પેંડા – એક ‘મિષ્ટી’ કથા 32
આમ તો ઘણી મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!) બોર્ડમાં પાસ થયાની ખુશી હોય (હા હા પાસ.. તમારે સાલ્લું બોર્ડ ફર્સ્ટ જ આવવું હોય નહીં??) કે મફતલાલની વચલીનું રમણીકલાલના છગન સાથે ગોઠવાઈ ગયું હોય (હા ભઈ ખબર છે, બેય ચસ્કેલ છે.. પણ તમારે શું?), બચુભાઈનો પોયરો રિલાયન્સ જિઓમાં ગોઠવાઈ ગયો હોય (તમારી ટેણકી એની જોડે ફરતી એ ગમતું નહીં, અને હવે ટેણકી જોડે જ તમે જિઓ સિમ મંગાવ્યું, હેં ને?)