બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો – શકીલ બદાયુંની 5


Baiju-Bawraબૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો આજે અહીં આપ સૌ ની સાથે વહેંચી રહ્યો છું. સૌ પ્રથમ તેનું બચપન કી મુહબ્બત કો….. એ ગીત સાંભળ્યું હતું, તેની પ્રથમ બે પંક્તિઓ ખૂબ ગણગણી, પણ પછી આગળ આવડતું નહોતું…..  1952માં રિલીઝ થયેલી શ્રી ભારત ભૂષણ અને મીના કુમારી અભિનીત આ ફિલ્મના ગીતો ઉર્દુના પ્રખ્યાત શાયર શકીલ બદાયૂંનીએ લખ્યા છે. નૌશાદના સંગીત સાથે લતાજી અને રફી સાહેબનો અવાજ સાંભળતા મનમાં જે આનંદની અને પ્રસન્નતાની લહેરો છવાય છે તેનું શું કહેવું? યૂટ્યૂબ આજકાલ મારા માટે જાણે રેડીયોના કોઇક જમાનાનાં પ્રખ્યાત કાર્યક્રમ બીનાકા ગીતમાલાની ગરજ સારે છે.  જે સાંભળવું / જોવુ હોય એ મહદંશે યૂટ્યૂબ પાસે હોય જ….

1.         બચપન કી મુહબ્બત કો….

बचपन की मोहब्बत को दिल से न जुदा करना
जब याद मेरी आए मिलने की दुआ करना

घर मेरी उम्मीदों का सूना किए जाते हो
दुनिया ऐ मुहब्बत की लूटे लिए जाते हो
जो ग़म दिए जाते हो उस ग़म की दुआ करना
जब याद मेरी आए …

सावन में पपीहा का सँगीत सुनाऊँगी
फ़रियाद तुझे अपनी गा-गा कर सुनाऊँगी
आवाज़ मेरी सुन के दिल थाम लिया करना
जब याद मेरी आए …

[youtube=http://www.youtube.com/watch?v=7TGw5yHp-bM]

એક ગીત જે પ્રેમી પ્રેમીકા માટે ગાતો હોય, બસ થોડાક પાત્રો ફેરવો અને વિચારો કે એ જ ગીત એક ભક્ત માટે તેનો ભગવાન ગાઇ રહ્યો છે, સાચા ભક્ત અને ભગવાન વચ્ચેનો આત્મિય સંવાદ કદાચ આવો જ હોવો જોઇએ?……

2.       તું ગંગા કી મૌજ મેં ….

अकेली मत जइयो राधे जमुना के तीर ……

तू गंगा की मौज मैं जमुना का धारा
हो रहेगा मिलन, ये हमारा,
हो हमारा तुम्हारा, रहेगा मिलन, ये हमारा तुम्हारा….

अगर तू है सागर तो मझधार मैं हूँ, मझधार मैं हूँ
तेरे दिल की कश्ती का पतवार मैं हूँ, पतवार मैं हूँ
चलेगी अकेले न तुमसे ये नैया, न तुमसे ये नैया
मिलेंगी न मंज़िल तुम्हे बिन खेवैया, तुम्हे बिन खेवैया
चले आओ जी, चले आओ जी
चले आओ मौजों का ले कर सहारा, हो रहेगा मिलन
ये हमारा तुम्हारा

भला कैसे टूटेंगे बंधन ये दिल के, बंधन ये दिल के
बिछड़ती नहीं मौज से मौज मिलके, है मौज मिल के
छुपोगे भँवर में तो छुपने न देंगे, तो छुपने न देंगे
डुबो देंगे नैया तुम्हें ढूँढ लेंगे, तुम्हें ढूँढ लेंगे,
बनायेंगे हम, बनायेंगे हम
बनायेंगे तूफ़ाँ को इकदिन किनारा, हो रहेगा मिलन
ये हमारा तुम्हारा.

तू गंगा की मौज मैं जमुना का धारा
तू गंगा की मौज मैं जमुना का धारा
हो रहेगा मिलन, ये हमारा,
हो हमारा तुम्हारा, रहेगा मिलन, ये हमारा तुम्हारा….

[youtube=http://www.youtube.com/watch?v=oj3t5jOTYmw]


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો – શકીલ બદાયુંની

  • deepak

    વાહ્…નૌશાદ-શકીલ બદાયુની અને રફી-લતા નો જાદુ…. નૌશાદજી એ સાચુંજ કહ્યું છે, કે ત્રણ મુસ્લીમો એ ભારત ના ઈતીહાસ નું સર્વશ્રેષ્ઠ ભજન આપ્યું છે, એ મન તડપત.. હરી દર્શન કો આજ … બૈજુબાવરા ના બધાજ ગીતો, એક એક થી ચડીયાતા છે,

    ૪૦-થી ૫૦ ના ગીતો એટલે હળવે હળવે ધબકત હ્રદય…૩૦ થી ૪૦ હાર્ટબીટ્સ . ૫૦ થી ૭૫ સુધી એટલે ગીતો એટલે સ્વસ્થ માનવી ના ધબકારા.. ૮૦-૮૫ હાર્ટબીટ્સ, અને પછી નું સંગીત એટલે…. બસ ઘોંઘાટ… ૧૫૦ થી ૨૦૦ હાર્ટબીટ્સ,….જે સંગીત ની રેઝોનન્સ ના આંદોલન આપણા સ્વસ્થ માનવી ના ધબકારા ની નજીક હોય તે હ્રદય ને ખુબ ખુબ ગમે અને તેની માનવી પર ઘેરી અસર થાય,, અને તે ચીરંજીવી બને…. આજ ના સંગીત ના કોઈ પણ કાર્યક્રમ મા ૪૫ થી ૭૫ સુધી ના ગીતો જ મહદ અંશે ગવાય છે, તે બતાવે છે કે આજ્નું સંગીત કેટલું છીછરું છે…. અક્ષરનાદ ને આવું અલભ્ય સંગીત પીરસવા બદલ સુરમય આભાર.. અને ભાઈ રમેશભાઈ શાહ. .. તમે તમારો ખજાનો મીત્રૉ ને વહેંચવાના હો, તો મને પણ મીત્ર ગણશો તો ગમશે, હું અમદાવાદ-વાસી છું, તમારો પ્રતીભાવ જણાવશો…

  • Ch@ndr@

    વાહ્,,,,બચપન કિ મહોબત કો જુદા કરના,,,આમુક વક્તે કુદરત બહુજ નિશ્થુર શોય છે,,,
    બચપન નિ મહોબતને,,,,જુદા જ રાખે છે..

    અરે વાહ ગન્ગાજિ ને જમના જિ ને કિનારે તો પ્રભુ નિ ધારા જ વહેતિ હોય છે ને ?
    જિવન ને લગતા આ બન્ને ગિતો બહુજ પસન્દ આવ્યા.

    છ્@ન્દ્ર્@

  • Ramesh Shah

    જુના ગીતોનો જાદુ કંઇ અનોખો જ છે. મારી પાસે ૧૯૪૦ થી ૧૯૬૫ સુધીના ૭૮ આર્.પી.એમ ની રેકોર્ડ પરથી mp3 format માં કનવર્ટ કરેલા લગભગ ૨૦૦૦ અલભ્ય ગીતો નું ક્લેકશન છે.જો તમે તમારી સાઈટ ઉપર આ ગીતો મૂકો તો ઘણા મારા જેવા શોખીનો ને લાભ મળે.આ શક્ય છે ? શી રીતે ?