ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – CLOSED 6


માઇક્રોફિક્શન વાર્તા લખતા, સમજતા, મથતા મિત્રોની ટોળકી એટલે સર્જન વોટ્સએપ ગ્રૂપને આજે બે વર્ષ પૂરા થયા. દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા પછી બનેલા આ ગ્રૂપના બે માઈક્રોફિક્શન પુસ્તકો અને અનેક સામયિકો – વર્તમાનપત્રોમાં છપાયેલી એની રચનાઓ સાબિતી છે કે અહીં સતત શીખવાનો, લખવાનો, સમજવાનો, ચર્ચા કરવાનો અને સ્પષ્ટ પ્રતિભાવ આપવાનો સતત પ્રયત્ન થાય છે. અક્ષરનાદે ‘સર્જન’ ગ્રૂપ અને આ પહેલાની ત્રણ માઈક્રોફિક્શન સ્પર્ધાઓ દ્વારા અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે, અને અહીં થતી મથામણ, જોડણી વિષયક ચર્ચાઓ અને વાર્તા સ્વરૂપનું વિવેચન ફક્ત માઈક્રોફિક્શન જ નહીં, લઘુકથાઓ અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ સભ્યોને ઉપયોગી થઈ રહે છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે ફરીથી દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો ચોથો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad Gujarati micro fiction competition

ચતુર્થ અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮) – નિયમો

1. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂર નથી.

2. માઈક્રોફિક્શન ઈ-મેલ દ્વારા નીચે આપેલા ઈ-મેલ સરનામે માઈક્રોસોફ્ટ વર્ડમાં / પી.ડી.એફમાં મોકલવી. (હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને તેની ઈમેજ અથવા પી.ડી.એફ ફાઈલ ઈ-મેલ દ્વારા મોકલી શક્શો) વાર્તા યુનિકોડમા હોય તે ઈચ્છનીય છે, અથવા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ (સામાન્યતઃ ઉપયોગમાં લેવાતા ફોન્ટથી અલગ હોય તો) ઈ-મેઈલ સાથે એટેચ કરવા. વાર્તાની સાથે અલગ પેજમાં સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Micro-fiction Contest 4 લખવું.

3. જો આપ હસ્તલિખિત માઈક્રોફિક્શન મોકલવા ઈચ્છતા હોવ તો ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. અલગ પેજમાં સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં કૃતિ સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે લખેલી માઈક્રોફિક્શન કૂરિયર કે પોસ્ટ દ્વારા નીચે આપેલા સરનામે મોકલવી. સ્પર્ધાની અંતિમ તારીખ પહેલા એ મળી જવી જરૂરી છે.

4. વાર્તા મૌલિક, અપ્રગટ અને સ્વરૂપને બંધબેસે એવી હોવી જોઈએ. આ માઈક્રોફિક્શન સ્વરૂપની સ્પર્ધા છે એટલે અહીં લઘુકથાઓ સ્વીકાર્ય નથી. માઈક્રોફિક્શન અને લઘુકથા વચ્ચેની વિશદ સરખામણી સર્જન સામયિકના અંકમાં આપી છે. માઈક્રોફિક્શનની મર્યાદાઓની બહાર જતી વાર્તાઓને સ્વીકારી શકાશે નહીં. આ મર્યાદાઓ નીચે સૂચવ્યા મુજબની છે. વાર્તાની મૌલિકતાની જવાબદારી સંપૂર્ણપણે લેખકની રહેશે.

5. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મિત્રોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. છેલ્લી તારીખ બાદ મળેલી કૃતિઓ સ્પર્ધા માટે સ્વીકારી શકાશે નહીં.

6. સ્પર્ધામાં મોકલેલી વાર્તાઓ અન્યત્ર મોકલી શકાશે નહીં. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો પહેલો હક અક્ષરનાદનો રહેશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા જાહેર થશે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

7. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે સંપાદક કે અન્ય કોઈ જવાબદાર રહેશે નહીં.

8. માઈક્રોફિક્શન મહત્તમ ૨૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી હોવી જોઈએ. એથી વધુ શબ્દસંખ્યા સ્વીકાર્ય રહેશે નહીં.

9. ઓછામાં ઓછી ત્રણ માઈક્રોફિક્શન મોકલવાની રહેશે. એથી વધુ માઈક્રોફિક્શન કે એકથી વધુ એન્ટ્રી ગણતરીમાં લેવાશે પણ એ સ્પર્ધામાં ગણવા અને તેની સ્વીકાર્યતા અંગેનો સઘળો હક્ક અક્ષરનાદનો / નિર્ણાયકોનો રહેશે. સ્પર્ધા અંગેનો બધી બાબતો અને નિર્ણય અક્ષરનાદના અધિકારમાં જ રહેશે અને એ સર્વે સ્પર્ધકોને બંધનકર્તા હશે.

10. સ્પર્ધા માટે કૃતિઓ ધ્યાનમાં લેતી વખતે તેના વાર્તાકથનની પદ્ધતિ, શબ્દોનો ઉપયોગ, વાર્તાનું પોત અને તેની અસરકારકતા, પ્રસંગ – ઘટનાની નિરુપણ પદ્ધતિ, વાર્તાબોધ અને અંતે ચમત્કૃતિ જેવી બાબતો ધ્યાનમાં લેવાશે. પણ એ સર્જક માટે બંધનકર્તા નથી. સ્પર્ધામાં અંતે તો રચનાની સમગ્રતયા અસરકારકતા અને સર્જનની વિશેષતા જ સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે.

11. ઓછામાં ઓછા શબ્દો સાથે વધુ કહી શકવાની ક્ષમતા, એકથી વધુ વૈકલ્પિક અંતની શક્યતાઓ અને વાર્તા પૂર્ણ થયે વાચકના માનસમાં એક કે એથી વધુ નવા ઘટનાપ્રવાહનો જન્મ માઈક્રોફિક્શનની કેટલીક ખાસીયતો હોઈ શકે છે.

સંપર્કસૂત્ર

ઈ-મેઈલ દ્વારા માઈક્રોફિક્શન મોકલવા માટે :
adhyaru19@gmail.com પર ઈ-મેલ કરવો અને Subject માં Micro-fiction Contest 4 અવશ્ય લખવું.

કૂરિયર / પોસ્ટ દ્વારા માઈક્રોફિક્શન મોકલવા માટે :
જીજ્ઞેશ અધ્યારૂ, ઘર નંબર ૨૮, સહજાનંદ વિલા – ૨, સાકાર સ્કૂલની ગલીમાં, ન્યૂ સી.જી. રોડ, ચાંદખેડા, અમદાવાદ

આ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કે પૂછપરછ ૯૯૭૪૪ ૧૦૮૬૮ પર કરી શકાશે.

વાર્તાઓ અમારા સુધી પહોંચાડવાની અંતિમ તારીખ છે ૬ જૂન ૨૦૧૮, પરિણામ પ્રસિદ્ધ થશે તા. ૧૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ.

નિર્ણાયકો
શ્રી હરીશ મહુવાકરજી
શ્રી કામિની સંઘવીજી

પુરસ્કાર

આ સ્પર્ધાના સ્પોન્સર છે ધૂમખરીદી.કોમ (https://www.dhoomkharidi.com/) તેમના તરફથી વિજેતાઓને ધૂમખરીદીના નીચે મુજબ વાઊચર્સ આપવામાં આવશે.
પ્રથમ સ્થાન – ૧૦૦૦/-
દ્વિતિય સ્થાન – ૫૦૦/-
તૃતિય સ્થાન – ૨૫૦/-

તથા વિજેતાઓને પુરસ્કારમાં
પ્રથમ સ્થાન – ૧૦૦૧/-
દ્વિતિય સ્થાન – ૫૦૧/-
તૃતિય સ્થાન – ૨૫૧/-
આશ્વાસન ઈનામ – ૨૦૧/- રૂપિયા મળશે.

ઉપરાંત સર્વે વિજેતાઓને સર્જન માઈક્રોફિક્શનના પુસ્તક માઈક્રોસર્જન ૧ અને ૨ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સિવાયના બાકીના સ્પર્ધકોને માઈક્રોફિક્શનના પુસ્તક માઈક્રોસર્જન ૧ અને ૨ની નકલ ૨૫% ડિસ્કાઉન્ટ સાથે આપી શકીશું.

વિજેતાઓના ઈનામો માટે ભેટ આપવા માંગતા કે વિશેષ ઈનામ આપવા માંગતા મિત્રોનું પણ સ્વાગત છે. તેમને વિનંતિ કે તેઓ adhyaru19@gmail.com પર ઈ-મેલ દ્વારા સંપર્ક કરે.

ઈનામની રકમ ચેક કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ભારતીય બેંક ખાતામાં આપી શકીશું. ગત સ્પર્ધામાં ભારતમાં રહેતા વિજેતાઓને ઈનામની રકમ અને પ્રમાણપત્રો સમયસર મોકલી શક્યા હતા. આ વખતે પણ એ જ પ્રયત્ન થશે. બધા જ કામ નિર્ધારિત સમયે પૂર્ણ થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. આશા છે આપનો ઉત્સાહ આ સ્પર્ધાને દર વખતની જેમ એક નવી ઉંચાઈએ લઈ જશે અને આખરે એ માઈક્રોફિક્શનના સ્વરૂપને ઉપયોગી બની રહેશેો.

તો ચાલો, માઈક્રોફિક્શનના આ વિરાટ સ્વરૂપમાં તમારું યોગદાન આપવા અમારું આ નાનકડું આયોજન આપને આમંત્રણ આપે છે. ઉઠાવો કલમ..

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – CLOSED

  • Variya Tushal G.

    ખુબ સરસ આયોજન.
    Microfiction ને બદલે ગુજરાતી શબ્દ વાપરવામાં આવે તે વધુ સ્વીકાર્ય છે.

  • ભગવતી પંચમતીયા ' રોશની '

    સર્જનને અનેકાનેક શુભેચ્છાઓ .

    • Variya Tushal G.

      ખુબ સરસ આયોજન.
      Microfiction ને બદલે ગુજરાતી શબ્દ વાપરવામાં આવે તે વધુ સ્વીકાર્ય છે.

  • આરતીસોની

    વાહ વાહ ખૂબ સરસ… સુંદર આયોજિત સ્પર્ધા કાર્યક્રમ
    મજ્જા પડશે ચાલો.. હું સ્પર્ધા માટે તૈયાર છું.

  • Lata kanuga

    વાહ..ખૂબ સરસ…સ્પર્ધાનું આયોજન..
    મને સર્જન માઇક્રોફિક્શન વોટ્સએપ ગ્રુપમાં આવીને વ્યાકરણ સુધર્યાનો ફાયદો થયો છે.