ઘણાં લાંબા સમય પહેલા હિન્દી ભાષાની કેટલીક વેબસાઈટ્સ વિશે અક્ષરનાદ પર Know More ઇન્ટરનેટ એ શ્રેણી અંતર્ગત લખ્યું હતું. ત્યારે છ વેબસાઈટ્સનો પરિચય વાચકોને કરાવ્યો હતો. સમયની ખેંચતાણમાં એ યાદીની અનેક વેબસાઈટ્સ બાકી હતી. તો આજે એ માળાનો બીજો મણકો પ્રસ્તુત કરી રહ્યો છું.. તો ચાલો ફરીથી જઈએ એક અનોખા સફર પર, સ્થળ છે હિન્દી બ્લોગ જગતની કેટલીક સુંદર વેબસાઈટસ / બ્લોગ્સ …. આ પહેલાની આ જ વિષયાનુગત પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
હિન્દીઝેન (http://hindizen.com)
ઝેન વિચારધારા અને જીવન જીવવાના સરળ રસ્તાઓ વિશે સરળ પરંતુ સુંદર સમજણ સાથે જ્યાં લખાય છે તેવો હિન્દી બ્લોગ એટલે હિન્દીઝેન. સરળ ભાષામાં સહજ જીવનજ્ઞાન અથવા માહિતી મેળવવા માટેનો આ સ્ત્રોત છેલ્લા ૬ વર્ષથી હિન્દી બ્લોગજગતની અગ્રણી વેબસાઇટ છે. નિશાંત મિશ્ર હિન્દીઝેનના સંસ્થાપક અને પ્રશાસક છે. ૬૨૦થી વધુ પોસ્ટ અને તેમાં પ્રેરક પ્રસંગો, સૂફી – ઝેન – તાઓ – બોધકથાઓ – ફિલસૂફોના સંસ્મરણો – લોકકથાઓ અને અનુવાદો વગેરે પ્રસ્તુત થાય છે. ઉપરાંત ઝેનહેબિટ્સના લિયો બબૌતાને પગલે નિશાંતે પણ તેમની પોસ્ટ્સ પબ્લિક ડૉમેઈનમાં રાખી છે.
વિજ્ઞાન વિશ્વ (http://vigyan.wordpress.com)
ઓગસ્ટ ૨૦૦૬માં શરૂ થયેલ આ બ્લોગ ઇન્ટરનેટ પર વિજ્ઞાન વિશે ઉપલબ્ધ માહિતીને સંકલિત કરી તેને હિન્દીમાં પ્રસ્તુત કરતો અનોખો બ્લોગ છે. મહીને લગભગ ત્રણથી ચાર પોસ્ટ મૂકાય છે તેવા આ બ્લોગ પર પ્રસ્તુત કૃતિઓની ગુણવત્તા નોંધપાત્ર છે. સાપેક્ષવાદ એટલે શું? શું કોઈ સૂર્ય કે ચંદ્ર પર દાવો કરી શકે? બિગ બેંગ એટલે શું? ડોપ્લર થિયરી શું છે? શું ટાઈમ ટ્રાવેલ શક્ય છે? બ્રહ્માંડના કેન્દ્રમાં શું છે? રોકેટ કઈ રીતે કાર્ય કરે છે? હિગ્સ બોઝોન એટલે શું? બર્મ્યુડા ત્રિકોણની વાત જેવી વિજ્ઞાનને લગતી અને રસપ્રદ એવી અનેક પ્રકારની માહિતી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરાંત વાચકો અહીં વિજ્ઞાનને લગતી પોતાની જીજ્ઞાશા સંતોષવા પોતાના પ્રશ્નો પૂછી તેના જવાબ પણ મેળવી શકે છે. આજના સમયમાં વિજ્ઞાનની પ્રગતિની સાથે સતત માહિતી આપતો સુંદર બ્લોગ એટલે વિજ્ઞાન વિશ્વ.
મૈંને રિશ્વત દી (http://www.mainerishwatdi.com/)
લાંચ રુશ્વત સર્વવ્યાપક અને સતત છે. સમાજ માટે એ એક મોટી નકારાત્મક બાબત છે અને તેમાં બદલાવ માટે મૂલ્યોમાં સુધારો અને માનસીક રીતે તેના સ્વીકારમાં બદલાવની જરૂર છે. લોકોની સહીયારી શક્તિને એકત્રિત કરીને ભ્રષ્ટાચારની સામે લડવાની એક અનોખી રીત એટલે આ વેબસાઈટ, અહીં તમે ભ્રષ્ટાચારના પ્રકાર, સંખ્યા, પ્રકાર, રીત, કારણ, સ્થળ અને અધિકારી, મૂલ્ય તથા સમયગાળા વિશે અહીં જણાવી શકો છો. પ્રથમ વખત જાહેરમાં તમારી આપેલી માહિતી તમારી આસપાસની વ્યવસ્થાની ખામીઓ દર્શાવશે, એ માહિતીનો ઉપયોગ કરીને શાસનની પદ્ધતિ અને ભ્રષ્ટાચારની નાબૂદી વિશે અહીં વાત મૂકાય છે, અને કાયદાના સ્પષ્ટ અમલીકરણ અને કાયદાની મર્યાદાઓમાં રહીને ભ્રષ્ટાચાર નાબૂદીની રીતો સૂચવવામાં એ મદદ કરશે જેથી સરકારી સેવાઓ સુધારી શકાય. તમે આપેલ લાંચ વિશે, તમે જેનો વિરોધ કર્યો હોય એવા ભ્રષ્ટાચારના પ્રસંગો વિશે, કે ભ્રષ્ટાચાર મુક્ત સરકારી અધિકારી વિશે, એમ તમે અહીં તમારા નામ કે સંપર્ક વિગતો સિવાય માહિતી આપી શકો છો. લોકોને આવી લાંચ આપવી પડે એવા પ્રસંગોથી બચવા, ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે એક અનોખી જાગૃતિ પ્રસરાવવા અને નીચેથી શરૂ કરીને ઉપરના સ્તરો સુધી પ્રસરેલા રુશ્વતના વ્યાપને સમજવા તથા તેનાથી સમાજને બચાવવાના ઉપાય વિશે વિચારવામાં લોકોને આ વેબસાઈટ મદદ કરવા ધારે છે. ઉપરાંત અહીં એકત્રિત માહિતીનો ઉપયોગ સરકારને જરૂરી સુધારા અને ઉપાયો વિશે સૂચવવા માટે પણ કરવાનો ધ્યેય છે. હકારાત્મક બાબત એ છે કે ભ્રષ્ટ કર્મચારીઓની સામે ઈમાનદાર કર્મચારીઓ વિશે પણ મુખપૃષ્ઠ પર પણ ઉલ્લેખ છે. વેબસાઈટની એન્ડ્રોઈડ, આઈપેડ અને વિન્ડોઝ મોબાઈલ માટેની એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.
ઈપ્ટાનામા (http://iptanama.blogspot.in)
ઈન્ડીયન પીપલ્સ થિયેટર એસોશિયેશન અથવા ભારતીય જન નાટ્ય સંઘની સ્થાપના ઔધોગીકીકરણ, સામ્રાજ્યવાદ અને ફાસીવાદના વિરોધમાં મે ૧૯૪૩માં કરવામાં આવી હતી. તેનું ‘ઈપ્ટા’ એવું નામ ડૉ. હોમી જહાંગીર ભાભાએ આપ્યું હતું. સામાજીક સુધારણા અને કલાના વિવિધ સ્વરૂપો જેવા કે સંગીત, નૃત્ય, ફિલ્મ અને નાટ્યક્ષેત્ર સાથે જોડાયેલ અનેક પ્રસિદ્ધ અને લોકપ્રિય લોકો લોકો તેના સભ્યો છે. ભારતભરમાં ૬૦૦થી વધુ શાખાઓ ધરાવતી ઈપ્ટાની દેશભરમાં થતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા શરૂ કરાયેલ આ હિન્દી બ્લોગ ૨૦૧૨માં શરૂ કરાયો હતો. અહીં આ ક્ષેત્રની પ્રવૃત્તિઓ વિશે, તેમના આયોજન વિશે આગોતરી જાણકારી અને પ્રવૃત્તિનો અહેવાલ અહીં પ્રસિદ્ધ કરાય છે. બ્લોગ રસપ્રદ છે અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને વાંચવી ગમે છે એ જ આ શરૂઆતની સફળતાનું મુખ્ય કારણ છે.
હિન્દી સમય (http://hindisamay.com)
મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયનો ઉપક્રમ એવું આ સાહિત્ય સામયિક / વેબસાઈટ હિન્દી સાહિત્યના વાચકો માટે એક અદ્રુત નજરાણું છે. આ વેબસાઈટ દ્વારા સંસ્થા હિન્દીની અગ્રગણ્ય કૃતિઓ અને પુસ્તકો તથા અન્ય ભાષાઓમાંથી હિન્દીમાં અનુવાદો ઈન્ટરનેટ પર વિશાળ વાચક વર્ગ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવે છે. સાહિત્યના અનેક ક્ષેત્રો જેવા કે નવલકથા, વાર્તા, કવિતા, વ્યંગ્ય, નાટક, નિબંધ, વિવેચન, વિમર્શ, બાળ સાહિત્ય તથા અનુવાદ વગેરે અહીં ઉપલબ્ધ છે. હિન્દી સાહિત્યના રસીયાઓ માટે એક સમૃદ્ધ અને ઉપયોગી સ્ત્રોત.
– સંકલન જીજ્ઞેશ અધ્યારૂ
આજે હિન્દી વેબસાઈટ્સ / બ્લોગ્સ વિશેના બીજા ભાગમાં પ્રસ્તુત છે પાંચ વેબસાઈટ્સ / બ્લોગ્સની કડીઓ સાથે તેમનો ટૂંકો પરિચય. હિન્દીઝેન, મેં લાંચ આપી છે, ઈપ્ટાનામા, વિજ્ઞાનવિશ્વ અને હિન્દી સમય એ પાંચ વેબસાઈટ્સ છે જે નેટ પર હિન્દી વાચકોનો પ્રેમ પામી રહી છે. આશા છે આપને આજે દર્શાવેલ પાંચેય વેબસ્ત્રોત જોવા – વાંચવા ગમશે અને ઉપયોગી થશે. આવા જ વધુ હિન્દી બ્લોગ્સ / વેબસાઈટ્સ વિશે અહીં શક્ય એટલું જલદી લખવાનો ધ્યેય પણ ખરો.
Actually people feel shy or unable to unearth available such webs whereas you are trying and go deep and put up for general lot like us. I thank you for putting your own time and
efforts in the interest of readers. Thanks once again.
आप कैसे भी करके वक्त निकल ही लेते हैं. वरना आप भी कह सकते हैं “मुझे फुर्सत नहीं…” पर नहीं आप ऐसा नहीं कहते. इतना ही नहीं आप कड़ी मेहनत करके हमारे लिए यह सबकुछ प्रस्तुत करते हैं मुझे अत्यधिक आनंद होगा जो लोग इन से लाभान्वित होते हैं वे यदि यहाँ पर अपने मन की बात प्रकट करें…धन्यवाद. આજકલ લોગ (ગુજરાતી) પઢને સે હી કતરાતે હૈ, વોટ્સ અપ સે યુવકો કો ફૂરસત હી કહાં મિલતી હૈ…સબકુછ ટીવી, કમ્પ્યૂટર યાં મોબાઈલ (સ્માર્ટ ફોન) પર ઉપલબ્ધ હો જાતા હૈં
અત્યંત સરસ વેબસાઇટસ…… ધન્યવાદ જીજ્ઞેશભાઇ…..
Thank you very much
માહિતી ખૂબ જ સરસ છે.. માહિતી આપવા બદલ આભાર
માહિતિ બદલ આભાર