પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૭ (૩૦ વાર્તાઓ) 10


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૯ અને ૧૦” જુલાઈ ૨૦૧૬ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ હતો..

“રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..”

વળી આ વખતે ફક્ત શૃંગાર થીમ આધારીત માઈક્રોફિક્શન જ સર્જવાની હતી.

૧. ભૂખ

રમલી કાંઈ વિચારે તે પહેલાં તો ‘ટપ’ દઈને બત્તી ઓલવાઈ ગઈ. ધીરે ધીરે ગાલ પર, ગળા અને ગરદનના ભાગે આવો અછડતો સ્પર્શ જીવનમાં પહેલી જ વાર અનુભવ્યો.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

જીવનમાં કયારેય પોતાનાં શરીર પ્રત્યે સભાન ન રહેનાર રમલી લાચારીવશ પેટ સાટુ શરીર સોંપવા છતાં એ ખરબચડા સ્પર્શથી, એના શરીરના તાર ઝણઝણી ઉઠયાં. ગૌતમશેઠના એ સળગતી દિવાસળી જેવા ટેરવાં ફરતા લાચાર રમલીમાં ઇચ્છા સળવળી ઉઠી.

કેવું સરસ અંધારું! જાતીય આવેગોનાં ઉપભોગ રૂપે આવેલો આ અંધકાર રમલીને ગમવા માંડયો.

રમલી આ અંધકારમાં નિતિ અને અનિતિ થી પર જઈને શરીરસુખનો આનંદ પ્રાપ્ત કરી રહી.

એણે પોતાની જાતને એ પ્રસંગની મધુરતામાં તણાવા દીધી. આખરે એ સ્ત્રી હતી, જુવાન અને તંદુરસ્ત. પહેલા વરસાદથી જેમ ધરા મહેકી ઉઠે એમ જ એ તરબતર મહેકી ઉઠી.

રમલીના લાલ હોઠોના ફરકતા ધ્વજ, તલના ફૂલ જેવા નાકમાંથી ફેંકાતા ગરમ શ્વાસ રુપી પ્રહારો, મૃદુ હથેળી, સિંહ જેવી કમર, કળશ જેવા વક્ષ, વિખેરાઇ ગયેલી વાળની લટો, અધખુલા મીંચાઇ ગયેલા નેત્રો, રતિક્રીડાનાં થાકથી ગાલ ઉપર પરસેવાનાં બિંદુઓ, શેઠ તો આંખો ફાડી શરીરનું આ સ્વર્ગીય સામ્રાજય માણી રહ્યા.

“આવા અધરોષ્ઠનું મધુપાન તો ભાગ્યવંતો જ કરી શકે રમલી.” – ગૌતમ શેઠ બોલી ઉઠ્યો.

રમલીને આજે સ્ત્રી હોવાનું હોવાનું સર્વસ્વ ભાન થયું. એ ધન્યતા પામી રહી. પણ બીજી જ ક્ષણે રમલીને એની ઝાંઝરીના થતા રણકારમાં વૃધ્ધ માંની ખાંસીની ભ્રાંતિ થઈ.

આ અવરોધે આનંદના બધા સ્રોતને અટકાવી દીધા.

જીવનની આ કેવી મોટી કરુણતા!

રમલીની આંખો ખૂલતામાં જ નીતરી પડી, અને સાથે ખારો પ્રશ્ન ટપક્યો, ‘ભૂખ’..

પરીતૃપ્તીનાં આનંદની આહુતી આપતી રમલી ને એના જાતીય આવેગના સાક્ષાત્કારની ધન્ય ક્ષણો ને અભડાવવા દોડી આવતી જીવનની આ વાસ્તવિક્તા, એને આલીંગન આપવા અધીરી બની.

– જલ્પા જૈન

૨. શમણાં

“રમ્યા, ક્યારની શું કરે છે? તૈયાર થઇ કે નહિ? રમલી એ રમલી”, સીમાબેન બૂમો પાડીને થાક્યા.

આજકાલ રમ્યા સતત વિચારોમાં ખોવાયેલી, પરંતુ ચહેરા પર શર્મીલું સ્મિત છલકાવતી રહે છે. જાણે તે એક અલગ જ દુનિયામાં જઈ ચડી છે.

છોકરીઓ યુવાનીમાં પગ માંડતા જ જાણે અજાણ્યે પોતાની એક સ્વપ્નની દુનિયા વસાવી લેતી હોય છે. એમાં પોતાના મનના માણીગરનું એક મનઘડંત ચિત્ર આલેખી એની સાથેના સહજીવનના સપના સજાવવા માંડે છે.

એને યાદ આવ્યો એ દિવસ, કોલેજનું પહેલું વર્ષ. ભણવા કરતા તૈયાર થવામાં વધુ સમય જતો. ગુલાબી ફૂલોવાળી કુર્તી અને આકાશી રંગના ચુસ્ત ચુડીદારમાં ખુબ સુંદર લાગતી હતી. ઉતાવળે ચાલવામાં સેન્ડલની હિલ નડતી હતી. એ કોલેજનો દાદર ચડતા પગથીયું ચૂકી… અને એને થયું કે ખલ્લાસ આજે તો ગઈ… લપસી.. બંધ આંખે દાદરનો કઠોડો પકડવા માટે આમતેમ ફાંફા મારી રહી હતી, એનું હૈયું થડકારો ચુકી રહ્યું હતું, ત્યાં જ.. એ કોઈના હાથમાં ઝીલાઈ ગઈ. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.. એના ધબકારા વધી ગયા, એનો શ્વાસ એક હુંફાળ ગરમ શ્વાસને માણી રહયો. હા, એ ગૌતમ હતો એના જ વર્ગમાં ભણતો એનો સહધ્યાયી. એક ૬ ફૂટ ઉંચો સોહામણો, ઘેરી આંખો અને સૌમ્ય ચહેરાનો માલિક. બ્લુ ટી-શર્ટ અને જીન્સમાં એ ખુબ હેન્ડસમ લાગતો હતો.

‘સાંસોમે તેરી સાંસે મિલી તો..’ ગણગણતી,, રમ્યા અરીસા સામે આજે તૈયાર થતી પોતાને જોઈ રહી. ઉભરી રહેલા અંગ ઉપાંગો, ૨૪’ની સુંદર ઘાટીલી કમર.. અણબોટ યૌવન જાણે એક મીઠા સ્પર્શની રાહ જોઈ રહ્યું હતું, જાણે ગૌતમની નજર પોતાની કાજળઘેરી આંખો પરથી, પગની પાયલ સુધી ફરતી હોય એવો અહેસાસ માણતી રહી. બંધ આંખે ગૌતમના પૌરુષી હાથ એના મુલાયમ તનબદન પર છવાતો મીઠી ધ્રુજારી જગાવતો રહ્યો ત્યાં જ ફરી.. અવાજ સંભળાયો “રમ્યા” એ ચમકી.

“રમ્યા” કહેતા સીમાબેન એની બાજુમાં જ આવી ઉભા અને દીકરીની આંખોમાં શમણાંઓનું ઘોડાપુર જોઈ રહ્યા.

– જાહ્નવી અંતાણી

૩. ચુંબન

રમલી એટલે જંગલની ચંચળ મૃગલી જેવી. આંખોમાં એટલુ કામણ કે કામદેવ પણ ભાન ભુલે. એની અદાઓથી સ્વર્ગની અપ્સરાઓ પણ ઈર્ષામાં બળી જતી. ને રૂપ…, રૂપ એવુ કે પાણીનો ઘુંટડો માંડે તો એ પણ ગળા સોંસરવો દેખાય. ખુદ એક મોહિની હતી રમલી.સોળ વર્ષે જે યૌવન ખીલવાની શરૂઆત થઇ હતી એ આજે પૂર્ણ સીમાએ હતું.

એના હૈયૈ કેટકેટલાંય સ્વપ્નાઓ પાંગર્યા હતાં. પોતે દાદીની વાર્તાઓમાં સાંભળેલી રાજકુમારી ને, રાહ જોતી રોજ એક સફેદ ઘોડે ચડીને આવનારા રાજકુમારની.

અને એક દિવસ એ આવ્યો પણ ખરો. શ્યામ વર્ણ પણ, ઘાટીલો ચહેરો, ફરફરાતાં લાંબા વાળ, કેદ કરતી તેજ આંખો, સુદૄઢ શરીર. જાણે મોહિની માટે કાન્હો ખુદ આવી પહોચ્યો. નામ હતુ ગૌતમ, ગામનાં સરપંચનો ભત્રીજો. શહેરથી દિવાળી વેકેશનમાં પહેલીવાર ગામ જોવા આવ્યો હતો. ગામમાં દિવાળીના પાંચે દિવસ ગરબા થતાં. ગરબા રમતાં ગૌતમ અને રમલીની નજર મળી. બંને યુવાન હૈયે કંઇક ફુટી નીકળ્યુ.આખી રાત બંને એકબીજાને જોતાં રહ્યા, જેમ સમય વીતતો એમ ગરબાંની સાથે સાથે એ બંને હૈયે જે ફુટ્યુ હતું એનુ જોમ પણ વધતુ જતું. એક રાત વીતી એટલે દિવસ આખો બંને હૈયે રાહ જોવાતી રાત ક્યારે પડે? ને બીજી રાતે રમલીના શરીરના મરોડ કંઇક વધારે લચકતાં હતાં. અને એ જોઇ ગૌતમનું પણ જોમ વધતું હતું.
બે રાત આમ જ વીતી. ત્રીજી રાતે ગૌતમે કંઇક વિચારી રાખ્યું હતું. ગરબા રમતાં રમતાં જ્યારે રમલીને તરસ લાગી અને એ પાણીની પરબ તરફ ગઇ. ત્યારે ગૌતમે એનો હાથ પકડી મંદિરના પાછળની દિવાલ તરફ ખેંચી.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. રમલીના શ્વાસ તેજ વધી ગયાં હતાં. દિલની ધડકન એનો લય ભુલી ગઇ હતી. ગૌતમે રમલી નો હાથ પકડ્યો.ને એને પોતાની તરફ ખેંચી.રમલીની કમર પર ગૌતમ નો હાથ અડક્યો કે રમલી એને વળગી પડી.ગૌતમે રમલીના હોઠ પર એક નાજુક ચુંબન કર્યુ.ને એ ચુંબન નો રોમાંચ રમલીની આંખોથી વહેતો થયો.

– કેતન દેસાઈ

૪. રમલી

રમલી રાજસ્થાનના એક નાના ગામનાં એક કુંભારની જુવાનજ્યોત દિકરી. રમલીનાં પિતા જીવનલાલનાં મૃત્યુ પછી નાનાભાઈ જગન અને મા બન્નેની જવાબદારી રમલી પર આવી ગઇ હતી. તે કામ માટે પરિવારથી દૂર જયપુર ચાલી આવી. અહીં તેણીને એક સારી નોકરી મળી ગઇ કારણ કે ગરીબ છતાં મહેનત કરી કરીને કુંભારે દિકરીને કૉલેજ સુધી ભણાવેલી.

આ પેઢી જ્યાં રમલી કામે લાગી હતી ત્યાંનો શેઠ ગુણવંત સિંહ અને તેનો પુત્ર ગૌતમ રમલીનાં કામથી ખુબ જ ખુશ. થોડા દિવસમાં જ રમલીએ પેઢીનું કામકાજ સારી રીતે સમજી ને સંભાળી લીધું હતું.

અંદરની વાત કરીએ તો ગૌતમને મનોમન રમલીની કામણગારી કાયા આકર્ષવા લાગી હતી. તેના અંતરમાં રમલીને જોઈને કામવાસનાનાં અંકુર ફુટી ઉઠતાં. એક દિવસ રમલી ગૌતમની કેબીનમાં કોઈ કાગળો પર ગૌતમનાં હસ્તાક્ષર લેવા ગઇ હતી. ત્યારે અજાણ્યે ગૌતમનો હાથ રમલીનાં હાથને અડક્યો. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.. કારણ કે એનાં મનમાં પણ ગૌતમ વસતો હતો. એને મન પણ ગૌતમને જોતાં જ કામવાસના જાગી ઉઠતી હતી. રમલીના મુખ પર સ્વાભાવિક જ લજ્જાયુક્ત સ્મિત આવી ગયું. જે ગૌતમ માટે મંજૂરીનો ઈશારો હતો.

ધીમે ધીમે તે બન્ને એકમેકની ખુબજ નજીક આવી ગયા હતાં. બન્ને વચ્ચેનો આ પ્રેમ કહો કે શરીર સુખ પણ એ રમલીના ધ્યેય અને ફરજોને આડે આવી ગયા. અને એ માત્ર ગૌતમમાં ખોવાયેલી રહેવા લાગી.

એક દિવસ ગૌતમ સાથે કામસુખ માણતી વેળાએ આકસ્મિક જ ખબર ન’ઈ શું નજરે ચઢ્યું રમલીની બધી જ વાસનાઓ સુકાઈ ગઇ. ને જાણે પસ્તાવો અને ગ્લાનિથી અંતર ભરાઈ ગયું હતું. તે ઝટકા સાથે ગૌતમને દૂર કરી ઉભી થઇ ગઇ.

– હાર્દિક પંડયા

૫. અછડતો સ્પર્શ

ઘૂંટણ સુધી પહોંચતા લાંબા વાળ, પાતળી કામણગારી કમર, નાના બાળક જેવું તદ્દન નિર્દોષ સ્મિત, ગુલાબ સમા ગુલાબી ગાલ, તીર સમી જોતાં જ હણી નાંખે એવી આંખો, દિલ હરનારી અદા.

આ કોઇ શહેરની છોકરી કે ફિલ્મની અદાકારા નહીં પરંતુ રામગઢ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલી યુવતી નામે રમલી.

ખુબ જ હોંશિયાર અને દરેક પ્રવૃત્તિને હોંશે હોંશે કરનારી યુવતી. નૃત્ય તેને ખુબજ ગમતું. ગરબા કે નૃત્ય સ્પર્ધામાં ભાગ લેવાનું ક્યારેય ન ચૂકે. સ્પર્ધા પણ એ જ જીતે.

ગામના સરપંચનો દીકરો ગૌતમ. છેલ્લા દસેક વર્ષથી શહેરમાં ભણવા મુકેલો. જે હવે ભણતર પુરું કરી ગામે પાછો ફરેલો.

ગામના જ માનીતા દુકાનદારના ઘરે લગ્નપ્રસંગ હતો. રિવાજ મુજબ ગામના સરપંચથી લઇ છેવટના ઘર સુધી નિમંત્રણ પહોંચ્યું હતું.

આ પહેલો પ્રસંગ.. જ્યાં ગૌતમ અને રમલી મળ્યા. ગૌતમ રમલીને પહેલી વાર જોઈને જ એના પ્રેમમાં પડી ગયો.

ગૌતમ જરા શરમાળ અને કોઈનું હ્રદય દુઃખાવનારા શબ્દોથી કોઈને સંબોધે પણ નહીં. એમાંય સ્ત્રી સન્માનનો આગ્રહી.

એટલે સામેથી ચાલીને વાત કરવામાં અચકાય. સદનસીબે નાની બહેન શ્યામલી તો રમલીની સખી નીકળી એટલે મળવાનો પ્રસંગ ઘડાઈ ગયો.

“રમલી, આમને મળ આ મારા મોટાભાઈ ગૌતમ. જે શહેરમાં ભણતર પુરું કરીને આવ્યા છે. હવે અહીં રહેશે ને બાપુનો ધંધો સંભાળશે. ” રમલીએ સસ્મિત પ્રણામ કર્યા.

એના મનમાં પણ ગૌતમને જોઈ અલગ જ અનુભૂતિ થઇ રહી હતી. જાણે એને પણ ગૌતમ પ્રત્યે આકર્ષણ જાગ્યુ હતું. થોડી ઘણી વાતો કર્યા પછી શ્યામલી રમલીને ક્યાંક ખેંચી ગઈ.

જતાં જતાં ગૌતમનો હાથ અજાણ્યે રમલીની ઓઢણી પરથી એની કમર પર અડક્યો. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

તે શરમાતી જાય ને ત્રાંસી નજરે ગૌતમને જોતી જાય. બન્નેની નજરો એકમેકને ભળી. બન્નેનાં અંતરમાં અમથા જ વવાયેલા પ્રેમના બીજમાં અંકુર ફૂટ્યા. જે નિસ્વાર્થ પ્રેમ અને પછી જન્મોજન્મનાં સંબંધમાં પરિણમ્યા.

– હાર્દિક પંડયા

૬. નિઃસ્વાર્થ સાચો પ્રેમ

રમલી અને ગૌતમ બાળપણથી એકબીજાના પાડોશી. એકબીજાના ગાઢ મિત્રો. સમયાંતરે આ મિત્રતા પ્રેમમાં પરિવર્તીત થઇ. ગૌતમ અને રમલી એકમેકને એ હદે પ્રેમ કરતાં કે માત્ર ચહેરો જોઈ મનની વાત ભાળી લેતાં. ગૌતમ શહેરમાં ત્રણેક વર્ષ માટે ભણવા જતો રહ્યો. આ દરમિયાન ફોન પર સંપર્કમાં રહેતાં. પ્રેમની વાતો કરતાં. પણ જાણે કુદરતને બન્નેનો પ્રેમ મંજૂર ન હતો. એકાએક રમલીએ વાતચીત બંધ કરી દીધી. ગૌતમને આ કંઈક ગળે ન ઉતર્યુ. એણે ગામ જવાનું નક્કી કર્યું.

ગામ પહોંચી સૌથી પહેલાં તે રમલીને મળવા ગયો. રમલીનાં વાતચીત બંધ કરવાનું કારણ જાણી ગયો. રમલી અકસ્માતને કારણે હવે વિકલાંગ થઇ ચૂકી હતી. અને તે પોતાને ગૌતમનાં લાયક નથી અને પ્રેમ માટે તેનું જીવન એની જવાબદારી નીચે દબાઇ વેરવિખેર થાય એ નહોતી ઈચ્છતી.એટલે વાતચીત બંધ કરી દીધેલી.

રમલી વાત કરવા પણ તૈયાર ન હતી. પણ ગૌતમે પ્રેમના સોગંદ આપી વાત કરવા રાજી કરી.

“ગૌતમ હવે હું તારે લાયક નથી રહી માટે મારી પાછળ સમય વેડફ્યા વિના તું કોઇ સારી છોકરી પસંદ કરી જીવનમાં આગળ વધ. મને ભૂલી જા.” ” મેં તારા દેહને નહિ તારા અંતરને પ્રેમ કર્યો છે. તારી સમજદારી, તારો નિસ્વાર્થ પ્રેમ, મને આકર્ષે છે.” આટલું કહેતાં કહેતાં ગૌતમે રમલીનાં ખભા પર હાથ મુક્યો.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.. ને સંયમની પરાકાષ્ટાને જાળવી રાખનારી રમલી આજે રહી ન શકી અને ગૌતમને ભેટી પડી…

– હાર્દિક પંડયા

૭. મેળે મેળવનાર મેળો.

‘આજે સાંજે રમલી સાથે મેળે જવું જ છે’ રમલીના યૌવનને આંખોથી પી રહેલો ગૌતમ પાક લણતાં મનોમન વિચારી રહ્યો.’

તો સામે નીંદણ વાઢી રહેલી રમલી પણ આવા જ વિચારને પંપાળી રહી હતી.

ગૌતમ ખેતમજૂરીની કાળી મહેનતનું કામ કરતો કસાયેલો સદ્દઢ બાંધો ધરાવતો મૂછાળો મર્દ હતો. ભરાવદાર ચહેરા ઉપર તેને મૂછ ખુબ શોભતી પણ રમલીને સહુથી વધુ કઈ ગમતું હોય તો તેનું હાસ્ય. ટીખળીપણું એ તેનો આગવો સ્વભાવ હતો. એના ખડખડાટ હાસ્યની તો દિવાની હતી રમલી.

સામે સામાન્ય કરતાં થોડી ઉંચી લંબાઈ, પાતળી કમર, અણિયાળા હોઠ ધરાવતી રમલીનું ભીનેવાન સોંદર્ય તેની નમણાશને લીધે કામણગારૂ લાગતું. એમાય એની કાજળકાળી આંખો તો ભલભલાંને વશીભૂત કરે એવી હતી. પણ ગૌતમના દિલને વેધતું હોય તો તે રમલીના હોઠ પર બિલકુલ જમણી બાજુ આવેલું એક તલ.

થોડા દિવસથી બપોરના સમયે જયારે બધાય આરામ કરવા જતા ત્યારે પણ તેઓ કામ કરવાના બહાને રોકાઈ જતાં. ગામમાં ભરાતા ચાર દિવસના મેળાનો આજે છેલ્લો દિવસ હતો.

“અલ્યા, કામમાં ધ્યાન આપ નહીતો હાથ કપાઈ જશે” રમલીએ ગૌતમની તંદ્રા તોડી.

“રમલી,એક વાત કહું ?” થોડું અચકાતાં ગૌતમ બોલ્યો પણ ગળું સુકાતાં અટક્યો.

“કહેને હવે, કોની રાહ જુએ છે ?” શરમાઈને આટલું બોલી ત્યાંતો રમલીની ઓઢણી એક પવનના ઝોંકે ઉડી..

ચપળ ગૌતમે ઓઢણી એક કૂદકે પકડી અને રમલીને ઓઢાળવા નજીક સરક્યો..

ગૌતમ નજદીક આવતા રમલી આંખો બંધ કરી ઉભી રહી, તેના હ્રદય પર પડતા ગૌતમ નામના ટકોરા ખુબ તેજ થયા હોય તેવું તેને લાગ્યું.

ઓઢણી સરખી કરતા ગૌતમની આંગળીનો અછડતો સ્પર્શ તેની ગરદનમાં થયો. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

રમલી જાણે પીગળવા લાગી.. તે ગૌતમને વીંટળાઈ વળી અને ઓઢણી ફરી સરકી રહી.. સાથે એક પછી એક આવરણ પણ.. રમલીનું તલનું નિશાન છુપાઈ ગયું..

– નિમિષ વોરા

૮. સિનેમા

મહારાજ પાંડુ તેમની પત્નીઓ, કુંતી અને માદ્રી સાથે વનમાં એક સુંદર કુટીર બનાવી વસી રહ્યાં છે જ્યાં કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય વિખેર્યુ છે. હરિત વનરાજીઓ વચ્ચે થઈને એક નાનકડી નદી ખળખળ કરતી વહી રહી છે. કુંતી અને માદ્રી બંને સ્વરૂપવાન હતી. તેમાંય માદ્રી તો જાણે કાચની પૂતળી જ! તેની કમનીય કાયાનાં અંગેઅંગમાંથી પ્રસરી રહેલી એ માદક ગંધ ! મહારાજ પાંડુ, પોતાની જાતને મહાપ્રયતને સંયમિત કરી રહ્યાં હતાં. મદોન્મત્ત વસંતઋતુનો વાસંતી પવન કેસુડાનો નશો કરી સ્વચ્છંદીપણે વિહરી રહ્યો છે, સમગ્ર સૃષ્ટિ મદાંધ થયેલી છે, જાણે કામદેવનું તીર અચૂક નિશાના પર લાગ્યું હોય!

નદી તટે શિલા પર બેઠેલી માદ્રી સ્નાન કરવાનું મન બનાવતી શીતળ જળમાં છબછબિયા કરી રહી છે. વનવાસી પાંડુ એક ખડક પર બેસી ધ્યાન ધરી રહયાં છે..માદ્રી ધીરેથી શિલા પર ચડી નદીમાં કૂદી પડે છે. પાણીમાં થયેલાં ધુબાકાથી પાંડુનું ધ્યાનભંગ થઈ ગયું. તેમની નજર જલપરીની જેમ જલક્રીડા કરી રહેલી માદ્રી પર પડી, જાતને અંકુશમાં લાવવા આંખો મીંચી ઈષ્ટદેવમાં મન પરોવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. ચલિત થયેલાં પાંડુની આંખો ફરી ખુલી જતાં, સદ્યસ્નાતા માદ્રી નજરે ચડે છે. શત:પ્રતિશત સૌંદર્યની મૂરત માદ્રી ‘એક જ ભીનાં વસ્ત્રમાં’ બહાર આવી રહેલી, જે તેની સુડોળ કુંવારીકાયા સાથે ચીપકીને એક એક અંગભંગિમાને છતી કરી રહેલું. પારદર્શક થઈ ગયેલાં સૌંદર્યને નજરોથી પી રહેલાં આર્યપુત્રની આંખોનો વિકાર માદ્રી પામી ગઈ. તે ડરીને કુટિર તરફ ભાગી ગઈ. કામબાણથી ઘાયલ થયેલાં મહારાજે લગભગ દોડતા જઈ માદ્રીને આલિંગનમાં લઈ પ્રગાઢ ચુંબન આપ્યું ને સંવનન કરવા પ્રેરાયા..

રમલી – ગૌતમ પહેલીવાર જ દુનિયાથી છુપાઈ ‘માદ્રી–પાંડુ’ નામનું ચલચિત્ર જોવા આવેલાં. પરદા પરનું તીર એ બંનેને ઘસરકો કરતું ગયું. ગૌતમે મૃદુતાથી રમલીના ખભે હાથ મૂક્યો, રમલી નજીક સરકે એ પહેલાં તો ઈંટરવલ.. લાઈટો ચાલુ થતાં બંને અલગ થઈ ગયાં.

‘રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો, એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.’

ઉફ્ફ, પહેલાં વરસાદની વાછટ જેવો એ સ્પર્શ ! ફરી અંધારાની રાહ..

– મીનાક્ષી વખારિયા

૯. રમલી

સ્વર્ગલોકની અપ્સરા મેનકા જેવું રૂપ એટલે રમલી ! શેરી વચ્ચે થઈને ગામનાં કુવે પાણી ભરવા નીકળે ત્યારે ઓટલે બેઠેલાં જુવાનિયા ને વયસ્ક સુધ્ધાંના મોઢામાંથી સિસકારા નીકળી જતાં. દેવનું દીધેલું રૂપ ને કમનીય ઘાટીલી કાયા, લચકતી ચાલ જોઈને ભલભલાનાં ચારિત્ર્યનું સ્ખલન ન થાય તો જ નવાઈ ! પાણી ભરી પાછી વળતી હોય ત્યારે તો નરબંકાઓ મોઢું વકાસી, આંખો વિસ્ફારિત કરી નિસાસા નાખી તેને જોઈ રહેતાં. માથા પરના છલકાતાં બેડાં રમલીને ભીંજવી દેતાં. ભીંજાયેલી કાયા, ચહેરા પરથી ટપકતી પાણીની બુંદો, રેલાઈ ગયેલો ચાંદલો, ગાલ પર ચોંટી ગયેલી તોફાની અલક લટ જોઈ કોઈપણ કલાકાર જીવ તેની તસવીર બનાવવા લલચાઈ જાય તેવું તો મદમસ્ત રૂપ હતું. તેની સુંવાળી ચમકતી પીઠ, કસવાળા કમાખામાંથી ડોકાઈ ડોકાઈને તેની ભરી જુવાનીની ચાડી કરતી હતી.

ગામમાં નવો આવેલો કલેક્ટર ગૌતમ, જાણે મદનનો અવતાર, પૂર્ણપુરુષ ! રવિવારને દિવસે વાળંદને ત્યાં વાળ કપાવા ગયેલો ત્યારે વાળ કાપી રહેલાં વાળંદનો હાથ અટકી ગયો. તેણે પહેલાં વાળંદ સામે જોયું પછી તેની નજરની દિશા તરફ નજર ફેરવી ને સ્ટેચ્યુ થઈ ગયો, રમલી ત્યાંથી પસાર થઈ રહી હતી. ગૌતમનું દિમાગ તો કામે લાગી ગયું. વાળંદ પાસેથી રમલીની વિગત, આવવા જવાનો સમય નોંધી લીધો. તેની તસવીર આંખોથી લઈ દિલમાં ઉતારી લીધી.

એક દિવસ રમલીની દરવાજે ટકોરા પડ્યાં. બહાર આવીને જુએ તો લાલ વસ્ત્રમાં લપેટાયેલી એક ચીજ દેખાઈ, ખોલીને જોયું તો જોતી જ રહી ગઈ. આબેહૂબ પોતાની તસવીર ! ચહેરા પર પાણીની બૂંદો, અલક લટ જેવી ઝીણી ઝીણી ખૂબીઓ પણ તસવીરકારે બખૂબી વણી લીધી હતી. ‘કોણ મૂકી ગયું હશે ?’ એ વિચારતી હતી. એટલામાં આજુબાજુમાં છુપાયેલો ગૌતમ બહાર આવ્યો. “ગમી ?” તેણે પૂછયું. “હા, બહુ જ. તમે બનાવી ?” લજ્જાથી આંખો ઝુકાવતાં તેને પૂછ્યું. “હા, પાણીનું નહીં પૂછો ?” તે વ્યંગમાં બોલ્યો. તે દોડતી પાણી લઈ આવી ને ધરવા જતાં બંનેની આંગળીઓ ટકરાઇ ગઈ.

‘રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો, એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.’

..ને આંખો આંખોમાં કોલ અપાઈ ગયો!

– મીનાક્ષી વખારિયા

૧૦. શ્યામ રંગ સમીપે :

ડબડબી ગયેલી આંખે રમા બાઇક પર બેસી ગઇ.’રુપનો કટકો અને કાળમીંઢ પત્થર ‘ નવી થયેલી સગાઈ પરનો લોકોનો મુંગો ઉપહાસ જોતી રહી. “રમા, પુરુષનું રુપ જોવાની વાયડાઇ આપણને ન પરવડે. તું એને ગમે છે એ કારણ જીવવા માટે બહુ છે.” ગરીબીની ચાદરમાં પડેલા બાકોરાં અરમાનો આરપાર કરે છે. બાપની પીડા ન સમજે એવી દિકરી કયાં જોવા મળે? ભણી એક નવી ઓળખ બનાવવાનાં સપનાંનું પડીકું નમાઈ રમાએ વાળી મૂક્યું હતું.

“બરાબર બેઠી છે ને.?”નાં જવાબમાં “હં” થી પતાવી દીધું. આકાશનાં કાળાડીબાંગ વાદળો પર રમાને આજે ખીજ ચડી બાંકડા પર બેસતાં જ વરસાદનું ઝાપટું પડ્યું અને બધા છત્રી જેવી એક જગ્યાએ દોડી ગયા .શ્વાસોશ્વાસ સંભળાય એટલું અડોઅડ ઉભેલી રમાનાં કાળા ભમ્મર વાળ પરથી ગોરા ઘાટિલા ચહેરા દદડી રહેલું પાણી જોઈ ગૌતમ પાણી થઈ રહ્યો હતો. “તને ખબર છે તું બહુ સુંદર છે , રમલી ?” દૂપટ્ટાથી પાણી ઝાટકી રહેલી રમાને ગૌતમની આ કાનાફૂસી જરાય ન ગમી. એક ઝાટકા સાથે બાજુમાં ઉભેલો એક છોકરો અડબડિયું ખાઇ ગયો .બેધ્યાન રમાનાં ખુલ્લા થઈ ગયેલા ગોરા ખભા પરની ચમકતી રૂપેરી પટ્ટી અડકવાની કોશિશ કરતાં રોમિયો માટે આટલું કાફી હતું. હળવા હાથે રમાનો દુપટ્ટો એના ખભા પર ગોઠવતી વખતે ગૌતમની ભારેખમ આંગળીઓ.ગૌતમની રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

“સામાજિક વ્યવસ્થા પ્રમાણે સ્ત્રી અને પુરુષની પારિવારિક જવાબદારીઓ એક સરખી લાગે પણ રક્ષા કરવાની વણકહી જવાબદારી ઉઠાવી શકે એવો પુરુષ જીવનસાથી તરીકે ઇચ્છવો” શિક્ષકે કોઇ સંદર્ભે કહેલી વાત રમાનાં કાનમાં ગુંજતી રહી.

શર્ટનાં ખુલ્લા બટનનાં કારણે દેખાઇ રહેલા કાળા વાળનાં ગૂંચળાઓમાં જીવનની બધી જ ગુંચો ઉકલી ગઇ. તાંબાવર્ણનાં ગૌતમ સાથે ભવિષ્ય ઝળહળ હશે એવી ખાતરી થઈ ગઈ. ભીરુ બાપ અને ચાલનાં ગુંડાતત્વોનાં કારણે અભિશાપ લાગતું સૌદર્ય આજે ખુદ પર મુશ્તાક થઈ ગયું. ઉઘાડ નીકળ્યો. ભીડ ઓછી થઈ પણ અવશપણે રમા ગૌતમની વધુ નજીક સરકી .

ગૌતમે એના કાનમાં ફૂંક મારી અને મન અને ગગન પર ઝળુંબી રહેલો વરસાદ કડાકાભેર તૂટી પડ્યો.

– નીવારાજ

૧૧. હુંફાળુ સ્પંદન

” દુનિયાને અધખુલ્લા દરવાજાનું કુતૂહલ ખુબ હોય છે. બધુ ઢાંકવું નહી અને બધું ખુલ્લું રાખવું નહી ” ચમેલીની આ શીખ રમલીએ ગાંઠે બાંધી હતી.

લો કટનાં બ્લાઉઝમાંથી ડોકિયા કરતી ઘઉંવર્ણી પણ સુંવાળી ચામડીને આજ સુધી કેટલાંય સ્પર્શી ચુક્યા હશે. ઇશારા, સિસકારા કે ભદ્દી મજાક મસ્તી રમલીને ગમતા નહી. અરીસો એની આંખોમાં ફૂટતા ટશિયા ન જૂવે એવી તકેદારી છતાં લાલ લાલી અને ઘેરા આઇશેડોની આરપાર એક વેદના ઉભરાતી રહેતી.

દરરોજ એને એની નથ ઉતારી એ દિવસ યાદ આવતો. .એ પછી ચાર દિવસ સુધી ચાલી ન શકેલી રમલીને એના કોમળ અંગો પરનાં લાલ ચકામાં યાદ આવતા રહેતા. ‘ફટ્ ભૂંડી, તારા નવા ધણી સાથે ગુલછર્રે ઉડાવવા તારા જીવનમાંથી મને જ ઉડાડી દીધી?’ ત્રણ વર્ષ પહેલા દૂરના કાકા દ્વારા વેચાઇ ગયેલી રમલી મનોમન માને ગાળો દીધા કરતી.

‘બૈઠનેકા હૈ તો ચલ.જન્નત દિખાનેકા કોઇ વાદા નહી કરતી પર તેરી જરુરત પુરી કર દેગી .હાં, કોઇ ખતરા નહી લેગી’ કઠેડા પર ઝૂકીને સુની સુની આંખે એ ઘરાકને સીધુ કહેતી. એક સંમોહન થતું હોય એમ લોકો ખેંચાઇ જતા. જીવનમાં નવું કશું ન થતું.બપોર પછી ટંકશાળ પાડતી આ પોયરીને તો ખુશ કરવી પડે. એટલે ‘યે લે ,તેરે વાસ્તે હી જ લાયી હું’ લાલચટક લિપસ્ટિક અને લાલ ભડકીલાં કપડાંની રમલીને ચીડ હતી ,છતાં મૌસીના ચાર હાથ એને માથે રહેતા.

સવારે જ એડ્સ અવેરનેસ માટે કમાટીપુરામાં પહેલી વાર આવેલા દેખાવડા ગૌતમે છોકરીઓના પ્રાથમિક ચેકઅપ શરુ કર્યા.એમની છેડછાડ તરફ અનદેખી કરી મોટી મોટી વિશાળ અને ભાવવાહી આંખોથી અનુકંપાથી જોયા કર્યું.

“ઘડી ઘડી નબળાઇ આવે ખરી?” પૂછતાં રમલીનાં ચહેરા પર નજર પડતાં જ ડો ગૌતમથી બીજી વાર જોવાઇ જ ગયું .એ જ પળે ખબર નહી કેમ એ કાળજીભરી આંખોમાં ડૂબી જવાનું રમલીને મન થઈ આવ્યું.

બીપીનો પટ્ટો બાંધતી વખતે તો જાણે જીવનનો પહેલો પુરુષ હોય એમ રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

– નીવારાજ

૧૨. અંશ

“રમેશ,આપણી રમલી જ્યારથી આવી છે ગુમસુમ છે, પતંગિયાની જેમ ઉડાઉડ કરતી દીકરી ઘરમાંથી નથી નીકળતી, અજુગતું લાગે છે, કહ્યું હતું તમને દીકરીને એકલી દૂર ન મોકલો.” સીમાએ વ્યથા ઠાલવી.

રમીક્ષા સુંદર, નાજુક, નમણી જોતાં હેત ઉભરાઈ આવે, કોમળ કાયા કોઈના પણ સ્પંદનો ક્ષણમાં રણઝણાંવી દે.પરંતુ ભોળી નહોતી,ફૂલની ફરતે ફરતા ભમરાના પ્રેમને કમળની પાંખડીઓમાં કેદ કરી મૃત:પાય કરતા સુપેરે આવડતું,એનું લક્ષ્ય પ્રેમ નહિ મોટી આર્ક્યોલોજિસ્ટ બનવાનું હતું.

સીમા ચાર દિવસથી પૂછતી હતી, “શું થયું,તારા માતા – પિતા દરેક પરિસ્થિતિમાં તારી સાથે છે.” પણ રમલી ગુમસુમ..

રમીક્ષાની નજર સામે દ્રશ્યો સિનેમાની રીલની જેમ ફરવા લાગ્યા. ઉપરી અધિકારી ગૌતમનો પરિચય આપતા હતા, એ એકીટસે એને જોતી જ રહી ગઈ..

‘૬ ફૂટની ઉંચાઈ, કસયેલું શરીર, ગોરો વાન, માંજરી આંખોમાં અજબનું તેજ અને આકર્ષણ, ભગવાને જાણે સ્વપ્નના રાજકુમારને મોકલ્યો,’ શબ્દો કાનથી મગજ સુધી પહોચ્યા જ નહી, એની તંદ્રા તૂટી..

”હવે કરુલીની સાઈટ પર સાથે કામ કરશો..”

“ઓ.કે.સર” અંદરથી રણઝણતી એ રવાના થઇ..

જયારે પણ કસરત કરતો એ જોતી રહેતી.. ’પુશઅપ’ કરતી વખતે એના દેહની લયબદ્ધતા રમલીના મસ્તિષ્કની લયબદ્ધતા હલાવી જતી. ડમ્બેલ્સની સાથેના એના શ્વાસના આરોહ – અવરોહ પોતાનામાં અનુભવતી.. વસ્ત્રહિન પીઠ પરથી સરકતા પરસેવાના બુંદોને જોઈ એના મુખમાંથી ઉહ્કારો નીકળી જતો.

કરોલીમાં પ્રાચીન ગુફામાં મંદિર મળ્યું, દીવાલો પર કામસૂત્રોના શિલ્પો જોઈ..

”મારી શ્રેષ્ઠ ખોજ..”

ખુશીના આવેગમાં એક પછી એક શિલ્પો તરફ ભાગતા એનો હાથ અનાયાસે જ રમલીને સ્પર્શી બીજા શિલ્પ તરફ વહી ગયો,

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

શિલ્પોના કામોત્તેજક દ્રશ્યો, આભુષણોનું સૌન્દર્ય જોઈ બંને મંત્રમુગ્ધ બની ગયા. દીવાલો પર રચાયેલી કલાકૃતિઓ વાસ્તવમાં રચાવવા માંડી..

અચાનક એની તંદ્રા તૂટી.આખી રાત વિચારતી રહી..

આ અંશ મારા પ્રેમની નિશાની છે કે આકર્ષણ અને ક્ષણિક આવેગનું પરિણામ કે દારૂડિયા નરાધમ મજુરોના પાપનું અંકુર..મનોમન દ્રઢ નિશ્ચય અને નિર્ણય કરી મક્કમ પગલે એણે માતા-પિતાના કક્ષ તરફ પગલા માંડ્યા..

– મીતલ પટેલ

૧૩. હથિયાર

“આજ સુધી આ રૂપ મારું દુશ્મન હતું, હવે મારું હથિયાર બનશે.”મક્કમ સ્વરે રોમાએ ટીનાને કહ્યું.

“તું શું કરવા માંગે છે?”

“પ્રત્યેક વ્યક્તિને સજા આપીશ જેના કારણે મારી પેહચાન ભુલી રોમા બની બીજાની પથારીઓ..”

રોમાની આંખમાં લોહી ધસી આવ્યું.

“આટલા વર્ષો પછી..અચાનક?”

“અચાનક નહિં બદલો લેવાનો વ્યુહ વિચારતી હતી, જેટલી વખત શરીર ચુંથાતું નિર્ણય મક્કમ થતો..”

“પણ મુન્નીબાઈ તને દિકરીને જેમ..”

“કોઈ માં એની દિકરીની હરરાતે સુહાગરાત મનાવે ? હું આ સામ્રાજ્યને ખતમ કરીશ, શરૂઆત ગૌતમથી..”

રોમાને દસ વર્ષ પેહલાના દિવસો યાદ આવી ગયાં, ત્યારે એ રમલી હતી નાજુક, નમણી, ભોળી. ગૌરવ એને જોતો રેહતો કોલેજમાં, બસમાં..પડછાયો બની ફરતો, ધીરે-ધીરે બંનેની નજર એક થવા લાગી,એક દિવસ કેન્ટીનમાં કૉફી લેતા એનો હાથ અનાયાસે સ્પર્શી ગયો, રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

અને નિમિત બન્યો રોમાની ઉત્પત્તિનો..

* * *

“સમીર, ખબરને મારો દીવાનો, મારું લક્ષ્ય સિદ્ધ કરવાનો રસ્તો..પુરુષોને વશ કરવાનું હું શીખી ગઈ છું,મેં લાલ વસ્ત્રો, લીપ્સ્ટીક કરી,મારા પ્રત્યેક અંગને સજાવ્યા, જાણે મૂર્તિકારની શ્રેષ્ઠ રચના, કયા અંગોને કેવી રીતે કેટલા બતાડવા કેટલા છુપાવવા એક કળા છે.”

“મને જોઇને એના શબ્દો હતા તારાથી સુંદર સ્ત્રી દુનિયામાં નથી,ગોરા શરીર પર સાડી જાણે ચંદનવૃક્ષ પર લપેટાયેલી નાગણ, અધર જાણે સોમરસનો કુવો, ઉન્નત નિતંબનો ઉભાર..મારું સર્વસ્વ કુરબાન. મેં શરમાઈને નીચું જોવાનો ઢોંગ કર્યો. મારાથી મળતો સંતોષ એને દુનિયાની કોઈ પણ સ્ત્રી ક્યારેય નહિ આપી શકે, આ જ મારી ઉપલબ્ધિ અને હથિયાર..”

બીજા દિવસે ગૌરવની લાશ એકદમ વિકૃત હાલતમાં ગટરમાંથી મળી આવી,કપાયેલા શિશ્ન અને આખા શરીર પર ચાબુક અને દાઝવાના નિશાન સાથે..

ટીનાએ પુછ્યું, ”હવે..?”

“પૈસા લઈ લાખો સ્ત્રીઓને બરબાદ થવા દેનાર ઇન્સ્પેકટર,દરેક રોમાની પાછળના ગૌરવો, એ ઘરાકો જેમની હવસના નિશાન મારા શરીરનો હિસ્સો છે અને અંતમાં..”

* * *

ધીરે-ધીરે રોમાની સાથે લાખો બીજી રોમાઓ જોડતી ગઈ,એક અભેદ્ય સાંકળ રચાતી ગઈ..

– મીતલ પટેલ

૧૪. સિંદૂરી સંધ્યા

ચોકોર પથ્થરની શિલાઓ પર શિલ્પચિત્રો કંડારાયેલા હતા. માથે પાઘડી, કાનોમાં મોટા બે કુંડળો, ખભે સુધી પહોંચતા વાળ, કપાળની વચ્ચોવચ તિલકધારી ગૌતમે હથોડી અને છીણી હેઠા મુક્યા અને મૂછોમાં ભળી જતી કાળી, વધેલી દાઢીમાં ખંજવાળીને રમલી પાસે ગયો.

એને મૂર્તિ થઈને ઉભેલી રમલીના શરીરના અંગોને એના રુક્ષ થઇ ગયેલા હાથોથી અછડતો સ્પર્શ આપીને કામુક વળાંક આપ્યા. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. એનું મન આજ જગ્યાએ થતા સિંદૂરી સંધ્યાના મેળાપને કાજળભરી રાત્રીમાં બદલવા તરબોળ થઈ ઉઠ્યું. ફરીથી ગૌતમ એના કામુક વળાંકોને પથ્થરની શિલાઓ પર કંડારવા લાગ્યો.

રમલીને ગૌતમની ઘેરી, નશીલી અને સુરમો આંજેલી આંખોમાં ડૂબવું હતું. એની ઓગણીસ વર્ષથી સૂકી ભઠ્ઠ થયેલી અંતરની ઈચ્છાઓ ફરીથી જાગૃત થઇ હતી. એણે સજેલા તમામ આભૂષણો ત્યજવા હતા. ઓગણીસ વર્ષથી આ શરીરને ગૌતમ માટે પર પુરુષના સ્પર્શ વગર સાંભળી રાખ્યું હતું. એનું હૃદય વિયોગ પછીના મિલનને ઝંખતું હતું. એને ડૂમો ભરાઈ આવ્યો. ગૌતમ આટલા વર્ષે પાછો આવ્યો તો ફક્ત મને પથ્થરની શીલામાં કંડારીને એના સાગર જેવા પ્રેમની સાબિતી આપવા? એક પગ પર મૂર્તિ બનીને ઉભેલી રમનીનું સંતુલન ખોરવાયું અને એ ખડે પગે ઉભી રહીને ગૌતમની આંખોમાં પોતાનું વિશ્વ તાકતી રહી.

“નદી તો દરિયામાં જ વિલીન થાય ગૌતમ.” રમલીનો સ્વર ગળગળો થયો.

“એ શક્ય નથી. તું એક રાજકુમારી અને હું એક મામુલી શિલ્પી.” પથ્થરની શિલાઓમાં ઠોકાતી હથોડી અટકી ગઈ.

“મને તારા શરીરમાં, તારા અંતરમાં કોતર. આ ભાવવિહીન પથ્થરોમાં નહિ. ભળી જવા દે એક નદીને તારામાં.” બોલતા બોલતા રૂની પૂણી જેવો હાથ ગૌતમની આસપાસ વીંટળાઈ ગયો.

અને એ સિંદૂરી સંધ્યામાં પ્રણય ક્રીડા, રોમરોમમાં ઉન્માદ ભરતી અને અંગે અંગને તપાવતી એ રુક્ષ હથેળીના સ્પર્શ, એક પછી એક ઉતરતા શરીરના આભૂષણો વચ્ચે નદીની જેમ વળાંક લેતું અને સાગરના મોજાની જેમ તાલ કરતા બે વિશ્વનું મિલન થયું, ઉદ્દય થઈ રહેલા ચાંદ અને ચાંદનીના સાક્ષી ભાવે.

– કલ્પેશ જયસ્વાલ

૧૫. મેકઅપ

આકાશે ગોરંભાયેલા વાદળો પ્રકૃત્તિને જાણે કે પૂછી રહ્યા હતા, ‘બોલ, હું વરસું?’ લજ્જાસમી ઢળેલા નયનો જેવી ધરતીની આ વનરાજી ‘હા’માં સાક્ષી પૂરાવતી હોય તેમ લાગતું હતું. માળામાં બેઠેલા કબૂતર યુગલ સ્વ આનંદમાં મસ્ત હતા. ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો. હવામાં એક માદકતા છલકાતી જતી હતી. કોયલનો મધુર અવાજ અનેક હૈયાને ડોલાવી જતો હતો. શહેરથી થોડે દૂર આવેલી આ ગુફાનું સૌંદર્ય આજે પણ લોકોને ખેંચી લાવતું હતું.

પથ્થરમાં કોતરાયેલું એક શિલ્પ જોઈ તેના પગ થંભી ગયા.

“ચાલ, આજે તો આવી સેલ્ફી લઈએ.” ગૌતમે પ્રિયાને શિલ્પ બતાવી પોતાના તરફ ખેંચી.
વરસાદે પોતાનું જોર વધાર્યું. બંને પલળતાં રહ્યાં. સેલ્ફી એકબાજુ રહી ગઈ બંને એક અલૌકિક દુનિયામાં ખોવાઈ ગયા, જ્યાં એમના સિવાય ત્રીજું કોઈ નહોતું. ગુફાના પથ્થરોમાં કોતરાયેલા શિલ્પો આજે ચેતન બની ધબકી રહ્યા હતા. પવનના સૂસવાટા, કોયલનો ટહુકો, વર્ષાની છાલકો.. કાફી હતું આ યુગલ માટે ! ગૌરવર્ણી કાયા, સપ્રમાણ દેહ, કાજળઘેરી આંખો, ગુલાબની પાંદડીઓ પણ ફિક્કી લાગે તેવા ઓષ્ઠ.. પ્રિયા ખરેખર સૌંદર્યની દેવી હતી. ગૌતમ પણ કંઈ ઊણો ઉતરે તેવો નહોતો. વાંકળિયા વાળ, તામ્રવર્ણ રંગ, કસાયેલું શરીર અને નસીલી આંખો. બંને પોતાનામાં મસ્ત હતા ત્યાં જ ઝબકારો થયો.

“એય.. રમલી.” ગૌતમે ઝડપથી દોડી હાથમાંથી કેમેરો ઝૂંટવી લીધો અને હાથમોજાં નીચે પડી ગયાં. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.

“હાય.. હાય.. આને તો.” પ્રિયાએ રમાની આંગળીઓ જોઈ ગૌતમને કહ્યું.

“હા, ખબર છે પ્રિયા. તું દૂર રહેજે, નહીં તો તને પણ.” ગૌતમે દૂરથી જ કેમેરો આપીને પ્રિયાનો હાથ પકડ્યો ને નીકળી ગયો.

“મને તો દયા આવે છે રમાની. બિચારી!”

ગૌતમના મોબાઇલની રિંગ વાગી. “બોલ.”

“ગૌતમ, સગાઈ પછી આ ગુફામાં આપણે ઘણી વાર.. પણ મારી બિમારીએ તને મારાથી દૂર કરી નાખ્યો. જ્યારે મને જરૂર હતી ત્યારે તું પ્રિયા.. તારા એક સ્પર્શ માટે હું કેટલી તડપી છું તને ખ્યાલ છે? એની વે, તે કહ્યું નહિ કે મારી આંગળીઓ પરનો મેકઅપ કેવો હતો?”

– સોનિયા ઠક્કર

૧૬. માં રાજેશ્વરીદેવી

ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મા રાજેશ્વરી આશ્રમમાં ભીડ જામી છે. માતાજી હજુ પોતાની મઢીમાં છે. ગૌતમના ફોટા પર સુખડનો હાર બદલવા ફોટો ઉતાર્યો.

ગૌતમ, એ જ મોહક સ્મિત. ઊંડા ભૂતકાળે એને બાહુપાશમાં જક્ડ્યા.

* * *

અષાઢના પ્રથમ દિવસે સૂર્ય જાણે કે પોતાની આભા ધરા પર વિખેરવા ઉત્સુક, કેસરિયાળો સાફો પહેરી ક્ષિતિજ પરના નવોઢાના ઉત્તુંગ સ્તન જેવા શિખર વચ્ચેથી ખીલતા કમળની જેમ બહાર આવ્યો.નદી પણ તોફાન છાતીએ શમાવી, રતુંબડી રતાશ માણવા ધીર-ગંભીર થઇ સૂર્યોદયને પોંખે છે. ફૂલો અને ઝાકળના ડુંગરાઓ વચ્ચે પ્રેમલીલાનું નર્તન જામ્યું છે. સારસયુગ્મ એકબીજામાં ચાંચ પરોવી પ્રેમાલાપમાં મશગુલ. એજ સમયે એક સુંદર યુવતી નદીમાં સ્નાન માટે પ્રવેશી. એનો માદક સ્પર્શ નદીને ઘેલી કરે છે. એના ખુલ્લા સ્તનને વીંટળાઈને વાયરો ગાંડોતુર બની જંગલના વૃક્ષોને ડોલાવે છે.. કેશ પર જલશીકરની બુંદ ચમકે છે. એના બીડાયેલા હોઠ વચ્ચે અષાઢી હેલીનું ગીત, આંખોમાં અષાઢી વાદળોનું અંજન, ગાલ પરના ખંજનમાં ડોલરની મહેક છે. હરણી જેવી સુંદર ચાલ, મયુર જેવી કટિબંધ. બે હાથોની અંજલી બનાવી આધ્યસ્નાતાએ નદીના જળથી સૂર્યને નમસ્કાર કર્યા. એક પતંગિયું ઉડતું ઉડતું આવી એના સ્તનના શિખરે બેસી મધુરસ ચૂસવા લાગ્યું ત્યારે સૂર્ય પણ શરમનો માર્યો વાદળ પાછળ છુપાઈ ગયો. આખરે જળની ગમ્મત છોડી એ બહાર આવી. અચાનક એને લાગ્યું કે ઝાડ પાછળથી કોઈ એને જોઈ રહ્યું છે, દેહને ઢાંકીને ઝડપથી હરણીની જેમ ચાલતી એ હસ્તિની જીણાબાવાની મઢીમાં અદ્રશ્ય.

ગૌતમ અવાક.એની વાચા હરાઈ ગઈ. એ સૌન્દર્યાની પાછળ-પાછળ ચાલ્યો..

માંડ હિંમત કરી બોલ્યો. “પાણી ..મળશે?”

મીઠો ટહુકો .. “હા. કેમ નહિ?” પાણી આપતા આપતા એની આંગળી ગૌતમના હાથને સ્પર્શી. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો, એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો અછડાતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. અધૂરામાં પૂરું રમલી પાણીનો ગ્લાસ લેવા ગઈ ત્યાજ એક પગથીયું ચૂકીને લથડાઈ, જઈ પડી ગૌતમની બાહોમાં. કાવ્યશાસ્ત્ર હવે કામશાસ્ત્રમાં ફેરવાયું.પ્રેમનું પ્રગાઢ આલિંગન.

બસ, ત્યારથી અદ્રશ્ય થયેલો ગૌતમ કદી આવ્યો નહિ, આવ્યા પણ એના અકસ્માતમાં મૃત્યુના સમાચાર. રમલી ભાંગી પડી. અને શરુ થઇ રમલીમાંથી મા રાજેશ્વરી બનવાની યાત્રા….

– શૈલેશ પંડ્યા

૧૭. ગરિમા

“બેન, આ રમલી. કાલથી આવશે. મારે દેશમાં જરી કામ છે.”

“પણ તારી જેમ ચોક્ખાઈથી કામ તો કરશે ને?” ગરિમાની ચોખવટમાં જીવલીએ હામી ભરી.

**

કાળા ઘુંઘરાળા વાળ, ઝીણી લખોટી જેવી આંખો, સહેજ પહોળા હોઠ, કાનની બુટમાં ચમકતો હીરો, ફિલમના હીરો જેવી એની છાતી ને છાતી પર વાળ. રમલીના અંગોમાં રોમાંચ જન્મયો. પાણી ભરેલી બાલદીમાં એણે પોતું ભીંજાવ્યું. જિંદગીમાં પહેલીવાર કોઈ પુરુષને આમ ઉઘાડા શરીરે બેઠેલા જોઈ રમલીની સાથળ પણ ભીંજાવા લાગી.

“ગૌતમ, વ્યાયામ કરવા જાવું નથી કે શું?”

“હા.. ડાર્લિંગ જાવું છે ને?.. લાવ જરા પાણી પીવડાવ.”

“રમલી, એમને જરા પાણી આપ તો”

“જી” ને પોતું નીચે મુકી કુરતાથી હાથ સ્વચ્છ લુછી પાણીનો ગ્લાસ ગૌતમને ધર્યો. ગ્લાસ પકડાવતાં ગૌતમની આંગળીનો સ્પર્શ એના આંગળીને થયો. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. એક લખલખું એના શરીરમાંથી પસાર થયું. રમલીએ સંતુલન ખોયું.

“ગરિમા.. આને જો શું થયું?”

“પકડ એને..” ગરિમા ચિલ્લાઈ. ને ગૌતમના બેય હાથોમાં રમલી ઝીલાઈ ગઈ. આંખો ઢાળેલી રાખી રમલીએ ગૌતમની કસાયેલ છાતી પર માથું ઢાળી દીધું. રમલીના ટેકરા પરથી માદળીયું સરકીને ધબકારા મારતા હ્રદયથી તાલબદ્ધ થયું. એક સિસકારો નીકળી ગયો.

“એય, શું થયું?” ગરિમાનો અવાજ સંભળાતા રમલી તંદ્રામાંથી જાગી. ગૌતમે એને બૅડ નીચે બેસાડી. “પહેલી વાર થયું કે આવું?” ગૌતમના આ સવાલે રમલી ચોંકી પડી.

“કાંઈ નહીં. બસ ચક્કર જેવું આવી ગયું.” રમલીએ પાણી ભરેલું પોતું કમને જરીક નીચોવ્યું. ને ઉભડક બેસી સાથળો પહોળી કરી પોતું ફેરવવા લાગી.

“આ લે લીંબુ સરબત, પી જા. આજે વાસણ વધારે છે. પટાપટ કર.” અને પંખાની ગતિ વધારતાં લાદી સુકાવા લાગી.

“ચલ બાય.” ને એક પ્રગાઢ આલિંગન. રમલીએ સસ્મિત પોતું ખંખેરતાં જ બેય સજાગ થયાં.

રમલી બાથરૂમ તરફ જવા લાગી. સામે કિચનમાંથી ગૌતમ બહાર આવતાં એ પીઠ ફેરવી ઉભી રહી ગઈ. બેયના કુલા એકમેકથી ટકરાયા. ગરિમાએ ગૌતમને ડોળા કાઢ્યા.

**

ઘરે આવી રમલી મોરીમાં ગઈ, પણ મન તો ગૌતમના સ્પર્શથી ચરમસીમા પાર પહોંચ્યું હતું.

– સંજય ગુંદલાવકર

૧૮. મૃત્યુ તને મ્હાત

સિવિલ અસ્પતાલના માનસિક રોગ વિભાગના ડોક્ટર દ્વારા માનસિક રીતે અસ્વસ્થ દર્દીઓની કાઉન્સેલિંગ શરુ હતું. એક પછી એક દર્દીઓ કાઉન્સેલિંગ બાદ ટામેટા જેવા લાલમલાલ સ્મિત લઈને પાછા ફરતા હતા. જેમ તેમ બધાયથી નજર બચાવતા રમલી તેમજ તેના માતા પિતા ય પહોંચ્યા.

કેબીનની બહાર ‘લગ્નોત્સુક મેરેજ બ્યુરો’ની જાહેરાત વાંચી રમલીના પિતા સહેજ હરખાયા. પણ એક તો આ ‘બિમારી’, વળી શ્યામવર્ણી ને ઓછી ઉંચાઈ ધરાવતી રમલીને પસંદ કરશે કોણ? આ ચિંતા એની માતાના મુખ પર સદાયની હિમાલય બનીને રહી ગઈ.

રમલીના પહેલા કોઈ ‘ગૌતમ’ નામના દર્દીની અપૉઇંટમૅન્ટ હતી.

**

“ગૌતમ?” સિસ્ટરે નામ પોકાર્યું. બીજા બે ત્રણ લોકોએ પણ બે થી ત્રણ બુમો પાડી.

“સિસ્ટર, એ ન આવ્યા હોય તો હું આવું?” ઘંટડી જેવા મધુર કંઠે રમલીએ પૂછ્યું.

“હેં.. હા ઠીક. અહીં થોભ.” કહીને સિસ્ટર અંદર જતી રહી.

એવામાં એક ઘઉંવર્ણી યુવક દોડતો દોડતો આવ્યો. કસાયેલ શરીર, મજબુત બાંધો, પાતળી મુછો, વીખરાયેલા વાળ તેમજ હાંફતી છાતી. ‘આ ગૌતમ હશે તો મારો નંબર પાછળ ધકેલાશે?’ રમલીએ સ્વગત વિચાર્યું. અજાણતાં એની તરફ સ્મિત વેરાયું. “હે ભગવાન! આ શું?” રમલી મુંઝાણી.

યુવકે પણ સ્મિત ફરકાવ્યું.

“તું ગૌતમ છો કે?” સિસ્ટરે બહાર આવી પુછ્યું.

“હા”

“લાવ.. તારી ફાઇલ.”

ફાઇલ કાઢતાં એની હથેળીનો બરછટ સ્પર્શ રમલીના કોમળ હાથને થયો. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. હ્રદયમાં ઉર્મિઓના ઉભરાવા લાગી. એ “સૉરી” બોલ્યો. પણ..

“તમે મોડા પડ્યા છો. હવે આ રમલી પછી જજો.” સિસ્ટરે રોફભેર કહ્યું.

‘પરવાળા જેવા ગુલાબી હોઠ, અણીયાળી નકશીદાર આંખો, કેળ જેવી કમનીય કમર, અને ગોઠણ સુધી પહોંચતો ચોટલો.. આહ.. કુદરતે આ ખૂબસૂરતીનેય ના બક્ષી?’. ગૌતમે સ્વગત બળાપો ઠાલવ્યો. એની નજર ‘મેરેજ બ્યુરો’ની જાહેરાત પર પડતા મલકાયો.

’તમારા જેવા અન્ય એચઆઇવી પોઝિટિવ પાત્ર સાથે લગ્ન કરી સામાજીક જીવન અને સાંસારીક જીવન ગુણવતા સાથે જીવો.’

સિવિલ અસ્પતાલ સંચાલિત

‘લગ્નોત્સુક મેરેજ બ્યુરો’==

પછી એક આશા સહ રમલીનું ધ્યાન એ તરફ દોર્યું.

રમલી તો રૂમાલમાં આડમાં હતપ્રભ કે શરમાઈ?..

– સંજય ગુંદલાવકર

૧૯. ધોબી પછાડ

ગૌતમ… ગૌતમ… ગૌતમની બૂમો પડતી હતી…

ભરાવદાર શરીર, કસાયેલો બાંધો, ઉપસેલી છાતી, લોખંડી બાવડાં, આછી દાઢી મુછ, શિકારી આંખો, ચિત્તા જેવી ઝડપ અને હરિફને પછાડવાની ધગશ… આજે કુસ્તીની ફાઇનલમાં મહેશ સામે ટક્કર. રેફરીએ વ્હીસલ મારી અને પટ ઠોકતા બન્નેએ બાથ ભીડી. ગૌતમે એના ફેવરિટ દાવ ધોબી પછાડથી મહેશને હરાવીને સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો.

‘સોરી દોસ્ત, મેં તને આજે હરાવી દીધો’

‘ગેમ છે હાર જીત તો ચાલ્યા કરે, એક દિવસ તને જરૂર હરાવીશ.’

એટલામાં ત્યાં લૉ કટ સ્કર્ટ પહેરેલી રમ્યા આવી, ગૌતમ એને તાકી રહ્યો.

લપસી પડાય એવાં લીસ્સા સાથળ, આકર્ષક નિતંબ, ટોપમાંથી ડોકાઈ રહેલા મનને ઉન્માદ આપતાં ભરાવદાર સ્તન, ગુલાબી હોઠ, આંખોની માદકતા… પ્રિયંકા – દિપિકા તો આની આગળ પાણી ભરે…

રમ્યા પણ એના ખુલ્લા બદન અને ચહેરાની વિજયી ચમક જોઈ રહી. ‘યસ, લવ એટ ફર્સ્ટસાઈટ…’

‘રમલી માય સિસ્ટર, એટલે રમ્યા.’ મહેશ બોલ્યો

‘ઓહ, હાય…’ ગૌતમની તંદ્રા તુટી

એમણે એકબીજાને શેકહેન્ડ કર્યું… અને રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

ઝંઝાવાતતો ગૌતમની લાઈફમાં આવી ગયો, એ સતત રમલીના વિચારોમાં ખોવાયેલો રહેવા લાગ્યો. આ વાત મહેશને ધ્યાને આવી ગઈ…

‘રમલી તૈયારને? આવતીકાલે મારી ગૌતમ સાથે મેચ… તારે શું કરવાનું? યુ આર સ્માર્ટ ઈનફ.’ મહેશે સૂચના આપી દીધી.

વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરાવે એવી તૈયાર થઈ રમલી આવી.

‘ગૌતમ, ઓલ ધ બેસ્ટ…’ રમલીએ હળવું ચુંબન આપ્યું.

…મેચ શરૂ થઇ, બન્ને કટ્ટર હરીફ સામસામે આવી ગયા, ગૌતમની નજર સતત રમલી સામે હતી, એ એનામાં ખોવાયો હતો…

મહેશે ગૌતમને પછાડ્યો એનાજ ફેવરિટ દાવ ધોબી પછાડથી…

‘મેં તને કહ્યું હતું ને કે એક દિવસ જરૂર હરાવીશ…’ મહેશે ગૌતમને દિલાસો આપ્યો.

‘પ્લીઝ મીટ મોહન, માય ફિયાન્સ…’ રમલીએ ગૌતમને આંચકો આપ્યો.

‘રમલી યુ?, ઓહ માય ગોડ!’

‘હા દોસ્ત, તને ધોબી પછાડ આપવા મેં જ રમલીને…’

– સંજય થોરાત

૨૦. રણઝણવું એટલે..

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

“હા, બરાબર ઑગણીસ વર્ષ થયાં, એ વાતને કે કદાચ… રંભલીનાં બાપા ગયાં પછી આ.. આટલાં વર્ષે… આ.. ગૌતમ.” વિચારચક્રએ એને બે દાયકા પાછળ ધકેલી દીધી.

નામ એનું રમણી.. એ રમણીય નામનું થઇ ગયું રમલી. બાળકી હતી ત્યારથી જ રૂડીરૂપાળી. આંગળી અડકાડો તો ત્યાં લાલ-લાલ લોહી બાઝતું જણાય. કુદરતે પૂરતો વખત લઇને ઘડેલી એને. બાળકીમાંથી સગીરા અને પછી યુવતી બની ત્યારે તો એનું રૂપ જાણે નિખરી ઉઠ્યું. ગામ આખું એની પાછળ ગાંડુંઘેલું.

પણ રમણીના મનનો માણીગર તો હતો, શિવમ્. એ એની મોજમાં, અવધૂતની પેઠે નિજાનંદમાં જીવતો. શિવમ્ અને રમણી બેય વચ્ચે જમીન આસમાનનું અંતર. નાની ઉંમરમાં શિવાએ શિવ આરાધેલા અને દેવાધિદેવે પ્રસન્ન થઇને એને આ અવધૂતી મસ્તીની કૃપા કરી. એ રમતારામ, રમણીના મનમાં રમતો.
“ઘેઘૂર અવાજે જ્યારે એ મહિમ્ન કે શિવતાંડવ બોલે ત્યારે સાક્ષાત શિવ સમીપે પહોંચી જવાતું..ગામ આખાનો વિરોધ હતો છતાંય હું પરણી તો એને જ.”
રમણી રમતારામમાં રમમાણ બની.

“લગ્નની પહેલી રાતે, ખબર પડેલી કે અવધૂતને તો ચોસઠે કળાનું જ્ઞાન છે. જ્યારે.. એણે સૈદ્ધાંતિક વર્ણન શરુ કર્યું. સિદ્ધાંત વર્ણવતો જાય અને… પ્રયોગ દર્શાવતો જાય..” વાતને બે દાયકા વીતી ગયાં હોવાં છતાં રમણીના ચહેરા ઉપર લાલાશ ઉપસી આવી.. વિચારતાં-વિચારતાં પણ એ નવોઢાંની જેમ શરમાવા લાગી.

“જિંદગીમાં ય એવું ક્યાં ધાર્યુ હતું કે આ અવધૂતી મસ્તીમાં જીવનારો રમતારામ આવા શૃંગારશાસ્ત્રનો પણ જાણકાર હશે..એણે “સમ-ભાગ શૃંગાર”ના એક પછી એક પાના ખોલ્યાં અને.. અને.. હું પણ ખૂલી ગઇ. એના કોમળ સ્પર્શે જે અવર્ણનીય આનંદ અનુભવ્યો એ મારા અંગ-ઉપાંગોએ કદીય જાણ્યો નહતો. સહજ સાધનાની જેમ એ ક્રિયામાં જળકમળવત્ રહ્યે રહ્યે મને સ્વર્ગનું સુખ આપી રહ્યો હતો.. મારું સંપૂર્ણ સ્ત્રીત્વ એની જ તો દેન છે..’’

“અરે માડી, કયા વિચારોમાં ખોવાઇ પાછી! જો તો આ કોણ આવ્યું છે? તને મળવા..”

રંભાનો અવાજ કાને પડ્યો અને એણે જોયું, સામે એ જ ઊભો હતો.. એ જ ચહેરો ને દેહયષ્ટિ. આ મારો.. એ.. જ કે? ગૌતમે ચરણસ્પર્શ કર્યા. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો.. ફરીથી.

– પરીક્ષિત જોશી

૨૧. ઝંઝાવાત

આજે સવલી તાવમાં કણસતી હતી એટલે એણે એની ઓગણીસ વરસની દિકરી રમલીને કામ માટે મોકલી. ગૌતમરાયને બંગલે છેલ્લા વીસ વરસથી સવલી કામ કરતી હતી. રમલીનુ રુપ સહેજ ભીનો વાન, સુંદર નમણુંં નાક, કથ્થઇ આંખો, કાળા ભમ્મર વાળ, કસોકસ બાંધેલી ચોલીમાંથી ડોકિયા કાઢતા ઉરોજ, એનું સુદ્રઢ શરીર જોઇને ગમે તે ઉતેજીત્ત થઇ જાય.

ગીતાબેન રમલીને કામ સોંપી તરત દેવદર્શને ઉપડ્યા. ગૌતમ ન્હાવા જતાં-જતાં રમલી તરફ જોયા વગર રોજની જેમ બોલ્યા ‘સવી’ કોફી લઇને ઉપર આવ. રમલીએ કોફી બનાવીને ગૌતમના હાથમાં આપી. પહેલી વાર કોઇ પુરુષનો હાથ રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. ગૌતમ આજે રમલીને જોઇને ભાન ભૂલ્યા. એને અડપલાં કરવા લાગ્યા. પહેલા તો રમલી જરા ડરી ગઇ પછી એને પ્રથમ પૌરુષી સ્પર્શ ગમવા લાગ્યો. રમલીના અંગ અંગમાં પણ એ જ આગ લાગી. એણે ગૌતમને પૂરો સાથ આપ્યો.

ઘરે આવતા જ રમલીની હાલહવાલ જોતા સવલીને શક ગયો, માતાજીના સમ આપી બધું જાણી લીધુંં.

ગૌતમરાય બેઠા વિચારતા હતા. છેલ્લા વીસ વરસોથી સવલી મને જે સંતોષ આપતી હતી એ ગીતા કયારેય ન આપી શકી. હવે સવલીની દીકરી રમલી આગ છે, એ મારી પ્યાસ બુઝાવશે..!

બીજા દિવસે સવલી ગૌતમશેઠને કહ્યું, ‘તમે આ શું કર્યુ તમારી દિકરી સાથે..?’

– પૂર્વી બાબરીયા

૨૨. જાગતું સ્વપ્ન

“ઓહ… શાકભાજી લઈ લો, શાકભાજી… આ રમલી જેવી કૂણી-કૂણી કાકડી, મારા જેવી મીઠી મૂળી…”

“જો… શાકભાજીવાળી આવી, કહેતી’તી ને કે શાકભાજી લેવાની છે. લઈ લે જા.” શાકભાજીવાળી બાઈનો અવાજ સાંભળતા જ ગૌતમે તેની પત્ની કિંજલને કહ્યું. કિંજલ ઘરની આગળ શેરીમાં લારી પાસે ગઈ, ગૌતમ બારસાખ વચ્ચે ઉભો રહી રમલીને જોઈ રહ્યો.

સાતવાર ઘસાયેલ આરસ પથ્થરને પણ ઝાંખો પાડે તેવો વર્ણ, અણિયાળી શ્વેત આંખોની પાંપણ પરના અધ્ધર પરવાળા, ઉભરતી છાતી, પાતળી લચકતી કમર, જેવાં-તેવાં કપડાં પહેરે તો પણ કપડાંની સુંદરતા રમલીને લીધે વધી જાય તેવું સૌંદર્ય, રૂપ જોઈ શીખાવ કવિય દસ-બાર કવિતા લખી લે તેવી રમલી, શરીર તો ખરેખર કૂણી-કૂણી કાકડી જ જોઈ લ્યો. “હંસા, આવા ઉનાળાનાં તાપમાં છોડીને ઘરે રાખતી હોય. બિચારીની દશા તો જો.”

“ના હોં.. કાજુબેન. રમલી તો મારી સાથે જ. આજકાલના જમાનાનો ભરોસો ન કરાય. ક્યારે શું થઈ જાય, કોણ જાણે?” રોજ બળાત્કાર અને છેડતીના કિસ્સા સાંભળી જમાનાથી ડરતી હંસા બોલી.

“તડકીમાં પરસેવો વળી ગ્યો બિચારીને. તરસ લાગી હશે. જા રમલી, મા-દીકરી માટે મારા ફ્રિજમાંથી ઠંડુ પાણી લઈ આવ.”

કિંજલની વાત સાંભળી રમલી જાય તે પહેલા જ ગૌતમ રસોડામાં પહોંચી ગયો. ફ્રિજમાંથી પાણીનો જગ કાઢ્યો ત્યાં તો રમલી પણ આવી ગઈ. ગૌતમે જગ રમલી તરફ આગળ કર્યો. રમલીની નજર એક જ નજરે ઘાયલ કરી દે તેવા ગૌતમનાં મનોહર ચહેરા પર પડતાં તેના હાથમાંથી જગ લેતાં-લેતાં સરી ગયો. બંનેનાં હાથ સરી ગયેલાં જગને ઝીલતા સ્પર્શી ગયા.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

* * *

એક સ્પર્શથી બંને આકર્ષાયા. જગને બાજુ પર મૂકી ગૌતમ ધીરેધીરે રમલીની નજીક આવ્યો ને રમલી પણ. રમલીએ પોતાના પરસેવાથી રેબઝેબ પણ અંદરથી. કોરાકટ શરીરને ગૌતમનાં શરીર સાથે ચોંટાડી દીધું. ગૌતમે તેને બાહુપાશમાં લીધી ને રમલી પણ…

* * *

“ઓયે… રમલી, પાણી લેવા ગઈ કે બનાવવા? ચાલ જલ્દી.”

હંસાના અવાજથી રમલી અને ગૌતમ બંને જાગતા સ્વપ્નમાંથી વાસ્તવિકતામાં પ્રવેશ્યા, ને રમલી શરમાતી જગ લઈ ઘરની બહાર નીકળી ગઈ.

– દિવ્યેશ વિ. સોડવડીયા

૨૩. છલ

“અંગ લગા દે રે…મોહે રંગ લગા દે રે…” ગૌતમ બાથરૂમમાંથી નાઈટડ્રેસ પહેરી બહાર નીકળ્યો ત્યાં તેને બેડ પર સોળે શણગાર સજીને બેઠેલી નવપરિણીત તેની રમલીનાં સુરમાં ગીત સંભળાયું.

બિલકુલ શરમાયા વગર તે બેડ પરથી ઉભી થઈ.

“અંગ લગા દે રે… મોહે…” રમલી ફરીવાર ગીત ગાતી એક પછી એક વસ્ત્રો ઉતારવા લાગી. ગૌતમ તેના સૌંદર્યને આંખોથી પીય માનસપટનાં અંદરના પડમાં સંઘરતો ગયો.

કમળપંખુડી સમા કર્ણ, નાચતા નેણ, શ્વેત નયનો, ગુલાબી ગાલ, માખણ જેવા મુલાયમ હોઠ, કાળા ભમ્મર કેશ, હસે તો દિલમાં વસી જાય તેવું હાસ્ય, જોયા પછી ભૂલી ન ભૂલાય તેવી છલકાતી છાતી અને નાજુક કમર, એક-એક અંગ ભગવાને એવું રચ્યું કે જાણે જીવતી જાગતી બાર્બીડોલ.

“રમલી, તને ખબર છે ને કે હું… તો પછી આ બધું?”

“મને બધી ખબર છે કે તમે એક અકસ્માતમાં તમારું અંગ ગુમાવ્યું છે તેથી તમે મને ક્યારેય… અંગ મરી ગયું, સંવેદના તો જીવે છે ને!” આટલું કહેતા રમલી ગૌતમને વીંટળાઈ વળી.

“તો પછી નખરાં કરવાનું બંધ કર અને સુઇ જા. કાલે વહેલી પરોઢે તને તારી શરત પ્રમાણે તારા પ્રેમી આશીફ પાસે મૂકી જઇશ.” ગૌતમે રમલીને પોતાનાથી વેગળી કરતા કહ્યું ને તેના હાથ રમલીના વસ્ત્રહીન શરીરને સ્પર્શી ગયાં.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.

“નહીં ગૌતમ. એ વાત સાચી કે હું આશીફને પ્રેમ કરતી હતી અને તે મુસ્લિમ હોવાથી મારો બાપ અમારા સંબંધનો દુશ્મન હતો. તેથી મેં તારી સાથે મળી આવું લગ્નનું ષડયંત્ર રચ્યું. મેં પ્રેમમાં આશીફને જીત્યો અને તે મને. ભલે તું મને બંધબારણે સુખ ન આપી શકે છતાં મારું દિલ તારા દિલ સામે હારી ગયું, પરંતુ મને હાર બિલકુલ પસંદ નથી એટલે….” કહેતા અંડરવર્લ્ડના ડોન આશીફની પ્રેમિકા અને આજે ગૌતમના પ્રેમમાં પાગલ થયેલી રમલીએ આશીફને ખબર પડશે તો તે પોતાને મારી નાખશે તેના ડરથી બેડની ગાદી નીચેથી બંદૂક લઈ ગૌતમના દિલ પર ટેકવી દીધી.

‘ઢિચ્ક્યાંવ.. ઢિચ્ક્યાંવ..’ બે અવાજ, એક મોત..

– દિવ્યેશ વિ. સોડવડીયા

૨૪. ભાગ.. ડી.જી. ભાગ..!

“ડી.. જી.. દાશુતોષકર ગૌતમ.. નામ તો સૂના હોગા..!”

માથાંનાં વાળનો ફુગ્ગો બનાવી, શર્ટનાં બધાંય બટન લગાવી, ગળામાં રેશમી રૂમાલ બાંધી, અરીસામાં જોઈને દેવસા’બની માફક ‘હિરોગીરી’ કરતાં ગૌતમને તાકતી રમલીએ આંખોને નચાવી નાક ચઢાવ્યું.

“એક બાર જો મૈંને કમિટમેન્ટ.. ઉસકે બાદ તો અપને બાપકી ભી..” ગૌતમનાં ફિલ્મીપણાએ રમલીની વર્ષોથી અધૂરી, ફિલ્મી-કલાકારનાં ‘સહવાસ’ની ઈચ્છાઓને વેગ આપ્યો.. અને ત્યાંજ,

“સટ્ટાક..” વાળ કપાવીને તાજી કરેલી ગૌતમની બોચી પર ‘બાપ’નો સપાટો.., “બબુચક, આ તારો વિષય..?” અને ગૌતમનું ‘કમિટમેન્ટ’ કરમાયું.

થોડીવારે.. બાપ બહાર, અને ફરી ફિલ્મી-ભૂતનો ગૃહપ્રવેશ.. “ડેડી મુજસે બોલા.. તું ગલતી હૈ મેરી.. તુજપે ઝીંદગાની ‘ગિલ્ટી’ હૈ મેરી.. ભાગ-ભાગ ડી.જી..”

..ટૂંકી ચડ્ડીમાં ચેનચાળા કરતાં ગૌતમના આ બધાં નાટકથી રમલી લગભગ અડધી સદી પહેલાંનાં ભૂતકાળમાં સરી પડી..

* * *

ફિલ્મી સિતારાઓ પાછળ પાગલ ઑગણીસ વર્ષીય નમણી, શાંત અને સંસ્કારી રમલી, એમનાં સાનિધ્ય માટે ‘જુનિયર આર્ટિસ્ટ’નું કામેય કરતી, ને સપનાંમાં રાચતી.. ક્યારેક દેવ તો ક્યારેક શમ્મી, તો ક્યારેક ગૌતમ ખન્ના.

અરે, એક વખત તો પાગલપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું.. રિહર્સલ વખતે ગૌતમ ખન્નાનો હાથ રમલીને અડી ગયો, ને..

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

રમલીને એ રતીસભર અગ્નિબાણ હૃદયમાં ઘસરકો પાડી ગયું, આંખોથી એણેય પ્રેમરસ નિચોવ્યો, મન સાથે તન પણ ગૌતમને ગીરવે મુક્યું.. અને ઝંઝાવાતે ઊર્મિ અને ઉત્તેજનાનાં વમળો પેદા કર્યાં. બે આકૃતિઓ એકબીજામાં વિલીન થઇ, એકાકાર બની.. અને અંતે.. સહવાસ સુખથી સ્વર્ગીય, આહલાદક અનુભૂતિ..!

“..કટ ઇટ.. ઓકે.. પેકઅપ..” નાં આદેશથી રમલી રતિક્રીડામાંથી રિહર્સલમાં પાછી ફરી..

અને રિહર્સલમાંથી, તાજેતરની હકીકતમાં, ગૌતમની નાટકીય દુનિયામાં..!

* * *

આખો દિવસ આમ જ પસાર થયો, ભૂતકાળ ફંફોસતો… ને સાંજ ઢળી.

પિસ્તાળીસની વયે પહોંચેલા, ટૂંકી ચડ્ડી પહેરીને બાળપણ જીવતાં, દીકરા ગૌતમનું માથું ખોળામાં પંપાળી રહેલી ‘મા’ રમલી, અને પુત્રની પીઠ પસવારી રહેલો બાપ.. જાણે કહી રહ્યાં, “દીકરા, તારો વિષય ‘ઐતિહાસિક’..! સ્વદેશનું લગાન, અકબરની જોધા..”

“આરામ કરી લે દીકરા, કાલથી ફરી ‘ભાગમભાગ’..’મોહેંજોદરો’ની..”

..અને ગણગણ્યું.. “સપનોંકા વો આંચલ કહાઁ, દર્પન બતા, બચપન કહાઁ..”

– ધર્મેશ ગાંધી

૨૫. ગંદો છે, પણ ‘ધંધો’ છે..!

“અરે રમલી.. મુખમુદ્રામાં કામુકતા ટપકાવ! અંગોને ઉઘાડાં કર, અને એક કોલ-ગર્લની માફક આગરૂપી અંગડાઈ લાવ જરા.. માત્ર મધુર માદકતા નહિ!”

સી ગ્રેડ ફિલ્મનાં નિર્દેશકે પબ્લિક ડિમાન્ડને અનુસરીને નવી-સવી સાઈડ એક્ટ્રેસનાં અભિનયનાં ધંધામાં લાગેલી રમલીને રોજની જેમ સુચનોનો ચાબખો વિંઝ્યો.

કામુક દ્રશ્ય ભજવવાની હજુ તો શરૂઆત, અને હીરો ગૌતમનો એ સ્પર્શ..

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઑગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..

રમલી અભિનય ભૂલી વાસ્તવિકતાનાં અમર-પ્રેમનાં સપના જોવા લાગી.

“..અરે ફિલ્મ જોવા આવનારાં વરુઓની ભૂખ ભાંગવાની છે. ટપકતી લાળને શોષવાની છે. હીરો સાથે પ્રણય-ફાગ નથી ખેલવાનાં..! મંદ પવનની લહેરખીનો લય છોડ, અને વાવાઝોડાંની જેમ વરસીને ઓડિયન્સનાં મોરનો થનગનાટ ઠાર.. પરાકાષ્ઠાએ પહોંચાડીને..!” દિગ્દર્શકે પોતાનો ફિલ્મી અનુભવ નિચોવ્યો, અને ભેદ સમજાવ્યો.

..અને બીજે દિવસે, વાત વણસતાં રમલીએ ‘સહ-જન’ ફિલ્મ-ગ્રુપથી છેડો ફાડયો…

* * *

થોડાં મહિનાઓ પછી..

“અરે રમલી.. મુખમુદ્રામાં શૃંગાર-રસ ટપકાવ! અંગોને આળસ મરડીને બેઠાં કર, અને સભ્ય સૈયાસાથીની માફક માદકતા લાવ જરા.. કામુકતા નહિ!” ઝોહરાબાઈએ પબ્લિક ડિમાન્ડને અનુસરીને નવી-સવી આ ધંધે લાગેલી રમલીને રોજની જેમ સુચનોનો ચાબખો વિંઝ્યો.

“મને આ તમારો બેવડો દ્રષ્ટિકોણ નથી સમજાતો, અમ્માજી. આ કોઠો છે કે કામસૂત્રની પાઠશાળા..?” રમલી ચિડાઈ.

“અરે મંદ પવનની લહેરખીનો લય સમજ ગાંડી.. આમ વાવાઝોડાંની જેમ વરસીને માત્ર ભૂખ જ નથી ભાંગવાની.. કસ્ટમરને આહલાદક અહેસાસ આપવાનો છે..! પરાણે પરાકાષ્ઠાએ નથી પહોંચાડવાનું.. શૃંગાર રસમાં તરબોળ કરવાનાં છે..! પ્રેમ કરતાં શીખ.. આ એક કલા છે, આર્ટ છે, અને તું કલાકાર..” ઝોહરાબાઈએ પોતાનો ધંધાકીય અનુભવ નિચોવ્યો..

રમલી ફરી ચિડાઈ, અને ફરીથી બીજો દિવસ.. થોડાં મહિનાઓ પહેલાંના જેવો જ..!

– ધર્મેશ ગાંધી

૨૬. અભિપ્સા

“રમલી, આ બાજુ રેતીનો ઢગલો છે, એમાંથી કાંકરા-પથ્થર ચારણાથી અલગ કરી દેજે.” ગિરીશે આદેશ આપ્યો ને બંધાયેલા મકાનોની દિશામાં ચાલ્યો ગયો. રમલીએ એનો ઘેરદાર ચણિયો ઉંચો કર્યો. ઉભી થઇને બાજુમાંથી પાવડો લીધો ને રેતી ઉલેચવા માંડી..

રમલી અને ગિરીશ, બંને શહેરમાં જ્યાં બાંધકામ ચાલતું હોઈ ત્યાં આખો દિવસ છુટક મજૂરી કરતા. જ્યાં કામ મળે ત્યાં રહેતા, ને રોજનો પેટનો ખાડો પૂરતા. રેતી ને ઈંટો વચ્ચે જીવતી રમલીને જોતા કોઈ કહી ના શકે કે આ ગવાર સ્ત્રી રમલી, એક અભણ મજૂરની પત્ની છે. જંગલની હરણી સમાન કામુક આંખો, રસીલા અધરોમાં મુક્ત હાસ્ય, માટીના લેપથી રંગાયેલી થોડી શ્યામ પણ ઘાટીલી કાયા, નિતંબનો કામુક ઉભાર, શરીરના લયબદ્ધ વણાંકો, મરુન રંગના કબજામાંથી ઉભરી આવતા તેના ઘાટીલા સ્તન, એમાં ઘેરવાળો તેનો ચણિયો, ઉપર પીળા રંગની આછેરી ઓઢણી ને પછી નજરે ચઢતી તેની કોમળ, વળાંકયુક્ત કમર.. કોઈપણ પુરુષને દઝાડી મૂકે એવું તેનું દેહ લાવણ્ય બીજી મજૂર સ્ત્રીઓને પણ ઈર્ષા પમાડે એવું હતું.

પણ ગિરીશ તેને માત્ર એક વસ્તુ સમજીને પોતાના શરીરની ભૂખ સંતોષતો ને મજૂરી કરાવતો.. રમલીનો કામુકતાથી સળગતો જુવાન દેહ કોઈ એવો પ્રેમાળ સ્પર્શ ઝંખતું હતું જે તેને અંદરથી તૃપ્ત કરી દે, એના અંતરની અભિપ્સાને ઠારે.. જેમ કોરી માટીને વરસાદની બૂંદ ભીંજવી નાખે એમ..!

ને એક દિવસ..

રમલી માથા પર ઇંટો ગોઠવી સડસડાટ દાદર ચઢતી હતી. ત્યાં જ દાદર ઉતરતા બિલ્ડરના જુવાન છોકરા ગૌતમ સાથે તે અથડાઈ પડી. ગૌતમની નજર રમલી પર પડી, ને એ નશીલી નજરમાં રમલી પૂરેપૂરી ઓગળી ગઈ. ગૌતમની આંખો પણ પગથીયાના વળાંક પર ઉભેલી સૌન્દર્યની સાક્ષાત મૂર્તિ જોઇને અંજાઈ ગઈ. ત્યાં જ ઇંટોના ભારથી સંતુલન ખોરવાતા રમલી નમી પડી, પણ તરત જ ગૌતમે હાથોથી રમલીને સહારો આપ્યો. ગૌતમના કસાયેલા હાથ રમલીના નાજુક ખભા ને હાથ પર અડ્યા. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. ને ગૌતમ રમલીની પારદર્શક ઓઢણીમાંથી ઉપસી આવતા ઉભારને મનમાં ભરીને સડસડાટ દાદર ઉતરી ગયો.

– મીરા જોશી

૨૭. ઝંઝાવાત

“અરે સવિતા, તારી રમલીને કે’દી વળાવશે..? એનું ફાટી નીકળેલું રૂપ ગામના છોકરાવની આંખો આંજી દયે છે…” મણિબાએ મંદિરે દર્શન કરવા આવેલી રમલીની માને રોકીને કહ્યું.

“શું, કરું મણિબા, આ મારા કરમ આજે મને જ દઝાડે છે.. મને છોકરાના અભરખા હતા’ને ભગવાને પહેલા ખોળે આ રમલી આપી, ને ત્યારપછીની બધી સુવાવડમાય છોકરી જ અવતરી. એટલે મેં એને છોકરાની જેમ જ મોટી કરી. હવે ઈ જીદ લઇને બેઠી છે.. લગન તો નઈ જ કરે.. તોય આજે એના બાપુએ એક છોકરા હાર્યે વાત ચલાવી સે.. તી આજે જોવા આવાના સે એને..”

ને પછી રમલીને મનાવી ફોસલાવી ગૌતમના પરીવારને ચા આપવા જવા મોકલવામાં આવી.

સફેદ પુણી જેવો વાન, જોતા જ ગમી જાય એવી નમણાશ, સૂર્યકિરણો સમાન આંખોની આભા જોઇને અંજાઈ જવાય એવું નજરનું તેજ, લાંબી બાયનું શર્ટ, કાળું પેન્ટ, બોયકટ વાળ, ચહેરા પર કે શરીરમાં ક્યાય શૃંગાર નહી, માત્ર નાકમાં એક જડ, હરણી જેવી ચાલ, વ્યક્તિત્વમાં પડઘાતું એક તોફાન.. ને સુંદર, કોમળ હાથોમાં ચાની ટ્રે લઈને ઉભેલી વ્યક્તિ ‘છોકરી’ છે એ માનવું ગૌતમના પરિવારને અઘરું થઇ પડ્યું. ગૌતમને ચાનો કપ આપવા જતાં રમલીના હાથને પહેલીવાર એક પુરુષના હાથનો હળવો સ્પર્શ થયો. રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. પહેલી વાર નજર સામે એક કામદેવ જેવા પુરુષને જોતા રમલીના મનમાં એક તોફાન ઉછાળા મારવા લાગ્યું..! કોઈક ક્ષણે કશુંક એનામાં ઉગી નીકળશે, ફૂટી નીકળશે ને એ જોશથી ભરપૂર, ખુલ્લી આંખે ચાલતી છોકરીમાંથી આંખોમાં લજ્જા લઈને ફરતી એક યૌવના થઇ જશે એવી ભીતી હમેશાં એના મનમાં હતી, પણ આજે..

ને પછી બારણાની ઓથે ઊભીને રમલીએ ગૌતમને આંખોથી પીધો..! પહેલીવાર એક પુરુષને આટલી બારીકાઈથી જોયો એણે… કામદેવ જેવો ઊજળો વાન, નજરમાં રહેલો નશો, મોટું કપાળ, કસાયેલા હાથ, ફેલાયેલી છાતી, ફૌજી જેવું મજબુત શરીર સૌષ્ઠવ, પૌરુષી અવાજનો એ પડઘો.. રમલી એ નઝારામાં કેદ થઇ ગઈ.. ને એ ઘટનામાં રમલીએ એની જાતને વહેવા દીધી..!

– મીરાં જોશી

૨૮. પ્રથમ પ્રેમ

રમલીને માટે આ પહેલો પ્રસંગ હતો, બસમાં જવાનો અને તે પણ એકલા. બારીની પાસે જગા મળતાં તે બેસી ગઈ અને બહારનો નજારો જોવા લાગી. નજારો તો તેનો પોતાનોય ક્યાં ઓછો જોવાલાયક હતો. હજી જુવાનીને આંગણે માંડ પગ મૂક્યો હતો તેણે, સપ્રમાણ શરીર, પાતળી ગરદન, નિર્દોષ આંખો, કળીસમ હોઠ પર રમતું સ્મિત અને ખુલ્લી બારીમાંથી આવતા પવનમાં ઉડતા નાગણ જેવા કાળા ભમ્મર વાળ, કોઈનું પણ ઈમાન ડોલાવવા સક્ષમ હતા. એ પોતે આ બધાથી સાવ અજાણ હતી.

આગળના સ્ટેન્ડ થી ગૌતમ બસમાં ચઢ્યો. ક્યાંય જગા ખાલી ન હતી, સિવાય કે રમલીની બાજુની સીટ. ચાલુ બસના આંચકાઓ ખમતો તે જરા ઝડપથી બેસવા ગયો અને એમ કરતાં તેના
શરીરની આખી જમણી બાજુ રમલીના શરીરની આખી ડાબી બાજુ સાથે ઘસાઈ. પછીની એક જ ક્ષણમાં આખી બસ એક રંગીન ઉપવનમાં રુપાંતર પામી. મોર અને કોયલના ટહુકાર, ફૂલના ઝૂલા અને એક સાથે સો સો વસંતો પાંગર્યાનો એક સ્વર્ગીય એહસાસ થયો બંનેને.

ગૌતમનેે અનાયાસે જ ગૌતમી યાદ આવી ગઈ, હજી મહીના પહેલાં તો બંને જણ આ જ રીતે બસમાં એકમેકને અડકવાના બહાના શોધતા ફરતા હતાં, આમ જ સો સો વસંતો પાંગરેલી અને અચાનક એ જીવલેણ રોગ ગૌતમીને ભરખી ગયેલો. આ બધું યાદ આવતા ગૌતમ વધુ ઉદાસ થઈ ગયો.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જીંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. એણે ગૌતમની તરફ ત્રાંસી નજરે જોવાનો પ્રયત્ન કર્યો પણ એ તો એની સીટ પરથી ઉભો થઈ બસના આગળના દરવાજે જઈ ઉભો રહી ગયો હતો અને ત્રણ સ્ટોપ પછીના સ્ટોપ પર તે ઉતરી ગયો.

– વિભાવન મહેતા

૨૯.

એનું નામ રમા. કોલેજની બ્યુટીક્વીન. એની નજરમાં આવવા માટે છોકરાઓ હોડ લગાવતા, જીતતા, હારતા પણ રમાને કોઈ ફરક પડતો નહી. રમાનો અેક જ દોસ્ત, ગૌતમ. સીધો સાદો, સાધારણ કુટુંબનો, ખૂબ તેજસ્વી અને એ તેજસ્વીતાએ જ તો રમાનું દિલ જીતી લીધું હતું. કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા પહેલાં એક પિકનીકમાં બધા માઉન્ટ આબુ ગયેલા. મોકો મળતાં
હાથમાં હાથ પરોવી બંને ક્યાંક ફરવા જતા રહ્યા અને પછી જે બન્યું તે આજે પણ કોંંલેજમાં ચર્ચાનો વિષય છે.

બન્યું એવું કે કોઈક જગ્યાએથી ગૌતમનો પગ લપસ્યો અને તે એક ખડક સાથે અથડાયો. ભાન ગુમાવતા પહેલાં ગૌતમ એટલું જ બોલી શક્યો, ‘રમલી, મને છોડી તો નહી દે ને?’

પછી તો આજની ઘડી ને કાલનો ‘દિ, ગૌતમને ભાન ન જ આવ્યું. તે કોમામાં સરી પડ્યો. એની રમા, રમલી છ મહિના તો સતત એની પાસે રહી, પણ

કુટુંબના દબાણ આગળ આખરે તેણે ઝૂકવુ જ પડ્યું અને વિનીત સાથે તેના લગ્ન થઈ ગયા. વિનીત સાથે તે અમેરિકા જતી રહી. અહીંં ગૌતમની સ્થિતિમાં પણ કોઈ સુધારો ન થયો અને વર્ષોનાં વહાણાં વાયા. એક, બે.. કરતાં કરતાં ઓગણીસ વર્ષ વીતી ગયા. અને ઓગણીસ વર્ષ પછી પહેલી વાર રમા અને વિનીત તેમના વારસાઇ હકોની પતાવટ કરવા એક મહિનાના રોકાણ માટે પાછા આવ્યા.

યાદો વાજતેગાજતે રમાને ઘેરી વળી. તે સીધી હોસ્પિટલ પહોંચી. જે સ્થિતિમાં તેણે ગૌતમને છેલ્લે જોયો હતો તે જ સ્થિતિમાં તેને જોતાં જ એ આંસુઓના ધોધને રોકી ન શકી અને ગૌતમનો નિર્જીવ હાથ પોતાના બે ય હાથમાં લઈ બેસી ગઈ.

સ્પર્શના સ્પંદનો એ કોઈ અલૌકિક ઈલાજ કર્યો. ગૌતમના એ નિર્જીવ બદનમાં સાધારણ ચેતનાનો સંચાર થયો. એના આંગળાં સહેજ હાલ્યા અને ગૌતમની રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જીંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો.

એટલામાં ફોનની રીંગ વાગી. આંખોમાં થી અવિરત વહેતી અશ્રુધારા, બેઉ હાથોમાં ગૌતમનો હાથ અને ધીમે ધીમે પણ ચોક્કસપણે પરત ફરી રહેલી ચેતના.

ફોનની રીંગ વાગતી જ રહી.

– વિભાવન મહેતા

૩૦. પહેલી રાત

ગૌતમને શહેરથી આવ્યે હજી કલાક નહોતો થયો એવામાં એના પિતાએ આંચકો આપ્યો, “હવે શહેર જાય એટલે તારી પત્નિને પણ સાથે લઈ જજે”

ગૌતમને પોતાના બાળલગ્ન અને બાલવધુ રમલી યાદ આવી. પણ ગૌતમનું મન હવે ગામડીયન રમલીમાં ક્યાંથી લાગવાનું જેણે શહેરની હાઈ-ફાઈ છોકરીઓ સાથે સમય વિતાવ્યો હોય. એણે નક્કી કર્યુ કે રમલીને બધું સાચું જણાવી બીજે એના લાયક છોકરા સાથે પરણી જવા મનાવી લેશે. ગૌતમ જ્યાં બધી વાતની ચોખવટ કરવાનું વિચારી રહ્યો હતો ત્યાં બીજી બાજુ રમલી માટે આ રાત એના અરમાનો, સ્વપ્નોને હકીકતમાં બદલવાની, પોતાના પતિ સાથે પહેલી રાત હતી. એણે પોતાના નાનકડાં ઓરડાને એની આવડત મુજબ સજાવ્યો હતો. દરવાજો ખૂલ્યો ને ગૌતમ અંદર આવ્યો.

રમલીના શ્વાસ એકદમ જાણે અટકી ગયાં ને ગૌતમ ફર્યો રમલીએ એનો ચહેરો જોયો, અટકી ગયેલાં શ્વાસ એટલાં તીવ્ર બન્યા કે એની છાતી ગાંડીતુર નદીના વહેણ માફક ઉછળવા લાગી. ગૌતમ અને રમલીની આંખો મળી, પહેલીવાર ગૌતમે રમલીને જોઈ. હિમાલયનાં કોઇ સ્વચ્છ, પવિત્ર ઝરણાંના પાણીથી મઢી હોય એવી કાયા, રેશમના તાંતણા ગુંથી વાળેલો ને કમર સુધી આવતો ચોટલો, માખણ જેવો કોમળ ચહેરો, નાજુક નાક, ગુલાબી હોઠ, ઢેલડી જેવી લાંબી પાતળી ગરદન, માપસર શરીર પ્રમાણે વિકસિત સ્તન ઉભાર, ભુખી સિંહણ જેવી પાતળી કમર, દુધ જેવાં રૂપાળાં હાથો પર સુંદર મજાની મહેંદી.

પહેલી મુલાકાતમાં બંનેની નજર મળી અને સ્થિર થઈ ગઈ. ગૌતમ કહેવાનું બધુ ભૂલી ગયો, રમલીને જોઇ એણે પોતાનો વિચાર બદલી નાખ્યો. ધીરેથી રમલીની પાસે ગયો. રમલીના ચહેરે સ્પર્શ કરવા ગયો પણ હાથ અડ્યો – ન અડ્યો ને રમલી સંકોચાઈ ગઈ.

રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો. ગૌતમે ફરી એનો ચહેરો બંને હાથે પકડ્યો. બંનેના શ્વાસ એકબીજામાં ભળ્યા. હોઠ પર હોઠ જડાયા. રમલીના પેટમાં પંતગિયાઓની ઉડાઉડ થવા લાગી. આંખો એક અપાર આંનદના અતિરેકમાં વહી નીકળી. બંને એકમેકના આલિંગનમાં જકડાયા. એક પછી એક વસ્ત્ર દુર થયું. ને જે દાંપત્ય ઘડીભર અંતના આરે હતું એ અત્યારે સૂર્યોદય સાથે જીવંંત બન્યું.

– કેતન દેસાઈ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૭ (૩૦ વાર્તાઓ)

  • Dr Nilesh trivedi

    Nice microfictions. Very nice attempt.please add me in SARJAN GROUP . I am also interested in micro fiction . my micro fiction was published in aksharnaad in past. I was apply for member in group. But unluckly I will not but now please add me.
    DR.NI!ESH TRIVEDI ૯૮૨૫૦૮૭૭૩૭

  • Ansuya Dessai

    ખુબ સરસ એક એક વાર્તા …સૌ લેખક મિત્રોને અભિનન્દન્

  • Nilay Pandya

    બધી જ વાર્તાઓ ખૂબ જ સુંદર!! વાર્તાઓનો આસ્વાદ મનને આનંદથી તરબોળ કરી ગયો… હજીયે આગળ આવું અને આનાંથી પણ અદ્ભૂત લખતાં રહો.. જેથી અમે વાંચીને આનંદ માણતા રહીએ.

  • Purvi babariya

    બધાની વાર્તાઓ બહુ સરસ છે…ખુબ અભિનંદન સર્વમિત્રોને…
    જોરદાર બધી રમલીઓ…

  • Jagruti Pardiwala

    બધી જ વાર્તાઓ રોમાંચક , સુંદર કલાકૃતિઓ છે.
    Congratulations to all