(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક) 1


પ્રિય મિત્રો,

બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦ની આસપાસ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે.

આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર. આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ ડાઊનલોડ વિભાગમાં આપ સૌ વાચકમિત્રોના ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

આભાર.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક)

  • Amit Parikh

    ખૂબ સુંદર પુસ્તક છે. શ્રીમદ ભગવદગીતા ને અર્થપૂણસ્વરૂપે આટલા સંક્ષિપ્તમાં ઢાળવાનો પ્રયત્ન અભિનંદનીય છે. આ તો ઘીને વલોવીને પણ તેનો અર્ક કાઢવા ની વાત છે. ખૂબ ખૂબ આભાર સુરેશ્ભાઈ અને અક્ષરનાદ બન્ને નો.
    આપને મારી હાર્દિક શુભેચ્છઓ.