ખોલી નાખ… – સઆદત હસન મન્ટો, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9
૧૧ મે ૧૯૧૨માં અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતના સમરાલા (જી. લુધિયાણા)માં જન્મેલ મન્ટોની વાર્તાઓ આઝાદી પહેલાના એ સમયે પણ ચર્ચામાં રહેલી, અશ્લીલતાના આરોપમાં તેની વાર્તાઓ ઘેરાઈ હતી, પણ સમાજને પોતાનો ઘૃણાસ્પદ ચહેરો બતાવવામાં મન્ટોની કલમે ક્યારેય પાછીપાની નથી કરી. એની ઉંમર સાત વર્ષની હતી ત્યારે અમૃતસરમાં બર્બર જલિયાંવાલા હત્યાકાંડ થયેલ, એ જ સમયગાળામાં મન્ટોએ ઉર્દુમાં વાર્તા લખવાનું શરૂ કર્યું, આજે મન્ટોની એક અતિપ્રસિદ્ધ વાર્તા ‘खोल दो’ નો ગુજરાતી અનુવાદ ‘ખોલી નાખ..’ એ શિર્ષક સાથે પ્રસ્તુત કરી રહ્યો છું, મૂળ વાર્તામાં રહેલ કેટલાક મુશ્કેલ ઉર્દુ શબ્દોના ગુજરાતી અર્થ શોધી આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેની મદદ લીધી હતી એ બદલ તેમનો આભાર. આપણા દેશની રાષ્ટ્રભાષા સહ અન્ય ભાષાઓની આવી કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરી ઓનલાઈન મૂકવાની જરૂરત જણાઈ રહી છે. આશા છે આ પ્રયત્ન ઉપયોગી થશે.