સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ટૂંકી વાર્તાઓ


પન્તી – ધ સ્લીપ ઑફ પૅન ! (વાર્તા) – વલીભાઈ મુસા 15

શ્રી વલીભાઈની વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, પરંતુ આજની તેમની વાર્તાનો વિષય કાંઈક અનોખો છે, ‘જોડણી’. જોડણીને આધાર લઈને લખેલી તેમની પ્રસ્તુત વાર્તા એક બાળકના જોડણી વિશેના વિચાર અને તેની મનોદશા પણ પ્રસ્તુત કરે છે. મારા મતે આ એક આદર્શ પરિસ્થિતિ છે પણ વાર્તાની ગૂંથણીને જોતા એ શક્યતાનો ભાર લઈ શકે એમ છે. આશા છે વાચકોને આ પ્રયોગ ગમશે. અક્ષરનાદને વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈ મુસાનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હરેશ પાડલિયા 12

યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રહેતા શ્રી હરેશભાઈ વ્યવસાયે શિક્ષક છે અને અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. આજે તેમણે અહીં પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ પ્રસ્તુત કરી છે. માઈક્રોફિક્શનનું સ્વરૂપ નવોદિત લેખકોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે એ આનંદની વાત છે. વાચકોને આ પાંચેય વાર્તાઓ ગમશે એવી આશા સહ હરેશભાઈનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.


બે લઘુકથાઓ.. – નિમિષા દલાલ 12

આજે પ્રસ્તુત છે નિમિષાબેન દલાલની બે લઘુકથાઓ, ‘અપરાધી’ અને ‘જિજીવિષા’. વાર્તાલેખનના ક્ષેત્રમાં નિમિષાબેનની પ્રગતિ નોંધપાત્ર છે, અક્ષરનાદ પર સમયાંતરે સતત પ્રસ્તુત થતી તેમની વાર્તાઓ સાથે ગુજરાતમિત્ર દૈનિક સમાચારપત્રની સાપ્તાહિક સન્નારી પૂર્તિ જે દર શનીવારે પ્રસિદ્ધ થાય છે તેમાં તેમની લઘુકથાઓને નિયમિત સ્થાન મળે છે. આજની બે સુંદર લઘુકથાઓ પણ તેમની નિખરતી કલમનો જ આસ્વાદ આપે છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર.


વેડિંગ ઍનિવર્સરિ – ગુણવંત વૈદ્ય 10

ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું એમ નવું સર્જન – લઘુકથા ‘વેડિંગ ઍનિવર્સરિ’. એક યુગલના જીવનમાં કઈ હદ સુધી સમજણ હોવી જોઈએ, કેટલું સહન કરવું જોઈએ.. સુંદર સર્જન અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.


શિવ પાર્વતી (નવલિકા) – ઈશ્વર પેટલીકર 9

શાળા સમયથી જ સંવેદનાસભર અને સંબંધોના તાણાવાણા મારફત હાર્દને સમજાવતી વાર્તાઓના આ અદના લેખક એવા શ્રી ઈશ્વર પેટલીકરની કૃતિઓનું અનોખું ઘેલું લાગેલું. તેમની ‘જનમટીપ’ નવલકથા ઉપરાંત ‘લોહીની સગાઈ’ જેવી રચનાઓ મનને સ્પર્શી જતી અવિસ્મરણીય કૃતિઓ છે. શ્રી ઈશ્વર પેટલીકરની ઉપરોક્ત વાર્તા, ‘શિવ-પાર્વતી’, બે ભાઈઓ અને તેમના કુટુંબની, કુટુંબના એક ભાઈના ગાંડપણની અને તેને લીધે થતી અગવડોની, એક અસ્થિર મગજના માણસને સાચવવાની વાત હ્રદયસ્પર્શી રીતે પ્રસ્તુત થઈ છે, અને તેની રસમયતામાં વધારો કરે છે તેનો અનોખો અંત. અવિસ્મરણીય કૃતિઓ પ્રસ્તુત કરવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો આ પ્રયત્ન વાચકમિત્રોને ગમશે એવી આશા છે.


સી. જી. રોડની એ રાત… – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 20

મૂળ અમદાવાદના અને અભ્યાસે એમ.એ., પી.ટી.સી. એવા વિષ્ણુભાઈ દેસાઈ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છે. ટૂંકી વાર્તાઓ લખવાનો આનંદ તેઓ માણે છે અને તેમની કેટલીક વાર્તાઓ વર્તમાનપત્ર ‘ગુજરાત સમાચાર’માં સ્થાન પામી છે. અક્ષરનાદને તેમણે પાઠવેલી આ પ્રથમ કૃતિ છે, વાત છે ‘અતિથિ દેવો ભવ!’ની આપણી સંસ્કૃતિને વિષય તરીકે લઈને એક પ્રસંગ વિશેની આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ વિષ્ણુભાઈનો આભાર અને ‘અક્ષરનાદ’ના ઓટલે તેમનું હાર્દિક સ્વાગત છે. તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


મૈકૂ – પ્રેમચંદ, અનુવાદ : હર્ષદ દવે 10

આ પ્રેમચંદની ‘મૈકૂ’ વાર્તાનો અનુવાદ છે. અનુવાદ કરતી વખતે મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ભાષા એવી જ અસરકારક ‘મુહાવરેદાર’ બને અને એ પણ ગુજરાતી તળપદી બોલીના પ્રયોગો સાથે. પીઠું આપણે ત્યાં વપરાતો શબ્દ છે… તાડીખાના એટલે દેશી શરાબની દુકાન. ટૂંકમાં તાડી એટલે કે તાડ/ખજૂર નાં વૃક્ષનો સફેદ કેફી રસ. આપણે ત્યાં ‘નીરો’ (સાવ તાજો ) સ્વાસ્થ્યપ્રદ પીણું માનવામાં આવે છે ( તે છે અને મેં નીરો પીધો પણ છે…) જે અમુક -સવારનો- સમય જતાં કેફી દ્રવ્ય (દારુ) માં બદલાઈ જાય છે. તેથી નશાખોરો નશો કરી પોતાની જાતને પાયમાલ બનાવે છે અને પોતાનાં પરિવારને પણ પાયમાલ કરે છે. બરબાદી નોતરતા આવાં વ્યસનથી બચાવવા માટે ગાંધીજીએ તેમનાં સ્વયંસેવકોને ગાંધીગીરી રાહે હાકલ કરી હતી. ત્યારે પોતાનાં વશમાં રાખવા માટે દારૂડીયાઓ દારૂના વ્યસનથી ન છૂટે અને પોતાની તિજોરી ભારતી રહે તે માટે ઠેકેદારો ઇચ્છતા કે તેઓ વધુ દારૂ પીએ. તેથી ઠેકેદારો અને સ્વયંસેવકો વચ્ચે પ્રેમભાવ ન જ રહે તે સ્વાભાવિક છે. નામર્દ એટલે કે બાયલા ઠેકેદારો ‘મૈકૂ’ જેવાને હાથો બનાવી પીઠ પાછળ ઘા કરનારા અને સમાજને આવી બદીઓમાં સબડતો રાખવાના મલિન ઈરાદા ધરાવતા લોકોથી છુટકારો મળે તે માટે કથા સમ્રાટ પ્રેમચંદે આ રસપ્રદ વાર્તાના માધ્યમથી સમાજના નિમ્ન વર્ગને દારુ અને ઉચ્ચ વર્ગને શરાબ છોડવા માટે સચોટ અપીલ કરી છે.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ-૫) – હેમલ વૈષ્ણવ 19

અક્ષરનાદ પર જેમની કુલ અઢાર માઈક્રોફિક્શન અત્યાર સુધી પ્રસ્તુત થઈ ચૂકી છે એવા હેમલભાઈની વધુ પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત છે. મારા મતે જો નવલકથા ટેસ્ટમેચ હોય અને લઘુકથાઓ એક દિવસીય મેચ હોય તો માઈક્રોફિક્શનની ઉત્તેજના અને અસર ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી થાય છે. માઈક્રોફિક્શનના સ્વરૂપને વધુ પ્રચલિત કરવાના આશયથી અક્ષરનાદ ટૂંક સમયમાં એક નવી જાહેરાત સાથે આવશે જેથી વધુ સર્જકો અને વાચકો સુધી આ સબળ માધ્યમ પહોંચી શકે. પ્રસ્તુત સુંદર કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ફાંદાળો ભીલ (વાર્તા) – ઝવેરચંદ મેઘાણી 11

વાર્તા એક ભીલની છે, ફાંદવાળા ભીલની – જેને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી, અને આજ વળી એક ઉપલી અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો છે. એ જેલમાંથી છૂટી ગયો છે, પણ હવે તેની પાસે જવાનું કોઈ ઠેકાણું નથી. ફાંદાળા ભીલને ઓરતે પોતાના આશકની મદદથી નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઢોળી દીધો હતો. આમ જેલમાંથી છૂટેલા એ ભીલના મનની કશમકશ આ માનસીક આત્મવાર્તા અહીં પ્રસ્તુત થઈ છે. શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમનું આ અનોખું રત્ન છે, આશા છે વાચકમિત્રોને માણવાનો આનંદ મળશે.


માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ 12

ફિક્શન એટલે શું? ગુજરાતી લેક્સિકોન પર તેનો અર્થ છે, ‘ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત, કલ્પિત વાત કે કથન નવલકથા સાહિત્ય, માની લીધેલી (રૂઢ અસત્ય) વાત, જૂઠાણું, સાહિત્યની એક શાખા કે પ્રકાર તરીકે વાર્તાલેખન.’ શું બધી જ વાર્તાઓ આ માપદંડમાં બંધબેસતી હોય છે? સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય? ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તાના મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે? માઈક્રોફિક્શન વાર્તાઓ અક્ષરનાદ પર ધમાકેદાર કાર્યસિદ્ધિ અને નોંધપાત્ર અસર ઉપજાવે છે, એ જ યજ્ઞમાં મારા તરફથી એક નાનકડી આહુતી…. આજે પ્રસ્તુત છે મારી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ…


પ્રેરણાદાયક કથાઓ.. – સંકલિત 9

આજે પ્રસ્તુત છે ઇન્ટરનેટ પરથી સંકલિત અને અનુદિત કરેલ કેટલીક નાની પ્રેરણાદાયક વાતો. આ કોઈ વાર્તાઓ કે ઘટનાઓ નથી, ઇન્ટરનેટ આવી કેટલીય કૃતિઓથી સમૃદ્ધ છે, જરૂર છે તેમાંથી આપણને લાગુ પડે એવી વાતોને શોધીને ગ્રહણ કરવાની. આશા છે આ પ્રયત્ન આપને ગમશે.


ભાગ્યવિધાતા – વલીભાઈ મુસા 16

આજે પ્રસ્તુત છે વલીભાઈ મુસાની અનોખી વાર્તા. જો કે આજે પ્રસ્તુત વાર્તા પોતાનામાં પણ એક પૂર્ણ રચના જ છે, પરંતુ અહીં વિશેષ વાત છે, કોઈ વાર્તામાં અન્ય કોઈ વાર્તાનું પાત્ર પોતે તેમાં પાત્ર બનીને આવે તેવું ભાગ્યે જ જોવા મળી શકે! એવો પ્રયોગ અહીં થયો છે અને સુસંગત વાર્તાની કડી પણ અહીં અપાઈ છે. પ્રયોગાત્મક સર્જનને અક્ષરનાદ સદાય આવકારે છે, અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ વલીભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


ખોલી નાખ… – સઆદત હસન મન્ટો, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

૧૧ મે ૧૯૧૨માં અવિભાજીત ભારતના પંજાબ પ્રાંતના સમરાલા (જી. લુધિયાણા)માં જન્મેલ મન્ટોની વાર્તાઓ આઝાદી પહેલાના એ સમયે પણ ચર્ચામાં રહેલી, અશ્લીલતાના આરોપમાં તેની વાર્તાઓ ઘેરાઈ હતી, પણ સમાજને પોતાનો ઘૃણાસ્પદ ચહેરો બતાવવામાં મન્ટોની કલમે ક્યારેય પાછીપાની નથી કરી. એની ઉંમર સાત વર્ષની હતી ત્યારે અમૃતસરમાં બર્બર જલિયાંવાલા હત્યાકાંડ થયેલ, એ જ સમયગાળામાં મન્ટોએ ઉર્દુમાં વાર્તા લખવાનું શરૂ કર્યું, આજે મન્ટોની એક અતિપ્રસિદ્ધ વાર્તા ‘खोल दो’ નો ગુજરાતી અનુવાદ ‘ખોલી નાખ..’ એ શિર્ષક સાથે પ્રસ્તુત કરી રહ્યો છું, મૂળ વાર્તામાં રહેલ કેટલાક મુશ્કેલ ઉર્દુ શબ્દોના ગુજરાતી અર્થ શોધી આપવા બદલ શ્રી હર્ષદભાઈ દવેની મદદ લીધી હતી એ બદલ તેમનો આભાર. આપણા દેશની રાષ્ટ્રભાષા સહ અન્ય ભાષાઓની આવી કૃતિઓનો ગુજરાતી અનુવાદ કરી ઓનલાઈન મૂકવાની જરૂરત જણાઈ રહી છે. આશા છે આ પ્રયત્ન ઉપયોગી થશે.


લઘુકથાઓ… – ડૉ. નિલેશ ત્રિવેદી, ગુણવંત વૈદ્ય 12

પ્રથમ લઘુવાર્તા ડૉ. નિલેશ ત્રિવેદીની કલમે નિપજેલી સંબંધોની સરસ વાત કહે છે, તો આ લઘુકથા સાથેસાથે આજે પ્રસ્તુત છે શ્રી ગુણવંતભાઈ વૈદ્યની બે લઘુકથાઓ… ગુણવંતભાઈની કૃતિ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આશા છે આપને ગમશે. કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો અને ડૉ. નિલેશ ત્રિવેદીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


રજસ્વલા – હિતેન ભટ્ટ 8

અમદાવાદના હિતેનભાઈ ભટ્ટની પ્રસ્તુત સુંદર લઘુવાર્તા તેમણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા માટે પાઠવી છે. અહીં તેમની આ પ્રથમ કૃતિ છે, વાર્તા મનનીય છે, વિચારપ્રેરક છે અને થોડામાં ઘણું કહી જાય છે. કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 23

ઉર્દૂ સાહિત્‍યના પ્રખ્‍યાત સર્જક સઆદત હસન મન્ટો (ઈ.સ. ૧૯૧ર – ૧૯પપ)ની કેટલીક વાર્તાઓ ખૂબ જ વિશદ પાર્શ્વભૂમિકામાં લખાયેલી જોવા મળે છે, અને એમાંથી કેટલીક માઈક્રોફિક્શનના મૂળ ફોર્મેટને સ્પર્શતી હોવાનો આભાસ પણ થાય છે. આક્રોશભર્યા પણ મજબૂર પાત્રો, થોડામાં ઘણુંબધું કહી શકવાની ક્ષમતા અને વાર્તાના ખુલ્લા છેડાઓ દ્વારા વાચકને મળતો સર્જનનો આનંદ એ તેમની વિશિષ્ટતાઓ હતી, માઈક્રોફિક્શનના ક્ષેત્રને સ્પર્શતા લેખકે મન્ટોનું સાહિત્ય અવશ્ય વાંચવું જોઈએ એવું મારું માનવું છે. માઈક્રોફિક્શનના અક્ષરનાદ પરના ખેડાણને સતત આગળ ધપાવતા હેમલભાઈ વૈષ્ણવની પાંચ માઈક્રોફિક્શન આજે પ્રસ્તુત છે. વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર.


વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12

સ્ત્રીઓને સમાન અધિકાર અને સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારતા સમાજમાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્વતંત્ર સ્ત્રી સ્વીકર્ય નથી. આવી જ એક પુત્રી વિશે તેના માતા પિતાના વિચારો, તેના લગ્ન અંગેની ચિંતા વગેરે વાતોના પરિદ્રશ્યમાં ઝીલાયેલી નિમિષાબેનની આ વાર્તા એ મુખ્ય પાત્રની નિર્ણયશક્તિના સ્વરૂપે એક અગત્યનો સંદેશ આપી જાય છે, એટલો જ સંદેશ કે પોતાના જીવનના અગત્યના નિર્ણયો લેવા અને તેની અસરો સાથે જીવવા એ તૈયાર હોય છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખ આભાર તથા શુભકામનાઓ.


તમે એને શું કહેશો? – મુર્તઝા પટેલ 7

મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, વાચકમિત્રોના પ્રેમને પામી છે. આજે તેઓ પોતાની પટેલપોથીમાંથી વધુ એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ‘ઈમાનદારીનું પૂંછડું’ નામનો આ પ્રસંગ પોતપોતાનાં દ્રષ્ટિકોણ પર અવલંબિત છે… પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ત્રણ લઘુકથાઓ.. – સંકલિત 8

આજે પ્રસ્તુત છે ત્રણ ટૂંકી વાર્તાઓ… બે નાનકડી વાર્તાઓ સર્જન છે ધવલભાઈ સોનીનું જે તેમણે પ્રસ્તુત કરવા માટે પાઠવી છે અને એક વાર્તા કાંતિલાલ વાઘેલાએ અક્ષરનાદને પ્રસ્તુતિ માટે પાઠવી છે. ત્રણેય વાર્તાઓ સુંદર અને રસપ્રદ છે. આશા છે વાચકમિત્રોને ગમશે…


“……તો તો હવે બોવ ધ્યાન રાખવું પડશે !” (વાર્તા) – મિતુલ ઠાકર 13

અક્ષરનાદ પર મિતુલભાઈની આ પ્રથમ રચના છે, ગ્રામ્યસમાજની સામાન્ય સમજનું, ઘટનાઓ અને પ્રસંગોનું અહીં સરળ આલેખન થયું છે. એક નાનકડી ગેરસમજ લગ્નજીવનમાં કેવા ઝંઝાવાત સર્જી શકે તેનું પ્રસ્તુત કૃતિ સુંદર ઉદાહરણ છે. ગ્રામ્યભાષા અને લહેકાને સમાવવાનો મિતુલભાઈનો પ્રયત્ન સરસ છે. આ કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


કાગળ (વાર્તા) – નિમિષા દલાલ 16

વિશ્વ ગુજરાતી સમાજઆ સામયિકના દિપોત્સવી અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની ‘કાગળ’ વાર્તા સમકાલીન સમાજવ્યવસ્થાની ખૂબીઓ અને ખામીઓ સાથેનું સમગ્રતયા ચિત્ર પ્રસ્તુત કરે છે. વાર્તામાં અમુક અંશે સસ્પેન્સનું તત્વ પણ છે તો વાચકને અનેક વિકલ્પો વિચારવાની તક આપતો અંત પણ અહીં છે. નિમિષાબેનની કલમ દરેક નવી વાર્તા સાથે વધુ ને વધુ નિખરતી રહી છે એ આ વાર્તા સાથે પણ દેખાઈ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 27

હેમલભાઈ વૈષ્ણવ આ પહેલા પણ માઈક્રોફિક્શન વાર્તાઓ પર હાથ અજમાવી ચૂક્યા છે અને અક્ષરનાદના વાચકવર્ગ સમક્ષ પ્રસ્તુત પણ થયા છે. આજે ફરીથી પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ લઈને તેઓ આવ્યા છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


એક્ટર : એક વાર્તા, ત્રણ અનોખા અંત.. – હાર્દિક યાજ્ઞિક 26

હાર્દિકભાઈ યાજ્ઞિકે એક વાર્તા મોકલી, અને પછી ફોન પર કહ્યું કે એ વાર્તાના તેમણે બે અંત મૂક્યા છે, તેમણે મને પસંદ પડે તેવો અંત સ્વીકારવા જણાવ્યું. પરંતુ વાર્તા વાંચી તો ક્યાંક મને એક અલગ જ અંત આપવાની ઈચ્છા થઈ આવી, અને એ અંત લખીને મેં તેમને મોકલી આપ્યો. તેમણે સહર્ષ તેને વધાવ્યો. એ ત્રણેય અંત સાથે વાર્તા આજે પ્રસ્તુત કરી છે. કદાચ આ નવો પ્રયોગ છે, અને અક્ષરનાદની પ્રયોગખોર છબીને આથી વધુ બળ બીજુ શું જોઈએ? વાચકમિત્રોને પણ હાર્દિકભાઈએ ઈજન આપ્યું છે, તમને ત્રણમાંથી કયો અંત ગમ્યો તે કહો અથવા તમારી સર્જનાત્મકતાને આધારે કોઈ નવો જ અંત સૂઝે તો પ્રતિભાવમાં મૂકો. અક્ષરનાદને કૃતિ પાઠવવા, અખતરાઓ કરવા અને સાહિત્યક્ષેત્રને સદાય કાંઈક ‘નવું’ આપ્યાના દેખાડા સિવાય, કામ કરતા રહેવા બદલ આભાર વ્યક્ત કરીશું તો તેમને જ નહીં ગમે…


સોનાનું પિંજરૂ (વાર્તા) – ગીતા શુક્લ 21

સૂરતના પાલનપુર પાટીયા પાસે રહેતા શ્રી ગીતાબેન દેવદત્તભાઈ શુક્લની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, પ્રથમ પ્રસ્તુતિ છે. વાર્તા આર્થિક રીતે સંપન્ન પરિવારના ખોટે રસ્તે જઈ રહેલા પુત્રની પોતાના જીવનને સાચી દિશા આપવાના પ્રયત્નની વાત આલેખાઈ છે. કુટુંબના સ્ટેટસને બદલે પોતાના જીવનની દિશા વિશે વિચારનાર સાગરની વાત સરળ રીતે અહીં મૂકાઈ છે અને પ્રથમ કૃતિ હોવાને લીધે ગીતાબેન પોતાની વાતને સુંદર રીતે મૂકી શક્યા છે એ બદલ તેમને શુભકામનાઓ – અભિનંદન તથા અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા 7

રીતેશભાઈની આ વાર્તા ઘણા સમય બાદ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. ગામડામાં જન્મીને ઊછરેલી સંસ્કૃતિને શહેરી જીવનનો લાગેલો ચસકો તેને અને તેના પરિવારને કઈ રીતે પરેશાન કરે છે, અને તેમાંથી તેઓ કઈ રીતે મુક્ત થઈ શકે છે એ જ આ વાર્તાનો મુખ્ય સાર છે. રીતેશભાઈ તેમની આ કૃતિઓ દ્વારા સર્જનના નવા પાઠ સતત શીખતા રહે, વાચકોના પ્રતિભાવો તેમને વધુ સરસ અને ઉપર્યુક્ત સર્જન કરવા પ્રેરતા રહે એ જ આશા સાથે આજે આ કૃતિ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા બદક રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


મૂળુભાની પુત્રવિદાય (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ 42

અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક, વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવની અક્ષરનાદ પર એક સર્જક તરીકે આ ત્રીજી વખત પ્રસ્તુતિ છે. માઈક્રોફિક્શન વાર્તાઓના ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈ આજે અનોખી હ્રદયસ્પર્શી ટૂંકી વાર્તા સાથે ઉપસ્થિત થયા છે જેને માણીને ધૂમકેતુની હ્રદયસ્પર્શી ‘જુમો ભિસ્તી’ યાદ આવી જ જાય, સુંદર કૃતિ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


શાંતિ (વાર્તા) – નિમિષા દલાલ 18

શ્રી નિમિષાબેન દલાલની પ્રસ્તુત ટૂંકી વાર્તા ‘શાંતિ’ મમતા સામયિકમાં પ્રસિદ્ધ થયેલી છે, જેને અમેરિકા સ્થિત જાણીતા લેખકશ્રી હરનિશભાઈ જાનીએ વખાણતાં કહ્યું હતું કે કોઇ મહિલાએ આતંકવાદ પર વાર્તા લખી હોવાનું મારા ધ્યાનમાં નથી.. વાચકોના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


દાપું.. (વાર્તા) – ભગવતીકુમાર શર્મા 6

‘જ્યોતિર્ધર’ સામયિકના દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભગવતિભાઈની પ્રસ્તુત વાર્તા ચંદુલાલ માસ્તરના જીવનની એક અનોખી ઘટનાને વર્ણવે છે. તદ્દન નવો જ વિષય, અનોખો પરિવેશ અને વિષયવિશેષની પ્રસ્તુતિની ખાસીયતને લીધે આ વાર્તા અલગ તરી આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ નિમિષાબેન દલાલનો અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આદરણીય શ્રી ભગવતિકુમાર શર્માનો ખૂબ ખૂબ આભાર.


વાંસળી.. (વાર્તા) – ડૉ. જયંત ખત્રી 9

આપણી ભાષાના અગ્રણી અને અનોખા વાર્તાકાર એવા ડૉ. જયંત ખત્રીની અનેક પ્રસિદ્ધ વાર્તાઓ જેવી કે ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘યાદ અને હું’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, વગેરે વાર્તાઓ વધુ જાણીતી છે. ‘વાંસળી’ તેમની ઓછી જાણીતી પરંતુ ભાવનાત્મક્તાની અનોખી અભિવ્યક્તિ છે. કલાકારની મૂલતઃ શોધ કલાની ઉત્કૃષ્ટતા અને પોતાની પ્રસિદ્ધિ કરતાં પોતાના આંતરીક સૌંદર્યને, અનુભૂતિને અને અભિવ્યક્તિને પામવાની હોય છે, પીરમહમ્મદ, ગોધુ અને વાદકના એમ ત્રણ પાત્રોની વચ્ચે આ અભિવ્યક્તિની સચ્ચાઈનો રણકો વાચકને સ્પષ્ટ સંભળાય છે એમાં જ ડૉ. ખત્રીની અભિવ્યક્તિનો નમૂનો છે. ‘મમતા’ સામયિકના ઓક્ટૉબર-નવેમ્બર ૨૦૧૩, દિવાળી અંકમાથી પ્રસ્તુત વાર્તા સાભાર લીધી છે.


ઉગમણી સાંજ – નિમિષા દલાલ 12

નિમિષાબેનની પ્રસ્તુત વાર્તા મને બે દિવસ પહેલા જ મળી, પરંતુ તેના સત્વ, વિષયવસ્તુ તથા પ્રસ્તુત કરવાની રીતને લઈને આ કૃતિ ઉતાવળે મૂકી છે. નાકનું ટીચકું ચડાવી, મોં મચકોડીને હકીકતથી મોઢું ફેરવવાથી તે બદલાઈ જતી નથી, વાર્તાના પ્રથમ ભાગને જોઈને કદાચ કોઈક ઉતાવળીયો અભિપ્રાય બાંધી બેસે તો પણ એ કહેવુ ઉચિત છે કે આ વાર્તા આખી વાંચ્યા પછી જ પ્રતિભાવ આપવો યોગ્ય રહેશે. સમાજમાં પ્રસરી રહેલ બદીઓ અને એઈડ્સ જેવા રોગના દર્દીઓની માનસિક વ્યથાને અને તેમની સ્થિતિને નિમિષાબેનની આ વાર્તા એક નોખા પરિપ્રેક્ષ્યથી જુએ છે. વધુ મહત્વની વાત એ છે કે આવી વાત સમાજને કહેવાનું સાહસ એક મહિલા કરી રહ્યાં છે. ‘જ્યોતિર્ધર’ નામના સામયિકના દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર. આવા સબળ કલમધારીઓની કૃતિઓ સાથે અક્ષરનાદ પણ સબળ થઈ રહ્યું છે.