એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ ,
એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી,
માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
ત્રણ દરવાજા માંહી બિરાજે ભદ્રકાલી,
માતાના મંદરિયે ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી,
કાંકરીયાનું પાણી ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ” એ લોકબોલીમાં ગવાતું અને મહદંશે ત્રણ તાળી નામના ગરબા પ્રકારમાં ગવાતું સુંદર લોકગીત છે. વહુને માણેકચોક, ભદ્રકાળી, સીદી સૈયદની જાળી જેવા અમદાવાદના વિવિધ સ્થળોએ ગુજરી જોવા જવું છે અને તેના સાસુ તેમને બાદશાહના મિજાજની વાત કહી રોકવાનો પ્રયત્ન કરે છે.
ઘના સમય થિ જેનિ રાહ જોતિ હતિ તે મને મલિ ગયુ મરો મન ગમતો ગરબો . આ ગરબો મારિ શાળા ના દિવસો મા મારિ સહેલિ નિ યાદ આ વિ જાય છે તે આ ગરબો બહઉ સરસ ગાતિ હતિ . અને તે અમને બહુ ગમતુ . આભાર
લગ્ ભગ્ ૨૮ સાલ પહેલા જોયેલુ પિક્ચર સન્તુ રન્ગિલિમા આરુના ઇરાનિ ઉપર ફિલ્મવેલ નિ યાદ આવિ ગઇ
બાળપણમાં સાંભળ્યું ઘણી વખત હતું. શબ્દે શબ્દ આજે વાંચ્યા. સરસ.
મને ગમતું ગીત.
સપના