તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 6


માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં અગ્રસર અક્ષરનાદની આ પહેલા આયોજીત બંને માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. આ બે સ્પર્ધાઓએ અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો ત્રીજો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition 3

તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) – નિયમો

૧. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂર નથી.

૨. માઈક્રોફિક્શન ઈ-મેલ દ્વારા નીચે આપેલા ઈ-મેલ સરનામે માઈક્રોસોફ્ટ વર્ડમાં / પીડીએફમાં મોકલવી. (હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલી શક્શો) વાર્તા યુનિકોડમા હોય તે ઈચ્છનીય છે, અથવા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ (સામાન્યતઃ ઉપયોગમાં લેવાતા ફોન્ટથી અલગ હોય તો) ઈ-મેઈલ સાથે એટેચ કરવા. વાર્તાની સાથે સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Micro-fiction Contest 3 લખવું.

૩. જો આપ હસ્તલિખિત માઈક્રોફિક્શન મોકલવા ઈચ્છતા હોવ તો સ્પર્ધકે વાર્તાઓ ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. શરૂઆતમાં સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં કૃતિ સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે લખેલી માઈક્રોફિક્શન સ્કેન કરીને તેની ઈમેજ અથવા પી.ડી.એફ ફાઈલ ઈ-મેલ દ્વારા નીચે આપેલા ઈ-મેલ સરનામે મોકલવી.

૩. વાર્તા મૌલિક, અપ્રગટ અને સ્વરૂપને બંધબેસે એવી હોવી જોઈએ. માઈક્રોફિક્શનની મર્યાદાઓની બહાર જતી વાર્તાઓને સ્વીકારી શકાશે નહીં. આ મર્યાદાઓ નીચે સૂચવ્યા મુજબની છે. વાર્તાની મૌલિકતાની જવાબદારી સંપૂર્ણપણે લેખકની રહેશે.

૪. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મિત્રોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. છેલ્લી તારીખ બાદ મળેલી કૃતિઓ સ્પર્ધા માટે સ્વીકારી શકાશે નહીં.

૫. સ્પર્ધામાં મોકલેલી વાર્તાઓ અન્યત્ર મોકલી શકાશે નહીં. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક અક્ષરનાદનો રહેશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા જાહેર થશે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે. સ્પર્ધાની વિજેતા વાર્તાઓ તથા અન્ય પસંદગીની અમુક વાર્તાઓને સર્જનના દ્વિતિય પુસ્તક ‘માઈક્રોસર્જન – ૨’માં અમારી વાર્તાઓ સાથે વિશેષતઃ સમાવવાનો ઉદ્દેશ છે.

૬. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે સંપાદક કે અન્ય કોઈ જવાબદાર રહેશે નહીં.

૭. માઈક્રોફિક્શન મહત્તમ ૨૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી હોવી જોઈએ. એથી ઓછા શબ્દો સ્વીકાર્ય રહેશે પણ વધુ શબ્દસંખ્યા સ્વીકાર્ય રહેશે નહીં.

૮. ઓછામાં ઓછી ત્રણ માઈક્રોફિક્શન મોકલવાની રહેશે. એથી વધુ માઈક્રો ફિક્શન કે એકથી વધુ એન્ટ્રી ગણતરીમાં લેવાશે પણ એ સ્પર્ધામાં ગણવા અને તેની સ્વીકાર્યતા અંગેનો સઘળો હક્ક અક્ષરનાદનો / નિર્ણાયકોનો રહેશે. સ્પર્ધા અંગેનો બધી બાબતો અને નિર્ણય અક્ષરનાદના અધિકારમાં જ રહેશે અને એ સર્વે સ્પર્ધકોને બંધનકર્તા હશે.

૯. સ્પર્ધા માટે કૃતિઓ ધ્યાનમાં લેતી વખતે તેના વાર્તાકથનની પદ્ધતિ, શબ્દોનો ઉપયોગ, વાર્તાનું પોત અને તેની અસરકારકતા, પ્રસંગ – ઘટનાની નિરુપણ પદ્ધતિ, વાર્તાબોધ અને અંતે ચમત્કૃતિ જેવી બાબતો ધ્યાનમાં લેવાશે. પણ એ સર્જક માટે બંધનકર્તા નથી. સ્પર્ધામાં અંતે તો રચનાની સમગ્રતયા અસરકારકતા અને સર્જનની વિશેષતા જ સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે.

૧૦. ઓછામાં ઓછા શબ્દો સાથે વધુ કહી શકવાની ક્ષમતા, એકથી વધુ વૈકલ્પિક અંતની શક્યતાઓ અને વાર્તા પૂર્ણ થયે વાચકના માનસમાં એક કે એથી વધુ નવા ઘટનાપ્રવાહનો જન્મ માઈક્રોફિક્શનની કેટલીક ખાસીયતો હોઈ શકે છે.

સંપર્કસૂત્ર

ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે :

sarjanmfc@gmail.com પર ઈ-મેલ કરવો અને Subject માં Micro-fiction Contest 3 અવશ્ય લખવું.

વાર્તાઓ અમારા સુધી પહોંચાડવાની અંતિમ તારીખ છે ૨૦ જૂન ૨૦૧૭,

પરિણામ પ્રસિદ્ધ થશે તા. ૧૦ ૨૦ જુલાઈ ૨૦૧૭ ના રોજ.

નિર્ણાયકો
શ્રી નીલમ દોશી
ડૉ. હાર્દિક યાજ્ઞિક
જીજ્ઞેશ અધ્યારૂ

ઈનામ –
પ્રથમ સ્થાન – ૫૦૧/-
દ્વિતિય સ્થાન – ૨૫૧/-
તૃતિય સ્થાન – ૨૦૧/-
આશ્વાસન ઈનામ – ૧૫૧/-

ઉપરાંત સર્વે વિજેતાઓને સર્જન માઈક્રોફિક્શનના પ્રથમ પુસ્તક માઈક્રોસર્જનની નકલ પણ આપવી છે.

ગત વખતે અનેક મર્યાદાઓને લીધે સ્પર્ધા અને પરિણામો વચ્ચે ખૂબ લાંબો સમય લાગ્યો હતો. વિજેતાઓને ઈનામ મોકલવામાં પણ મુશ્કેલીઓ થયેલી અને અમુકને એ પહોંચ્યા પણ નહોતા. એવી મર્યાદાઓ આ વખતે ન નડે અને બધા જ કામ નિર્ધારિત સમયે પૂર્ણ થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. આ વખતે ‘સર્જન’ની એક ટીમ જ આ સ્પર્ધા સંકલનમાં મને સાથ આપશે એટલે એવી અવ્યવસ્થા થવાની શક્યતાઓ નહીં રહે. સ્પર્ધા માટે પુરસ્કારોની જાહેરાત પણ યોગ્ય સમયે કરવામાં આવશે. આશા છે આપનો ઉત્સાહ આ સ્પર્ધાને અનેરી ઉંચાઈ સુધી લઈ જશે અને આખરે એ માઈક્રોફિક્શનના સ્વરૂપને ઉપયોગી બની રહેશેો.

તો ચાલો, માઈક્રોફિક્શનના આ વિરાટ સ્વરૂપમાં તમારું યોગદાન આપવા અમારું આ નાનકડું આયોજન આપને આમંત્રણ આપે છે.

– જીજ્ઞેશ અધ્યારૂ, સંજય ગુંદલાવકર, રાજુલ ભાનુશાલી, મિત્તલ પટેલ

નોઁધ – સ્પર્ધાની આયોજન ટીમના ઉપરોક્ત સભ્યો સિવાય ‘સર્જન’ના બધા મિત્રો આ સ્પર્ધામાં ભાગ લઈ શક્શે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭)