છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૨ (૨૦૫ વાર્તાઓ) 4
‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. આજુબાજુ, આગળપાછળ… બધે જ છોકરી. ….પેપર કેમ લખવું? ૨. “તારી વહુ તારી મા જેવી ભલી… ખાવાનું માંગુ તો જ આપે.” ૩. “કેવી સરસ ઠંડી લૂ છે નહી?” પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું. ૪. “તું બર્થડે કેમ નથી ઉજવતો?” “મારો જન્મ ને મારી મા…” ૫. “મારી સાસુ તો કાળના પેટની, ખાવાય નથી દેતી. તોય પેટભરીને….” ૬. “પહેલા ભાઈની દુકાન, પછી મારા લગ્ન.” બહેન બોલી. ૭. “તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.” બા હીંબકે ચઢ્યા. ૮. “દાદા આઘા બેસો, ગંધાવ છો.” ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી…. ૯. પોસ્ટ ગ્રેજ્યુએટ… “…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.” – દિવ્યેશ સોડવડીયા ૧. એણે હાથ પકડ્યો, ને એમ્બ્યુલન્સ પાછી ગઈ… ૨. એના લીધે તો આ કર્યું, ને એ… ૩. હસતો રહ્યો તો ખુશ ગણીને એણેય દુઃખ આપ્યે રાખ્યા.. ૪. ઝભલું, ઘોડીયું, નઝરીયા ને નઝરાઈ ગયેલ જિંદગી.. ૫. ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને દિકરો થયો.. ૬. શું થયું? કોમી.. તો વાંધો નહીં.. ૭. બાસુંદીએ કારેલાને પૂછ્યું.. કડવું એટલે કેવું? ૮. આજે છપ્પનભોગ ને ઈશ્વરને લૂઝ મોશન.. ૯. બાળમજૂર છોડાવવા નીકળેલા ઇન્સ્પેકટર બરાડ્યા. . “છોટુ, બે ચા..” ૧૦. જિંદગીએ પ્લેબોયમાંથી પે બોય બનાવી દીધો.. ૧૧. ખુદા શું કહે? આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા.. ૧૨. શબરી હટાણું કરવા નીકળી ને રામે હાટડી ઉઘાડી.. ૧૩. લોહી નીંગળતું ધારીયું, એક નવજાત છોકરી … અનાથઆશ્રમ ૧૪. સંજોગોએ પથ્થર ફેંક્યા, મનમાં કોમી રમખાણો.. ૧૫. મિલનું ભૂંગળુ વાગ્યું, મજૂરો – ‘હાશ’ મંદિરમાં શંખ ફૂંકાયો ભગવાન – ‘ઓફ્ફ’ ૧૬. એની યાદમાંં રડ્યો’તો યાદ કરીને હસવું […]