‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી 13


આજે પ્રસ્તુત છે ‘સર્જન’ સામયિકનો પાંચમો અંક, નિઃશુલ્ક ડાઊનલોડ કરી માણી શક્શો આ અંકની તરોતાઝા કૃતિઓ..

રાજુલ ભાનુશાલી સંપાદિત, ધવલ સોની અને જીજ્ઞેશ કાનાબારના સહસંપાદન અને મીરા જોશી તથા સંજય ગુંદલાવકરની સંપાદન સહાયના પરિણામ સ્વરૂપ સર્જનનો પાંચમો અંક.

આ પાંચમા અંકમાં છે,

  • રાજુલ ભાનુશાલીનો અફલાતૂન સંપાદકીય લેખ જેમાં સાથે સાથે ભળે છે,
    • ઉર્દુ સાહિત્યકાર જનાબ સલીમ બિન રઝાક સાથે વાર્તાસ્વરૂપ વિશે વિગતે પ્રશ્નોત્તરી અને
    • હિન્દીના પત્રકાર અને કવિ શ્રી લોકમિત્ર ગૌતમ સાથે લઘુકાવ્ય અને માઈક્રોફિક્શન વચ્ચે સમાનતા વિશે વાર્તાલાપ.
  • ગોપાલ ખેતાણીની કલમે માઈક્રોફિક્શનના ટચૂકડા તોફાન વિશે મજેદાર લેખ
  • ટૂંકી વાર્તા, લઘુકથા અને માઈક્રોફિક્શન વિશે વાર્તાકાર શ્રી અજય ઓઝાની કલમપ્રસાદી
  • માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ વિજેતા લિડીયા ડેવીસની વિશેષ મુલાકાત
  • અંગ્રેજીમાંથી સર્જનમિત્રો દ્વારા અનુદિત કેટલીક અનોખી માઈક્રોફિક્શન્સ
  • સર્જન ચોથો મેળાવડો અને ‘માઈક્રોસર્જન’ પુસ્તક વિમોચનનો વિગતે અહેવાલ મીરા જોશીની કલમે
  • અને સાથે સાથે સર્જન ગ્રૂપના નવા-જૂના મિત્રોની ચૂંટેલી સ-રસ માઈક્રોફિક્શન્સ

ચોથો અંક જાન્યુઆરીમાં પ્રકાશિત કર્યા પછી આ અંકને આવતા ખાસ્સો સમય થઈ ગયો. વચ્ચે પુસ્તકના કામમાં પણ અમે વ્યસ્ત થઈ ગયેલા. હવે બીજા પુસ્તકની તૈયારી છતાં દર મહીને સર્જન પ્રકાશિત કરી શકીએ એવો પ્રયત્ન રહેશે. રાજુલ ભાનુશાલીનું સંપાદનકાર્ય અને તેમની મહેનત આ અંકમાં ઉડીને આંખે વળગે છે. સહસંપાદકો અને સંપાદન સહાય કરતા મિત્રોએ પણ ખૂબ ઝીણવટથી અંકને તપાસ્યો છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ‘સર્જન’ આ જ સેલ્ફલેસ મહેનત અને મિત્રોને લીધે અસ્તિત્વમાં છે.

અક્ષરનાદની તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધા ચાલી રહી છે ત્યારે સ્પર્ધક મિત્રોને આ અંકથી નવી ઉર્જા અને દ્રષ્ટિકોણ મળશેે એવી અપેક્ષા પણ ખરી, અને અક્ષરનાદના વાચકોને આ અંક વાંચવો ગમશે એવી હાર્દિક ઈચ્છા સહ આ અંક પ્રસ્તુત છે.

‘સર્જન’ પાંચમો અંક અમારી માઈક્રોફિક્શન વિશેષ વેબસાઈટ ‘માઈક્રોસર્જન.ઈન’ના ડાઊનલોડ પાના પર ઉપલબ્ધ છે જે અહીં ક્લિક કરવાથી મેળવી શકાશે.

* * *

Sarjan Gujarati Micro fiction magazine fifth issue


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી