“આપજો !” માં કવિએ પ્રભુ કશુંક માંગવાનું કહે તો તે શું માંગે છે તે વિશે જણાવ્યું છે. સાદું સપનું, સાદી ભોમકામાં આયખું, મર્માળા માનવીની વાણી અને તેમની સાથે સુખ દુ:ખની ઉજાણી – આવું તેવું મળે એટલી કવિની ઇચ્છા રહી છે.
ઇશ આવીને આજ કહે કે
માગ તે આપું;
હદય, તને બાંધતા સકળ
બંધન કાપું;
દેવતાના દરબારમાં ઉંચે
આસને સ્થાપું;
મૂરખ મારું કાળજું છતાં,
કાંઇ ન માને;
હઠ કરીને બેસતું એ તો,
એક જ ધ્યાને.
સોરઠની રૂડી બોમમાં નાના
ગામની સીમે;
પાય પખાળતી જાય વહી જ્યાં
નાવલી ધીમે.
મર્માળા મારાં માનવીની ત્યાં
સાંભળું વાણી;
સુખદુ:ખોની સાથ અમારે
થાય ઉજાણી.
એવારે કાંઇ ઓરતા મનને
કરતા જાદુ;
હોય કૃપા તો એટલું આપજો
સપનું સાદું;
ભોમકામાં એવી આયખું દેજો
ઇશ એકાદું.
(શ્રી મકરંદ દવેની કૃતિ “અમલ પિયાલી” માંથી સાભાર)
હોય ક્રુપા તો એટલુ આપજો
સપનુ સાદુ……….ખરેખર ખુબજ સરસ
ચન્દ્રા
મારા પ્રિય કવિની આ સુંદર રચના અહીં માણવાની મજા માણી….આભાર..
આજે અક્ષરનાદની ઘણી રચનાઓ નિરાંતે ઘણાં સમય પછી વાંચી. સરસ..અભિનંદન..
ખાસ કરીને ઉપર આવતી પંક્તિઓ..ધ્રુવ ભટ્ટ અને અન્ય કવિઓની પંક્તિઓ ખૂબ ગમી.
સરસ રીતે મૂકાયેલ છે. અને પસંદગી પણ ગમી. બધી જાણીતી, ને માનીતી પંક્તિઓ હોવા છતાં અહીં સરસ રીતે મૂકાયેલ છે તે ગમ્યું. આભાર સાથે
પ્રભુ પાસે કેટલી સરળ માંગણી!!!
સપના