ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 6


પ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર ગંગાજળ જેવું વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે.

પ્રસ્તુત પુસ્તકમા જેમના ભજનો / રચનાઓનો રસાસ્વાદ કરાવ્યો છે તથા વિગતે સમજણ આપી છે એ રચનાકારોમાં

Read Free Gujarati Ebook Bhajanyog by Suresh Dalalમકરન્દ દવે
અખો
આનંદધનજી
આંડાલ
ઈન્દુલાલ ગાંધી
ઉમાશંકર જોશી
ઉશનસ્
કબીર
કરસનદાસ માણેક
કલાપી
કાન્ત
નરસિંહરાવ દિવેટીયા
ગંગાસતી
ચંદ્રકાન્ત શેઠ
જયન્ત પાઠક
દાસી જીવણ
જુગતરામ દવે
તુકારામ
દયારામ
નરસિંહ મહેતા
નિનુ મઝુમદાર
ન્હાનાલાલ
પ્રદીપજી
પ્રહ્લાદ પારેખ
પ્રિયકાન્ત મણીયાર
પ્રીતમ
પ્રેમળદાસ અને
બાપુ ગાયકવાડ ની કૃતિઓ સમાવિષ્ટ છે. આ આખું પુસ્તક અક્ષરનાદના ઈ-સંસ્કરણમાં ખૂબ મોટું થઈ જતું હતું, માટે તેને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેથી તે વાંચન માટે અને આઈપેડ તથા ટેબલેટ વગેરે સાધનોમાં ડાઊનલોડ કરવામાં સરળ થઈ રહે. આ પુસ્તકનો બીજો ભાગ પણ તરત જ આપના ડાઊનલોડ અને મનન ચિંતન માટે ઉપલબ્ધ થશે.

અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.

આજકાલ અતિશય વ્યવસાયિક વ્યસ્તતાઓને લીધે ઈ-પુસ્તક પ્રવૃત્તિમાં અને અક્ષરનાદ માટે પણ ખૂબ ઓછો સમય આપી શકાય છે, પરંતુ તેને હવે વધુ આયોજીત રીતે, વધુ ઝડપથી અને સારી રીતે કરવાની મહેચ્છા સાથે આ પુસ્તક આપના સુધી પહોંચાડતા ખૂબ આનંદ થાય છે.

આ પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માં…

– જીજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ,
સંપાદક
અક્ષરનાદ.કોમ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)