શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ 25


ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાં જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયું છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.

અક્ષરનાદ પુસ્તક ડાઊનલોડ વિભાગ માટે તેમના પુસ્તકોને પ્રસ્તુત કરવા માટેના કાર્યને લઈને તેમની સાથે સંપર્કમાં રહેવાનો ગત થોડાક દિવસોમાં અવસર મળ્યો હતો. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના અને શ્રદ્ધાસુમન.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ

 • D K Bhatt

  અક્ષરો નુ યોગ્ય નિયોજન થાય અને સુરેશ ભૈ નો સ્પર્શ મળે તો શબ્દ પણ સુવર્ણ બને તેવા ભાષા પારસમણીની ગેરહાજરી સાલશે
  કોઇ કવી ભુખ્યો અ જ સુવો જોઇયે…..તેન માટે શુ કરી શકાય તેવ પ્રશ્ન નો રાજ ઉકેલ તેઓ એ આપ્યો
  સો સો સલામ

 • La' KANT

  હૃદય-મંડિત…અંતરતમનો ઉજાસ ….જે તેમના શબ્દોને લઈને છે તે તો શાશ્વત જ છે.!!! -લા’કાન્ત / ૧૬-૮-૧૨

 • viranchibhai

  શ્રી સુરેશ દલાલ ના અવસાન થી દુખ થાય તે સ્વાભાવીક છે, ભગવાન તેના આત્મા ને શાતિ આપે તેવી પ્રાથના.
  શાતિ…..શાતિ…….શાતિ.

 • Bimal Patel

  પ્રિય સુરેશ ભાઇ,
  તમે તમારા લખાન દ્વારા સદાય સાથે રહેશો.

 • Vidyut Oza

  આ બહુ દુઃખદ સમાચાર છે પણ જે આવ્યુ તે જવાનુ…
  જે તેમણે તેમના હમણાના ભાગવત ગીતાના ચિન્તન મા જ બતાવ્યુ….જો એટલો બધો આઘાત હોય તો તેમને અનુભવિ શકાય તેમના લખાણો દ્વારા તેઓ સદા જીવન્ત જ આનુભવાય … વિદ્યુત ઓઝા

 • Hemal Vaishnav

  Agree with Rameshbhai Champaneri fully.I was fortunate enough to meet him in new jersey, few years back.Two people who has rejuvenated my intreats in poems are Suresh bhai and Gulzar sahib.
  Fortunately his shisyas like Ankit Trivedi,Hiten bhai and Mukesh Joshi will keep educating and entertaining us.

 • Ramesh Champaneri valsad

  હે……પ્રભુ.

  કહેવાય છે કે, તારે જે કરવાનું છે તે તું કરીને જ રહે છે. તારે અમારી જેમ વિરોધીઓ નથી, એટલે તારા કર્તુત્વો આ લોકમાં લીલા કહેવાય છે. તે કેવી કેવી હસ્તીઓ ખરીદવા માંડી છે….? પહેલાં દેવ ઉઠી એકાદશીએ અમારા ઉશનસને ઉઠાવ્યા.અને દેવ સુતી એકાદાસીએ એમના પત્નીને. હવે જન્માષ્ટમીના ટાણે પણ તારી વૃતિમાં ચીરો પડ્યો, અને તે અમારાં સુરેશ દલાલને ઉઠાવ્યા. બીજાં દારાસિંગ-રાજેશખન્ના જેવાં ઉચકા તો ખરા જ. સાહિત્ય અને કલામા સમઝ ના તો અમારી જેમ અક્ષરનાદને વાંચ. અને સમઝ જો પડતી હોય તો એના રસિકોને આઘાત આપવામાં તને શાની મોજ આવે છે. મને ખબર છે કે, તારો જવાબ રાબેતા મુજબ નફ્ફટ જ હશે. તું કહેશે, આટલાં બધાં સુરેશ ધરતી પર છે એમાંથી એક સુરેશ ઉઠાવ્યો એમાં આટલી બધી રાડ શું પાળો છો…? ત્યારે મારે તને એ જ જાનવવાનું કે અહીં એક મીનીટમાં ૨૧ કૃષ્ણ જનમ લે છે. પણ મોટા થાય એટલે એ કૃષ્ણ મટી કરશન બની જાય છે. અમોને મેનુ પ્રમાણે સાહિત્યનો રસાસ્વાદ કરાવનાર આ સુરેશ….દલાલ છે ખરો, પણ સાહિત્યના સંકલન દ્વ્રારા એકબીજાના હૃદયમાં વિના પા-ઘડીએ પહોંચવાની દલાલી કરતાં. તને એની અદેખાઈ આવી હશે. તું પણ પ્રભુ હવે અદેખો થઇ ગયો છે. તારી શ્રુષ્ટિને અડ્યા વિના તને ઉઘાડી બારીમાંથી પામવાનો-નીરખવાનો પ્રયાસ કરનારને તું ઊંચકી લે…………..એ વ્યાજબી તો નથી. તને ખબર છે, સંસારની વિધુરતા કે વિધ્વતા તો તારી માયાજાળમા વિસરી જવાય, પણ સાહિત્યથી વિધુર કે વિધ્વતા મેળવનારની પાછળ હવે કોણ દલાલી કરશે..?
  ઠીક છે, અમારે બધું લખવાનું પણ તારે ક્યાં સમઝવાનું છે? તારે તો બેઠાંબેઠાં ખાલી એક-બે-ત્રણ જ કરવાના ને…?

  સુરેશભાઈ………..અમને સતત યાદ આવશે. અમારા મગજની ચકાસણી અમે એમની કવિતા અને લેખો દ્વ્રારા કરતાં. અમારી સમઝણનો એ સ્ત્રોત હતો. સાહિત્યિક પદયાત્રીઓના એ પથદર્શક હતાં. એ ગુજરાતનો નહિ પણ ગુજરાતીઓનો નાથ હતો. અમે તો કૃષ્ણ જનમવાના સમયે કૃષ્ણ ગુમાવ્યો છે, અને તે તે મેળવ્યો છે. એમના આત્માને ચીર: શાંતિ આપવાનું તારા હાથમાં છે. અને ગુજરાતનો સાહિત્યિક ખાલીપો પૂરવાનું પણ તારા હાથમાં છે. શ્રી સુ.દ. એ તો શક્તિ પ્રમાણે બારી ખુલ્લી રાખી હતી. તું સ્વર્ગનું બારણું ખુલ્લું રાખી એના આત્માને પંપાળી વ્હાલ કરજે. અને જો તને દયા આવે તો પાછાં ગુજરાતમાં જ મોકલજે.

  -રમેશભાઈ ચાંપાનેરી
  (રસમંજન)
  હાસ્ય કલાકાર રેડિઓ-ટીવી-સ્ટેજ- (વલસાડ
  ફોન: ૯૪૨૬૮૮૮૮૮૦

 • P.K.Davda

  ગુજરાતી સાહિત્યના ઈતિહાસમા સુરેશભાઈનું નામ અંકિત થઈ ચૂકયું છે. પ્રભુ એમના આત્માને ચીર શાંતિ બક્ષે.

 • Amit Parikh

  શ્રી સુરેશભાઈ ગુજરાતી સાહિત્ય ના ગગનમાં ચમકતાં એક અત્યંત તેજસ્વી તારલા હતાં. હવે તેઓ અવિચલ ધ્રુવ પદ પામ્યાં છે. ગુજરાતી સાહિત્ય ને તેમની વિદાયથી ન પુરાય તેવી ખોટ પડી છે. અહીં પ્રકટ થયેલ તેમના ઈ-પુસ્તક- “ભગવદ ગીતા એટલે” માં તેમનો પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો ભારોભાર અહોભાવ અને અસીમ શ્રધ્ધા અને અપ્રતિમ પ્રેમ વ્યક્ત થયો છે. કૃષ્ણ ને સમજી-સમજાવી તેઓ તેની લીલામાં પહોંચી ગયાં.
  સુરેશભાઈને કોટિ-કોટિ શ્રધ્ધાસુમન અર્પણ કરૂં છું તથા ગુજરાતી સાહિત્ય માટે તેમના પ્રદાનને સલામ.

 • Ghanshyam Jani

  દલાલ સાહેબને કોઈ સ્ત્રીએ પૂછ્યું કે તમે કવિતા કઈ રીતે લખો છો? દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું? છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. બધા ખુબ હસ્યા. એક વાત બહુ સરસ કહી. તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે? હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે? હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે? તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી પર ઉતારતા આવડે છે? જો હા હોય તો લખો કવિતા. એમને સાભંળવાની મજા આવી. એક વસ્તુ બહુ મહ્ત્વની કહી કે કવિતા સંમેલનોમાં કવિતા એવી રીતે કહો કે સાભંળનારને એવુ લાગે કે કાનમા પીંછુ ફરી ગયુ છે.

 • hardik yagnik

  ગઇકાલે પ્રખ્યાત રચનાકાર સુરેશ દલાલનુ મુર્ત્યુ થયુ.વાંચીને થયુકે વળી પાછા એક લેખકે આયખુ પુરુ કર્યુ.
  આજ્ના દિવસે સોશીયલ નેટવર્કિગ વેબસાઇટ્સ ઉપર તેમના ચાહકો જોઇને મનમાં તેમના માંટે માન થઇ આવ્યુ. પણ જેમ જેમ તેમના વિશે લખેલા વિશેષણો વાંચતો ગયો તેમ તેમ લાગ્યુકે આ લોકોને સુરેશ દલાલના મુર્ત્યુના આધાત કરતા પોતાની લેખનશક્તિ આ શોક સંદેશામાં ડોકાય તેની તકેદારી વધુ હશે. એમની રચનાઓ યાદ કરીયે ત્યાં સુધી તો ઠીક પણ પછી તો એવા શબ્દો આવવા લાગ્યા કે એ વાંચીને થશેકે આ શ્રધ્ધાજંલી નથી પણ ખાલી ઠાલા શબ્દોની શબ્દાજંલી છે.
  દાખલા તરીખે…
  – આજે ગુજરાતી ભાષાનો એકે એક શબ્દ માથા કુટીને રડિ રહ્યો છે
  – કદાચ ભગવાનને બિક હશે કે આ માણસ જો વધુ રચનાત્મક લખશે તો લોકો મને ભુલી જશે એટલે તેમણે સુરેશ દલાલને બોલાવી દિધા
  – ગુજરાતી ભાષાને કોઇએ ઓળખ આપીને સમુર્ધ્ધ કરી હોય તો તે કવી સુરેશ દલાલે કરી.. બાકી એની કોઇ જ ઓળખ ન હતી.
  – ગુજરાતી ભાષાનો યુગ પુરો થયો .. (લગભગ દરેક પ્રખ્યાત લેખકની શ્રધ્ધાજંલીમા બોલાતુ કે લખાતુ વાક્ય હશે..)
  સુરેશભાઇ લાંબા સમયથી બિમાર હતા. જેની આ ચાહકો માંથી અડધાને ખબર પણ નહતી. ફકત કંઇક લખવુ એટલે લખવુ…
  આવા સમયે તેમના વિશે મોટી મોટી વાતો લખવાની જગ્યાઍ બે મીનીટ આંખો બંધ કરીને ઇશ્વરને તે સદ્દગતના આત્માની શાંતી મળે તેમ પ્રાથના કરીયે તો શ્રધ્ધાજંલી પંહોચે..
  આ જ લોકો આવાજ વાક્યો ફરી પાછા કોઇ બીજા લેખકના અવસાન સમયે લખશે કે બોલશે ફકત ત્યાં બદલાશે તો સ્વ.સુરેશ દલાલનુ નામ…
  આવા કોઇ દેખાડા વગર બે ધડિ દિલથી એમની આત્માની શાંતી માંટે પ્રાથના કરી કંઇક તેમના જેવુ રચનાત્મક કામ કરીશુ તેવી હ્રદયમાં તેમને ખાતરી આપશુ તો કવી રાજી થશે…
  – હાર્દિક યાજ્ઞિક

 • Pravin Barai

  યોગાનુયોગ કહો કે જે હોય તે..”ક્રુષ્ણ, મારી દ્રષ્ટીએ” વાંચતો હતો અને આ સમાચાર – ગુજરાત અને ગુજરાતીઓને ખબર નથી કે ખરેખર એમણે શું ગુમાવ્યું છે…પ્રભુ એમનાં આત્માને શાંતિ આપે..પ્રભુ પણ કદાચ એમની સાથે ગોષ્ઠિ કરવા આતુર હશે!!!!

 • nirav

  મારી વાંચનની ક્ષિતિજો ને વિસ્તારનાર મારા પ્રિય સુરેશ દલાલ ને , ભાવભીનું આવજો . . .

 • નરેશ કાપડિયા

  સુરેશ દલાલ ગયા.. ખુલી ગઈ બારી
  સુરેશ દલાલ (૧૧ ડિસેમ્બર, ૧૯૩૨ – ૧૦ ઓગસ્ટ, ૨૦૧૨ – ૭૯ વર્ષ) આ જગતમાં સદેહે રહ્યા નથી.
  સુરેશ દલાલ આપણા પ્રિય કવિ, નિબંધકાર, પત્રકાર, સંપાદક અને પ્રકાશક આ જગતમાં રહ્યાં નથી. ૨૦૦૫માં તેમને ગુજરાતી ભાષાના પ્રદાન માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી એવોર્ડ ‘અખંડ ઝાલર વાગે’ ના નિમિત્તે મળ્યો હતો. ૧૯૫૩માં બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં તેમણે સાહિત્યમાં પી.એચ.ડી. કર્યું હતું. એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સીટી, મુંબઈમાં તેઓ ગુજરાતી વિભાગના વડા હતા. વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીના તેઓ કુલપતિ રહી ચુક્યા છે, યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન તરફથી તેઓ ‘રાષ્ટ્રીય પ્રવચનકાર’ રહી ચુક્યા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિ પર તેઓ ૧૯૮૩-૮૭ દરમિયાન રહ્યાં હતા. ગુજરાતને પહેલું કાવ્ય જર્નલ ‘કવિતા’ તેમણે આપ્યું અને તેને લાંબા સમય સુધી નિભાવ્યું. તેમનાં ‘ઈમેજ પબ્લિકેશન્સ’ દ્વારા હાલના સમયના શ્રેષ્ઠ પુસ્તકો આપણને મળતાં રહ્યાં છે. ગુજરાત સરકારના પાંચ એવોર્ડ્સ સહીત અનેક એવોર્ડ્સ તેમને મળતાં રહ્યાં હતાં.
  હજી ગયા મંગળવારે, ૭ ઓગસ્ટ, ૨૦૧૨ની મારી ‘ગુજરાત ગાર્ડિયન’ની ‘કલ્ચર ગાર્ડિયન’ પૂર્તિમાં અમે તેમનાં તાજા પુસ્તક ‘જીવનને હૂંફ આપનારાં ૧૨૬ કાવ્યો’ ના અંશો પ્રગટ કર્યાં હતાં. જેમાં ‘ઇતના તું કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે’ (કવિ અનામી) કાવ્ય વિષેનો સુરેશભાઈનો અદભૂત લેખ અમે પુન:પ્રકાશિત કર્યો હતો. ગુજરાતી સામયિકોમાં તેઓ ખૂબ ચહિતા સર્જક રૂપે સતત હાજર રહેતા હતા.
  શ્રી કૃષ્ણ અંગેની પંક્તિઓ સુરેશ દલાલ સતત વહાવ્યા કરતા હતા. અંતે દેશ આખો જયારે જન્માષ્ટમી ઉજવતો હતો તે શુક્રવાર, તા. ૧૦ ઓગષ્ટ, ૨૦૧૨ની સાંજે આઠ કલાકે તેમણે કાયમી વિદાય લીધી. આ લખું છું ત્યારે શનિવારની સવારે તેમના મુંબઈના નિવાસસ્થાને સવારે ૯ કલાકે તેમનો દેહ ચાહકો માટે પ્રદર્શિત થશે અને ૧૦ કલાકે તેમની અંતિમ યાત્રા શરુ થશે. પણ સુ.દ. આપણી આસપાસ, વિચારોમાં, વક્તવ્યોમાં સાડા વ્યક્ત થતા રહેશે. કવિ અને કાવ્યો અમર હોય છે. ‘મારી બારીએથી’ વડે સુ.દ.એ જે જગત આપણને બતાવ્યું છે, તેણે આપણને સમૃદ્ધ કર્યાં છે. લોંગ લીવ સુરેશ દલાલ.

 • Ashok Vaishnav

  શ્રી સુરેશ દલાલ ગુજરાતી સાહિત્યના એક એવા બહુઆયામી સર્જક રહ્યા જેમણે વધતી ઉમરની અસર તેમના સર્જન પર ન પડવા દીધી. આમ સર્જનાત્મક્તાને ઉમરના દરેક પડાવપર કઇ રીતે સાર્થક રાખી શકાય તે પણ તેમના જીવનમાંથી શીખવાનું મળે છે.
  તેમની પરલોકની સફર પણ આવી જ સર્જનાત્મક શાંતિમય રહે તેવી પ્રાર્થના.

 • vijay joshi

  શ્રી સુરેશભાઈ દલાલને મળવાનું સદભાગ્ય ગયા વર્શે અહિં અમેરીકામાં મળ્યું હતું અને આ વર્શે પણ આવવાના હતા. મારી મનહ્પૂર્વક શ્રધ્ધાંજલી.