વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 12


“મેઘા, જો તો મારી દીકરી કેટલી સરસ લાગે છે ટ્રોફી લેતાં !” સાકેત હાથમાં મેગેઝીન લઈ રસોડામાં મેઘના પાસે આવ્યો. મેઘનાના ચહેરા પર પણ ખુશી આવી ગઈ, તે દુપટ્ટાથી હાથ લૂછતી લૂછતી સાકેત પાસે આવી. ખરેખર ! માહી ખૂબ સુંદર દેખાતી હતી..

“જોયું ? તને બહુ દુઃખ હતું ને દીકરી આવ્યાનું. જો તારી દીકરી કેવું નામ કરી રહી છે.. રાઈફલ શૂટીંગ.. ઘોડેસવારી.. ને એવા પુરુષોનો અધિકારવાળા ક્ષેત્રોમાં તે ટ્રોફીઓ લાવે છે.. તને દીકરો જોઇતો હતો.. મને ગર્વ છે મારી દીકરી પર.” અભિમાન તો મેઘનાને પણ હતું પોતાની દીકરી માહી પર. પણ એ જાણતી હતી કે દીકરાની રીતે દીકરીનો ઉછેર કરવાથી એ દીકરી દીકરો નથી થવાની. મોબાઈલ ફોનની રીંગ વાગી ને સાકેત જાણે ઉછળ્યો..

“મા….હી…” એણે ફોન સ્પીકર પર મુકી દીધો.

“કેમ છે બેટા ? ક્યારે આવે છે ?”

“તમે કહો તો હમણાં જ..”

“ના, ના બેટા ઘણા સમય પછી તું ફરવા ગઈ છે ને ફરી ને જ આવ. પહેલાં તો દર વર્ષે જતા હતાં આપણે. પણ આ મારી તબિયત..” પછી ના શબ્દો સાકેત ખાઈ ગયો.. નકામી માહી દુઃખી થાય.

“આ તો તારી મમ્મી તને બહુ મીસ કરતી હતી..” મેઘનાએ સાકેત સામે ડોળા કાઢ્યા ને બોલવા ગઈ પણ સાકેતે પોતાના હાથ વડે એનું મોં બંધ કરી દીધું. સામેથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો..

“પપ્પા.. હું નાનપણ થી જ તમને જાણું છું. જ્યારે તમે મને વધુ મીસ કરતા હો ત્યારે મમ્મીનું નામ લઈ લો છો..” મેઘના પણ હસી પડી ને સાકેત સામે આંખો નચાવી કે જોયું તારી દીકરી જાણે છે તને..

“હા બેટા, તું મને સારી રીતે ઓળખી ગઈ છે. આ તો ‘વુમન’ માં તારા વિશે લેખ આવ્યો છે તે તારી મમ્મીને બતાવતો હતો. કવરપેજ પર ટ્રોફી લેતો તારો ફોટો સરસ આવ્યો છે..”

“એમ ? એ ઇન્ટર્વ્યુ આવી પણ ગયો ? હજુ દસ દિવસ પહેલાં જ તો લીધો હતો.”

“હા બેટા. તું આવે ત્યારે જોજે.”

“ઓ.કે, પપ્પા, હું રાતે શાંતિથી નેટ પર વાત કરીશ. મને પણ તમારી યાદ આવી…..” બાકીના શબ્દો એના ગળામાં અટકી ગયા.

“ઓ.કે બેટા, એન્જોય.” પોતાનો ભીનો સ્વર માહી ઓળખી ન જાય એટલે સાકેતે તરત જ ફોન કટ કરી દીધો.

સાકેત અને મેઘનાની એકની એક દીકરી હતી માહી. પહેલા ખોળે દીકરો ન આવ્યાનું મેઘનાને દુઃખ હતું. પણ સાકેત ખુશ હતો. તેણે પોતાની દીકરીને દીકરાની જેમ જ ઉછેરી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી પપ્પા સાથે બીઝનેસ કરતી હતી ને રજાને દિવસે મમ્મીને રસોડામાં મદદ. છતાં કેટલીક વાર મેઘનાને અસંતોષ થતો. માહી બીજી છોકરીઓની જેમ નથી રહેતી. ગમે તેટલું છોકરાની જેમ છોકરીને ઉછેરો પણ આખરે તો એણે આ ઘર છોડવું જ પડશે ને. મેઘનાની આ વાત નો જવાબ સાકેત ઘરજમાઈ લાવીશ એમ કહીને આપતો. અત્યારે તે તેના કોલેજના ગ્રુપ સાથે ઓસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી. ત્યાંથી આવી રહી હતી.

ડીંગ..ડોંગ.. ડીંગ..ડોંગ.. ડીંગ..ડોંગ.. એક સરખો ડોરબેલ વાગ્યો ને મેઘના સમજી ગઈ કે તોફાન આવ્યું. ઘણી વાર મેઘના માહીને તોફાન કહેતી. દરવાજો ખોલતા સાચેજ સામે તોફાન હતું. માહી મેઘનાને ભેટી પડી. સામાન લઈ અંદર આવતાં જ, “પપ્પા ક્યાં છે મમ્મી ?” મેઘના માહીને ધ્યાનથી જોઇ રહી હતી. એણે સ્લીવલેસ સ્કીનટાઈટ ટીશર્ટ અને શોર્ટ પહેર્યું હતું.

“મમ્મી.. તારું ધ્યાન ક્યાં છે ? પપ્પા ક્યાં છે?”

“માહી આ શું ?” મેઘનાએ એના વસ્ત્રો તરફ હાથ કરીને પૂછ્યું.

“માહી…” માહીનો અવાજ સાંભળી સાકેત રૂમની બહાર આવ્યો.

“પપ્પા….” મમ્મીની વાત સાંભળી ન સાંભળી કરીને માહી પપ્પા તરફ દોડીને વળગી પડી.

મેઘનાએ હવે કંઈ પણ બોલવાનું માંડી વાળ્યું કારણકે તે જાણતી હતી કે હવે તેની વાતનું કંઈ જ ઉપજવાનું નથી. બાપદીકરી વાતે વળગ્યા. ક્યાં સાંજ પડી ગઈ ખબર જ ન પડી રાતે જમીને માહીએ ટીવી સાથે કેમેરા જોડ્યો અને પોતાના ફોટા બતાવવા લાગી.. એ ફોટા જોઈ મેઘના તો દંગ જ રહી ગઈ. છોકરા-છોકરી બધા સાથે હતા. અને ફિલ્મી સ્ટાઈલમાં પડાવેલા હતા.

“માહી, તારી સાથે છોકરાઓ પણ આવેલા ?”

“મમ્મી, પપ્પાએ મને ગર્લ્સ કોલેજમાં નથી ભણાવી.” બાપ-દીકરીએ એકબીજાને હસતા હસતા તાળી આપી. મેઘના કંઈ ન બોલી. માહીને સાકેતનો સાથ હતો. માહી ખુશી ખુશી જે તે જગ્યાના વર્ણન સાથે ફોટા બતાવી રહી હતી. એમાં છોકરાઓ સાથે વળગીને પડાવેલા ફોટા પણ હતા. મેઘના ચિંતાથી એ ફોટા જોઇ રહી હતી.

“અરે માહી ! આ ધારાનું મોં કેમ ચડેલું છે ?” એક ફોટામાં માહીની પ્રિય સખી ધારાને જોઇ સાકેતે પુછ્યું. માહી ઉશ્કેરાઈ ગઈ.

“પપ્પા આ પુરુષો પોતાની જાતને શું સમજતા હોય છે તે સમજાતું નથી. એણે તો જાણે ધારાને કેદમાં રાખવાની જ વાત કરી. આની સાથે નહી બોલવાનુ, આ કેમ તને અડ્યો ? પેલો તારી સામે કેમ ટીકીટીકીને જોતો હતો ? મેં તો ધારાને સારું એવું ભાષણ આપી સમજાવી કે તારું પોતાનું કોઇ અસ્તિત્વ…. એટલે બેનબા મોં ચડાવીને ફરતા હતા. મેં તો એને કહી જ દીધું પુરુષ રાસલીલા કરે તો સ્ત્રીને એ હક કેમ નહીં ?” આ વાત કરતાં કરતાં માહી ગંભીર થઈ સ્લાઈડ બદલતી રહી. માહીના વિચારો જાણી મેઘનાની ચિંતામાં ઓર વધારો થયો.

“અરે ! આ બ્યુટીફુલ લેડી કોણ છે ?”

“સ્ટીવની મધર.” માહીએ પોતાની ધૂનમાં જ જવાબ આપ્યો.

“અહીં લાવવી હતી ને એને, આ જોને ! તારી મમ્મી કેટલી બુઢ્ઢી લાગે છે !” સાકેતે માહીને મૂડમાં લાવવા કહ્યું. માહીએ સાકેત સામે જોયું. એ મંદ મંદ હસી રહ્યો હતો.

“ના રે એમને શું કામ લાવું ? એના કરતા જુલિયાના ફાધરને ના લાવું ? એકદમ હેંડસમ અને ફીટ છે.” માહીએ મમ્મીને વળગીને કહ્યું ને પછી ત્રણે હસી પડ્યાં.

“બસ આમ જ હસતી રહે દીકરા. તું ગંભીર સારી નથી લાગતી.” સાકેતે માહીને માથે હાથ ફેરવતા કહ્યું.

“બેટા, મારે એક વાત કરવી છે તારી સાથે.” એક રાતે પોતાના ખોળામાં સૂતા સૂતા ચોપડી વાંચતી માહીને મેઘનાએ કહ્યું.

“બોલ ને.” માહીએ ચોપડીમાંથી નજર ખસેડ્યા વિના જ કહ્યું.

“એમ નહીં. અગત્યની વાત છે.. ચોપડી મૂકી દે.” ચોપડીમાં બુકમાર્ક મૂકી માહીએ મેઘના સામે નજર કરી. “બેટા, તું બહુ સફળ થઈ. અમને ગર્વ છે તારી પર. પણ લગ્નની ઉંમર વીતી જશે તો પછી તને યોગ્ય છોકરો નહીં મળે.” માહી પોતાની માતાનું નવું જ રૂપ જોઇ રહી હતી. મમ્મી કદી કોઇ સલાહ આપતી નહીં, એ તો ફરિયાદ કરતી પપ્પાને. માહી તો આંખોમાં આંખો રાખી માતાની વાતો સાંભળી રહી..

“હવે તું લગ્ન કરી લે દીકરા. તારા ગૃપમાં કોઇ છોકરો તને પસંદ હોય તો એમ કહે. અમે તારા લગ્ન કરાવી આપીશું. અમારી આંખ મીંચાઈ જાય તો પછી ચિંતા નહી.”

“મમ્મી, મારે લગ્ન નથી કરવા. આ બાબતમાં આપણે કેટલી બધી વાર વાત કરી છે ને. પછી આજે ફરી નવી રીતે એ જ વાત.. મારે તમને છોડીને જવું નથી. દીકરો હોત તો તમે એને આમ કહેત ?”

“પણ બેટા….” પણ માહી ન માની અને મેઘનાના ખોળામાંથી માથું હટાવી ઉંધી ફરીને સૂઈ ગઈ. મેઘના બોલતી રહી અને માહી એને હાલરડું સમજી ઉંઘી ગઈ. થોડીવાર રહીને મેઘના પોતાનાં રૂમમાં જતી રહી. સાકેત એની રાહ જોતા કોઇ પુસ્તક વાંચી રહ્યો હતો. રૂમમાં આવી મેઘનાએ સાકેતના હાથમાંથી પુસ્તક ખેંચી લીધું. સાકેત સમજી ગયો કે મેઘનાને કોઇ વાત કરવી છે. એ બેઠો થઈ મેઘનાની સામે બેઠો અને મેઘનાની આંખોમાં જોયું.

“સાકેત, હવે માહીની ઉમ્મર લગ્ન ક…”

“મને ખબર છે એના લગ્નની તને ચિંતા થાય છે, પણ મને નથી થતી એમ માનીશ નહીં. હું માહી સાથે વાત કરીશ તું ચિંતા કર્યા વિના સૂઈ જા.” એમ કહી સાકેતે મેઘનાને સૂવડાવી અને પોતે પણ લાઈટ બંધ કરી સૂઈ ગયો. મેઘનાની આંખોમાં ઉંઘ નહોતી. એ ખાલી પડી રહી. સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર મેઘનાએ પોતાના સગાસંબંઘીઓ અને મિત્રોના બાળકોનાં લગ્નની વાત શરૂ કરી. પોતે માહી સાથે વાત કરવાનું કહ્યું હોવા છતાં મેઘનાએ વાત કાઢી તો સાકેતે પણ તેને સાથ આપ્યો. માહીએ ચૂપચાપ નાસ્તો કર્યો.

“મમ્મી, આ નાટક રહેવા દો. કેટલી વાર કહ્યું મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. મને પુરુષોનું આધિપત્ય નથી ફાવતું કે મને કોઇ બંધન પણ નથી ગમતું.”

“પણ બેટા અમારી આટલી સંપત્તિ….”

“અને હા, જો તમે સંપત્તિના વારસ માટે જ લગ્ન કરાવવા માંગતા હો તો તે પણ શક્ય નથી, કારણકે મેં ઓપરેશન કરાવી લીધું છે.” મેઘનાને પૂરૂં બોલવા દીધા વિના જ બોલી માહી ત્યાંથી નીકળી ગઈ.

– નિમિષા દલાલ

સ્ત્રીઓને સમાન અધિકાર અને સમાન દરજ્જો આપવાની ગુલબાંગો પોકારતા સમાજમાં આજે પણ લગ્ન કર્યા વગરની સ્વતંત્ર સ્ત્રી સ્વીકર્ય નથી. આવી જ એક પુત્રી વિશે તેના માતા પિતાના વિચારો, તેના લગ્ન અંગેની ચિંતા વગેરે વાતોના પરિદ્રશ્યમાં ઝીલાયેલી નિમિષાબેનની આ વાર્તા એ મુખ્ય પાત્રની નિર્ણયશક્તિના સ્વરૂપે એક અગત્યનો સંદેશ આપી જાય છે, એટલો જ સંદેશ કે પોતાના જીવનના અગત્યના નિર્ણયો લેવા અને તેની અસરો સાથે જીવવા એ તૈયાર હોય છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “વારસ (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ

 • નિમિષા દલાલ

  મિત્રો. લેખિનીઓને જ સ્થાન આપતા મુંબઈથી પ્રગટ થતા ત્રિમાસિક સામયિક લેખિનીમાં દર વખતે શ્રેષ્ઠ કૃતિને ઈનામ આપવામાં આવે છે.. મારી આ વાર્તા લેખિનીના જાન્યુઆરીના અંકમાં છપાઈ હતી.. જેને શ્રેષ્ઠતો નહીં પણ શ્રીમતી વર્ષાબહેન પાઠકે પોતાની પસંદગીની ગમતી કૃતિ તરીકે નો નિર્ણય આપ્યો ને લેખિની દ્વારા મારી આ વાર્તાને.. ૫૦૦/- થી પુરસ્કૃત કરી છે…

 • M.D.Gandhi, U.S.A.

  વાર્તા તરીકે તો સુંદર છે, પણ માની દૃષ્ટિએ જુઓ તો એ ભવિષ્યનું પણ વિચારતી હોય છે..!! કાલે ઊઠીને માબાપ નહીં હોય અને દીકરીને એકલવાયુ લાગશે ત્યારે તેની કેવી હાલત થશે….અને ભારતમાં હોય કે અમેરીકા-યુરોપમાં ક્યાંય પણ હોય, સ્ત્રી કે પુરુષ, કુટુંબ વગરની એકલવાયી જીંદગી કેવી રીતે જીવતા હોય છે તે તો તેમને પુછો તોજ ખબર પડે…. એટલે મેઘના હોય કે સાકેત કે કોઈ પણ માબાપ હોય, તેમને તેમના સંતાનોની ચિંતા તો રહેજ છે….
  વાર્તા સુંદર છે….

  • નિમિષા દલાલ

   R.M..sir its story.. just imejination… may be in future it can posible… and many things in society happans now too which society dont allow… right sir.. ?

 • Hitesh

  My views from believe that, I don’t differentiate among humans and surely not compare man and woman on their efficiency and stature because Love is the most pure form of togetherness between two human beings – refer any oldest scripts e.g. Ramayan, Kuran, Bible, Dhama or any.

  Women have been at receiving end from centuries as evident in those scripts about injustice but, it also depicted that, Man and Woman need to be together to bring harmony on earth – they are incomplete with out each other. Love removes lot of those negatives.

  Sorry to say but story fails to bring new thoughts and directions to century old problem.
  Living life example of Krian Bedi as first woman IPS that all Indians feel proud.

 • B D Shilu

  Nature has designed female for regeneration of specie, for that all species have super joy while enjoying sex. Human kind is intelligent mammal specie on earth. Social rules is product of intelligence may not aligned with natural laws! that’s why control on women goes with social rules and unjustice is product of personnel temperament who interpretates it on selfish manner, one should find out character matching with temperament and enjoy life with natural laws, overlook social rule if not faithful to Nature is not offence. I see unnatural and poisonous end of story!

 • Rajan Shah

  When Nina Gupta became single mother I was in India. I didn’t think much except that she is very bold to take such decision in male dominated society. I am sure India has changed a lot since then. Last year I read a survey in India Today about the young boys and girls and about their thoughts on their marital relationship…I was amazed. Storyline probably reflects the changing social currents . Congrats and Good Luck to author Nimisha Dalal.