Daily Archives: May 16, 2012


હરખ શોકની હેડકી નહીં…. – સુરેશ દલાલ 3

ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ. આ જ વિષય પરત્વે – ભજન વિશે શ્રી સુરેશ દલાલે કરેલ ચિંતન આજે પ્રસ્તુત છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.