કોઈ બહારગામ ગયુ હોય.. – સુરેશ દલાલ, આસ્વાદ – તરુ કજારીયા 4
કોઈ બહારગામ ગયુ હોય
અને આપણને આવીને કહે
કે તમે મને યાદ આવ્યા હતા
તો મનને કેટલું સારુ લાગે… એ સુંદર કાવ્યનો આસ્વાદ…
કોઈ બહારગામ ગયુ હોય
અને આપણને આવીને કહે
કે તમે મને યાદ આવ્યા હતા
તો મનને કેટલું સારુ લાગે… એ સુંદર કાવ્યનો આસ્વાદ…
શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..
આજે પ્રસ્તુત છે વધુ પાંચ મનોહર વર્ષાકાવ્યો. આજે જે કવિઓની કૃતિઓ અહીં પ્રસ્તુત કરી છે તેમાં નિરવ પટેલ, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર અને સુન્દરમની રચનાઓ સમાવિષ્ટ છે. વરસાદમાં મોજથી નહાતા અને છબછબીયાઓથી બીજાઓને પણ ભીંજવતા નાના ભૂલકાંઓ જેવા આ કાવ્યોની રસધાર સાચે જ એક અનોખી શરૂઆત થઈ અને જોતજોતામાં પચીસ કાવ્યરચનાઓ એકત્ર થઈ ગઈ. હજુ આગળ પણ આવા જ વધુ કાવ્યો પ્રસ્તુત થતાં રહેશે. આપ તો બસ ભીંજાતા રહો આ ઝરમરમાં મૂશળધાર.
ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાઁ જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયુઁ છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.
આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.
બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે. આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર.
ભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.
આદરણીય શ્રી મફતકાકાએ તેમના દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી.હરીન્દ્ર દવે, શ્રી.સુરેશ દલાલ અને શ્રી.ગુણવંત શાહે આપેલ વકતવ્યમાંથી આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું સુંદર વક્તવ્ય.
આજે આપના ડાઊનલોડ માટે પ્રસ્તુત છે ‘ભજનયોગ’ પુસ્તકનો બીજો ભાગ. ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.
પ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.
ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ. આ જ વિષય પરત્વે – ભજન વિશે શ્રી સુરેશ દલાલે કરેલ ચિંતન આજે પ્રસ્તુત છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.
તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ. અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણ કહે છે કે માત્ર મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને – ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. આવા સુંદર ચિંતન સાથેનો અનેરો પ્રેમાળ નિબંધ.
૧૯૭૩થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કર્મઠ સંનિષ્ઠ કાર્યકર, દેશભક્તિના રંગે રંગાયેલા શ્રી ગિરીશ મ. શર્માના કેટલાક સંસ્મરણો ધરાવતું પુસ્તક પારિજાતના પુષ્પો તેમના બાળપણના કેટલાક સંસ્મરણો, સ્વાનુભાવે સંસ્કારાયેલા કેટલાક ચરિત્રો અને મૌલિક સર્ગશક્તિના પરિપાક રૂપ કેટલાક પાત્રો એમણે આ સંચયમાં મૂક્યાં છે. એક નિષ્ઠાવાન, કલાકારના ચિત્રને સહજ એવી સ્ફુરણા એમણે સાદી સીધી ભાષામાં અહીં વહેતી કરી છે. આ પ્રસંગ કે સ્મરણચિત્ર સંગ્રહના ફૂલોને કોઈ વાર્તા કહે કે ન કહે તેની ઝાઝી તમા તેમને નથી, છતાં અહીં પાતળું તો પાતળું વાર્તાતત્વ નથી એમ કોણ કહેશે? નસીબજોગે ૨૦૦૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ પુસ્તક વિમોચનમાં હાજર રહેવાનો અવસર મને મળેલો. ત્યારથી આ પુસ્તકના સહજ પ્રસંગો અને સરળ દર્શન વાંચવા, મમળાવવા ગમતાં રહ્યાં છે. આજે પ્રસ્તુત છે એ પુસ્તકમાંથી એક પ્રસંગચિત્ર. આ રચના અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગિરીશભાઈ શર્માનો ખૂબ ખૂબ આભાર.
આ કવિતા છે, અછાંદસ છે કે ગીત છે એની પળોજણમાં પડ્યા વગર એટલું સ્પષ્ટ કરી દેવું ઉચિત સમજું છું કે પીપાવાવથી મહુવા આવતા બસમાં તા. ૮ જુલાઈ ૨૦૧૦ના રોજ અચાનક જ કોઈ પૂર્વસંદર્ભ વગર, આ ‘ગીત’ (મેં એને ગાતાં ગાતાં ઉતાર્યું છે એટલે) અવતર્યું. તેના ભાવ સ્પષ્ટ છે. દરિયો જીવનને કહ્યો છે અને એમાં સ્વ-સાક્ષાત્કારના ઝાંઝવા આવતા નથી, જો આવે તો મુક્તિની ધરતી જ આવે. મુક્તિ મારા મતે કોઈ દાદરો નથી જેને પગલે પગલે ચઢી શકાય, એ તો એક છલાંગે નાનું બાળક જેમ ઊંચાઈએથી ગમતી વસ્તુ મેળવી લે એમ મેળવવી પડતી હશે. અને સ્વભાવિક છે કે મુક્તિનો ઉલ્લેખ હોય તો મૃત્યુ વિશે પણ કાંઈક કહેવાઈ જ જાય. “હું” નામનું ઝબલું જ્યાં સુધી ઉતરતું નથી ત્યાં સુધી મુક્તિનો ભેખ ક્યાં ચઢાવવો?
ગત વર્ષે મહુવા ખાતે યોજાયેલા સંસ્કૃત સત્રના એક દિવસે રાત્રે જોયું નાટક “મહોરું”. નાટક ખૂબ સ્પર્શી ગયું, પરંતુ તેથીય વધુ સ્પર્શી ગઈ એક અછાંદસ, સીધી મરમ પર ઘા કરતી, અદભુત રચના…. એ રચના માટે ખૂબ શોધ ચલાવી અને અંતે શ્રી મંગેશ પાડગાંવકરની મૂળ મરાઠી કવિતાનો શ્રી સુરેશ દલાલ દ્વારા થયેલો અનુવાદ મળી આવ્યો. 10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.
10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.