ગઝલરચનાઓ અને હાઈકુ – મંંથન ડીસાકર 7


૧. અમે તો…..

અગનજ્વાળમાં પણ લપાઈ જઈએ
પ્રણય માં અમેતો કપાઈ જઈએ

પૂરી ખાતરી છે, હશે આંક ઉંચો
હૃદય માપણે જો મપાઈ જઈએ

પનારે પડેને જો પથ્થર હૃદય તો
શિલાલેખ થઈને છપાઈ જઈએ

વહે પાંચ ઇન્દ્રિય એકજ દિશામાં
ચલો, એ પરિબળથી જીતી જઈએ

સુમન સમ સુકોમળ હૃદયમાં સદાએ
સુગન્ધીની માફક સમાઈ જઈએ

નથી પ્રેમ ગાજરની પીપૂડી ‘મંથન’
ન વાગે તો તોડીને ખાઈ જઈએ !

૨. ગયો છે..

સતત યાદ દિલમાં વસાવી ગયો છે
ચમનમાં બહારો સજાવી ગયો છે

પલકભર દીપક જ્યાં જલાવી ગયો છે
જીવન આખું ઉત્સવ બનાવી ગયો છે

સુગંધી ફૂલોની હતી કારણોમાં
ભરમાર આવીને એ જણાવી ગયો છે

યુગોના યુગોથી સતત આ થયું છે
સમય ખુદ સમયમાં સમાઈ ગયો છે

રહે છે સ્મરણમાં સતત તું ઓ સાકી!
બહુ જામે-કિંમત લગાવી ગયો છે

જગત પૂછશે પ્રેમના ખેલ અંતે
તને કોણ દિલથી હરાવી ગયો છે

કરે આંખ રાત્રે ફરિયાદ ‘મંથન’
જલદ કોણ સુરજ બુઝાવી ગયો છે?

ત્રણ હાઈકુ…

૧.
વેન્ટિલેશન
અર્ધ્ખુલ્લું, ચકલી
બાંધે નિવાસ

૨.
બાંધ્યો નિવાસ
ઈંડા, બચ્ચા ને હવે
ચીં ચીં થી ગુંજે

૩.
ફૂટી છે પાંખો
શિશુને, હસે જાયા
લાંબી ઊડાન !!!

= મંથન ડીસાકર

મૂળ ડીસા, હાલ સૂરત ખાતે ૧૫ વર્ષથી રહેતા, ૧૯૯૧ થી સર્જનપ્રવૃત્તિમાં રત મંથન ડીસાકરે ગઝલ, અછાંદસ કાવ્યો, ગીતો, સોનેટ અને હાઈકુ લખ્યા છે. આજે તેમની બે ગઝલરચનાઓ અને ત્રણ હાઈકુ પ્રસ્તુત છે. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે manthandisakar@gmail.com પર કરી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ગઝલરચનાઓ અને હાઈકુ – મંંથન ડીસાકર

  • Manthan Disakar

    ચલો, એ પરિબળથી જીતાઇ જઇએ
    અને બીજી ગઝલમા
    ભ્રમર આવીને એ જ્ણાવી…… એટ્લી ભૂલ સુધાર શો

    • jadav nareshbhai

      : કવિતા : તા. ૨૦/૭/૨૦૧૬
      વરસાદથી ભીંજાઈએ ……
      ચાલને તું ને હું થોડુ થોડુ પલળીએ
      ને કોરા કોરા હૈયે જરા વરસાદથી ભીંજાઈએ
      ચાલને તું ને હું …………………………………
      જોને પેલો અષાઢી મેઘ
      કેવો ફુલ્યો ફાલ્યો છે વાદળછાયા ફુલોથી
      ને આજ જામે છે પ્રેમનો બાગ જાણે લીલેરા ગુલ્મ્હોરથી
      ચાલને ભીના ભીના વરસતા , ગુલ્મ્હોરની
      ભીની ભીની ખૂશ્બુ માણવા રે જઈએ
      ચાલને તું ને હું …………………………………
      આજ ફોરા પડે છે રે એના મઘમઘતા મોતી સમા
      ખીલી ઊઠી છે ધરતી રાણી જાણે લીલેરી ઓઢણી ઓઢી
      જાણે દેખાય છે એ રૂડીરૂપાળી નવલી નકોર પ્રિયતમા
      ચાલને એના સુંદર મુખડાને નિહાળવા રે જઈએ
      ચાલને તું ને હું …………………………………
      લીલેરા રે ખેતરે ,કરે પેલા અષાઢી મોરલીયા
      ભીના ભીના રે ટહુકાર
      આજ જાણે એના કંઠેથી વરસે છે રે મલ્હાર
      ચાલને તું ને હું એના સુરીલા સૂરમાં તરબોળ થવા રે જઈએ
      ચાલને તું ને હું …………………………………

      કવિ : જાન
      જાદવ નરેશ
      મલેકપુર (વડ)
      મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

      અછાંદશ : રચના તા. ૧૯/૦૭/૨૦૧૬


      રાત –દિવસ
      ધરતી –આભ
      તારા – સિતારા
      ચંદ્ર –સુર્ય
      સરવર – તરૂવર – સમન્દર
      પર્વત – ઝરણાં
      આ બધુંજ તો
      એને બનાવ્યું છે
      છે બોલ માનવ જરા
      આ બધાને
      બનાવવામાં તારો કોઈ ફાળો ?
      તો શાને
      આ બધાને નફરત કરે છે
      ઉખાડી ફેંકે છે
      થાય તો
      આ બધાનું જતન કર
      કા પ્રેમ કર
      બાકી આ બધાને જરાય
      હાની તો ના જ કર ?

      કવિ : જાન
      જાદવ નરેશ
      મલેકપુર (વડ)
      મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

      અછાંદશ રચના
      આ વરસાદ … તા.૧૪/૦૭/૨૦૧૬

      સાવ કોરૂ કોરૂ હૈયુ હોય
      તો ય ભીંજવે આ વરસાદ …….
      ને સાવ
      હોય ઘાસ કોરૂ ધાકોર
      તોય લીલોતરી ખિલવે આ વરસાદ….
      હોય પાસ
      પાસ છત્રી તોય ધોધમાર
      કેવો નવડાવી દે આ વરસાદ …….
      હોય નહી કોઈ વસંત મોસમની
      તોય કોરા કોરા હૈયે
      ભીના ભીના પ્રેમથી
      તરબોળ કરાવી દે આ વરસાદ ……
      ને સાવ સુકુભઠ રણની જેમ
      તપતી…… તરસતી સરિતાને
      છલકાવી દે આ વરસાદ ….
      વરસે ઝરમર …. ઝરમર …
      ક્યાંક ધોધમાર ….અનરાધાર તોય
      કેવો ઠંડો ઠંડો , ભીનો ભીનો
      મૂશળધાર મિજાજ બતાવી દે આ વરસાદ …
      એટલે જ તો છે, આ ઘેબરીયો વરસાદ
      ઊની ઊની રોટલી , કારેલાંનું શાક
      ખવડાવી દે આ વરસાદ …..

      કવિ : જાન
      જાદવ નરેશ
      મલેકપુર (વડ)
      મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

      • jadav nareshbhai

        :માણસ :

        આ સમય ક્યાં કોઈના માટે કદી અટકે છે ;
        આ માણસ જ માણસને અહીં ખટકે છે :
        કેટ કેટલો ય અંધારામાં રહ્યો આ માણસ ;
        એટલે જ તો અજ્ઞાનતામાં રોજ ભટકે છે :
        ચુકી જાય છે, ક્યાંક સોનેરી એવી તક જોને ;
        પછી માણસ જ અવસરથી લટકે છે :
        અહંના નશામાં કેટલો ઊંચે ચઢે છે માણસ ;
        પછી પોતાની જાતને ખીણમાં પટકે છે :
        ને પછી કોઈને “જાન” લલચાવી , ફસાવીને ;
        માણસ માણસથી સાવ કોરો નીકળે છે :

        કવિ : જાન
        જાદવ નરેશ
        મલેકપુર (વડ)
        મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

  • દુષ્યંત દલાલ

    ડીસાકર ની જોડણી સુધારી ને વાંચવા વિનંતી.

  • દુષ્યંત દલાલ

    શ્રી ડી આખર ,
    અભિનંદન.
    આપની બીજી રચના ” ગયૉ છે” મજા ની છે. હાઈકુ વાંચી ને આનંદ આવે છે.
    દુષ્યંત દલાલ