ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૧ 45


તો ‘સર્જન’ ગૃપના સભ્યો રચી રહ્યાં છે ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તાઓ અહીં આપેલા ચિત્ર પરથી, ચિત્રને આધારે અને એને પશ્ચાદભૂમાં રાખીને.. જુઓ વાર્તાલેખનના આ નવીન પ્રયોગની એક ઝલક અહીંના પ્રતિભાવોમાં..

Microfiction from pic 1


આપનો પ્રતિભાવ આપો....

45 thoughts on “ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૧

 • Parmar shailesh

  ગ્રૂપ-ધર્મેસ ગાંધી
  વિષય-ચિત્ર પરથી વારતા
  શીર્ષક-રશિયન રઘો

  શશીને આટલી ખુશ રમાએ ક્યારે નઈ જોઈ એટલે ના રહેવાતા કારણ પૂછી લીધું.
  જવાબમાં શશીએ ગુલાબનું ફૂલ ને આપનાર નો ચિતાર આપ્યો.
  રમા વિચારે ચઢી,
  કોઈ અફસર શશીના પ્રેમમાં પડે ?

  ચિતાર તો કોઈ અફસર નો જ લાગ્યો પણ ગામમાં તો કોઈ લશ્કરી ચહલ પહલ થઈ નથી ને ફોટામાં નો અફસર તો પાછો આપણા દેશ નો પણ નઈ ?

  નક્કી કંઈક તો લોચો છે.
  ***
  “પણ રમા તું આટલી રાતે ક્યાં લઈ જાય છે ?હમણા સરઘસ તો બંધ થઈ જાય ?”હાથ જકડીને લઈ રમાને શશી આખા રસ્તે પૂછ્યા કર્યું.

  રમા એને ગામની ભાગોળે આવેલા સરઘસના પાછળ લઈ ગયી,

  ત્યાં એક ઓસરીમાં પેલા અફસરને જોઈ શશી..
  ***
  “શશી તારી વાત સાચી,પણ હું જો છું એવો તારી જોડે આવતો તો મારા જેવા સરઘસની સાફ-સફાઇ કરનાર ને તું પસંદ કરે ખરી ?”

  કોઢના કારણે શરીર સફેદ પુણી જેવું,પણ અફસર નો ડ્રેસમાં ખરેખર વિદેશી અફસર જેવો લગતો રઘો પગ પકડી ને શશીને રીઝવી રહ્યો.

  શૈલેષ પરમાર.

 • Parmar shailesh

  Iગ્રૂપ-ધર્મેસ ગાંધી
  વિષય-ચિત્ર પરથી વારતા
  શીર્ષક-રંગિલો અફસર

  “ભાઈ મને દર વર્ષે તારુ અહીં આવવું અને આ ગુફા ની કરાળમાં ફૂલ મૂકવું,કંઈ સમજાતું નથી.”અફ્સરી માણસને જોઈ રાહુલથી પૂછ્યા વગર ના રહેવાયું.

  “વર્ષો પહેલા ભારતની ધરતી પર ખીલેલા એક પુષ્પગુચ્છ સમી એ મને ગમી ગયેલી.”જેકોબએ ભૂતકાળ ને છંછેળયો.

  “પછી “?રાહુલ એ લાગેલી આગ ને પવન આપ્યો.

  “પણ એ અહીં ભારત ભૂમિની સ્ત્રી ને હું પરદેશી,એ ના માની હું રોજ અહીં આવી આજ કરાળમાં એને જોતો,બસ એક વારના રહેવાતા ગુલાબ આપ્યું,
  પણ ગામના સરપંચએ આ જોઈ લીધું ને પછી જ્યારે હોશ આવ્યા ત્યારે હુ હોસ્પિટલમાં હતો.”

  “તો,એ ક્યાં ગયી?એનું શું થયું ?”
  રાહુલની તાલાવેલી શબ્દો બની.

  “ભાઈ સરપંચ એની પત્નીને કંઈ કરતો હશે!”જેકોબે ધડાકો કર્યો.

  “તો બદમાશ તું એજ છે જે મારી માં ને છેડતો,ઊભો રે તારુ ભૂત ઉતારુ”કહેતો રાહુલ જેકોબ પર ચડી બેઠો.

  બીજી વાર પણ જેકોબને હોશ આવ્યો ત્યારે એ હોસ્પિટલ માં જ હતો.

  શૈલેષ પરમાર..

 • shaileshkumar pandya

  થીમ : ચિત્ર પરથી વાર્તા
  શબ્દો: ૨૦૦
  ગૃપ: ધર્મેશ ગાંધી
  રચના : શૈલેશ પંડ્યા
  શિર્ષક : “ રેણું “

  ‘ હાથમાં તિરંગો, મુખમાં ‘ ઝંડા ઉચા રહે હમારા.’ શબ્દો પાગલ રેણુની ઓળખ. સરહદી ગામના હનુમાનજીના મંદિરના ઓટે એનો ડેરો. બાપુએ બે ગોદડી આપી દીધી’તી. કોઈને કોઈ પોતાના ઘરેથી રેણુને ખાવાનું આપી જાય. પાગલ હોવા છતાં કદી એણે ગામના લોકોને પરેશાન કર્યા નહોતા. એનું પાગલપન માત્ર દેશભક્તિ પુરતું સીમિત. પાગલ રેણું જાણે ગામની લાડકી બની ગઈ હતી. અસ્તવ્યસ્ત વાળ, ફાટેલા કપડા,એકજ ધૂન. “ ઝંડા….”
  આજ પેલી વખત ગામના મુખી અને શાળાના પ્રિન્સિપાલ મળીને એક સ્તુત્ય પગલું. ૧૫ ઓગસ્ટ, પાગલ રેણુના હાથે ધ્વજવંદન. રેણું નાહી-ધોઈને વ્યવસ્થિત કપડા પેરી હાજર. આજ એની દેશભક્તિ ચરમસીમાએ. ધ્વજની દોરી ખેંચાઈ, ઉપરથી પુષ્પ-વૃષ્ટિ , રેણું ભીંજાઈ ગઈ દેશભક્તિના તાલમાં.
  આંખો સામે ૧૫ વર્ષ પેલાનું દ્રશ્ય.
  ૧૫ઓગસ્ટ, મેજર જય રાઠોડ, હાથમાં જાસૂદના ફૂલ, ખડકની ખાંચ વચ્ચેથી મેજર જાણે શાંતિદૂત. રેણું સરહદ પાર પાકિસ્તાનની છે, જ્ઞાતિ, ધર્મ બધું જ અલગ. પણ પ્રેમ ક્યા સરહદ કે ધર્મના વાડામાં બાંધ્યો બંધાઈ છે. રેણું છુપાઈ છુપાઈ મેજરને મળતી અને જાસૂદના ફૂલો એના કેશ શોભાવતા. આખરે પાકિસ્તાની સૈન્યની નઝર શાંતિદૂત પર. ગોળીએ સીમા વળોટીને આખું આભ રક્તરંજિત. બસ ત્યારથી રેણું ભારતમાંનાં ખોળે પાગલ બનીને ભટકે છે…
  પુષ્પ-વૃષ્ટિ સાથે આંખમાંથી અશ્રુ-વૃષ્ટિ થઇ. મુખમાંથી શબ્દો સરી પડ્યા. “ ઝંડા ઉચા..”
  સવારના ગગનની લાલીમાં અટવાતો અટવાતો સૂર્ય હજુ ક્ષિતિજમાં ઉગવા ની તૈયારીમાં હતો.
  શૈલેષ પંડ્યા..

 • Hardik Pandya

  નામ : હાર્દિક પંડયા
  થીમ : ચિત્ર પરથી વાર્તા
  તારીખ : ૨૦/૦૭/૧૬-૨૧/૦૭/૧૬
  શબ્દ સંખ્યા : ૧૮૬

  શીર્ષક : લાલ ફૂલ

  ગ્રુપ કેપ્ટન પ્રતાપસીંહ રાઠોડ આર્મીનાં વરિષ્ઠ અધિકારી. એમણે એમની ટુકડી સાથે મળીને આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં વિજય મેળવ્યો હતો. આજે બે વર્ષ પછી તેમને ઘરે જવાની પરવાનગી મળી હતી. તે ખુબજ ખુશ હતાં. તે છેલ્લે જ્યારે ઘરેથી નીકળેલા ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. પોતાને દીકરો થયાનાં સમાચાર મળ્યા પછી પણ તેઓ ઘરે નહતાં જઈ શક્યા. તેમનો કુંવર હવે દોઢ એક વર્ષનો થયો હતો. કેપ્ટનને પોતાના દીકરાનાં મોંઢેથી “પપ્પા” સાંભળવાની તાલાવેલી જાગી હતી. સાથે પત્નીને મળવાની પણ જલ્દી હતી. કેપ્ટન પત્નીની માફી માંગવા ઈચ્છતા હતાં. કારણ કે તેને જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે તેના તરફની ફરજ ભૂલી કેપ્ટન દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા હતાં.

  કેપ્ટન ઘરે જવા નીકળ્યા ત્યાં રસ્તામાં એમને એક ફૂલોની દુકાન દેખાઇ. રંગબેરંગી ફૂલો જોતાં જ તેમને તેમની પત્નીની યાદ આવી ગઇ. એને રંગબેરંગી ફૂલો એમાંય લાલ ફૂલ ખુબ ગમતાં. પછી એ ગુલાબ હોય કે જાસુદ.. કેપ્ટને લાલ રંગનું ફૂલ લીધું. અને ઘર તરફ આગળ વધ્યા. ઘર આંગણે પહોંચી જોયું તો પત્ની હંમેશાંની જેમ ઘરનાં આંગણામાં રોપેલા ઝાડ પાસે ઊભી રહી કેપ્ટનની રાહ જોતી હતી. કેપ્ટને પત્નીને પેલા ઝાડની ડાળીઓ વચ્ચેથી પ્રેમભર્યા સ્મિત સાથે ફૂલ આપ્યું. પત્ની તો ભાવવિભોર થઇ ગઇ. અને પતિને ભેટી પડી.

 • Sarla Sutaria

  થીમ  ઃ ચિત્ર વાર્તા
  શબ્દ  ઃ ૨૦૦
  શિર્ષક  ઃ મિત્રતા

  નામ  ઃ સરલા સુતરિયા
  તા.  ઃ  ૨૧ / ૦૭ / ૨૦૧૬ /
  .
  અંધાધુંધ ગોળીઓ વરસી રહી હતી. બધા ઢેર થઈને પડ્યાં હતાં. કોઈ બચ્યું હોય એવું લાગતું નહતું. બધાને મૃત્યું પામેલ માની દુશ્મનો પરત થઈ ગયાં હતાં. સૌથી વધુ શબ સીમેન્ટની કોથળીઓની આડશ પાસે હતાં. થોડી વાર પહેલાના કોહરામ, ચીસાચીસ, મશીનગનની ધણધણાટી, બોમ્બ ફેંકવાથી ઉડતી કરચો, વગેરેથી ત્રસ્ત વાતાવરણ અચાનક નિઃસ્તબ્ધ થઈ ગયું હતું.

  કેપ્ટન આયુષને ખુબ ગુંગળામણ થતી હતી. મ્હોં ખોલી શ્વાસ લેવાના પ્રયત્નમાં લોહી મ્હોંમાં ધસી આવતું હતું. આમાંથી બહાર નીકળવા પોતાના મિત્ર નિતિનને પોકારવાનો પ્રયત્ન નિષ્ફળ થઈ રહ્યો હતો. ચારે બાજુ અંધકાર અને લોહી માંસની ગંધ એને અકળાવી રહી હતી. એ અભાન થઈ પડી રહ્યો.

  અચાનક એને લાગ્યું કે નિતિન એને બોલાવી રહ્યો છે. એણે જવાબ દેવા કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યો. ત્યાં એણે નિતિનને જોયો. એના હાથમાં એને અતિ પ્રિય એવા અહીં પર્વત પર થતાં લાલ ફુલોનો ગુચ્છો હતો. એણે લેવા માટે કોશિશ કરી પણ એનાથી હલીય ન શકાયું.

  ‘ઊઠ તો આયુષ, લે આ તારા પ્રિય ફુલો. જો હું છેક ટોચ પરથી તારા માટે લાવ્યો છું. ચાલ જલ્દી લઈ લે’ કહેતાં નિતિનનો સ્વર ભાવુક થઈ ઊઠ્યો. જોર કરી આયુષે પોતાના પર પડેલા મિત્રોના લોહીલુહાણ દેહ હટાવ્યા ને મહામહેનતે ઊભા થઈ ફુલો લેવા હાથ લંબાવ્યો.

  ‘આયુષ આઉટ ઓફ ડેન્જર એન્ડ નિતિન નો મોર’ કહેતાં આર્મીના ડોકટર ઊભાં થઈ ગયા.
  સરલા સુતરિયા

 • minaxi.

  મીનાક્ષી વખારિયા.
  2. ‘લોહીનો રંગ’ ( 200 ) શબ્દો.

  બીજા વિશ્વયુધ્ધના પ્રતાપે જર્મનીનું પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન થયું ને બર્લિનની ભીંત બંધાઈ ગઈ. કેટલાય પરિવાર, દોસ્તો, પ્રેમીઓ વિખૂટા પડી ગયા. ફ્રેડા અને હેરી, એક સરસ મજાનું પ્રેમીયુગલ હતું. એમને અલગ થવું પડ્યું, કારણ માત્ર, યોગ્ય દસ્તાવેજનો અભાવ.

  આખો દિવસ દીવાલની બંને તરફ સિપાઈઓની ફોજ તહેનાત રહેતી. રોજ સાંજે અંધારૂ થતાં, એમની પાળી બદલાતી હોય ત્યારે હેરી – ફ્રેડા દીવાલ મધ્યેના બાકોરા પાસે છુપાઈને મળતાં. બાકોરામાંથી એકબીજાના હાથને પકડી વિરહના આવેગને શાંત કરવાની કોશિશ કરતાં. વાતો કરતાં હેરીનો સ્વર આદ્ર થઈ જતો જ્યારે ફ્રેડાની આંખોમાંથી અવિરત આંસુ વહેતા.

  બર્લિનની ભીંત ક્યારે તૂટશે ? આ જિંદગીમાં બંને એક થઈ શકશે ? કંઈ જ ખબર નહોતી. અન્યોન્યનો અદમ્ય પ્રેમ અને વિશ્વાસ જ એમની જીવાદોરી હતી. હવે તો બંનેના સોનેરી વાળની લટોમાં સફેદી આંટા દેવા માંડી ત્યારે ખબર આવ્યા કે બંનેના મિલનમાં વિલન બનેલી પેલી બર્લિનની ભીંતના દરવાજા, થોડા જ દિવસમાં ખૂલી જશે. ખુશીનો માર્યો હેરી તે દિવસે લાલ ગુલાબની અવેજીમાં હાથે ચડ્યું તે લાલ ફૂલ લઈ બાકોરામાંથી ફ્રેડાને આપતાં બોલ્યો, “વિલ યુ મેરી મી !” ફ્રેડા પણ સેલિબ્રેશનનાં મુડમાં હતી. તે ગ્રેપવાઇન લઈને જ આવેલી. ફ્રેડાએ તેનું પ્રપોઝલ સ્વીકારી લેતા હેરી નાચવા લાગ્યો; આ બાજુ ફ્રેડા પણ..દરવાજા ખૂલવાની વાતથી અજાણ એક સોલ્જરનું ધ્યાન હેરી પર પડતાં બંદુકના નિશાને લીધો..લાલ ફૂલ જેવું લાલ લોહી..

  મીનાક્ષી વખારિયા.

 • Leena Yagnesh Vachhrajani

  ગ્રુપ – પરિક્ષિત જોશી.
  થીમ : ચિત્ર પરથી વાર્તા
  તારીખ : ૨૧/૦૭/૨૦૧૬
  સર્જક : લીના વછરાજાની
  શબ્દો – આશરે ૧૯૬

  “ભાગલા”

  રિચા કલકત્તાના મધર ટેરેસા મિશનમાં જ ઉછરીને મોટી થઇ હતી. એની કુશાગ્ર બુધ્ધિને લીધે વિદેશમાં મિશનના ઘણા સેમીનાર અને જાહેર સભાઓના આયોજનની જવાબદારી એને હસ્તક રહેતી. યુરોપમાં આવી જ એક સભા માટે પોલીસ પરમિશન લેવા એ ગઇ ત્યારે ક્લાસ વન ઓફિસર રેક્સ સાથે એની મુલાકાત થઇ. ઔપચારિક વાત સાથે શરુ થયેલી મુલાકાત ખુબ જલ્દી પ્રણયમાં ફેરવાઇ. વીઝા પુરા થયા અને રિચાને મુકવા આવતા રેક્સે રેડ ફ્લાવર આપીને પ્રપોઝ કર્યું .બન્ને એ કોર્ટમેરેજ કરવાનું નક્કી કર્યું. બધા જ જાણતા હતા. રોજ ફોનમાં કલાકો સુધી વાત કરતાં એક વાર રેક્સે કહ્યું કે, આ બ્રિટન અલગ થયું એમાં અમારી જવાબદારી વધી ગઇ છે. સીવીલીયન પર હુમલાના બનાવ વધી ગયા છે.કડક પેટ્રોલિંગ અને સતત સતર્ક રહેવુ પડે..
  આજે સવારમાં જ રિચા પર યુરોપિયન પોલીસ હેડક્વાર્ટરમાં થી ફોન આવી ગયો હતો કે રેકસને પેટ્રોલિંગ કરતાં કોઇ માથાભારે તત્વો સાથે અથડામણ થઇ અને એમાં હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ એનુ મૃત્યુ થઇ ગયું.
  સિસ્ટર મારીયાના ખોળામાં માથું મુકીને રિચા ધ્રુસકે રડતી હતી.એના હાથમાં રેક્સનો રેડ ફ્લાવર આપતો ફોટો હતો. નિતરતી આંખો અને બેજુબાન હોઠ પર એક જ ફરિયાદ હતી કે યુરોપિયન યુનિયન અને બ્રિટનની જેમ મારા અને રેક્સના ભાગલા થઇ ગયા..
  મધર ટેરેસા મિશનમાં સોપો પડી ગયો હતો.

  • વત્સલ

   સામ્પ્રન્ પ્રહ્વાને સાકરતો સારો પ્રયત્ન difficult to type in Gujrati. Anyway good attempt with latest incidents. Emotions r obvious that’s why predictive from first few lines so curiousity is missing. In short story last moment twist is very essential. All d best.

 • minaxi.

  મીનાક્ષી વખારિયા’
  થીમ : ચિત્ર પરથી વાર્તા – 200 શબ્દો
  ટોટલ : 2 સ્ટોરી.
  1. ‘સોલ્જર’ – ( 200 ) શબ્દો.

  વિયેતનામનું યુધ્ધ વર્ષો ચાલ્યું. ઈરા અને રૂડોલ્ફ બંનેની ખાસ દોસ્ત તેના સાક્ષી ! સતત ચાલી રહેલાં યુધ્ધને લીધે ભણવાનું તો ટલ્લે ચડી ગયું હતું. સવારનાં પહોરમાં સોલ્જર્સની ટ્રેનિંગ અને કવાયત ચાલતી ત્યારે પેલાં ખંડેરની પાછળ છુપાઈને જોવા માટે પહોંચી જતાં. એ દ્રશ્ય બંનેને બહું જ ગમતું.

  કિશોરવયે પહોંચી ગયા તો પણ સોલ્જર્સની કવાયત જોવાનો નિયમ કાયમ રહ્યો. ધીરે ધીરે બંનેએ યુવાન વયને આંબી ગયા, ઈરાએ વિનિયાર્ડમાં કામ કરવા જવા માંડ્યું જ્યારે જેફને રખડપટ્ટી કરવી હતી, કામધામ ગમતું નહીં. હવે બંને મળે ત્યારે રૂડોલ્ફ કવાયત જોવાને બદલે ઈરાને નિરખી રહેતો. એક દિવસ તો તેણે ઈરાને પૂછી જ લીધું, “આઈ લાઈક યુ ! ડુ યુ લાઈક મી ?”

  “તું તો રખડેલ છો, મને તો સોલ્જર બહુ ગમે.”

  યુધ્ધ લંબાઈ ગયું હતું, દરેક ઘરમાંથી યુવાનોએ સૈન્યમાં ભરતી થવું ફરજિયાત હતું. રૂડોલ્ફને નોટિસ મોકલાતી ત્યારે તે માંદગીના બહાના બતાવી સરકારી ફરમાનને ટાળી દેતો.

  ‘ઈરાને પામવા સોલ્જર બનવું જ પડશે,’ એવું ફરમાન તેનાં અંતરાત્માએ કરતાં તેણે તે માથે ચઢાવ્યું.

  આજે તે ટ્રેઇન્ડ સોલ્જર બની ગયો, તેને લશ્કરી ગણવેશ મળ્યો. ગણવેશ પહેરી તે ઈરાને ખંડેરના બાકોરા પાસે મળ્યો. ઈરા ખંડેરના બાકોરાની અંદર તરફ અને રૂડોલ્ફ બાકોરાની પેલે પાર..હાથમાંનું લાલ ફૂલ ઈરાને ધરતાં પૂછ્યું,”વીલ યુ મેરી મી ?”
  ઈરાનો ચહેરો શરમથી લાલઘૂમ થઈ ગયો..પેલાં ફૂલ જેવો જ.

  મીનાક્ષી વખારિયા.

 • વિભાવન મહેતા

  ગ્રુપ: મીતલ પટેલ
  માઈક્રોફીકશન ફોટો પ્રેામ્પ્ટ ૨૦૦
  ૨૦-૭-૨૦૧૬
  વાર્તા નં. ૧
  શીર્ષક: ત્રિવેણીસંગમ
  શબ્દ સંખ્યા: ૧૯૮
  ====
  વિભાવન મહેતા

  લ્યુટનન્ટ સ્મીથની જીપ હો ચી મીન્હ સીટીના સેન્ટ્રલ માર્કેટમાં વળી
  કે તરત જ તેની નજર એક વિયેટનામીસ સ્ત્રી પર પડી. ચાલીસી વટાવેલી તે સ્ત્રી બે ગુંડાઓ થી પીછો છોડાવવા એક ગલીમાં ભાગી રહી હતી .
  સ્મીથે જીપ રોકી અને બનતી ત્વરાથી તે પણ તે ગલી તરફ દોડ્યો. સમયસર પહોંચી બન્ને ગુંડાઓની બરાબર ધોલાઈ કરી તેણે તે સ્ત્રીને બચાવી.સ્ત્રી દોડીને સ્મીથને ગળે
  વળગી પડી. ચાર નજરો મળી અને બેઉ તરફથી
  અણિયાળું એવું પ્રેમનું તીર બન્નેના હ્ર્દય વીધી
  ગયું.
  આભાર, નામ- સરનામા- ફોન નં. ની આપ લે પછી
  ફરી મળવાના કોંંલ સાથે બન્ને છુટા પડ્યાં.
  સ્મીથનું મન ફરી તેના તાબામાં થી છટકીને તેને
  ઓંંક્સફર્ડ નજીકના તેના ગામમાં લઈ ગયું જયાં
  એક ચર્ચમાં ધામધૂમ થી તેના અને બ્યાન્હના લગ્ન
  થઈ રહ્યા છે.
  મહામુશ્કેલીએ તેની વિચારતંદ્રા તૂટી.
  તે રાત્રે સ્મીથ એક અવાવરુ કિલ્લાનુમા
  બાંધકામ પાસે પહોંચ્યો. કૈંક યાદ આવતા રસ્તાની બાજુમાં થી એક લાલ ફૂલ તોડ્યું . કિલ્લાની તિરાડમાંથી
  બ્યાન્હને જોતાં જ તેણે ફૂલ તેની તરફ લંબાવ્યું. ઝાંખાં પ્રકાશમાં
  આર્મી યુનિફોર્મ, પત્થર અને ફૂલ નો ત્રિવેણીસંગમ
  અજબ દ્રશ્ય પેદા કરતો હતો.
  બ્યાન્હ પાસે જઈ તેણે તેને પોતાની બાહોંમાં જકડી લીધી.
  અવાવરુ કિલ્લાની બહાર ગેરીલાઓના ગુંડા મનોમન હરખાઈ રહ્યા હતા. સ્મીથને ક્યાં ખબર હતી કે વિયેટનામીસ ભાષામાં બ્યાનહનો અર્થ
  ‘ રહસ્યમયી સ્ત્રી ‘ થાય છે.

 • Ansuya Desai

  વિષય…ચિત્ર પરથી
  વાર્તા
  શબ્દો….. 199
  શીર્ષક … ગઢવાલી ટેકરી
  તા.20/7/2016
  નામ : અનસુયા દેસાઈ

  ગઢવાલી ટેકરી

  પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ગઢવાલ પલટણને બ્રિટીશસેના સાથે અફઘાનિસ્તાનમાં કોહાટ ખાતે મહેસૂદની સેના સામે લડવા મોકલવામાં આવી અને સ્પિનધારા ટેકરી કબજે કરવાની જવાબદારી સોપાઈ .

  હજુ સુરજની પહેલી કિરણ ધરતી પર પડી નથી ,મહેસૂદસેનાએ અગાઉથી હુમલો કરી દીધો ખુબ જાનહાની અને પરિસ્થિતિ વણસતી જોતાં અંગ્રેજ અધિકારીઓએ પીછેહઠનો આદેશ આપ્યો પણ બ્રિટીશસેના ઘેરાઈ ચુકી હતી, આ સમયે દુશ્મનના ઈરાદામાં એક જવાન પોલાદ બની ઉભો રહ્યો,તે હતો ગઢવાલ બ્રિગેડનો કેપ્ટન દરવાનસિંગ નેગી.

  કેપ્ટન નેગી ત્રણ રાઈફલ્સમૈન સાથે થોડા હથિયાર લઇ ચટ્ટાનો અને ઝાડીઓમાં છુપાતો, દુશ્મનોના બંકર સુધી પહોચી તો ગયો પણ સાથીઓને ગુમાવી બેઠો..છતાં હિમ્મત રાખી દુશ્મનો પર હેન્ડગ્રેનેડ ફેંકી પહાડી પર પેટે ચાલી સુરક્ષિત સ્થાન પહોચી ગયો. અહીં સ્થાનીય છોકરી નુરાની મદદ લઇ હથિયાર અને હેન્ડગ્રેનેડ સાથે રાખી છુપાઈ રહ્યો

  અંગ્રેજ જેવો શારીરિક દેખાવ, આકર્ષક વ્યક્તિત્વ અને એનો આત્મવિશ્વાસ જોઈ નુરાને કેપ્ટન માટે પ્રેમ થઇ ગયો હતો. રોજ ખાવાનું આપવા આવતી નૂરા આજે પ્રેમના પ્રતિક લાલફૂલો એને આપી રહી હતી ત્યાંજ એક ગોળી પાસેથી નીકળી.
  લોહી નીતરતી નૂરા કેપ્ટન પર એક પ્રેમભરી નજર નાખી ત્યાં જ ઢળી પડી….

  ધૂંધવાયેલા નેગીએ આ જોઈ દુશ્મનો પર ભીષણ હુમલો કર્યો. હુમલાથી સ્તબ્ધ મહેસૂદસેના સમજી અંગ્રેજસેના લડી રહી છે.પણ હતો એક માત્ર ગઢવાલ કેપ્ટન…..
  ટેકરીને કબજે કરી પાછળથી ગઢવાલી ટેકરી તરીકે ઓળખવામાં આવી.

 • Ansuya Desai

  ગૃપ : જલ્પા જૈન
  વિષય…ચિત્ર પરથી
  વાર્તા
  શબ્દો….. 199
  શીર્ષક … ગઢવાલી ટેકરી
  તા.20/7/2016
  નામ : અનસુયા દેસાઈ

  ગઢવાલી ટેકરી

  પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ગઢવાલ પલટણને બ્રિટીશસેના સાથે અફઘાનિસ્તાનમાં કોહાટ ખાતે મહેસૂદની સેના સામે લડવા મોકલવામાં આવી અને સ્પિનધારા ટેકરી કબજે કરવાની જવાબદારી સોપાઈ .

  હજુ સુરજની પહેલી કિરણ ધરતી પર પડી નથી ,મહેસૂદસેનાએ અગાઉથી હુમલો કરી દીધો ખુબ જાનહાની અને પરિસ્થિતિ વણસતી જોતાં અંગ્રેજ અધિકારીઓએ પીછેહઠનો આદેશ આપ્યો પણ બ્રિટીશસેના ઘેરાઈ ચુકી હતી, આ સમયે દુશ્મનના ઈરાદામાં એક જવાન પોલાદ બની ઉભો રહ્યો,તે હતો ગઢવાલ બ્રિગેડનો કેપ્ટન દરવાનસિંગ નેગી.

  કેપ્ટન નેગી ત્રણ રાઈફલ્સમૈન સાથે થોડા હથિયાર લઇ ચટ્ટાનો અને ઝાડીઓમાં છુપાતો, દુશ્મનોના બંકર સુધી પહોચી તો ગયો પણ સાથીઓને ગુમાવી બેઠો..છતાં હિમ્મત રાખી દુશ્મનો પર હેન્ડગ્રેનેડ ફેંકી પહાડી પર પેટે ચાલી સુરક્ષિત સ્થાન પહોચી ગયો. અહીં સ્થાનીય છોકરી નુરાની મદદ લઇ હથિયાર અને હેન્ડગ્રેનેડ સાથે રાખી છુપાઈ રહ્યો

  અંગ્રેજ જેવો શારીરિક દેખાવ, આકર્ષક વ્યક્તિત્વ અને એનો આત્મવિશ્વાસ જોઈ નુરાને કેપ્ટન માટે પ્રેમ થઇ ગયો હતો. રોજ ખાવાનું આપવા આવતી નૂરા આજે પ્રેમના પ્રતિક લાલફૂલો એને આપી રહી હતી ત્યાંજ એક ગોળી પાસેથી નીકળી.
  લોહી નીતરતી નૂરા કેપ્ટન પર એક પ્રેમભરી નજર નાખી ત્યાં જ ઢળી પડી….

  ધૂંધવાયેલા નેગીએ આ જોઈ દુશ્મનો પર ભીષણ હુમલો કર્યો. હુમલાથી સ્તબ્ધ મહેસૂદસેના સમજી અંગ્રેજસેના લડી રહી છે.પણ હતો એક માત્ર ગઢવાલ કેપ્ટન…..
  ટેકરીને કબજે કરી પાછળથી ગઢવાલી ટેકરી તરીકે ઓળખવામાં આવી.

 • ઈસ્માઈલ પઠાણ

  થીમ- ચિત્ર પરથી વાર્તા

  શબ્દો- 196

  શિર્ષક‌‌ – કેપ્ટન

  (સરહદ પર શહીદ થતાં જવાનોને અર્પણ)

  ઈસ્માઈલ પઠાણ

  “ અત્યારે તો મારી પાસે ગુલાબ નથી પણ આ ફૂલની સુગંધ પણ તમને ગમશે જ એવો મને વિશ્વાસ છે ”

  એકદમ નિર્મળતાથી બોલાયેલા કેપ્ટન વીરસિંહના શબ્દો વૈશાલીના હ્રદય પર જાણે જાદુ કરી ગયા હતા. એ દિવસ વૈશાલીના જીવનનો સોનેરી દિવસ હતો. થોડા જ સમયમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. પુત્રના આગમન પછી તો જાણે એમની દુનિયા સ્વર્ગસમી થઈ ગઈ હતી પણ અચાનક ગઈકાલે કેપ્ટનનો કોલ આવ્યો અને આજે તો કેપ્ટનનું પાર્થિવ શરીર ઘરનાં આગળ તિરંગામાં લપેટાઈને પડ્યું હતું.

  “ વૈશાલી દેશના દુશ્મનોની નાપાક હરકતોને નેસ્તનાબૂદ કરવા અમારી બટાલિયન “ઓપરેશન ભગતસિંહ” માટે જઈ રહી છે તેથી હવે હું તને લાંબા સમય સુધી કોલ નહી કરી શકું, મારા નાના કેપ્ટનનું ખાસ ધ્યાન રાખજે ” વૈશાલી હજી વધુ કંઈ વાત કરે એ પહેલા તો કેપ્ટને કોલ સમાપ્ત કરી દીધો હતો. કેપ્ટનના દેહ પાસે ઉભેલી વૈશાલીના કાનમાં કેપ્ટનના શબ્દો ગૂંજી રહ્યાં હતા. અંતિમયાત્રામાં આવેલાં દરેકની આંખમાં આંસુ અને આદર છલકાતાં હતા.

  અચાનક વૈશાલી ઉઠી…એના ચહેરા પર કંઈક નિશ્ચિત ભાવ હતા. એ પાસે ઊભેલા પોતાના પુત્ર તરફ આગળ વધી અને જાણે કેપ્ટન વીરસિંહને સંભળાવતી હોય એમ મોટેથી બોલી, “ હા કેપ્ટન હા, જરૂર…જરૂર… આ તારો નાનો કેપ્ટન પણ એક દિવસ…અને એક વધુ વૈશાલી શહિદની પત્ની…અને આગળનાં શબ્દો ડૂસકાંમાં ઓગળી ગયાં.

  • Aslam khan

   કદાચ વતન માં કયાંક આ બધું જે આપની કલપના માં છે તેને કોઇ જીવી ગયુ હોય હા ? તો ધનય છે તેનુ જીવન અને ધનય છે આપની કલપના

 • Mital Patel

  વિષય : ચિત્ર પરથી વાર્તા,
  ૨૧ – ૭ – ૨૦૧૬
  શબ્દો : ૨૦૦

  નામ : મીતલ પટેલ,

  ——————————-
  ૩. ધર્મનું સ્થાન
  ——————————-

  અરાજકતાભર્યું વાતાવરણ.. જ્યાં નજર કરો નફરત જ નફરત..જ્યારથી મારું પોસ્ટિંગ કાશ્મીરમાં થયું અચંબાએ મનમાં ઘર કરી લીધું..

  મન શાંત કરવા ફરવા નીકળ્યો..

  અપ્રતિમ સૌન્દર્ય.. પૃથ્વીનું સ્વર્ગ.. કેટલાંય પ્રેમીઓએ અહીંની વાદિયોમાં નવા જીવનની શરૂઆત કરી હશે. હાથમાં હાથ નાંખી ફરતાં પ્રેમીપંખીડાઓને જોઈને અંતરાત્માએ સાંત્વના અનુભવી..

  દુનિયામાં યુદ્ધ સિવાય પણ કંઈ છે..

  શું ગુનો કાશ્મીરી પ્રજાનો?

  અમને અમારા દેશવાસીઓ હિરો કહે, પણ કાશ્મીરીઓ માટે આતંકવાદીઓ અને ગુંડાઓ..એમની આંખોમાંનો નફરતનો ભાવ સહન નથી થતો…

  કાલે ચાર આતંકવાદીઓને માર્યા..એનાં શોકમાં અહીંની પ્રજા રસ્તા પર ઊતરી આવી, પાડોશી દેશે કાળો દિવસ ગણાવી રજા રાખી. શહિદોને મળે એવું સન્માન આપ્યું.

  સમજાતું નથી આતંકવાદી કોણ છે.

  ઈશ્વરે પૃથ્વી બધા માટે બનાવેલી, દેશોની સીમાઓમાં બાંધવું કેટલું યોગ્ય? સુરક્ષાનાં નામ પર ખૂનામરકી કેટલી યોગ્ય?

  ગીતાનાં વાક્યો..‘ક્ષત્રિયો માટે ધર્મયુદ્ધથી બીજું કાંઈ પણ વધારે હિતકર નથી, તું યુદ્ધ કરીશ તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ.’ સાચે યુદ્ધમાં મરેલા શહીદ હોઈ? સ્વર્ગમાં જાય? ધર્મયુદ્ધમાં ધર્મનું સ્થાન કોણ નક્કી કરશે? કૃષ્ણ જન્મ લેશે ત્યાં સુધી કરોડો જીવની આહુતિ..,

  ભેખડોની પાછળથી ગુસપુસ અવાજ સંભળાતા ફાટમાંથી જોયું, એક કાશ્મીરી પ્રેમીયુગલ થોડી ક્ષણો ચોરી પોતાનામાં મગ્ન હતું, સૈનિકને જઈને શરમાઈ ગયું. એક ફૂલ તોડી એમને આપતાં થમ્સ અપનો ઇશારો કર્યો..

  પ્રેમ એક દિવસ નફરતને જરૂર હરાવશે.. ફરી મનમાં આશા જીવંત કરીને લશ્કરી છાવણી તરફ પગ માંડ્યા..

  મીતલ પટેલ,
  ૨૧ – ૭ – ૨૦૧૬

 • Mital Patel

  વિષય : ચિત્ર પરથી વાર્તા,

  20 july 2016,

  શબ્દો : ૧૯૯,

  નામ : મીતલ પટેલ,

  ——————————–
  ૨. મૃત્યુનો ભાર
  ———————————-

  ખુશીથી છલકાતો હું અમે જીતેલા પ્રદેશનું પરીક્ષણ કરતો ફરતો હતો.

  અચાનક કંઈક અવાજથી મારા પગ અટકી ગયા. ભેખડોની ફાટમાંથી કોઈના ડુસ્કાનો અવાજ ..

  “કોણ છે?”

  લોહી, માટીથી ખરડાયેલો નાજુક હાથ બહાર આવ્યો, હાથમાં એક ખંજર..

  ”ખબરદાર અહીં આવવાની કોશિશ કરશો તો મારી નાંખીશ.”

  “મારું નામ આલ્બર્ટ.. સેનાપતિ છું, ગભરાશો નહીં. કોણ છો તમે, ખંજર લઈને અહીં?”

  “મારા આખા ગામને સ્મશાનમાં ફેરવી નાખનાર તમે છો.”

  “અમે?”

  “હા,તમે.”

  “તમારા સૈનિકોએ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો કોઈને છોડ્યા નથી, લાજ લૂંટતા નરાધમથી મને બચાવવાની કોશિશ કરતા મારા ભાઈને મારી આંખ સામે રહેશી નાંખ્યો પણ મારા મરતાં ભાઈએ એને …

  મેં તેને એક લાલ ફૂલ આપતા કહ્યું “મારા પર વિશ્વાસ કરો હું તમારી રક્ષા કરીશ.”

  સોરી સાહેબ, તમારી જૂઠી સહાનુભૂતિ નથી જોઈતી, આ જખ્મો એક ફૂલથી નહિં રુઝાય.
  અને એણે કટારથી એક જ ઝાટકે પોતાનું ગળું કાપી નાખ્યું.

  હું સ્તબ્ધ..

  યુદ્ધમેદાનમાં આટલાં બધા શબો જોતો હું આ મૃત્યુ જોઈ સુન્ન..

  “ક્યાં ખોવાઈ ગયા ક્યારની જમવા બોલાવું છું,” પત્નીના અવાજે મારી તંદ્રા તોડી..

  “સોફિયા, તું કાયમ પૂછે કે યુદ્ધમાં જીત્યાં છતાં સેનાપતિની નોકરી છોડી હું આ ગામમાં આટલાં વર્ષોથી ખેતી કેમ કરું છું?

  ”કારણ કે એક મૃત્યુનો ભાર મારાથી સહન નથી થતો..“

  અને આલ્બર્ટ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો..

  મીતલ પટેલ,

  *Special Thanks to nilamdidi for help in editing.

 • Mital Patel

  વિષય : ચિત્ર પરથી વાર્તા,

  20 july 2016,

  શબ્દો : ૨૦૦,

  નામ : મીતલ પટેલ,

  —————————
  ૧. સફર
  —————————–

  “વાહ સર, અતિસુંદર ફૂલ, કોના માટે..”

  “મારી એમિલિયા માટે” શરમાતાં એડવર્ડ બોલ્યો.

  “સ્નાન, અત્તર, ચહેરા પર રોનક, લાગે છે એ ફૂલ પણ અતિસુંદર છે. કેટલાં વર્ષોથી ઓળખો છો.”

  “જેટલા વર્ષોથી કાર્ગો શિપ પર છું. ચાર વર્ષ થયા, ચાલ દોસ્ત મારી મંજિલ આવી ગઈ. ડૉકયાર્ડમાં શિપ રહેશે રાતભર.. તું પણ ફરી આવ“ એડવર્ડે આંખ મિચકારી.

  “ઓહ મારી એમિ” એડવર્ડે એનું સૌથી પ્રિય ફૂલ આપ્યું અને પ્રેમથી ભીંજવી દીધી.

  એમિલિયા પણ આખી રાત એડવર્ડના પ્રેમરસમાં પલળતી રહી.

  “ચાર મહિના પછી આવ્યો છે, થોડા દિવસ મારી સાથે..”
  એમિલિયાની આંખો છલકાઈ ગઈ..

  “કામ છે જવા પડશે, ચાર મહિના પછી આવીશ ત્યારે થોડા દિવસ રહીશ.”

  “આવું ત્રણ વર્ષથી કહે છે,” એમિલિયા ઉદાસ થઈ ગઈ.

  “જવું પડશે શિપને ઉપાડવા પહેલાની તૈયારી કરવા પડશે”

  “તારું મનપસંદ ખાવાનું લઈ આવીશ આપવા” એમિલિયાએ અશ્રુભીની વિદાય આપી.

  પૉર્ટ અને ગામ વચ્ચેની ભેખડો બે પ્રેમી હૈયાંની જુદાઈની સાક્ષી પુરી રહી..

  દિવાલની ફાટમાંથી એડવર્ડે એમિલિયાને ફરી એનું મનપસંદ ફૂલ આપ્યું, અને એમિલિયાએ એનો પ્રેમ એક ડબ્બામાં ભરીને..

  “વાહ સર બહુ ખુશ લાગો છો, અમારો પરિચય કરાવો પત્ની સાથે.”

  “હા, એમીલીઆની વાત જ કંઈ અલગ છે. પત્ની એ તો જર્મનીના હેમ્બર્ગમાં..” એડવર્ડ ખંધું હસ્યો..

  “સર આ બીજું ફૂલ”

  “સોફિયા માટે, બીજી સવારે શિપ આગળના પૉર્ટ પર..”

  અને શિપ આગળની સફર પર નીકળી પડી..

  મીતલ પટેલ,
  20 july 2016

 • નિમિષ વોરા

  શીર્ષક # નવું જોમ

  નિમિષ વોરા

  શબ્દો 200

  “અરે સમય જ ક્યાં હતો ? આ વખતે પ્રપોઝ કરી જ દઈશ તેવું વિચારેલું, પણ આ સાલા દુશ્મનોને મારા પ્રેમમાં શું વાંધો હતો કે તેમણે હુમલો કર્યો અને મને સરહદે પહોંચવાનું ફરમાન આવ્યું, તરત તૈયાર થઇ નીકળતો જ હતો ત્યાં જ અમારા બન્નેના ઘર વચ્ચેની દિવાલમાં જોયું તો તે ત્યાં જ ભીની આંખે ઉભી હતી, નાનપણથી અમારી બધી વાતોની સાક્ષી એવી એ દિવાલ અને એ બાકોરું કે જ્યાંથી તેને ચોરી-છૂપીથી હાકલ આપું અને એ દોડી આવે.”

  ઘણા દુશ્મનોનો ખાત્મો બોલાવી થાકેલા બન્ને, એક મોટા પત્થરની આડશમાં થોડો આરામ કરતા બન્ને વાતો કરી રહ્યા હતા. બન્ને ખાસ દોસ્ત ડેવિડ-રૂબીની લવ સ્ટોરી ફેવરિટ ટોપિક. પહેલીવાર આરપારની લડાઈ લડી રહેલા બન્ને હ્રદયમાં ઉઠતો ભય છુપાવવા આજે પણ એ ટોપિક લઇ બેઠા. કારતુસ ભરતા જ્યોર્જ ફરી બોલ્યો “છતાં કોઈ પણ ફુલ ?”

  “અરે, એ ફુલનો છોડ પણ અમારા પ્રેમનો સાક્ષી છે, એ એજ દિવાલના હ્રદયને ચીરીને નીકળેલો છોડ છે, એ ફુલ ચૂંટી તેને આપી એટલું જ બોલી શક્યો કે જલ્દી આવીશ. તેની આંખોના આંસુ સામે જીભ સિવાઈ ગયેલી” ડેવિડ જાણે અત્યારે એ દિવાલ સામે ઉભો હોય તેવો રડમસ થઇ ગયો.

  “ચલ, હવે જલ્દી પહોંચવાનો વાયદો કર્યો જ છે તો દુશ્મનોને વહેલાસર ઠેકાણે પાડી તને તારી રૂબી પાસે મોકલું.” બન્ને એક નવા જોમ સાથે ઉભા થયા.

  નિમિષ વોરા

 • Purvi babariya

  સુકુ ગુલાબ
  purvi babariya

  એ ચહેરો, કેમ ભુલુ?? આલ્બર્ટ બોલ્યા.

  નેવીઅફસર અાલ્બર્ટ, કેપ્ટન સિંઘ, કેપ્ટન ઝાલા આજે પ્રેમની વાતે વળગયા. એક જ કેબીનમાં સાથે તૈયાર થતા મિત્રોએ એકબીજાને પુછયુ કે કોઇને લાલગુલાબ આપ્યુ છે એકેય . આલ્બર્ટએ ડાયરી ખોલી
  સુકુ ગુલાબ બતાવ્યુ અને એની સુવાસથી કેબીન મધમધી ઉઠી.
  હું વિદેશી માતા અને પંજાબી પિતાનુ સંતાન. નામ વિદેશી જેવુ અને શરીરનો રંગ પણ એવો જ આથી નાનપણથી શાળામાં બધા વિદેશી કહેતાં.
  અમારા ખેતર બાજુબાજુમાં હતા.શાળાએ થી ખેતરે જવાનો મારો નિત્યક્રમ .એ એમના ખેતરે જ બનાવેલ ખોરડાંમાં રહેતી.આમ, તો વાત પણ ન થાય ત્યાં થોડા ટેકરા ટેકરી હતા એમાં એક મોટી તિરાડ હતી જેમાં અમે આરામથી વાત કરી શકતા. અમૃતા બહુ ખીલખીલાટ હસતી.એે ને લાલ ગુલાબ બહુ ગમતા
  એકવાર એના બાપા મારી જોડે એને વાતો કરતા જોઇ ગયા. પછીના દિવસે હું રોજના ટાઇમે એની વાટ જોતો હતો તિરાડમાં ટેકરી પાસે અને એ એના બાપા સાથે આવી . એના બાપા મારા હાથમાં થી ગુલાબ લઇ મસળી નાખ્યુ.એ ખડખડાટ હસવા લાગી.હું ડઘાઇ ગયો.એ ફર રર કરતી જતી રહયી.

  આ મારી અધુરી લવસ્ટોરી કેપ્ટન આલ્બર્ટ બોલ્યા..

 • Hardik Pandya

  નામ : હાર્દિક પંડયા
  થીમ : ચિત્ર પરથી વાર્તા
  તારીખ : ૨૦/૦૭/૧૬-૨૧/૦૭/૧૬
  શબ્દ સંખ્યા : ૧૮૬

  શીર્ષક : લાલ ફૂલ

  ગ્રુપ કેપ્ટન પ્રતાપસીંહ રાઠોડ આર્મીનાં વરિષ્ઠ અધિકારી. એમણે એમની ટુકડી સાથે મળીને આતંકવાદીઓ સાથેની મુટભેડમાં વિજય મેળવ્યો હતો. આજે બે વર્ષ પછી તેમને ઘરે જવાની પરવાનગી મળી હતી. તે ખુબજ ખુશ હતાં. તે છેલ્લે જ્યારે ઘરેથી નીકળેલા ત્યારે તેમની ગર્ભવતી હતી. પોતાને દીકરો થયાનાં સમાચાર મળ્યા પછી પણ તેઓ ઘરે નહતાં જઈ શક્યા. તેમનો કુંવર હવે દોઢ એક વર્ષનો થયો હતો. કેપ્ટનને પોતાના દીકરાનાં મોંઢેથી “પપ્પા” સાંભળવાની તાલાવેલી જાગી હતી. સાથે પત્નીને મળવાની પણ જલ્દી હતી. કેપ્ટન પત્નીની માફી માંગવા ઈચ્છતા હતાં. કારણ કે તેને જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે તેના તરફની ફરજ ભૂલી કેપ્ટન દેશ માટે પોતાની ફરજ બજાવી રહ્યા હતાં.

  કેપ્ટન ઘરે જવા નીકળ્યા ત્યાં રસ્તામાં એમને એક ફૂલોની દુકાન દેખાઇ. રંગબેરંગી ફૂલો જોતાં જ તેમને તેમની પત્નીની યાદ આવી ગઇ. એને રંગબેરંગી ફૂલો એમાંય લાલ ફૂલ ખુબ ગમતાં. પછી એ ગુલાબ હોય કે જાસુદ.. કેપ્ટને લાલ રંગનું ફૂલ લીધું. અને ઘર તરફ આગળ વધ્યા. ઘર આંગણે પહોંચી જોયું તો પત્ની હંમેશાંની જેમ ઘરનાં આંગણામાં રોપેલા ઝાડ પાસે ઊભી રહી કેપ્ટનની રાહ જોતી હતી. કેપ્ટને પત્નીને પેલા ઝાડની ડાળીઓ વચ્ચેથી પ્રેમભર્યા સ્મિત સાથે ફૂલ આપ્યું. પત્ની તો ભાવવિભોર થઇ ગઇ. અને પતિને ભેટી પડી.

 • પરીક્ષિત જોશી

  પરીક્ષિત જોશી

  શીર્ષક–તને, ફૂલ દીધાંનું યાદ.. (198 શબ્દ)
  (શીર્ષક પંક્તિ સંદર્ભ. રમેશ પારેખ)

  ‘જોયું..આ એ જ ખડક છે, આપણાં પ્રેમના પ્રતીક સમો, ઊભો છે અડીખમ, પ્રિયે..’
  પ્રિયા અને જન્મેજય, ઘણે વખતે એકલાં પડ્યાં હતાં, પોતાના સંસ્મરણોની સાથે. એમના પ્રણયલગ્નને આમ તો અરસો વીતી ગયો હતો પણ એ આજેય, સવારે ખિલેલી તાજ્જી ગુલાબની કળી જેવો..ચોખ્ખો અને મઘમઘતો..
  પ્રિયા આમ તો પ્યારી લાગે એવી પણ પ્યાર મહોબ્બતની વાતો માંડો તો..
  પણ જેવી એના ખુશનુમા સ્વભાવથી વિપરીત, સળગતી સમસ્યાઓ ઉપર, એમાંય ખાસ લડાઇ, ઝઘડાં, યુદ્ધ વગેરેની વાત શરુ કરો તો…તો…પ્રિયાના સ્વભાવમાં અચાનક પરિવર્તન આવી જતું. જન્મેજયે એ જાણવાનોય પ્રયાસ નહતો કર્યો અને પ્રિયાએ જણાવ્યુંય નહતું. પણ આજે..
  ‘એક વાત તને મેં ક્યારેય પૂછી નથી પ્રિયે પણ..’
  જન્મેજયે અધૂરા છોડેલા વાક્યથી પ્રિયાનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
  ‘શું..શું..કઇ વાત..જાનુ..અચાનક આજે…એવી કઇ વાત…’
  મન અને હ્રદયનો સમન્વય ન સધાઇ રહ્યો હોવાને લીધે પ્રિયા અચાનક થોથવાઇ..
  ‘અરે, એવો કોઇ ભારે સવાલ નથી તેં તું આમ અચાનક..ગભરાઇ જાય છે..જો, આટલી ઠંડક વચ્ચેય તને આ પસીનો…’
  હસતાં-હસતાં જન્મેજય બોલ્યો..એને લાગ્યું કે ખોટાં સમયે સાચો સવાલ પૂછી બેઠો છું, કદાચ..
  ..પણ પ્રિયા એની મજાક પછીય સ્વસ્થ થઇ શકી નહીં..
  ‘જાનુ અજાણ છે પરંતુ હજુય મારાં પ્રેમને ક્યાં ભૂલી શકી છું…આ ખડકની ફાડ વચ્ચેથી એણે યુદ્ધ જહાજમાં જતાં પહેલાં, મને આપેલું પેલું લાલ ફૂલ…’
  ‘હા, તને, ફૂલ દીધાંનું યાદ..’
  ‘કોણ..કોણ બોલ્યું…હેં..’

 • shital gadhavi

  ક્રમાંક: ૨

  શબ્દો: ૨૦૦

  શીર્ષક: એક કોયડો

  રાજા વિક્રમે વેતાળને પકડ્યો અને પોતાની સાથે આવવાં કહ્યું. વેતાળે શર્ત કરી કે એ એની વાર્તા સાંભળશે તો જ એની જોડે જશે. વિક્રમે મંજૂરી આપી અને વેતાળે શરૂઆત કરી.

  ” પેલી પાગલ જો ? ”

  “હાં, બિચારીની દશા જોઈ મને ખૂબ દુઃખ થયું. એક જુવાનજોધ… શું થયું ઊંડાણમાં બતાવ.”

  ” ધ્યાનથી સાંભળ. વચ્ચે કંઈ બોલીશ તો હું તને અને વાર્તા બંને છોડી જતો રહીશ.અંતે પ્રશ્નોનાં જવાબ માટે તૈયાર રહેજે.”

  ” એક ગામ હતું. ગામની સુંદરતાં ત્યાંની દીકરીઓ વધારતી હતી.દરેક ઘરમાં જાણે એક ફૂલ. એકવાર ગામમાં ફૌજીની આખી બટાલીયન
  રજાઓ માણવા આવી. આખું ગામ એમની સેવામાં લાગ્યું. એ દરમ્યાન ગામની એક કોડીલી કન્યા કે જેને પહેલેથી જ ફૌજીઓ ગમતાં હતાં. તેને પ્રેમ થયો, એ પણ એમનાં કપ્તાન સાથે! તેણે મનોમન એની સાથે સંસાર માંડવાનો સંકલ્પ કર્યો. એક દિવસ ખંડેર જેવાં લાગતાં જૂનાં મકાનમાં બંનેય જણાં મળ્યાં.આખી પ્રકૃતિ એમની આજુ બાજુ રચાઈ ગઈ . બંનેને એકબીજા માટે જ બનાવ્યાં હોય એવું લાગતું . ઉગી નીકળેલી લતા પરથી છોકરીએ એક ફુલ તોડ્યું. શર્મનાં લીધે હાથમાં જ રાખ્યું.એની અંદરથી ઇચ્છા હતી કે ફૌજી એ ફૂલ એનાં વાળ માં ગૂંથે! જયારે ત્યાંથી પાછા વળવાની વેળા થઇ ત્યારે સમલીએ કપ્તાનને ફુલ આપ્યું. કપ્તાને એ લઈ લીધું પણ…કોઈજ જવાબ વગર ગામ છોડી ગયો.”

  ” બોલ વિક્રમ કપ્તાને કેમ ….?? જવાબ આપ. રાજા વિક્રમ અને મહાન પરાક્રમી એક સવાલમાં અટકી ગયો. હા..હા..હા..હા…”

 • Dharmesh Gandhi

  થીમ: ચિત્ર પરથી વાર્તા

  ધર્મેશ ગાંધી (DG)
  20 Jul 2016

  ૧. (શબ્દો: ૨૦૦)
  ——————–
  ગુલાબ.. જળ
  ——————-
  “માની જા મિત્ર, હજુયે..
  દુશ્મનો નહિ સ્વીકારે આ તારો ગુલાબી પ્રસ્તાવ, વિશ્વ બદલવાનો..!” સૈનિકમિત્રએ કેપ્ટન ‘ઝેડ’ની જીદને કાંટો ઘોંચ્યો.

  જીદ,
  એક ગુલાબી વિશ્વ રચવાની..
  એક મીઠી આશાસહ કેપ્ટન ઘણાંય દિવસોથી દુશ્મન દેશને પ્રસ્તાવ મોકલી રહ્યાં હતાં.. અને આજે બંને દેશના લશ્કરી વડાઓએ એક ખાનગી મુલાકાત ગોઠવી.
  કંઇક આયોજન સાથે, છાવણીઓથી દૂર, ખુલ્લા આકાશ નીચે, વગર હથિયારે!

  એક ઘટાદાર વૃક્ષની ઓથે, કે જ્યાં કબૂતરોનો વાસ હતો, આજે ગીધો મંડરાવા લાગ્યાં હતાં. કેપ્ટન ‘ઝેડ’ એક ગુલાબનું ફુલ આગળ કરે છે, દુશ્મન-દેશ સાથે મિત્રતાના પ્રસ્તાવરૂપી..

  કબુતરોએ પાંખ ફફડાવી, ગીધોએ આકાશમાંથી જમીન તરફ ચિચિયારી ફેલાવી. પણ ત્યાંજ દુશ્મન દેશના લશ્કરી વડાની બંદુક ગરજી, ગોળી છૂટી, ગુલાબનું ફૂલ વીંધાયું, પાંદડીઓ વેરવિખેર..!

  કેપ્ટન ‘ઝેડ’ના હસતાં ચહેરા પર નિરાશાની ઝાંખી થઇ.. બીજી ચાર-પાંચ ગોળીઓ કેપ્ટનના શરીરની આરપાર..
  ખડતલ, દેશદાઝવાળું શરીર ગમગીન, છતાં અડીખમ..!

  “મિત્ર, આટલી બધી કટુતા..? આ દગો, આ ખુન્નસ.. શાને માટે..? કોનું ભલું થશે?” કેપ્ટન ‘ઝેડ’ અવિરત પ્રયાસ કરી રહ્યા હતા શત્રુ-મિત્રને વારવાનાં, “મારો પરિવાર મારી રાહ જુએ છે, પણ એ રાહનો હવે અંત નથી.. મિત્ર, તમે તમારા પરિવાર-દેશ-વિશ્વને હજુય મળી શકશો, બચાવી શકશો…!”

  ..ને શત્રુ-મિત્ર ઘાસ પર મૂર્છિત પડેલી પાંખડીઓને તાકી રહ્યા, ખુલ્લાં મેદાનમાં એકલાં, ભીની આંખે, આસપાસ કોઈ નહિ..!

  ..અને એક અશ્રુબિંદુ કબૂતરની આંખમાંથી સરકી, ગુલાબની પાંદડી પર પડતાં..
  ગુલાબ-જળની મહેક પ્રસરી..!

  ——————
  ધર્મેશ ગાંધી (DG)
  20 Jul 2016
  (શબ્દો: ૨૦૦)

 • Jalpa jain

  ગુલાબી સાંજ – 180 શબ્દો.
  જલ્પા જૈન.

  સ્ટેચ્યુ ?
  પહાડ ,સૂરજ , વૃક્ષો ,આકાશ અને આ સોહામણી સાંજની સાક્ષીએ,
  હું સોલ્જર એલીસન થોમસ ,
  આ ગુલાબ જેવા પ્રેમની લાલાશે , તારી સાથે ગુલાબી જિંદગી જીવવા માંગુ છું.
  જસ્સી તું મને સ્વીકારીશ ?
  અને પછી એ સાંજ કિલ્લાની દિવાલો ઉપર મઢાઇ ગઇ.
  છાવણીથી થોડી દુર ટેકરી ઉપર આથમી રહેલા સુરજને ને જોતાં જોતાં એલીસન, પ્રેમીકા જસ્સી સાથે વિતાવેલી એ સાંજને યાદ કરી રહ્યો .
  આ યાદ માત્રથી એની આંખોમા લાલાશ આવી ગઇ.
  ત્રણમહીનાના વાયદા ઉપર આજે ચોથો મહીનો પણ પુરો થવા આવ્યો હતો છતા , તે આ ઈદી અમીનના જીવલેણ ત્રાસવાદમા હજુ ફસાયેલો જ હતો.
  કાલનો દિવસ હવે નિર્ણયનો દિવસ.
  બસ હવે એક જ દિવસ જસ્સી .
  ને પછી સદાયને માટે કદાચ ,
  આજે એમને નક્કી કરેલ લગ્નનો દિવસ આથમી રહ્યો છે .
  આજે પણ જસ્સી તે દિવસની જેમ જ સ્ટેચ્યુ થઇને ઉભી છે .
  હાથમાં ગુલાબ છે ,
  પણ સામે ?
  સ્ટેચ્યુ ?
  પહાડ ,સૂરજ , વૃક્ષો ,આકાશ , બધુ સ્થિર !
  પણ આ સાંજ સોહામણી  નથી ,
  સ્ટેચ્યુની રમત રમતાં રમતાં ,
  ભુલ માત્ર એટલી થઇ ગઇ કે એ સોહામણી સાંજને  સ્ટેચ્યુ કહેવાનુ રહી ગયું.

 • Meera joshi

  ચિત્ર પરથી વાર્તા: ૨૦૦ શબ્દ તા. 20 જુલાઈ 2016
  શાંતિનો સુરજ
  રખડતા રઝળતા કોઈ ઉદ્દેશ વિના હું જૂની ગુફાઓમાં લપાઈને આકાશ તરફ જોઈ શાંતિ પ્રાર્થના કરતી હતી..
  ચારેબાજુ રઝળતી લાશોના ઢગલા, નાગા બચ્ચાઓ, ઉધ્વસ્ત થયેલા ઘરો, પીડાતી આંખો, હૈયાફાટ રુદનના ચિત્કારો, આબાલવૃદ્ધ સૌના ચીમળાયેલા હાડકા દેખાતા શરીર, ગુંગળાવતો કોલાહલ, ગોળીઓ અને બોમ્બના કર્ણઘાતક અવાજો.. ને બોમ્બ વિસ્ફોટ પછી શરુ થતી રૂંવાટા ઉભા કરી દેતી એ ચીસાચીસ..!
  વિયેતનામમાં ચાલી રહેલા ભયંકર યુધ્ધને પંદર વર્ષ થવા આવ્યા હતા..
  હવે તો સપનામાં પણ જાણે યુદ્ધ જ….! પીડાદ્રાવક હૃદય શાંતિ માટે ઝૂરતું હતું. અચાનક મારી નજર દીવાલની બખોલમાંથી દેખાતા આર્મીમેન પર પડી. ઉજળો વાન, તેજસ્વી આંખોમાં તરતો અદભુત ભાવ… પણ ચહેરા પર આછી વિષાદની રેખાઓ. મેં તેની તરફ તીરછી નજર કરી ને સામે એની ઝીણી નજર પણ… એ ક્ષણની ઘટના મારા હૃદયને વીંધી ગઈ. યુદ્ધના પરિતાપ વચ્ચે મારા હૃદયમાં શું ઉગી નીકળ્યું હતું..!
  બાજુમાં રોપાયેલા લાલ ગુલાબના ફૂલો તોડી અણીયારા પત્થરથી પાન પર મેં મનોભાવો લખ્યા ને એ પત્તાને ફૂલના ગુચ્છામાં વીંટાળી હાથ લાંબો કરી એને આપ્યા. અપલક નઝરે મને નિહાળતા એ ફૂલો એણે સ્વીકાર્યા. ને પળમાં જ જાણે બધી સીમાઓ ઓગળી ગઈ..
  એણે લખાણ વાંચ્યું, “I want peace, With Love…” ને કહ્યું, “Yes, I also..!”
  મારા મનમાં અદ્રિતીય શાંતિનો સુરજ ઉગી નીકળ્યો…!

  – મીરાં જોશી ૨૦૦ શબ્દ

 • સંજય થોરાત

  કોર્ટ માર્શલ

  હાથમાં ગુલાબના ફુલ સાથે લોહીલુહાણ હાલતમાં સૈનિકની લાશ મળી હતી…

  આ ચકચારી મામલો શું હતો? ઘુસણખોરી, શહિદી, ગુપ્તચર, આત્મહત્યા, મર્ડર કે એન્કાઉન્ટર?

  અનેક પ્રશ્નો સાથે કેસ મિલિટરી કોર્ટમાં પહોંચ્યો… કોર્ટ માર્શલના અપરાધી હતાં કર્નલ પવાર…

  ‘ તમારી રિવોલ્વરની ગોળી મૃતકના શરીરમાંથી મળી છે.’

  ‘ પણ મેં ગોળી ચલાવી નથી.’

  ‘ રિવોલ્વર પર તમારી ફિંગર પ્રિન્ટ મળી છે. ‘

  ‘ હત્યારાએ હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને રિવોલ્વર વાપરી હોય…’

  ‘ તમે એ દિવસે ક્યાં હતાં? ‘

  ‘ તમારી દીકરીને હોસ્પિટલે…’

  ‘ તમે રિવોલ્વર કે ગોળી ચોરાયાની કોઈ ફરિયાદ કરી નથી. ‘

  ‘ કારણ મારી રિવોલ્વર એની જગ્યાએ યથાવત…’

  કર્નલ પવાર દરેક પ્રશ્નોના ઉત્તર આપતાં હતાં છતાં પોતાને નિર્દોષ સાબિત કરી શકતાં નહોતાં. પુરાવા એમની વિરુદ્ધ જઈ રહ્યા હતા… અને મર્ડર કેસમાં કદાચ ફાંસી…

  … જજ સાહેબ આપનો દીકરો વિજય આ કેસના કંઈક પુરાવા સાથે અંદર આવવા માંગે છે…

  ‘ હા પપ્પા, સૉરી સર… મેં જ કર્નલની રિવોલ્વર ચોરીને એ સૈનિકને ઠાર કર્યો છે, મને સજા આપી દો.’

  ‘ વૉટ ? પણ કેમ ?’

  … એટલામાં જજની દીકરી શિવાની અંદર ઘૂસી આવી…

  ‘ પપ્પા… એ સૈનિકે મને રેડ રોઝ આપી ફોસલાવી, બેભાન કરી મારા પર બળાત્કાર…’

  ‘ વૉટ નૉનસેન્સ, બ્લડી હેલ ધેટ સોલ્જર…’

  … અને જજે નિર્ણય લીધો અને કોર્ટ માર્શલનો કેસ ફાઈલ કરી દીધો…

  ‘ કર્નલ પવારે એન્કાઉન્ટર કરેલો સૈનિક સરહદથી ઘુસી આવેલો ખુંખાર આતંકવાદી હતો. કોર્ટ કર્નલને સન્માન પૂર્વક મુક્ત કરે છે.’

  – સંજય થોરાત

 • jahnvi antani

  થીમ: ચિત્ર પરથી વાર્તા.
  તા. ૨૧.૭.૧૬.
  નામ: મહેક
  શબ્દો: ૧૯૭

  ‘મા ને મળીને સીધો રોઝી પાસે જઈશ.’ એન્ડ્ર્યુ ઉર્ફે એન્ડી સરહદ પરથી વતન પાછો આવી રહ્યો હતો. ટ્રેનમાં એ મનોમન રોઝીના વિચારોમાં ગૂલ હતો. ‘જઈશ એટલે રોઝી આમ કહેશે, આમ કરશે, પહેલા તો રીસાશે. નજીક જઈશ એટલે ભીની આંખે ભેટી પડશે.’ આવું વિચારતો એકલો એકલો શરમાઈ ગયો. આર્મીમેન પોતાની ચહેરાની કડપ અને લશ્કરની જવાબદારીને કારણે પ્રેમની લાગણીને વાચા ઓછી આપી શકે.
  ગામ આવી ગયું હતું. એનો ચહેરો સ્ટેશન પર ઉતરતાં જ એ ભીડમાં રોઝીને શોધવા લાગ્યો, એને ખબર હતી તો કદાચ આવી હોય. મન ખુબ જ અધીર હતું રોઝીને મળવા, એક તડપ હતી હૃદયમાં.
  ઘરે પહોંચીને માને ભેટી જ પડ્યો, બહેન તો વીંટળાઈ જ ગઈ. ત્રણેય ની આંખો છલકાઈ ગઈ.
  પાણી પી ને ઉભો થયો, “મા હું મિત્રને મળી આવું.” “ બેટા, બેટા…” મા પણ કંઈક કહેવા આતુર હતી. પરંતુ ત્યાં સુધી તો એન્ડી રોઝીને મળવા માટેની મુકરર જગ્યા પર ઉભો હતો. પરંતુ આ શું? રોઝી કેમ દેખાતી નથી, એની ગમતી મોગરાના અત્તરની ખુશ્બુ તો આ જગ્યાની ઓળખ છે,આ બારી ત્યાંથી કેટલીય વખત રોઝીને આપેલો લાલ પુષ્પગુચ્છ આજે પણ લાવેલો જ હતો.. “રોઝી,..રોઝી..” ત્યાં જ એની નજર થોડે દુર કબર પર પડી, એના પર લખેલું હતું, ‘રોઝી મેકવાન’. વાતાવરણમાં મોગરાની મહેક અનુભવતો એ ત્યાં જ ફસડાઈ પડ્યો.
  જાહ્નવી અંતાણીગ્રુપ: સંજય G.
  થીમ: ચિત્ર પરથી વાર્તા.
  તા. ૨૧.૭.૧૬.
  નામ: મહેક
  શબ્દો: ૧૯૭

  ‘મા ને મળીને સીધો રોઝી પાસે જઈશ.’ એન્ડ્ર્યુ ઉર્ફે એન્ડી સરહદ પરથી વતન પાછો આવી રહ્યો હતો. ટ્રેનમાં એ મનોમન રોઝીના વિચારોમાં ગૂલ હતો. ‘જઈશ એટલે રોઝી આમ કહેશે, આમ કરશે, પહેલા તો રીસાશે. નજીક જઈશ એટલે ભીની આંખે ભેટી પડશે.’ આવું વિચારતો એકલો એકલો શરમાઈ ગયો. આર્મીમેન પોતાની ચહેરાની કડપ અને લશ્કરની જવાબદારીને કારણે પ્રેમની લાગણીને વાચા ઓછી આપી શકે.
  ગામ આવી ગયું હતું. એનો ચહેરો સ્ટેશન પર ઉતરતાં જ એ ભીડમાં રોઝીને શોધવા લાગ્યો, એને ખબર હતી તો કદાચ આવી હોય. મન ખુબ જ અધીર હતું રોઝીને મળવા, એક તડપ હતી હૃદયમાં.
  ઘરે પહોંચીને માને ભેટી જ પડ્યો, બહેન તો વીંટળાઈ જ ગઈ. ત્રણેય ની આંખો છલકાઈ ગઈ.
  પાણી પી ને ઉભો થયો, “મા હું મિત્રને મળી આવું.” “ બેટા, બેટા…” મા પણ કંઈક કહેવા આતુર હતી. પરંતુ ત્યાં સુધી તો એન્ડી રોઝીને મળવા માટેની મુકરર જગ્યા પર ઉભો હતો. પરંતુ આ શું? રોઝી કેમ દેખાતી નથી, એની ગમતી મોગરાના અત્તરની ખુશ્બુ તો આ જગ્યાની ઓળખ છે,આ બારી ત્યાંથી કેટલીય વખત રોઝીને આપેલો લાલ પુષ્પગુચ્છ આજે પણ લાવેલો જ હતો.. “રોઝી,..રોઝી..” ત્યાં જ એની નજર થોડે દુર કબર પર પડી, એના પર લખેલું હતું, ‘રોઝી મેકવાન’. વાતાવરણમાં મોગરાની મહેક અનુભવતો એ ત્યાં જ ફસડાઈ પડ્યો.
  જાહ્નવી અંતાણી

 • shital gadhavi

  ચિત્ર પરથી વાર્તા

  શીર્ષક: એક જાસુદી સાંજ

  તારીખ:૨૦/૭/૨૦૧૬

  શબ્દો:૨૦૦

  લેખક :શીતલ ગઢવી

  “બરાબર જોઈ લે.આવી ગયો હું. ગમે ત્યારે જતો રહીશ. આંખોમાં ભરીલે મને ખબર નથી મારી આંખો….”

  ” શુભ શુભ બોલ. આટલાં વર્ષો પછી આવ્યો છે. પાછો ઉપકાર કરતો હોય એમ…તને મારી પર જરાય પ્રેમ નથી. હું જ એકલી રાહ જોઉં છું.”

  ” ખાલી મજાક કરતો હતો. તું ગુસ્સામાં વધુ સારી લાગે છે. આ રૂપ જોવાં તો હું ખાસ રજાઓ લઈને આવ્યો. ફૉન પર કે કાગળમાં આ દ્રશ્ય ક્યાંથી! તને ખબર છે શું બહાનું આપ્યું….?”

  ” હમમમ..કરી લે હેરાન. પ્રેમનાં બે શબ્દો માટે તરસી જવાય અને તને.. યાદ છે ગઈ વખતે દૂર પેલી ટેકરી ઉપરનાં જૂનાં મંદિરમાં….?”

  “બધુંય યાદ છે. હું તો તારો એ પ્રસ્તાવ જોઈને જ સ્તબ્ધ થઈ ગયો. વ્હા બહાદૂર વ્હા. એ લાલ જાસૂદ મને એક સમયે ગુલાબ લાગ્યું. પણ એની પાછળની તારી લાગણીઓ ગુલાબથી કયાંય ઓછી નહોતી. તારું શરમાઈને મને વળગી જવું . એ દ્રશ્ય આજે પણ…એ ફૂલ મારી પાસે કાયમ હોય. જાણે સામે તું…..”

  દિકરાની મા એ આ દ્રશ્ય અને સંવાદો સાંભળ્યાં. અને અતિતનાં સંભારણા એને ઘેરી વળ્યાં.

  ” આટલી બધી સામ્યતા! સમય પણ એ જ સમય ફરી લાવ્યો. બસ એક જ પ્રાર્થના…”

  માની આંખો ભીની થઈ.

  ” મા તું…!”

  ” હવે તો મોટો કપ્તાન થઇ ગયો . આવ્યો છે તો આ જવાબદારી પૂરી કરતો જા. ક્યાં સુધી એ…”

 • vaghu desai

  ગ્રુપ: મિત્તલ પટેલ.
  થીમ: ફોટો પરથી વાર્તા.
  કર્તા: વાઘુ દશરથ.
  શબ્દો: 197
  શીર્ષક: વિજય

  ****
  આખરે વિનાશક યુદ્ધ અટક્યું. વિજયી રાષ્ટ્ર ઘોષિત કરી દેવામાં આવ્યુ. યુદ્ધ થવાથી આખરે બેય દેશોમાં ખૂબ જાન અને માલ હાનિ થઈ ચૂકી હતી. પરાજિત રાષ્ટ્રે હારેલાં પ્રદેશો પાછા મેળવવાં ઘણું ધન ચૂકવવાનું સંધિ કરારમાં નક્કી થયું. એક તરફ વિજય જશ્ન અને બીજી તરફ ખુવારીનો માતમ છવાયેલો હતો. વિજયી રાષ્ટ્રનાં સૈનિકો છેલ્લી વાર સરહદ તરફ ફરક્યાં. કેટલાંકે કીકિયારી તો કેટલાંકે બિભત્સ ચાળા પરાજિત રાષ્ટ્રની સરહદ તરફ જોઈને કર્યા. અચાનક એ બધાંની નજર એક જગ્યાએ સ્થિર થઈ. સામેની સરહદે એક નાનું બાળક જેનાં હાથમાં બાઈબલ હતું અને એક અપંગ સૈનિક બંને એક શબની પાસે રડી રહ્યા હતાં. એક મૃત સૈનિકનો પુત્ર અને પેલો અપંગ એનો મિત્ર હતો. અચાનક બાળકે મક્કમતાથી વિજયી સૈનિકો તરફ ચાલવાં માંડ્યું.તેની ચાલમાં રૂઆબ હતો. ધીમે ધીમે બાળક સરહદની દિવાલ સુધી પહોંચ્યો. દિવાલ ઊંચી હતી. વચ્ચેની એક તિરાડમાં મોં રાખી બાળકે સૈનિકોને સંભળાય તેમ બોલવા માંડ્યું. ‘હે પ્રભુ , તુ એમને માફ કરજે, એ અજાણ હતાં જેમણે આ સંહાર કર્યો’. સૈનિકોની આંખમા આંસુ હતાં ને પેલાં પરાજિત અપંગના મુખ પર વિજયી સ્મિત.અચાનક જીતનો જુસ્સો પસ્તાવામાં પલટાયો. વિજયી કમાંડરે સ્હેજ આગળ વધી દિવાલ પાસે ઊગેલું ફૂલ તોડ્યું અને દિવાલનાં એ છેદમાંથી બાળકને આપી કહ્યું ‘દીકરાં સાચો વિજયી તો તું બન્યો .’કમાંડરની આંખોમાં આસુનાં પૂર ઉમટ્યાં હતાં.
  *****

 • દિવ્યેશ વિ. સોડવડીયા.(DVS)

  થીમ: ચિત્ર પરથી વાર્તા.
  નામ: દિવ્યેશ વિ. સોડવડીયા.(DVS)
  શીર્ષક: ‘સાચો દેશભક્ત’
  તારીખ: 20, 21 Jul 2016
  શબ્દો: 200.

  ભાવિ સમજણી થઈ ત્યારથી તેના લગ્નનાં સ્વપ્ન જોતી, તે પણ દેશભક્ત સૈનિક, કેપ્ટન કે બ્રિગેડિયરના નામનાં.

  આજે તેના લગ્નમંડપમાં બ્રાહ્મણે બંનેના હાથ એકબીજાના હાથમાં મૂક્યાં. હસ્તમેળાપની વિધિ ચાલુ થઈ ને ભાવિ ભૂતકાળના સ્વપ્નમાં સરી ગઈ.

  ———————-
  કોલેજના ત્રીજા વર્ષે તે પિતા રાજેન્દ્રસિંહની મનાઈ છતાં કોલેજમાંથી સરહદી વિસ્તારમાં ફરવા ગઈ. કોઈ સૈનિકને શોધી રહી હોય તેમ આમતેમ પહાડો વચ્ચે ફરવામાં અચાનક તે બધાથી વિખુટી પડી ગઈ. ત્યાં જ તેને બે પહાડોની તિરાડમાંથી એક હાથ બહાર આવતા દેખાયો. તેણે નજર કરી તો એક દેખાવડો યુવાન સૈનિક હાથમાં લાલ પુષ્પગુચ્છ લઈને ઊભો હતો.

  “હું જેની શોધમાં ભટકતી હતી તે સૈનિક યુવાન આ જ હશે?” ભાવિ મનોમન બોલી.

  “આ પુષ્પગુચ્છનાં સ્વીકાર સાથે મારો સ્વીકાર કરીશ?” સૈનિકે પૂછ્યું.

  ભાવિ પુષ્પગુચ્છ સ્વીકારે તે પહેલાં જ તેની મમ્મીએ તેને ઊંઘમાંથી જગાડી, અને વહેલી સવારનું તેનું સ્વપ્ન તૂટી ગયું.
  ———————-

  લગ્નમંડપમાં બ્રાહ્મણનો આદેશ “ફેરા માટે ઊભા થઈ જાવ!” સાંભળતાની સાથે જ ભાવિ ભૂતકાળમાંથી પાછી ફરી.

  સામે જોયું તો તે પિતાના દબાણથી પોતાની અનિચ્છાએ દેશદ્રોહી સાથે લગ્ન કરી રહી હતી.

  “અન્યાયનો વિરોધ કરે અને છતાં ન્યાય ન મળે તો અન્યાયને જ મારી નાખે તે જ સાચો દેશભક્ત.” સ્વપ્ન સૈનિકના શબ્દો તેના માનસપટમાં ગુંજ્યાં.

  ઝડપભેર ભાવિએ પિતાના ડ્રોવરમાંથી ચોરીને ચુંદડીમાં સંતાડેલી બંદૂક બહાર કાઢી. એક ગોળી દેશદ્રોહી વરરાજાને ને બીજી દેશદ્રોહી પિતાને.

 • સંજય ગુંદલાવકર

  ૨૦૦ શબ્દોમાં ચિત્ર આધારિત માઇક્રોફિક્શન

  પ્રતીક્ષા (૨૦૦ શબ્દો)
  – સંજય ગુંદલાવકર
  – – – – – – – –

   
   

  “સોરી ઈવા, મને માફ કર. મારે માતાનું સ્વપ્ન સાકાર કરવું છે.”

  “ભલે એડમ, હું રાહ જોવા તૈયાર છું.”

  “પણ તાલીમ બાદ હું પાછો ફરું, કે ના ફરું?”

  “સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યો છે? યા નામશેષ થવા.”

  *

  “આજે પહેલો દિવસ છે. આ કેપ્ટન એડમનો હજી પત્તો નથી”

  “એ આવ્યા છે. બે વર્ષ પહેલાં ક્રેશ થયેલા એરબસ એ-૩૨૦ ફ્લાઇટ 4U9525 વિમાનનો કાટમાળ જોવા ગયા છે.”

  “ઓહ.., એ સૌથી ભયાનક વિમાન દુર્ઘટના હતી, જેમાં કોઈ બચ્યું ન હતું. એમનું કોઈ હતું કે શું?”

  “હા.. કોઈ ઈવા નામે એની મિત્ર હતી.”

  *

  “ઈવા આમ તું કેવી રીતે જઈ શકે?” ઉંચી દીવાલોને અઢેલીને રાખવામાં આવેલા કાટમાળને ઉદ્દેશીને એડમ બોલ્યો.

  “એડમ.. તું આવી ગયો!” અચાનક ઈવા જેવો અવાજ કાને પડ્યો. એડમ ચોંકી ઉઠ્યો. આસપાસ નજરો ફેરવી.

  “હું અહીંયા છું.” ને અવાજની દિશાને એ અનુસર્યો. અહીં સદીઓ જૂના બે પથ્થરોની ખાંચમાં એની આંખો કોતરાઈને પથ્થર બની ગઈ.

  “ઈવા? તું જીવે છે!” એડમની આંખો સહર્ષ છલકી ઉઠી. ‘ના.. ઈવા તો..’

  “તારા અરમાનો તેં પૂરા કર્યા એડમ. હવે મારા પ્રેમનો સ્વીકાર કર.” અવાજમાં આદ્રતા હતી.

  “હા ઈવા. હું તને ચાહું છું.” ને લાલ ફુલો ધરેલો કોમળ હાથ આવતો દેખાયો. એડમે ખાંચમાં હાથ લાંબો કરી એ લાલ ફૂલોનો સ્વીકાર કર્યો.

  પણ.. ઈવાનો હાથ..? તો આ રક્તિમ ફૂલો?

  “ઈવા..” એડમ બરાડી ઉઠ્યો.

   

  – સંજય ગુંદલાવકર