૧. ઈશ્વર સાથેની વાત,…
આજે ફરી એકવાર આંખ બંધ કરી,..
ફરી એ જ અહેસાસ થયો,
એ જ સ્પર્શનો અભાસ થયો,
અંતરના નાદ નો જયઘોષ થયો,
ઈચ્છાઓનો પુનર્જન્મ થયો,
સ્મૃતિનીએ ઘાતમાં પ્રત્યાઘાત થયો,
દર્શન, નમાઝ, બંદગી,
બધામાં એક જ વાસ થયો,
પરોક્ષ વાતચીત માં કદાચ,
આજે જ પ્રત્યક્ષ અનુભવ થયો,
ઈશ્વર, જાણું છું તમને,
છતાં
સંતાકુકડી ની એ રમતમાં
આજે પણ મારો જ વ્યવહાર થયો..
૨. સમયચક્ર
જીવન નો એક કાળ,
પહેલું એનું નામ વર્તમાન,
સવાર થી સાંજ સુધી માત્ર કરે એ સમાધાન,
દરેક ની ઇચ્છાથી વિરુદ્ધ
કરવું પડતું એવું એ પ્રયાણ,
કાળ ના બાપ નો પણ આ કાળ,
જેનું નામ છે ભૂતકાળ,
ભૂત અને કાળ,બંને નામ બિહામણા,
છતાં,દરેકના જીવન ની એ વિટમ્બના,
એવા એ રાઝ નો ખજાનો,
જેનો નાદ અને સાદ ભયાનક સંભારણા,
પણ,એક એવો કાળ,
જેના પર રચાયેલ છે તમારા
અસ્તિત્વની મિસાલ,
નામ છે એનું ભવિષ્યકાળ,
ડગલું માંડો વર્તમાન ની આજ માં,
સઘળું વિચારો એ ભૂતકાળ ની કાલમાં,
અને વિહારો એક નવા
ભવિષ્ય ના આવતીકાલમાં.
– પૂજા મહેતા.
પૂજાબહેન મહેતાએ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ કર્યું છે તથા બી.એડ ની ડિગ્રી મેળવી છે, હવે તેઓ એમ.એડની પદવી મેળવવા માટે વધુ અભ્યાસરત છે. આજે પ્રસ્તુત બે કાવ્ય રચનાઓના માધ્યમથી તેમણે પોતાની લાગણી અને કલ્પનાને લોકોના મનના અવકાશ સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે. તેમના આ પ્રથમ પ્રયત્નને અક્ષરનાદ સુધી પહોંચાડવા અને પ્રસ્તુત કરવા માટેની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. ભવિષ્યમાં આવા અનેક સર્જનો તેમની કલમે આપણને મળતા રહે તે માટે તેમને અનેક શુભકામનાઓ.
બિલિપત્ર
એકદમ સાચી વાત કહી તમે જીગ્નેશભાઇ……….
મિત્રો,
અક્ષરનાદ પર આવતી નવોદિતોની રચનાઓ મહદંશે તેમનો પ્રથમ કે દ્વિતિય પ્રયત્ન હોય છે જેને માર્ગદર્શનની અને સુધારાની જરૂર હોય છે. નવોદિતોની કૃતિઓ બધા પ્રમાણમાપ પર ખરી ઉતરે જ અથવા સિદ્ધહસ્ત રચનાકારો જેવી સાદ્યાંત સુંદર હોય એવું કોઈ બંધન હોઈ શકે નહીં. તેમની રચનાઓને સ્થાન આપવા અક્ષરનાદ કટિબદ્ધ છે.
સાચા નામ વગરના, ખોટી સંપર્ક વિગતો સાથેના ગમે તેવા શબ્દો વાપરીને મૂકાયેલા પ્રતિભાવો અપ્રૂવ કરી શકાશે નહીં. સુધારા સૂચવતા / કૃતિ ન ગમી એવા પ્રતિભાવો પણ અહીં અપ્રૂવ કરાય જ છે, પણ એ પ્રતિભાવ આપનારે પોતાનું સાચું નામ અને સંપર્ક વિગતો આપવા જેટલી બહાદુરી તો બતાવવી જ જોઈએ. આશા છે વાચકમિત્રો એટલું તો કરી જ શક્શે.
જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
વાંચવાની મઝ્ઝા પડિ પણ રચનામાં ક્ંઇક ખુટતુ હોય તેમ સતત લાગ્યુ.. માફ કરજો પણ આટલા સરસ વિચારો કરનાર પુજાબેન આને થોડાક શબ્દોના ફેરફાર કરી ઍક અતી સુંદર રચના બનાવી શકે તેમ હશેજ્..
ખુબ જ સુન્દર રચનાઓ….
લાસ્ટ સમયચક્ર ખુબ જ ગમી………….
Pingback: બે પદ્યરચનાઓ – પૂજા મહેતા | | GujaratiLinks.comGujaratiLinks.com