મારા અંતરની વેદના જોવા
જરીક શ્યામ! રાધે બનો.
મૂકી મુરલી ને આંસુડાં લ્હોવા
ઘડીક કહાન! રાઘે બનો.
પેલાં માલામુકુટ બાજુ મૂકો
આ વેશ ઘરી રાધે બનો.
રંગચૂંદડી ને વેસર ઝૂકો
મોહન પ્યાસી રાધે બનો.
બઘું ધારો તોયે નહીં પામો
હૈયું મારું, રાધે બનો.
શ્રમ સઘળો જશે નક્કામો
છતાંય, જરા રાધે બનો.
મને મોહનસ્વરૂપ જરી દૈને
પ્રીતમ! તમે રાધે બનો.
ઘડીભરનો આ ખેલ ખેલી લઈને
રાધે – શ્યામ રાધે બનો.
પિનાકિન ત્રિવેદી (1910 – 1988)
ઉપરોક્ત રચનાને “ગઝલ” નામ આપવું યોગ્ય જણાતું નથી. ગઝલ અમુક
ચોક્ક્સ િનયમોને આિધન રહીને લખાતો કાવ્ય પ્રકાર છે. સહુ પ્રથમ તો
ઉપરોક્ત રચનામાં છંદ બંધારણ ક્યાંય જોવા મળતું નથી. આ ઉપરાંત ગઝલમાં
કાિફયા અને રદીફની ઉપિસ્થિત અિનવાર્ય છે. ઉપરોક્ત રચનાને ટુંકી બહેરનું
કાવ્ય કહી શકાય. રચનાનું િવષય વસ્તુ પણ સામાન્ય છે.
Dear Sir,
It is suggested that comments shall be with proper identification, i.e. name and email address, in absence of which, they will not be approved on
aksharnaad.
Please give proper details for readers to know whose thoughts they are reading. Below comment by name “anonymous” is approved, but for the first
and last time without name.
Jignesh Adhyaru
સરસ ગઝલ.