માણસ માણસથી ત્રસ્ત થઈ જાય તો!
લાગણીઓ પોતેજ વ્યસ્ત થઈ જાય તો!
ઈચ્છાઓનુ આકાશ વિસ્તરવા માંડે,
ને ભરબપોરે સૂરજ અસ્ત થઈ જાય તો!
એકલતાના અંધકારે મરતી હોય જીંદગી,
ત્યાજ ઓળખાણ કોઈ મસ્ત થઈ જાય તો!
ભેગી કરી હોય ઢગલીઓમાં યાદોને,
કોઇને સ્મરતા એ અસ્તવ્યસ્ત થઈ જાય તો!
દુશ્મની બહુ થઇ ઈશ્વર સાથે ભલા,
દોસ્તી પણ એવી જબરદસ્ત થઈ જાય તો!
– હાર્દિક યાજ્ઞિક
હાર્દિકભાઈ યાજ્ઞિક અક્ષરનાદ પર તેમની કૃતિઓ સાથે સમયાંતરે પ્રસ્તુત થાય છે. આજે તેમની એક સરસ પદ્ય રચના ‘થઈ જાય તો…’ પ્રસ્તુત છે. ક્યારેક કોઈક અણધારી, અસહજ ઘટના થઈ જાય તો, એવી શંકા વ્યક્ત કરતા હાર્દિકભાઈ પદ્યની શરૂઆતની શંકાઓથી તેના અંત તરફ પહોંચતા અનોખી આશાનો તાંતણો દેખાડી જાય છે. આવી સુંદર રચના અક્ષરનાદ ને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.
બિલિપત્ર
આપ ગૈરોંકી બાત કરતેં હૈ
હમને અપને ભી આઝમાયેં હૈ
લોગ કાંટો સે બચ કર ચલતેં હૈ
હમને ફૂલોં સે ઝખ્મ ખાયેં હૈ.
– હકીમ નાસિર
ખુબ મજા આવી
ખુબ જ સરસ, દરેક શેર માણવા જેવા છે. મારા તરફથી એક શેર………………
દુનિયામા બધા દોસ્ત બની જાય તો,
બોમ્બબ્લાસ્ટ બન્ધ થઈ જાય તો,
માનવતા જીવીત થઈ જાય તો,
રામરાજ્ય પાછુ આવે તો……………………………
ઇછ્છ નુ આકાશ વિસ્તરતુ જાય ને મધ્યાન્હે સુરજ ડુબી જાય તો…….
ખુબ જ સરસ …..રાજ
ખુબ જ અદભુત…….
એકે એક શેર ચોટદાર છે………….
ખુબ ગમી
આજે તો માણસ માણસ થી ત્રસ્ત થઈ ગયો છે !! લાગણી પણ ઓછી થઈ ગઈ છે… એવામા ઈશ્વર સાથે જ જબરદસ્ત દોસ્તી કરવાની જરૂર છે.
માણસ માણસથી ત્રસ્ત થઇ ગયો છે/જાય તો? વિચારવા જેવું કથન છે. પણ પ્રભુ સાથે જબરદસ્ત દોસ્તી કરવા જેવી છે…વગર વિચાર્યે પણ કરીએ તો તેમાં કાઈ ખોટું નથી! સરસ રચના… હર્ષદ દવે.