્ટમ મુજબ એપ્લિકેશન ડાઊનલોડ અને ઇન્સ્ટોલ કરો.
  • ત્યારબાદ પુસ્તકોના વિભાગમાં જઈને જમણી તરફ ઉપરના ભાગે ભાષા પસંદગીના વિકલ્પે ગુજરાતી પસંદ કરવાથી અક્ષરનાદના પાંચેય પુસ્તકો જોઈ શક્શો, નિઃશુલ્ક ડાઊનલોડ કરી અને વાંચી શક્શો, આપનો પુસ્તક વિશેનો પ્રતિભાવ આપી શક્શો.
Aksharnaad Ebooks on Newshunt Application

Aksharnaad Ebooks on Newshunt Application

અને ન્યૂઝહન્ટ મુજબ આ ઈ-પુસ્તકોના એક મહીનામાં થયેલા ડાઊનલોડના આંકડા ખૂબ ઉત્સાહપ્રેરક છે.

અક્ષરનાદના ઈ-પુસ્તકો માટે છેલ્લા એક વર્ષથી અનેક એન્ડ્રોઈડ એપ્લિકેશન ધરાવતા લોકો અને સંસ્થાઓ તરફથી સંપર્કો થયેલાં, પણ સંતોષકારક માહિતી અને અમને ગમે તેવા પ્રકારની ગોઠવણ ન થઈ શકી હોવાને લીધે એ શક્ય થયું નહોતું. કેટલાકને આ ઈ-પુસ્તકો મારફત અથવા તેની સાથે સાથે પોતાની જાહેરાત મૂકવી હતી અને કોઈકને અક્ષરનાદનું નામ મૂકવામાં ખચકાટ થતો હતો. જો કે અમારી પરવાનગી વગર પણ ઘણી એન્ડ્રોઈડ એપ્લિકેશન અક્ષરનાદના ઈ-પુસ્તકો ઉપલબ્ધ કરાવે જ છે, પણ ન્યૂઝહન્ટ અમારી સાથે જોડાયેલ ઈપુસ્તકો માટેની એકમાત્ર એપ્લિકેશન છે, જેમણે અમારો સંપર્ક કર્યો અને ઈ-પુસ્તકો તેમની એપ્લિકેશન પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી માંગી. આ ઈ-પુસ્તકો વેચાણમાં મૂકવા પણ તેઓ તૈયાર હતા પરંતુ અક્ષરનાદ પર પ્રસિદ્ધ બધાં જ ઈ-પુસ્તકો સદાય નિઃશુલ્ક જ રહેશે, અહીં પણ એમ જ થયું છે. ન્યૂઝહન્ટને અક્ષરનાદ ટીમ તરફથી દરેક ઈ-પુસ્તકો માટે પૂરતો સૉર્સ અપાય છે, પ્રકાશનમાં મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે ઉપરાંત ન્યૂઝહન્ટની ટૅકનીકલ ટીમ પણ ખૂબ સદ્ધર છે.

હવે થોડુંક ન્યૂઝહન્ટ વિશે પણ કહેવું જરૂરી છે, કારણ કે એ દ્વારા જ અક્ષરનાદના વાચકમિત્રોને અમે અન્ય એપ્લિકેશન કે લોકોને પ્રાથમિકતા ન આપીને લેવાયેલા આ નિર્ણયની યોગ્યતા સમજાવી શકીશું…

૨૦૦૭માં સ્થપાયેલી, ભારતની અગ્રગણ્ય મોબાઈલ સમાચારો માટેની એપ્લિકેશન ન્યૂઝહન્ટની મૂળ કંપની છે વર્સ ઈન્ટરનેશનલ, () જે ૧૬થી વધુ દેશોમાં મોબાઈલ ક્લાસિફાઈડના ક્ષેત્રમાં સૌથી વિશાળ પ્રોવાઈડર છે. સાડા ત્રણ કરોડથી વધુ ઇન્સ્ટોલેશન સાથે અને દર મહીને ૧૨૦ કરોડથી વધુ પેજવ્યુ મેળવનાર આ એપ્લિકેશન ‘ન્યૂઝહન્ટ’ એપ સ્ટોર અને એન્ડ્રોઈડ પ્લેસ્ટોરમાં ભારતની અને ભારતીય ભાષાઓમાંની પ્રથમ ક્રમાંકિત ન્યૂઝ એપ્લિકેશન છે. ગેટજાર પર તે વિશ્વની સૌથી વધુ ડાઊનલોડ પામેલી એપ્લિકેશન છે, અને એન્ડ્રોઈડ, આઈઓએસ, બ્લેકબેરી, વિન્ડોઝ, જાવા અને નોકીયા ઓવીઆઈ એમ બધા જ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. ભારતની ૧૧થી વધુ ભાષાઓને સાંકળતી, ૧૦૦ થી વધુ પ્રકાશનો સાથે સંકળાયેલી, ૨૫૦૦૦થી વધુ રોજીંદા લેખો પ્રકાશિત કરતી, અને ૨૫ કરોડની શક્યતઃ પહોંચ ધરાવતી આ એપ્લિકેશન વર્ષોથી સતત અગ્રગણ્ય રહી છે અને નવા સંશોધનો સાથે સતત અપડેટ થતી રહી છે.

aksharnaad Gujarati Ebook display on mobile device by newshunt

aksharnaad Gujarati Ebook display on mobile device by newshunt

સામાચારના ક્ષેત્રમાં આવી વિશાળ સફળતા પછી ઈ-પુસ્તકોના વિશાળ સંભાવનાઓ ધરાવતા ક્ષેત્રમાં તેમણે શરૂઆત કરી, અને આજે ભારતીય ભાષાઓનો સૌથી વિશાળ મોબાઈલ માટેના પુસ્તકોનો સંગ્રહ ધરાવતી તે પ્રથમ ક્રમાંકિત એપ્લિકેશન બની ગઈ છે. લેખકોના અને પ્રકાશકોના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે સુદ્રઢ ડીઆરએમ (ડીજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ) એક પ્રાથમિક જરૂરત છે અને એ જ ન્યૂઝહન્ટની વિશેષતા છે તો પુસ્તકો ખરીદવા મોબાઈલ ઓપરેટર દ્વારા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા એમ અનેક રીતે ચૂકવણી કરી શકાય છે. અત્રે યાદ રહે કે એક સાધન માટે ખરીદેલ ઈ-પુસ્તક બીજા સાધન પર ટ્રાન્સફર કરી શકાતું નથી.

આ ઉપરાંત તમારા મોબાઈલ સાધનમાં તમે ઈ-પુસ્તક ડાઊનલોડ કરો ત્યારે તેની ખૂબ જ નાની સાઈઝ, સુંદર ટેક્ષ્ટ ફોર્મેટીંગ, બુકમાર્ક, પ્રતિભાવ આપવા જેવી અનેક સગવડો અહીં ઉપલબ્ધ છે.

ગુજરાતી ભાષામાં અહીં પુસ્તક ઉપલબ્ધ કરાવવાની શરૂઆત અક્ષરનાદ કરી શક્યું છે. અનેક લેખકો અને પ્રકાશકો સાથે અમારી પહેલાથી ન્યૂઝહન્ટની ચર્ચાઓ હોવા છતાં કદાચ કોમર્શિયલ બાબતોને લાગતું વળગતું ન હોવાને લીધે અમે એ બાબતમાં સૌથી વધુ સહજ અને ઝડપી બની શક્યા છીએ. અત્યારે પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે પરંતુ સમયની સાથે અક્ષરનાદના બધાં જ ઈ-પુસ્તકો અહીં નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

અહીં પોતાના પુસ્તકો પ્રકાશિત કરી યોગ્ય વળતર મેળવવા માંગતા લેખકો માટે પણ અક્ષરનાદ એક સહાયકની ભૂમિકા નિભાવશે. ગુજરાતીમાં ઈ-પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટેની અમારી પ્રતિબદ્ધતાને લીધે અમે ન્યૂઝહન્ટ સાથે એવા કરાર કરી શક્યા છીએ જેના લીધે અન્ય લેખકો અથવા પ્રકાશકો પણ અક્ષરનાદના ન્યૂઝહન્ટ સાથેના કોન્ટ્રાક્ટનો ફાયદો લઈને પોતાના પુસ્તકો વેચાણ માટે આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી શક્શે. અત્રે એ સ્પષ્ટ કરવું ઉચિત સમજું છું કે અક્ષરનાદને આ સુવિધાને લીધે કે લેખકો / પ્રકાશકો પાસેથી – આમાંથી કાંઈ પણ કમાવાનો કોઈ હેતુ નથી. અમે ફક્ત એવા લેખક મિત્રોને સુવિધા કરી આપવા માંગીએ છીએ કે જેમના પુસ્તકો માહિતીના અભાવે કે પ્રકાશકની નિષ્ક્રિયતાને લીધે ઈ-પુસ્તક ફોર્મેટમાં પ્રકાશિત થઈ શક્તા નથી. અક્ષરનાદ તેમને ‘ન્યૂઝહન્ટ’ મારફત પોતાના પુસ્તક વેચવાની પૂરતી સગવડ કરી આપવા માંગે છે. આ વિષય પર કોઈ પણ જાણકારી કે પ્રશ્ન મારા અંગત ઈ-મેલ સરનામે (jignesh.adhyaru at hotmail dot com) કરી શકાશે.

આ ઉપરાંત લાંબા સમયથી પ્રકાશનથી વંચિત રહેલું અમારું પ્રથમ પુસ્તક પણ ન્યૂઝહન્ટ પર ટૂંક સમયમાં વેચાણ માટે મૂકાશે. એ સિવાય પણ વેચાણ માટે અમારા દ્વારા લખાયેલા ઈ-પુસ્તક ન્યૂઝહન્ટ પર પણ પ્રસિદ્ધ થશે. અનેક મિત્રોના પુસ્તકો પણ અહીં વેચાણમાં મૂકવા માટે અમને મળી રહ્યા છે, અને આ બધું ખૂબ જ ઉત્સાહપ્રેરક છે.

નવી સુવિધાઓ અને સહજ વાંચનક્ષમ વૃત્તિ એ જ આપણું અંતિમ ધ્યેય, એ જ દિશામાં આ એક વધુ પગલું છે. આશા છે વાચકમિત્રોને ગમશે…

આભાર

પ્રતિભા અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અક્ષરનાદ + ન્યૂઝહન્ટ = મોબાઈલ સાધનો પર નિઃશુલ્ક ગુજરાતી ઈ-પુસ્તકો

  • Maheshchandra Naik (Canada)

    અભિનદન,શ્રી જીગ્નેશભાઈ, સરસ , સતત, સાતત્યપુર્ણ નવુ કરવાની આપની મહત્વકાક્ષા દાદ માગી લેતી વાત છે, મે મારા ફોનમા શરુઆત કરી છે, એ માટે આપનો આભારી છુ. ગગા સતીના ભજનો સાંભળવાનો યોગ થાય એવુ થાય ત્યારે જાણ કરશોજી, ચાલવા જઈ એ ત્યારે સાભળવા મળી રહે, શુભકામનાઓ સહ્………….

  • Vijay Patel

    શ્રી જીગ્નેશ ભાઈ , આપને ખુબ જ ધન્યવાદ …ઈ પુસ્તકો માટે આટલી પ્રખર મહેનત બદલ આભાર …
    *સુચન : મહર્ષિ અરવિંદ ના વેદસુત્ર ઉપર ના ઈ પુસ્તકો મુકવા વિનંતી …આભાર

  • Vijay Patel

    ખુબ ખુબ ગૌરવ સહ ધન્યવાદ …સારાં વાંચન ની ભુખ સંતોષાશે …!

  • Harshad Dave

    અભિનંદન…હવે પીસી કે લેપટોપ કે ઇ-રીડર વગર સેલફોન પર પુસ્તકો ખરેખર હાથવગા થયા કહેવાય…એ પણ પર્યાવરણનો સોથ વળતો અટકાવીને…પ્રશસ્ય… -હદ.

  • જયેન્દ્ર પંડ્યા

    જીગ્નેશભાઈ આપનો ઘણો ધન્યવાદ. જ્ઞાન નો જેટલો વિસ્તાર થાય તેટલું સારું અને તેમાં આપનો ફાળો મહત્વનો છે. આપને ખબર નહિ હોય પણ આપના અને આપની અક્ષરનાદ વેબસાઇટ ના ઘણા બધા ચાહકો દુનિયાભારમાં ફેલાયા છે.

    આપને આપના યજ્ઞમાં સફળતા, યશ અને સિદ્ધિ મળે તેવી પ્રભુને પ્રાર્થના