અક્ષરનાદ પર ડાઉનલોડ માટે ત્રણ નવા ઈ-પુસ્તકો – સંપાદક


મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ત્રણ નવા ઈ-પુસ્તકો ઉમેરાયા છે.

૧. અભ્યંતર (ગઝલ સંગ્રહ) – પ્રવીણભાઈ શાહ

થોડાક દિવસો પહેલા પ્રવીણભાઈનો પ્રથમ ગઝલસંગ્રહ ‘અભ્યસ્ત’ અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં પ્રસ્તુત થયેલો, ત્યારબાદ તેમણે તેમનો બીજો ગઝલસંગ્રહ ‘અભ્યંતર’ અક્ષરનાદના વાચકોને માટે તદ્દન નિઃશુલ્ક ઈ-પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ કરાવ્યો છે.

૨. સંકલિત વાર્તાઓ – ‘હરિશ્ચંદ્ર’ અને આશા વીરેન્દ્ર

ભૂમિપુત્ર સામયિકમાં ‘હરિશ્ચંદ્ર’ ના નામે વાર્તા લખતી બહેનોની સન્ડે ઈ-મહેફિલમાં પ્રસ્તુત થયેલી વાર્તાઓ અને શ્રી આશા વીરેન્દ્રની વાર્તાઓને એક ઈ-પુસ્તક તરીકે સંકલિત કરીને આવી ૨૫ જીવનપોષક વાર્તાઓ શ્રી ઉત્તમભાઈ ગજ્જરે મોકલી છે. તેનું ઈ-પુસ્તક પણ અક્ષરનાદના વાચકોને માટે તદ્દન નિઃશુલ્ક ઈ-પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે.

૩. આનંદનું આકાશ – શશિકાંત શાહ

લોકપ્રિય લેખક, ચિંતક, કાઉન્સિલર ડૉ. શશીકાંત શાહના પુસ્તક ‘આનંદનું આકાશ’ ની ડિસેમ્બર ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધીના ટૂંકા સમયમાં જ પાંચ આવૃત્તિઓ પ્રકાશીત થઈ છે. તે જ પુસ્તકની ઑડીયોબુક અને ઈ.બુકનો સફળ અને સાર્થક લોકાર્પણ કાર્યક્રમ ૯ જુલાઈને શનિવારે જીવનભારતી હાઈ સ્કુલ, સુરત ખાતે યોજાઈ ગયો.. ‘આનંદનું આકાશ’ ઈ પુસ્તકને શ્રી ગોવિંદભાઈ મારુએ અક્ષરનાદના વાચકોને માટે તદ્દન નિઃશુલ્ક ઈ-પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ કરાવ્યું છે.

ઈ-પુસ્તકો પાઠવવા અને વાચકમિત્રો સાથે વહેંચવા બદલ સર્વે મિત્રોનો આભાર અને શુભકામનાઓ.

આ ત્રણેય ઈ-પુસ્તકો અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં (અહીં ક્લિક કરવા)થી મેળવી શકાશે.

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

આપનો પ્રતિભાવ આપો....