કેટલીક ઉપયોગી વેબસાઇટ – 9 (Home Planning) 16


પોતાના ઘરને શણગારવું કોને ન ગમે? એક મકાન ત્યારે જ ઘર બને છે જ્યારે તેમાં મહેનતની પૂંજી લાગે છે અને પ્રેમનો પરિવાર વસે છે. આપણા ઘરના દેખાવને સૌથી સુંદર અને કલાત્મક રાખવું આપણને સૌ ને ગમે છે. એક સિવિલ એન્જીનીયર તરીકે રહેણાંક મકાનોના નકશા અને ડિઝાઇન કરવા એ મારા માટે નવી વાત નથી પણ અન્ય લોકો માટે કાં તો આર્કિટેક્ટ કે સિવિલ એંજીનીયર પાસે જવા સીવાય અન્ય કોઇ વિકલ્પ નથી. પોતાના ઘરને શણગારવાના અને વિકસાવવાના વિકલ્પો પોતાની જાતે ગોઠવવા કોને ન ગમે? આપને મુખ્યત્વે સાધારણ ગોઠવણી તથા યોજના કરવા ઉપયોગી થાય એવી તથા કોઇ પણ ખાસ સોફ્ટવેર વગર અને કોઇ વિશેષ જાણકારી વગર વાપરી શકાય તેવી વેબસાઇટ વિશે આપને આજે જણાવી રહ્યો છું. તમારા બનાવવા ઇચ્છેલા ઘરના રસોડામાં ફ્રિજ અને ભોજનનાં ટેબલની ગોઠવણી જોવી હોય, દિવાલનો કલર કેવો લાગશે તે જોવું હોય કે ઓરડાઓની ગોઠવણી વિચારવી હોય, એ બધુંય આ વેબસાઇટ માં આપ કરી શક્શો.

ફ્લોરપ્લાનર

ફ્લોરપ્લાનર એ ઇન્ટરએક્ટિવ, બ્રાઉઝર આધારીત અને ડ્રેગ ડ્રોપ ( માઉસની ક્લિક વડે) ગોઠવણ કરી શકાય તેવા વિવિધ ભાગોની સગવડ ધરાવતી વેબસાઇટ છે. જો કે આ વેબસાઇટનો ઉપયોગ કરવા આપના કોમ્પ્યુટરમાં અડૉબ ફ્લેશ 9 કે તેથી વધુ નવું હોવું જરૂરી છે. નવું ઘર ખરીદવું, નવી ઓફીસ બનાવવી કે અત્યારના ઘરમાં ફેરફાર કરવો, ફ્લોરપ્લાનર આપને બધી સગવડો સાથે ઉપરોક્ત કાર્યો કરવાની સુંદર વ્યવસ્થા આપે છે. આપ આપના રસોડામાં અમુક રાચરચીલું આવશે કે નહીં, કે ક્યાં સારૂ લાગશે વગેરે સરળતાથી જોઇ શકો છો. જો કે આ સગવડ વાપરવી ખૂબ સહેલી છે પણ છતાં ઘરની યોજના બનાવવા વિશે થોડીક પ્રાથમિક માહિતિ જરૂરી છે.

ડ્રોઇંગની શરૂઆત કરવા આપ માપણીના કેટલાક સાધનોથી શરૂ કરી શકો છો જેમાં આપનું ઘર જેટલી જગ્યા રોકવાનું છે તેનું માપ કે ક્ષેત્રફળ તથા તેનો રંગ પસંદ કરવાથી એક આપવાથી એક સપાટીની રચના થશે. તેમાં આપ દિવાલો બનાવી શકો છો, તેની જાડાઇ કે લંબાઇ પણ આપી શકો છો, અરે તેને તમારી પસંદગીના રંગ પણ આપી શકો છો. તેમાં દરવાજા અને બારીઓ પણ આપને જોઇતી જગ્યાએ મૂકી શકો છો.

એક વાર પ્રાથમિક ચિત્ર તૈયાર થાય કે આપ તેમાં આપની પસંદગીનું રાચરચીલું મૂકી શકો છો. ટી.વી, સોફાસેટ, ભોજનનું ટેબલ, પલંગ, કબાટ, ટેબલ વિગેરે. જુદાજુદા માપના અને વિવિધ આકારો અને દેખાવના રાચરચીલા સાથે આપ ગોઠવણીને ઓપ આપી શકો છો. આ સિવાય આપ ઘરની બહાર કે પાછળના ભાગે ઘાસનો ગાલીચો, કાર જેવા અન્ય વિકલ્પો પણ મૂકી શકો છો. આપ કેમેરા વિકલ્પથી ભિન્ન રીતે આપના દોરેલા ચિત્રને જોઇ શકો છો.

આ વેબસાઇટના મફત તથા મૂલ્ય ચૂકવીને એમ વિવિધ રીતે આ વેબસાઇટ વાપરી શકો છો. ત્રિપરીમાણમાં પણ આપ દોરેલા ચિત્રને જોઇ શકો છો.

સી માય ડીઝાઇન

ફ્લોર પ્લાનર પછી સી માય ડીઝાઇન (મારી રચના જુઓ) બીજી સુંદર અને ખૂબ ઉપયોગી વેબસાઇટ છે. જ્યાં ફ્લોરપ્લાનર દેખાવ અને ત્રિપરીમાણ પર વધુ કેન્દ્રિત છે ત્યાં આ વેબસાઇટ મકાન કે વિવિધ ઓરડાઓની આંતરીક રૂપરેખા અને રચના પર વધુ ધ્યાન આપે છે. મુખ્યત્વે આ વિકલ્પ ધંધાદારી રીતે યોજના તૈયાર કરી મકાનમાલિકને વિવિધ વિકલ્પો આપવા માટે વપરાય છે.

seemydesign

જો કે આ વેબસાઇટમાં રાચરચીલાના વિકલ્પો થોડાક ઓછાં છે છતાં તેનો દિવાલનો રંગ પસંદ કરવાનો વિવિધ અને ઘણાંબધા વિકલ્પો સાથેનો અભિગમ ર6ગ પસંદગીને ખૂબ સરળ કરી દે છે. આ ઉપરાંત આ વેબસાઇટનું ઓછું વપરાતું એવુ એક સાધન છે મૂલ્ય ગણતરી કરવાની સગવડ.

માય ડેકો

માય ડેકો એ એક વેબ આધારીત મકાન યોજના કરતું સાધન છે. સાથે તેને આપ ત્રિપરીમાણમાં પણ જોઇ શકો છો તથા તેના વિવિધ ભાગો સાથે ગોઠવણી કરી શકો છો કે તેમાં ફેરફાર કરી શકો છો. આપ ચિત્રો મારફત જ આપના ઓરડાને ફરીથી દોરી શકો છો. અહીં એવા કેમેરાની પણ વ્યવસ્થા છે જેનાથી એક નાનકડી નવી વિન્ડો  માં આપની યોજના ને ત્રિપરીમાણમાં જોઇ શકો છો. ઉપરાંત તમે કેમેરાને પણ વિવિધ ઉંચાઇએ ગોઠવી શકો છો, જેમ કે છત પર કે બારીની ઉંચાઇ પર વગેરે.

ઉપરાંત અહીં આપની પાસે રાચરચીલાની વિશાળ શ્રેણી વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. રાચરચીલા સાથે તેની અનુમાનીત રકમ પણ તે આપે છે, પણ તે યુરોમાં છે, (વેબસાઇટ યુરોપની હોવાનો સંભવ છે.) આ નાનકડી અગવડતાને લીધે આપને કદાચ આ વિકલ્પ ઉપયોગી નહીં લાગે. પરંતુ એ એક બાબત સિવાય આખી વેબસાઇટ ખૂબજ સુંદર અને ઉપયોગી થઇ છે.

SmallBluePrinter

smallblueprinter

મકાનના નકશાઓને એક મોટા કાગળ પર ભૂરા રંગેથી દોરવામાં આવે છે તેને બ્લૂપ્રિન્ટ કહેવાય છે. એ નામના આધારે સ્મોલ બ્લુ પ્રિ ન્ટર મકાનના અને વિવિધ બાંધકામોના નકશા બનાવી આપે છે. જો કે આ ખૂબ મૂળભૂત સુવિધા છે, છતાં તેમાં મૂળભૂત દિવાલો, દરવાજા અને બારી સાથે નકશો બનાવ્યા પછી ઇમારતને ત્રિપરીમાણમાં તથા આઇસોમેટ્રીક રીતે જોવાની સગવડ છે, ઉપરાંત તેની આપ પ્રિન્ટ પણ લઇ શકો છો. ચોક્કસ માપ સાથે અહીં બનાવી શકાતી દિવાલો તથા એ જ રીતે માપથી દોરી શકાતા દરવાજા અને બારીઓ તેની મુખ્ય સગવડ છે. આ મૂળભૂત પણ ઉપયોગી સગવડ છે.

આપ શું કહો છો? મકાન નો નકશો જાતે બનાવવો છે કે સિવિલ એન્જીનીયરની જરૂરત છે?


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઇટ – 9 (Home Planning)

  • MITESH

    વાહ વાહ હું તો એટલો ખુશ થયો કે મારી પાસે વર્ણન કરવા શબ્દો નથી આટલી સરસ વેબસાઈટ એ પણ એક સિવિલ એન્જિનિયર માટે ખુબ જ ઉપયોગી છે હું એક ફ્રેશ એન્જીનીયર છુ મારા માટે આ સાઈટ ખુબજ ઊપયોગી છે તમારો ખુબ ખુબ આભારી

  • Bhupendra Tejani

    તમ બહુ સુન્દર મહેનત લઈ ને અમારા માટે સ્વપ્નનો મહેલ સાકાર કરવામા ઉપયોગિ થઈ શકશો -આભાર
    ભુપેન્દ્ર તેજાણિ-રાજકોટ્

  • Pratik

    અતિ સુન્દર…. ખુબ ખુબ આભાર તમરો….. આ માહિતિ જરુર થિ મદદ રુપ નિવદ્સે.

  • Jayvir

    આ માહિતી તો ગણી ઉપયોગી છે ……તમે તો લખનાર ખરેખર જાદુગર છો કે સુ મારા જેવા ઇન્તેર્નેત ઉપયોગ કરનારા માટે તમારી સીતે વરદાન સમાન છે. હું અને કોપ્ય કરી ને ઉસે કરી સકું ચ્ચું મારા બ્લોગ ઉપ્પર ….

  • nilam doshi

    સુન્દર અને ઉપયોગી માહિતિ….

    થોડા આ બાબત માટે તમને હેરાન કરી શકું ?
    આભાર..

  • Dhaval Navaneet

    ‘ બકા ‘ તારી હયાતી મુશ્કેલીઓ ને ભગાડવામાં માહિર છે .!!..આટલી સરસ માહિતી અને પાછી સરળ પણ… દોસ્ત સાચી વાત કહું તો હાલ મારે નવા ઘરમાં શિફ્ટ થવાનું છે અને તે ઘરની શી રીતે શણગારું તે મુજવણ હતી …પાછો હું ભૂલી પણ ગયો હતો જીગ્નેશ અધ્યારુ નામના જાદુગર ને !…ખેર હું ટેકનીકલ ભાષા સારી રીતે જાણું છું એટલે આ સાઈટો નો વધારે સારી રીતે ઉપયોગ કરી શકીશ …ખુબ ખુબ અભાર દોસ્ત